” લુટેરા” – film reviews –

July 16, 2013 at 11:39 am 4 comments

lutera

પાખી -(સોનાક્ષી સિંહા) એક સુંદર , સરળ , હસમુખી, જરા શરારતી અને પિતાની લાડલી દિકરી.

વરૂણ- (રણવીર સિંહ) એક સીધો સાદો, મન દઈને પોતાનુ કામ કરવા વાળો પુરાતત્વ ખાતાનો એક કર્મચારી.

૧૯૫૩ના સમયની આ વાત. એ સમય હતો જ્યારે જમીનદારોનુ થોડુ ઘણુ વર્ચસ્વ અને ઘણી બધી અસ્ક્યામતો હતી. આવા જ એક જમીનદાર રૉય ચૌધરી પાસે વરૂણ પુરાતત્વ ખાતા તરફથી પ્રાચીન અવશેષના સંશોધન માટે ખોદાઇ કામની મંજૂરી લઈને આવે છે. જમીનદાર રૉય ચૌધરી વરૂણ અને એના સાથીદાર દેવદાસ (વિક્રાંત) ની પુરતી સગવડ -સવલિયત સાથે સાચવે છે.

પાખીને વરૂણ સાથે પ્રથમ દ્ર્ષ્ટીએ જ પ્રેમ થઈ જાય છે અને વરૂણ પણ પાખીના પ્રેમનો અનાદર નથી કરી શકતો. જમીનદારની એ જરા શરારતી પાખી પ્રેમમાં પડીને થોડી પ્રગલ્લ્ભ પણ બને છે. વરૂણ સાથે જેમ બને એમ વધુ ને વધુ સમય વિતાવી શકાય એના માટેની બનતા પ્રયત્નો પણ કરે છે.પાખી પ્રત્યે પોતાના પ્રેમનો એકરાર કરીને વરૂણ જમીનદાર પાસે પાખીનો હાથ અને જીવનભરનો સાથ માંગે છે . જેને માટે પાખી જ સર્વસ્વ છે એવા રૉય ચૌધરી બંને ની સગાઇ માટે અનુમતી ય આપે છે અને અચાનક જ વરૂણ જમીનદારનો વિશ્વાસ અને પાખીનુ જીવન ઉજાડીને ગાયબ થઈ જાય છે. પાખી પોતાનો પ્રેમ અને એક માત્ર આધાર એવા પિતા ગુમાવ્યાના આઘાતમાં જીવનમાં થી રસ જ ગુમાવી દે છે.

સમયાંતરે પાખીની સામે ફરી  એક વાર વરૂણ આવીને ઉભો રહે છે અથવા તો કહો કે પાખી જ એને પાછા આવવાનુ કારણ આપે છે.જેને પિતા પછી જીવનમાં સૌથી વધુ પ્રેમ કરતી હતી એ પાખી આજે વરૂણને સૌથી વધુ ધિક્કારે છે . મનમાં બદલો લેવાની કોઇ ભાવના રાખ્યા વગર પાખી એને માત્ર ભુલી જવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી રહે છે .

પાનેતરમાં સજ્જ પાખીને બસ આમ જ છોડીને જવા પાછળ વરૂણ પાસે એવુ કયુ કારણ હતુ અથવા એવી કઈ મજબૂરી હતી ? આ સવાલનો જવાબ લઈને આવેલી ફિલ્મ ” લુટેરા” આજની ફિલ્મો કરતા કંઇક અનોખી , કંઇક જુદી અલાયદી જ ફિલ્મ છે. ઑ હેનરીની શોર્ટ સ્ટોરી” લાસ્ટ લીફ” પર લગભગ આધારિત ફિલ્મ ” લુટેરા” કદાચ આજના ફાસ્ટ ટ્રેક પ્રેમીઓને ખુબ ધીમી પડે. પરંતુ એની માવજત જ એવી રીતે કરવામાં આવી છે કે જાણે કોઇને જીવન જીવી જવાની કોઇ ઉતાવળ નથી.

૧૯૫૩ના સમયના વેસ્ટ બેંગાલના માનીકપુર અને એક વર્ષ બાદ ડેલહાઉસીની પાશ્ચ ભૂમિ પર પાંગરતી આ કથામાં એ સમયના માનીકપુરને ઉડ્ડાન ફિલ્મના દિગ્દર્શક વિક્રમાદિત્ય મોટવાનીએ ફલક પર સરસ રીતે ઉપસાવ્યુ છે તો ડેલહાઉસીના બર્ફીલા ઢોળાવો ને પણ સરસ રીતે કંડાર્યા છે.દિગ્દર્શકે પાખી અને વરૂણની પ્રેમ કથાને સાવ જ એમ જ હળવે હળવે વહેવા દીધી છે. બંને પ્રેમીઓનુ મૌન અથવા તો માત્ર બે જ જણ સાંભળી શકે એવી હળવેથી કાનમાં કહેલી વાતો કોઇ પણ લાંબા લાંબા ડાયલોગ્સ કે એકબીજાને ઉન્મુક્ત કરતી શારીરિક નજદીકી કરતા વધુ બોલકી લાગે છે. આ જ તો આ ફિલ્મને બીજી કોઇ પણ ફિલ્મ કરતા અલાયદી કક્ષામાં મુકી દેવા પુરતી સક્ષમ છે.વર્તમાન સમયની કોઇ પણ ફિલ્મમાં જે ઉત્કટકતા દર્શાવવામાં આવે છે એનાથી તદ્દન ભિન્ન રીતે એક બીજાથી દૂર રહીને પણ પ્રેમ વ્યક્ત થઈ શકે એ કદાચ ભુલી જવાઇ ગયેલી વાતને લુટેરા ફિલ્મમાં ખુબ સરસ રીતે દર્શાવાઇ છે .

એટલી જ સરસ રીતે સોનાક્ષી અને રણવીરે પર્ફોર્મન્સ આપ્યો છે. અત્યંત ધીર ગંભીર દેખાતા વરૂણના પાત્રને રણવીરે ખુબ સરસ રીતે ઉપસાવ્યુ છે.ઓછાબોલા અથવા અતડા જેવા લાગતા, મનમાં સતત કોઇ વાત ઘોળાતી હોય અથવા તો સતત કોઇ ચિંતનમાં ડૂબેલો હોય એવો રણવીરે એક ઉત્કટ પ્રેમી તરિકે પણ ઉમદા અભિનય આપ્યો છે જે એની આજ પહેલાની ફિલ્મ કરતા સાવ અલગ છાપ  ઉભી કરે છે.જાણે આસપાસ બનતી ઘટનાઓ ને કંઇ લાગે વળગતુ જ ન હોય એટલા તટસ્થ ભાવે રહેતા વરૂણનો પાખી પ્રત્યે નો પ્રેમ એટલી જ સચોટતાથે દર્શાવવામાં રણવીર સફળ રહ્યા છે.

સોનાક્ષીએ તો પાખીના પાત્રમાં કમાલ કરી છે. આજકાલ ની ઝીરો ફિગર અભિનેત્રીથી અલગ પડતી
સોનાક્ષીએ ૧૯૫૩ના સમયની બંગાળી યુવતિને  રૂપેરી પરદા પર જાણે જીવંત કરી છે. પાખીની  સાડીમાં પુરેપુરી ઢંકાયેલી સુંદરતા , સરાળતા , જરા શરારત અને ઘણી બધી પ્રગલ્લભતાને સોનાક્ષી એ એના અભિનય દ્વારા સરસ રીત વ્યક્ત કરી છે.ફિલ્મની લગભગ જવાબદારી પોતાના ખભે ઉચકી લેવામાં સોનાક્ષી અત્યંત સફળ રહી છે. અસ્થમાની દર્દી પાખી પર આવતા અસ્થમાના હુમલા દરમ્યાનની એની અસ્વસ્થતા અને લગભગ જીવવાને આશા છોડી દીધેલી પાખીની શારીરિક અને માનસિક અવદશાને સોનાક્ષીએ અત્યંત અસરકારક રીતે ઉપસાવી છે.

મુખ્ય બે પાત્ર સિવાયના સપોર્ટીંગ પાત્રોએ પણ પાત્રાનુચિત અભિનય આપીને ફિલ્મની સફળતામાં પુરેપુરો ફાળો આપ્યો છે. પાખીના પિતાના પાત્રમાં બરુન ચંદા , વરૂણનો સાથીદાર દેવદાસ વિક્રાંત, આસિફ ઝકરિયા,સિરીન ગુહા,આદિલ હુસેન અને સાવ છેલ્લે અને સાવ જ નાનકડા પાત્રમાં દિવ્યા દત્તાએ પણ અભિનય દ્વારા નોંધપાત્ર હાજરી પુરાવી છે.

ફિલ્મનુ હજુ બીજુ એક સબળ પાસુ એટલે ફિલ્મના ગીત-સંગીત. ” હવા ઓ કે ઝોંકે  આજ મોસમ સે રૂઠ ગયે “, -” કાગજ કે દો પંખ લે કે ઉડા ચલા જાય રે ” જેવા કથાના વહેણમાં જ વહીને ભળી જતા મધ્યમ કોમળ  સુરે ગવાયેલા ગીતો પ્રેક્ષકોના મનને સ્પર્શી જાય છે.

ઘણા લાંબા અરસા બાદ પરિવાર સાથે માણી શકાય એવી ફિલ્મ” લુટેરા”  એક મનથી ધિક્કારભરી અને લાગણીથી છલોછલ પ્રણય કથા છે.

કલાકાર:  સોનાક્ષી સિન્હા, રણવીર સિંહ, વિક્રાત મૈસી, શિરીન ગુહા, આરીફ જકારીયા, દિવ્યા દત્તા

નિર્માતા : અનુરાગ કશ્યપ, એકતા કપૂર, શોભાકપૂર,મધૂ મંટેલા

નિર્દશક : વિક્રમાદિત્ય મોટવાની

ગીત: અમિતાભ ભટ્ટાચાર્ય

સંગીત: અમિત

ફિલ્મ **** એક્ટીંગ* ***મ્યુઝીક*** સ્ટોરી***

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

“ઇશ્ક ઇન પેરિસ” એકદંડીયો મહેલ

4 Comments

 • 1. ઇન્દુ શાહ  |  July 16, 2013 at 3:32 pm

  સુંદર રિવ્યુ વાંચતા ફિલ્મના દૃષ્યો નજર સમક્ષ રજુ થયા.

  Like

 • 2. sush  |  July 17, 2013 at 3:32 am

  I want to see this movie sometime this week or next.

  Like

 • 3. Ritesh Mokasana  |  July 17, 2013 at 3:09 pm

  Good review of movie LOOTERA…..like some one narrating the view s and picturization.

  Like

 • 4. dadimanipotli1  |  July 18, 2013 at 12:25 pm

  ‘લૂંટેરા’ ફિલ્મનું સુંદર આલેખન…

  Like


Blog Stats

 • 119,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2013
M T W T F S S
« Jun   Aug »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: