“ઇશ્ક ઇન પેરિસ”

જુલાઇ 9, 2013 at 11:19 પી એમ(pm) 1 comment

ઇશ્ક ….અજબ જેવુ નામ ધરાવતી અને એવા જ અજબ જેવા વિચારો ધરાવતી એક રમતિયાળ , બોલકી , ચુલબુલી છોકરી ( પ્રિટી ઝીન્ટા) ને પોતાના કામ સિવાય કશામાં રસ નથી . એની અને એની મા સિવાય એની કોઇ દુનિયા નથી. એવી એ ચુલબુલી ઇશ્કને એક દિવસ આકાશ એમ જ  સાવ અચાનક જ ટ્રેનમાં મળી જાય છે. ટ્રેનની સફર પેરિસની એક રાતની સફર સુધી પહોંચે છે . કામ માટે લંડનથી પેરિસ ગયેલા આકાશને ઇશ્ક એની વિનંતીને માન આપીને એના પેરિસની સફર કરાવે છે. પેરિસની ઓળખ કરાવે છે અને ફરી ન મળવાના કોલ આપીને  બંને છુટા પડી જાય છે .

બાહ્ય રીતે ચુલબુલી વાચાળ દેખાતી ઇશ્ક ખરેખરે તો અંદરથી ખાલીખમ છે. એની જીંદગી સાવ જ એકલવાયી છે. ઇશ્કે એના જીવન સાથે બનેલી ઘટનાઓથી છેતરાઇને એની આસપાસ એવુ એક જાળુ રચી દીધુ હતુ જેમાં એનો કોઇ સાથી નહોતો અને એ કોઇ સંગાથી ઇચ્છતી પણ નહોતી.નાનપણથી જ પિતાથી દુર થઈ ગયેલા પરિવારમાં મા ની એકલતા , મા ના અભાવોને એ પોતાની એકલતા, પોતાના અભાવો માનીને એ પોતાનુ જીવન જીવે છે.

આ એકલતા , આ અભાવોમાં આકાશ એક નાનકડુ છીદ્ર પાડે છે અને છીદ્ર દ્વારા ખળખળ કરતી લાગણીઓનો સડસડાટ પ્રવાહ ઇશ્કના જીવનમાં વહેવા લાગે છે. ન મળવાનો વાયદો કરીને પાછો લંડન ગયેલો આકાશ ફરીકે વાર ઇશ્કના  પેરિસમાં , ઇશ્કના જીવનમાં પાછો ફરે છે. ઇશ્કને લગ્ન શબ્દથી નફરત છે કારણકે એની માન્યતા છે કે લગ્ન એટલે ડીવોર્સ.. લગ્નજીવનનો અંત ડીવોર્સથી જ થાય એવી ગ્રંથી બાંધી બેઠેલી ઇશ્કને જ્યારે એની મા પાસેથી હકિકતની જાણ થાય છે કે એના પિતા એની મા ને છોડીને ગયા જ નહોતા પરંતુ બંને જણને પોતાના કામ , પોતાની કેરિયર વધુ વહાલી હતી એટલે સમજદારીપૂર્વક છુટા રહ્યા હતા ત્યારે ઇશ્કે પોતાની આસપાસ ચણી દીધેલી એકલતાની દિવાલ કેટલી બોદી, કેટલી પોકળ હતી એ સમજાય છે અને આકાશના પ્રેમને સ્વીકારી લે છે.

સાવ સાદી સીધી કથા ધરાવતી ફિલ્મ “ઇશ્ક ઇન પેરિસ” એટલી જ સાદી સીધી રીતે વહે જાય છે. આજની તેજ રફ્તારે પ્રદર્શિત થતી ફિલ્મો કરતા જરા  અલગ રીતે ઇશ્ક અને આકાશની કથા કહી જાય છે.
પ્રેમ- પેરિસ અને પ્રિટી ઝીન્ટાની સુંદરતાને સમાવી લેતી ફિલ્મ જરા મંથર ગતિએ જ આગળ વહે છે. દેખાવે , વાણી વર્તનથી ફ્રેન્ચ લાગતી ઇશ્ક અંદરથી તો સંપૂર્ણ ભારતિય છે.આવી તદ્દન ભિન્ન પ્રકૃતિને પ્રિટી ઝીન્ટાએ સરસ રીતે અભિવ્યક્ત કરી છે.જો કે પ્રિટીનુ આ સ્વરૂપ આપણે પહેલા પણ એક વાર જોઇ ચુક્યા છીએ. નિખીલ અડવાણીની ફિલ્મ ” કલ હો ના હો” માં પણ પિતાથી તરછોડાયેલા પરિવારની , પ્રેમ માટે તરસતી અને તેમ છતાં પ્રેમથી દુર ભાગતી પુત્રી નૈનાના પાત્રમાં પ્રિટી એ સુંદર અભિનય આપ્યો હતો. અહીં આ ફિલ્મમાં પણ બહારથી બોલકી અને અંદરથી ખોખલી યુવતિના પાત્રને ખુબ સરસ રીતે નિભાવ્યુ છે. ફરક માત્ર એટલો છે કે પ્રિટીના ચહેરા પર  પહેલાની તાજગી ગાયબ છે . ઉંમર તકાજો  વર્તાય છે. ચબ્બી ચીક્સ વિથ ડીમ્પલ ઓન ઇટ વાળી પ્રિટીના ગાલના ખંજન તો એમ જ હસતાની સાથે ગાલ પર ઉભરી આવે છે પરંતુ એ ગૉલ ગપ્પા જેવા ગાલ ગાયબ છે. પરંતુ ઇશ્કના પાત્રની લાગણીના ચઢાવ- ઉતાર પ્રિટીએ તદ્દ્ન સરળતાથી વ્યક્ત કર્યા છે.

પ્રિટીની સાથે સાથે સમાંતર વહેતુ બીજુ અને એક માત્ર મહત્વનુ પાત્ર આકાશ એટલે કે રેહાન મલિક .રેહાને પણ અત્યંત સ્વભાવિક અભિનયથી ફિલ્મનુ બેલેન્સ જાળવી રાખ્યુ છે. પુરતા આત્મવિશ્વાસ અને તેમ છતાં અત્યંત સંયત અભિનય દ્વારા આકાશના પાત્રની ખુબીઓ વ્યક્ત કરી છે.હિન્દી ફિલ્મના બીબા ઢાળ હીરોથી જરા જુદી પર્સનાલિટી ધરાવતો રેહાન મલિક પાશ્ચાત્ય વાતાવરણમાં રહીને પણ અસલ પંજાબી વિચારો ધરાવતા આકાશ માટે રેહાન મલિક યોગ્ય વરણી છે. ઇશ્કની પ્રકૃતિ અને મિજાજ પારખીને પણ એને પ્રેમ કરતો આકાશ ઇશ્કની મા ને મળીને જે સાહજીકતાથી ઇશ્ક અને એની મા ના જીવનમાં એના પિતાની ગેરહાજરીના લીધે ઉભો થયેલો અવકાશ પુરવા પ્રયત્ન કરે છે એ આખીય વાત અથવા આખીય પરિસ્થિતિ રેહાને ખુબ સરસ રીતે સંભાળી લીધી છે.

ફિલ્મની એક નાનકડી પણ મહત્વની કડી ઇશ્કની મા. ફ્રેન્ચ અભિનેત્રી ઇસાબેલે આ નાનકડા પાત્રમાં ગોઠવાઇને ઇશ્કના જીવનના ખાલિપાની  અથવા ઇશ્કના મનની અધુરપની કેફિયત આપીને  આકાશને આપીને ફિલ્મને એક સુખાંત તરફ વાળી છે.

લાગણીના તાણાવાણા અને એની અભિવ્યક્તિ પર જ રચાયેલી આ ફિલ્મના દિગ્દર્શક પ્રેમ સોનીએ ફિલ્મના બંને પાત્રોને વહેવાનો પુરતો અવકાશ આપીને ધીમી ગતિએ આગળ વધતી ફિલ્મની ગતિને જરાય ઢીલી પડવા દીધી નથી.
સાજીદ વાજીદના સંગીત મઢ્યા કાન અને મનને સ્પર્શે એવા ગીતો અને પેરિસની રળીયામણી રંગીન રાતોની સફર કરાવતી  અત્યારે એક સાવ જ નવી નહી એવી ફિલ્મનો ઉલ્લેખ અહીં કરવાનુ કારણ માત્ર એટલુ જ કે ગમે એવી હોય પણ ફર્સ્ટ ડૅ ફર્સ્ટ શૉ માં જ ફિમ જોવા જ ફિલ્મ જોવાનો આગ્રહ રાખતા પ્રેક્ષકોની કદાચ આ ફિલ્મ નહી હોય પણ સરસ રીતે હળવા મુડમાં માણવા યોગ્ય તો આ ફિલ્મ છે જ.

કલાકાર :  પ્રિટી ઝીન્ટા, રેહાન મલિક

પ્રોડ્યુસર : પ્રિટી ઝીન્ટા, નીલુ ઝીન્ટા

ડાયરેક્ટર :પ્રેમ સોની

સંગીત : સાજીદ-વાજીદ

ફિલ્મ * * * 1/5 એક્ટિંગ-* * * મ્યુઝિક *** સ્ટોરી **

Rajul Shah
http://www.rajul54.wordpress.com

Advertisements

Entry filed under: - film reviews -.

“ઔરંગઝેબ” ” લુટેરા” – film reviews –

1 ટીકા

  • 1. Devika Dhruva  |  જુલાઇ 11, 2013 પર 6:31 પી એમ(pm)

    nicely described. Thanks.


Blog Stats

  • 95,909 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: