“ઔરંગઝેબ”

જૂન 10, 2013 at 7:13 પી એમ(pm) 1 comment

ઇતિહાસ સાક્ષી છે કે સદીઓથી સત્તા લાલસાએ પિતા-પુત્ર-પરિવાર ને ભોગ બનાવ્યા છે. મોગલ સમ્રાટ ઔરંગઝેબ નામને સાર્થક કરે એવા સત્તા લાલચુ આજે પણ એવા જ યથાવત છે જે પોતાના સપના સાકાર કરવા પોતા લોકોનો બલિ ચઢાવતા પળ માત્રનો ય વિચાર કરતા નથી.

જ્યારે વિજયકાંત જેવા ઓફિસર છે જે માને છે કે “અપનો કિ કિમત સપનો સે જ્યાદા નહી હોતી” આ વિજયકાંત પોતાના મ્રુત્યુ પહેલા પોતાના લગ્નેતર સંબંધ વિશે જે સ્ફોટક માહિતી આપે છે એમાંથી સર્જાય છે “ઔરંગઝેબ” ફિલ્મ. ગામમાંથી શહેરમાં પરિવર્તિત થયેલા ગુડગાંવના કહેવાતા ઉદ્યોગપતિ યશવર્ધન (જેકી શ્રોફ) ની અસલિયત જાણ્યા બાદ એની પત્નિ વિરા એ લગ્ન અને લગ્ન બંધનને છોડીને પોલિસની ઇન્ફોર્મર બની જાય છે .  પણ આ પહેલા એના લગ્નની ફળશ્રુતિ રૂપે એ બે જોડકા પુત્રોની મા બની  ગઈ છે. યશવર્ધનનુ સામ્રાજ્ય તો વિખરાતુ નથી પણ એમાંથી ઉભો થાય છે વિજયકાંત અને વિરાનો એક નવો સંબંધ. વિજયકાંત આ સંબંધને આ મરણાંત જાળવે છે.વિશાલ ( અર્જુન કપૂર) મા અને વિજયકાંત પાસે અને  અને અજય ( અર્જુન કપૂર) પિતા પાસે ઉછરે છે. પિતા વિજયકાંત પાસેથી પ્રાપ્ત થયેલી આ માહિતી આર્ય( પૃથ્વીરાજ) એના કાકા રવિકાંત( રિશિ કપૂર) સાથે શેર કરે છે. અને ” સપનો કિ કિમત અપનો સે જ્યાદા હોતી હૈ” એવી માનસિકતા ધરાવતા રવિકાંત યશવર્ધનનુ આ સામ્રાજ્ય પામવાની કોશિશોમાં એક પછી એક  બલિ ચઢાવતા જાય છે.

યશવર્ધનના  રુપિયા અને રુત્બાથી છલો્છલ સામ્રાજ્ય પામવાની કોશિશોની આ કથા છે. માત્ર પોતાનુ વિચારતા સત્તા લાલસી લોકોની આ કથા છે. જીવનમાં સંબંધથી વધીને  બીજુ કશુ જ નથી એવા લાગણીપ્રધાન લોકોની આ કથા છે. ઘર-પરિવાર પ્રત્યે પ્રેમની કથા ય છે તો રુપિયા અને રાજકારણ વચ્ચે રમતા કોર્પોરેટ જગતની ય આ કથા છે.

યશરાજ ફિલ્મના ઢાંચાથી અલગ પડતી આ ફિલ્મ અતુલ સબરવાલની ચુસ્ત માવજતના લીધે વધુ અસરદાર બની છે. ફિલ્મના પાત્રો અને ડાયલોગ્સ ક્યાંય કોઇ કસર છોડતા નથી. જોવાની ખુબી એ છે કે અહીં કોઇ એક હીરો કે હીરોઇન માત્ર નથી જેની આસપાસ ફિલ્મ ફરતી હોય . પરંતુ એથી ય  આગળ વધીને પરદા પર દેખાતા  તમામ પાત્રોનુ મહત્વ પ્રગટ કરતી ફિલ્મ છે.અને એ તમામ પાત્રોને અતુલ સબરવાલ એક સરખુ પ્રાધાન્ય આપવામાં સફળ રહ્યા છે.

“ઇશ્કઝાદે” ફિલ્મનો નેગેટીવ રોલ કરનાર અર્જુન કપૂર હજુ તો પ્રેક્ષકોના માનસપટ પર જરાય ઝાંખો નહી થયો હોય એવામાં ફરી એક વાર એવા જ ગ્રે શેડમાં દેખા દઈને અર્જુન કપૂરે એના અભિનયની ક્ષમતાનો પરિચય આપ્યો છે. બે ભિન્ન પ્રકૃતિ ધરાવતા ભાઈઓ વિશાલ અને અજયના પાત્રમાં અર્જુને પોતાની જાતને સાવ જ સહજતાથી ઢાળી છે. પિતા પ્રત્યે એક ઝનુન લઈને નિકળેલા વિશાલનો પિતા પ્રત્યેનો રાગમાં બદલાવ અને મા તરફની મમતાને અર્જુને બસ એમ જ સરળતાથી વહેવા દીધી છે. બંને પાત્રોને એણે ખુબ સબળ રીતે ન્યાય આપ્યો છે.

ફિલ્મનુ એવુ જ બીજુ સબળ પાત્ર  એટલે આર્ય.. ગત વર્ષે રજૂ થયેલી ફિલ્મ” ઐય્યા”થી નોંધપાત્ર એન્ટ્રી લેનાર પ્રુથ્વીરાજ ફિલ્મના મુખ્ય અભિનેતા જેટલુ જ મહત્વનુ પાત્ર ભજવે છે. લાગણી અને નૈતિકતા વચ્ચે જરાય અટવાયા વગર પરિસ્થિતિ પ્રમાણે અંતરાત્માને અનુસરીને જવાબદારીનો ઝોક બદલતા પોલિસ ઓફિસરના પાત્રને માનનિય રીતે પ્રદર્શિત કર્યુ છે.

ફિલ્મનુ ત્રીજુ અને એટલુ જ મહત્વનુ પાત્ર એટલે રવિકાંત. ચોકલેટી બોયની ઇમેજ ધરાવતો રિશિ કપૂર તો હવે આ નવી જનરેશન માટે  ક્યાંય કલ્પનાની પરે બની ચુક્યો છે. કપૂર ખાનદાનની પરંપરા અનુસાર અદોદળો દેખાતો રિશિ કપૂર એ ચાર્મ તો કેટલાય સમયથી ગુમાવી ચુક્યો છે.રહી વાત અભિનયની તો હા ! અદાકારીની પરંપરા હજુ ય એ જાળવી શક્યો છે. સમગ્ર પરિસ્થિતિને પોતાના હાથમાં રાખીને પોતાની મરજી પ્રમાણે  પોતાના લાભાલાભ પ્રમાણે સુકાન ફેરવતા ઓફિસરના પાત્રને રિશિ કપૂરે બાખુબી નિભાવ્યુ છે. અત્યંત સંયત અભિનય થકી તન્વી આઝમી એ અજય- વિશાલની મા ના પાત્રને જીવંત બનાવ્યુ છે.

તો જેકી શ્રોફ અને અમ્રિતા સિંહે પણ પોતાના કિરદારને સરસ રીતે રજૂ કર્યા છે. પૃથ્વીરાજની પત્નિના નાનકડા પાત્રમાં પણ સ્વરા ભાસ્કરે સુંદર કામ કર્યુ છે.જ્યારે સલમા આગાની પુત્રી સાશા આગા ગરમ મસાલો પુરવા પુરતી હાજરી નોંધાવે છે.

“ઔરંગઝેબ” ફિલ્મની એક એક પળ  વિશ્વાસ અને વિશ્વાસઘાતના લોહિયાળ રંગે રંગાયેલી છે તો સાથે સંબંધના આટાપાટા વચ્ચે ઝોલા ખાતા આમ આદમીની ય વાત છે. “ઔરંગઝેબ” ચીલાચાલુ કરપ્ટ પોલિસ ઓફિસરની ફિલ્મ છે તો સાથે સાંઠગાંઠાના ચીલાને ચાતરીને અદકેરા પુરવાર થતા સાવ સામાન્ય પોલિસ ઓફિસરની ય ફિલ્મ છે.  એક ઝનુન કે ખુન્નસ સાથે જીવતા પુત્રની ફિલ્મ છે તો સાથે એ ઝનુન અને ખુન્નસને હ્રદયના કોઇ ખુણે દાટીને પ્રેમથી નવ પલ્લવિત થતા પુત્રની ય વાત છે.

કલાકાર :  અર્જુન કપૂર, ઋષિ કપૂર, પૃથ્વીરાજ, જેકી શ્રોફ, સાશા આગા,અમૃતા સિંહ

પ્રોડ્યુસર : આદિત્ય ચોપરા

ડાયરેક્ટર :અતુલ સબ્બરવાલ

સંગીત : અમૃતા રાઉત, વિપીન મિશ્રા

ફિલ્મ * * *1/5  એક્ટિંગ* * * મ્યુઝિક * સ્ટોરી ***

આ આલેખન- ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો.”

 

Advertisements

Entry filed under: - film reviews -.

‘યે જવાની હૈ દિવાની’ “ઇશ્ક ઇન પેરિસ”

1 ટીકા

  • 1. Dilip Gajjar  |  જૂન 11, 2013 પર 1:37 પી એમ(pm)

    Khub Sunder review..ane strong story base..jara hatke..


Blog Stats

  • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: