‘યે જવાની હૈ દિવાની’

જૂન 7, 2013 at 10:47 પી એમ(pm) 6 comments

Deepika-Padukone_Ranbeer_Kapoor

“યે જવાની હૈ દિવાની” નામ જ એટલી હદે ફિલ્મનુ નામ સાર્થક કરે છે કે બાકીની કથા આપોઆપ સમજાઇ જાય. ૨૧મી સદીનુ યુવા ધન જે રીતે પોતાની મરજી અને અલ્લ્ડતાથી જીવન ગુજારવાનુ પસંદ કરે છે એની એક તાજગીભરી કથા લઈને ફિલ્મ આવી છે.

બન્ની( રણબીર કપૂર) મસ્ત મૌલા , ખુશમિજાજી યુવાન છે જેને હંમેશા પોતાના સપનાની દુનિયામાં જીવવાનુ , પોતે જોયેલા સપના સાકાર કરવાનુ પસંદ છે. એના પિતા ( ફારૂખ શેખ )ને ગર્વ છે બન્ની પર કારણકે એ પોતે પણ માને છે કે જીંદગી પોતાની રીતે જીવવા માટે કેવી કિંમત ચુકવવી પડે અને એ
કિંમત ચુકવવાની ય હિંમત જોઇએ અને એના બેટા બન્નીમાં આ કિંમત ચુકવવાની હિંમત હતી.

બન્ની સાચા અર્થમાં એક એવો મુસાફર છે જેને એક પછી એક પડાવ જોવા છે. દુનિયા જોવી છે અને એની શરૂઆત કરે છે એના બે અંગત મિત્રો અદિતી( કલ્કિ કોચલીન ) અને અવિ ( આદિત્ય રોય કપૂર ) સાથે મનાલીમાં એક એડવેન્ટચર ટ્રિપના પ્રોગ્રામથી.. સાવ જ બિનધાસ્ત -બેફિકરા એવા બન્નીને અહીં મળે છે એનાથી તદ્દન ભિન્ન પ્રકૃતિ ધરાવતી નૈના ( દિપીકા પાદુકોણ). નૈના એકદમ આંતરમુખી અને તદ્દન સીધી પ્રકૃતિની યુવતિ છે જેને નથી સમજાતા બન્ની , અદિતી કે અવિ કે નથી સમજાતી એમની દોસ્તી અને તેમ છતાં ધીમે ધીમે એને પણ એમની લાઇફ સ્ટાઇલ ગમવા લાગે છે અને સાથે ગમવા લાગે છે બન્ની. પણ બન્ની પાસે નૈના પોતાની લાગણી વ્યક્ત કરે એ પહેલા તો સૌ છુટા પડી જાય છે . બન્ની દેશ-વિદેશમાં પોતાના સપના સાકાર કરે એવા ટ્રાવેલ શૉમાં વીડિયોગ્રાફરની જોબ લઈને ચાલ્યો જાય છે.અને ત્યારબાદ  ૮ વર્ષ બાદ અદિતીના લગ્ન માં મળે છે. આ ૮ વર્ષનો ગાળો જાણે એકબીજાથી દૂર રહીને જીવાયો છે  એવી ભાવનાથી પરે ફરી એ મિત્રો એકબીજાને મળે છે . હા! ક્યાંક કોઇ રાવ-ફરિયાદ છે પણ એના લીધે દોસ્તીમાં દરાર નથી.

બસ આ જ તો મઝા છે આ ફિલ્મની. ૭૦/ ૮૦ના દાયકા સુધી કોઇ યુવક કે યુવતિ  વચ્ચે ખાસ કોઇ સંબંધ વગર મિત્રતા હોઇ જ ન શકે
એવા વિચારોથી તદ્દન ભિન્ન આ ૨૦ /૨૧ મી સદીના યુવાનો છે. પ્રેમ વગર પણ  વિજાતિય મિત્રતા એટલી જ  ઇન્ટેન્સ હોઇ શકે એવો અભિગમ ખુબ સરસ રીતે વ્યક્ત થયો છે.

ફિલ્મના ચારે મુખ્ય પાત્રો એટલી તો સહજતાથી વહે જાય છે કે પ્રેક્ષકો પણ એમની શરારત,
એમની મસ્તી , એમની દોસ્તી સાથે ઇન્વોલ્વ થયા વગર નથી રહેતા. ખુલ્લા દિલથી આવકારો તો આ ફિલ્મની એક એક પળ મઝાની બની રહે છે.

રણબીર કપૂરે બન્નીના પાત્રને એક એવી ખુબીથી રજૂ કર્યુ છે જાણે એણે આ પાત્રને આત્મસાત કર્યુ હોય. રણબીર કપૂરે આ ફિલ્મમાં અત્યંત ઉત્કૃષ્ટ અને અદભૂત અભિનય આપ્યો છે.બન્નીની બેફિકરાઇ , જીવન જીવવાનો જોશ , દોસ્તી,પ્રેમ ક્યાંય કોઇ જગ્યાએ એ ઓછો નથી ઉતર્યો. પોતાના સપના સાકાર કરવા પિતા કે પરિવારની પણ ખેવના ન કરતો બન્ની પ્રેમ માટે પળ વારમાં એની સપનાની અદભૂત દુનિયા છોડીને ક્યાંય કોઇ અવઢવ વગર પ્રિયતમા પાસે પહોંચે એ પળ પણ એણે પરદા પર સાકાર કરી છે.બન્નીની સપનાની દુનિયા એણે સફળતાપૂર્વક ખેડી છે.

સીધી સાદી ચશ્મીશ ,અંદર અને અંતરથી અસલામતી અનુભવતી , ફેમિલી વેલ્યુ ધરાવતી અને તેમ છતાં મા ની મમત થી કંટાળેલી  નૈના અને મિત્રોને મળ્યા પછી આઝાદીથી ભરપૂર દિવસો ની  લહેજત માણતી નૈના માં દીપિકા પદુકોણે અત્યંત પરિપક્વતાથી અભિનયના રંગ પૂર્યા છે.ફિલ્મની શરૂઆતની એની સાદગી અને ત્યારબાદની અલ્લડતા એના ખુબસૂરત સ્મિતથી પળે પળે ખીલી ઉઠી છે.
ગુઝારિશ, આશિકી-૨ પછી આ એક એવી ફિલ્મ છે જેમાં આદિત્ય રોય કપૂર સાવ અલગારી દેખા દે છે. હર એક ફિલ્મમાં એ એની આગવી છાપ ઉભી કરતો જાય છે.

ટોમ બોયીશ એવી અદિતીએ પણ એની મસ્તી -તોફાન , અવિ માટે ન વ્યકત થયેલા , ન સમજાયેલા એક તરફી પ્રેમ પાછળ પોતાની જાતને તકલિફમાં મુકવાના બદલે  એક સમજદારી પૂર્વકના દાંપત્ય જીવનની સ્વીકૃતિ એવા તમામ પડાવ સરસ રીતે વ્યક્ત કર્યા છે. હા! ક્યારેક એની અભિવ્યક્તિ વધુ બોલકી બની જાય છે.

ફારૂખ શેખ, તન્વી આઝમીનો સપોર્ટીંગ અભિનય અને કુનાલ રોય કપૂર (તરન)ની સાલસતા આ ફિલ્મનુ જમા પાસુ છે.

જેવી તાજગીભરી ફિલ્મ અને એનો અભિનય છે એવાજ તાજગી સભર એના ગીત-સંગીત છે.એની ફાસ્ટ રિધમ અને મસ્તી પ્રેક્ષકોને મઝામાં લાવી દે છે .”બત્તમીઝ દિલ માને ના”,  હોળીનુ “બાલમ મારી પિચકારી”, ” કબીરા”, “સુભાનઅલ્લા” જેવા ગીતો અને એના ફાસ્ટ ટ્રેક મ્યુઝીકના તાલે થયેલી કોરિયોગ્રાફી મસ્તી ભરી દે છે.

ઓવરોલ એક સાફ સુથરી સંગીતમય રોમાંસ ફિલ્મ લઇને આવેલા કરણ જોહરના નિર્માણને અયન મુખર્જીએ એમના સબળ દિગ્દર્શન થકી જોવા -માણવા લાયક બનાવી છે.

કલાકાર :  રણબિર કપૂર, દીપિકા પદુકોણ, કલ્કી કોચલીન, આદિત્ય રોય કપૂર, માધુરી દિક્ષીત( મહેમાન કલાકાર).

પ્રોડ્યુસર :કરણ જોહર

ડાયરેક્ટર :અયન મુખર્જી

સંગીત : પ્રીતમ

ફિલ્મ * * * *  એક્ટિંગ*-* * *મ્યુઝિક*** સ્ટોરી ***

Advertisements

Entry filed under: - film reviews -.

“શૂટ આઉટ એટ વડાલા”- film reviews – “ઔરંગઝેબ”

6 ટિપ્પણીઓ

 • 1. Jigisha patel  |  જૂન 8, 2013 પર 4:02 એ એમ (am)

  Your review is perfect but I also like Madhuri in item song.

 • 2. venunad  |  જૂન 8, 2013 પર 6:21 એ એમ (am)

  After reading this, I feel like seeing the film!
  Thanks!

 • 3. dadimanipotli1  |  જૂન 10, 2013 પર 8:13 એ એમ (am)

  રાજુલબેન,

  ખૂબજ સુંદર, વાંચ્યા પછી જરૂર થાય છે કે એક વખત ફિલ્મ જરૂર માણવી.

 • 4. Rajul Shah  |  જૂન 10, 2013 પર 6:55 પી એમ(pm)

  આશા રાખુ જેમ મને ગમી એમ તમને પણ ગમે.

 • 5. Rajul Shah  |  જૂન 10, 2013 પર 6:56 પી એમ(pm)

  Hope you like the movie the way I like .

 • 6. Rajul Shah  |  જૂન 10, 2013 પર 6:57 પી એમ(pm)

  Very much right , she did good job.


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: