“શૂટ આઉટ એટ વડાલા”- film reviews –

May 22, 2013 at 2:06 pm 1 comment

images

હુસૈન ઝૈદીનુ પુસ્તક ‘ડોંગરી ટૂ દુબઇ’ પરની આ ફિલ્મ “શૂટ આઉટ એટ વડાલા” ૭૦ થી ૮૦ના દાયકાના મુંબઈ પર આધારિત છે. આ એ સમય છે, જ્યારે ભારતમાં ગેંગવોરની શરૂઆત થઈ હતી.

તે સમય દરમિયાન એવા કેટલાંક અન્ડર વર્લ્ડ માથાભારે લોકો હતાં, જે ગેંગવોરને પ્રોત્સાહન આપતાં હતાં. આવું જ એક નામ હતું માન્યા સુર્વેનું. ક્યારેક એવુ ય બને કે પરિસ્થિતિ અને પોલિસ પણ રામને રાવણ બનાવવામાં નિમિત્ત બને. મનોહર સુર્વે એક સીધો સાદો જ યુવક હતો જેને ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરીને સ્થાયી થવામાં રસ હતો. પરંતુ સંજોગો એવા ઉભા થાય છે કે જે એને કસૂરવાર પુરવાર કરીને ખરેખરો કસૂરવાર બનાવી દે છે અને એમાંથી જન્મ લે છે માન્યા સુર્વે જે ગુનાઓની પરંપરા સર્જે છે.જે પરિસ્થિતિમાં મનોહરમાંથી માન્યા સુર્વે નો જન્મ થાય છે એવી પરિસ્થિતિ કેટલાય માન્યાને જન્મ નહી આપતી હોય એની શી ખાતરી?

જ્હોન અબ્રાહમ, મનોજ બાજપાઇ , સોનુ સુદ , તુષાર કપૂર જેવા ગેંગસ્ટરની સામે અનિલ કપૂર, રોનિત રોય કે મહેશ માંજરેકર જેવા કર્મનિષ્ઠ પોલિસ અધિકારીની કેફિયત લઈને રજૂ થયેલી ફિલ્મ” શુટ આઉટ એટ વડાલા”  હોય કે” શુટ આઉટ એટ લોખંડવાલા”  કે ” વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ ” જેવી મુંબઈની કાલિમા સમા ગેંગસ્ટર અને એમને નાથવાના નિષ્ફળ પ્રયાસોની કથા લઈને આવતી ફિલ્મો થકી સમાજને કોઇ સંદેશ જો મળતો હોય તો તે દુરાચાર અને દુરાચારીનો અંત પણ ખોફનાક જ હોય પછી ભલે ને એકમેક સાથેની અથડામણથી હોય કે પોલિસો થકી એન્કાઉન્ટરથી. યસ, માન્યા સુર્વેની રિયલ લાઇફ સ્ટોરી લઈને આવેલી ફિલ્મ” શુટ આઉટ એટ વડાલા” માં મુંબઇ પોલિસના માન્યા સુર્વેને ખતમ કરવા માટે અધિકૃત એન્કાઉન્ટરની હકિકત પણ વણી લેવામાં આવી છે.  બીજી એક હકિકત એ પણ છે કે માન્યા  દાઉદ અને એના ભાઇ શબ્બીરનો સૌથી મોટો દુશ્મન હતો પરંતુ અહીં વિવાદોને ધ્યાનમાં લઈને નામ બદલવાવામ આવ્યા છે.

મહત્તમ ફિલ્મ મન્યા સુર્વે ( જ્હોન અબ્રાહમ) ની આસપાસ વણાયેલી છે તેમ છતાં બીજા તમામ પાત્રોને લગભગ એક સરખો અવકાશ મળ્યો છે . જ્હોને મનોહરની રૂજુતા અને મન્યાની રૂક્ષતાને એક સરખો ન્યાય આપતો અભિનય આપ્યો છે.આજ સુધી જ્હોનને ફાળે આવેલી ફિલ્મોમાં નેગેટીવ રોલ એ વધુ સારી રીતે ભજવી શક્યો છે. તુષાર કપૂરની હાજરી પણ નોંધ પાત્ર રહી છે. મન્યાની લગભગ લગોલગ રહીને પાત્રને પુરેપુરો ન્યાય આપ્યો છે. મનોજ બાજપેયી્ના અભિનયમાં એક ઠંડી તાકાત છે . ઝુબેર ઇમ્તિયાઝના પાત્રને માણતા હોય એટલી સહજતાથી રજૂ કર્યુ છે. સોનુ સુદ ને જે અવકાશ મળ્યો છે એમાં એ આવશ્યક અભિનયથી રજૂ થાય છે.  ત્યાં  ગેંગવોરમાં જેટલુ ઝનુન બે ગેંગ વચ્ચે હોય એટલો જ જુસ્સો એમને ડારવા કે ઠારવા પોલિસ ઓફિસર્સ તરફી પણ હોવો જરૂરી છે .  ફરજપરસ્ત ઓફિસર અનિલ કપૂર , રોનિત રોયનનો ઉચિત અભિનય ફિલ્મમાં જરૂરી નાટ્ય તત્વ પુરૂ પાડે છે.અનિલ કપૂર તો નિવડેલા અભિનેતા છે જ પણ રોનિત રોયે પણ એટલી જ ચુસ્તતાથી પાત્ર ઉપસાવ્યુ છે.

મહત્તમ પુરૂષપ્રધાન ફિલ્મ હોય ત્યાં અભિનેત્રીનો ખપ માત્ર ગીત પુરતો જ હોય પરંતુ અહીં મન્યા સુર્વેની પ્રેમિકા વિદ્યાના પાત્રમાં કંગના રાણાવતે ભાવનાત્મક ભુમિકા સુંદર રીતે ભજવી છે.

ગેંગવોરની ફિલ્મોમાં આમ જોવા જઈએ તો કથાનકમાં ઝાઝો ફરક હોય નહી ત્યારે ફિલ્મની સફળતા  દિગ્દર્શકની ય જવાબદારી બની રહે છે. “શૂટ આઉટ એટ વડાલા” ફિલ્મમાં સંજય ગુપ્તાએ મુળ કૃતિમાં આવશક્ય વૃતાંત ઉમેરીને ફિલ્મને સબળ બનાવવા સફળ પ્રયત્ન કર્યો છે.

ઓવરઓલ જેને એક્શન ફિલ્મોમાં રસ છે એના માટેનો આ એક વધુ ઉમેરો છે.

કલાકાર :જોન અબ્રાહમ, કંગના રાણાવત, અનિલ કપૂર, મનોજ બાજપયી, સોનૂ સૂદ, મહેશ માંજરેકર, રોનિત રોય.

પ્રોડ્યુસર : એકતા કપૂર, સંજય ગુપ્તા, શોભા કપૂર, અનુરાધા ગુપ્તા

ડાયરેક્ટર :સંજય ગુપ્તા

સંગીત : અનુ મલિક

ફિલ્મ * * ૧/૨ એક્ટિંગ-* * *મ્યુઝિક* સ્ટોરી **

આ આલેખન ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો.”

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

સમસ્યા કે સંવાદિતા? ‘યે જવાની હૈ દિવાની’

1 Comment

 • 1. Navin Banker  |  May 22, 2013 at 4:17 pm

  I love to read your REVIEWS. Whenever any new film is released, I wait for your Review. I check your Blog, Divyabhaskar etc.. For Gangsters Movies I never wait for review. I just go to Theater and watch in First Show. Then I look for your reviews.

  In my childhood, I used to read Reviews by Champashi Uddeshi in ‘NAVCHETAN’. Today, at the age of 73, I like your reviews, Rajulben !

  Navin Banker
  Houston, Texas

  Like


Blog Stats

 • 134,742 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 127 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

May 2013
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: