“વિશ્વરૂપ” -Film review

મે 10, 2013 at 2:42 પી એમ(pm)

vishwroop
“માય નેમ ઇઝ ખાન”….ફિલ્મની રજૂઆત પહેલાજ શાહરૂખખાનના સ્ટેટમેન્ટના લીધે ઉભી થયેલા વિવાદો ને લીધે તોફાનોની શક્યતા હોઇ ફિલ્મ પોલિસ સુરક્ષા સાથે થિયેટરમાં રજૂ થઇ . આ વખતેા  થોડા જુદા વિવાદોને લીધે કર્ણાટકમાં પોલિસ સુરક્ષા સાથે કમલ હસનની મેગા બજેટ ફિલ્મ “વિશ્વરૂપ” રજૂ થઇ તો મદ્રાસ હાઇકોર્ટની પરમીશન હોવા છતાં તામિલનાડુ સરકારે ફિલ્મ પર પ્રતિબંધ જ જારી રાખ્યો.તેમ છતાં આજે કમલ હસન નિર્મિત,દિગ્દર્શિત અભિનિત ફિલ્મ “વિશ્વરૂપ”ને પ્રેક્ષકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આતંક અને આતંકવાદીને કેન્દ્રમાં રાખીને
આજ સુધી અનેક ફિલ્મ રજૂ થઈ. “ન્યુયોર્ક”જેવી ફિલ્મમાં મુસ્લિમ હોવા માત્રથી ટેરરિસ્ટ ગણી કોઇ નિર્દોષ ટેરરિસ્ટ બની જાય એટલી હદ સુધી એની માનસિકતા તોડી નાખવાની વાત લઈને ફિલ્મ રજૂ થઈ તો “કુરબાન” જેવી ફિલ્મમાં મુસ્લિમ નામ માત્રથી જ મનમાં આતંક ફેલાય એવી હવા ઉભી થઈ.તો આ ફિલ્મ ક્યાં જુદી લાગી? આ સવાલના જવાબમાં ફિલ્મની અલગતાનુ શ્રેય નિશ્ચિતરૂપે કમલ હસનના ફાળે જ જાય છે. કમલ હસન ભલે બોલિવુડમાં પોતાની આગવી ઓળખ હોવા છતાં પોતાનુ સ્થાન જમાવી શક્યા નથી પરંતુ સાઉથની ફિલ્મોમાં તો એ અમિતાભની જેમ છવાયેલા રહ્યા છે.
ફિલ્મમાં ઓમર (રાહુલ બોઝ)એક અફઘાની અલકાયદા આતંકવાદી છે. ઓમર અને તેનો સાથી સલીમ (જયદીપ અહલાવત) પોતાના ઈન્ટરનેશનલ ટેરર નેટવર્ક સાથે મળીને ન્યૂયોર્કમાં સીઝિયમ બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરે છે. વિશ્વનાથ અલિયાસ વિજ (કમલ હસન) એક કથ્થક ટીચર હોય છે, જે પોતાની ન્યૂક્લિયર ઓન્કોલોજિસ્ટ પત્ની નિરુપમા (પૂજા કુમાર)સાથે ન્યૂયોર્કમાં રહેતો હોય છે. જો કે બંને વચ્ચે ઉંમરમાં ફરક હોવાના કારણે બંને વચ્ચે મનમેળ નથી. નિરૂપમા ધીરે ધીરે પોતાના બોસ દિપક (સમ્રાટ ચક્રવર્તી) તરફ આકર્ષાય છે. નિરુપમાને શંકા થાય છે કે તેના પતિના કોઈ સિક્રેટ છે, જેથી તે એક પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટરને તેની પાછળ નજર રાખવાના કામે લગાવે છે. જાસૂસ દ્વારા નિરુપમાને ખબર પડે છે કે તેનો પતિ હિંદુ નહીં બલ્કે મુસ્લિમ છે. જો કે કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે જાસૂસને ઓમરના ગ્રુપનો એક આતંકવાદી મારી નાખે છે. ફિલ્મ માટે રસ જળવાઇ રહે એટલે આગળની કથાનો ઉલ્લેખ અહીં ન જ કરવો હિતાવહ છે.કમલ હસને એમની ખાસિયત પ્રમાણે ફિલ્મને અતિ રસપ્રદ બનાવી છે .ફિલ્મની રજૂઆત અને માવજત
કાબિલેદાદ છે.ફિલ્મના સંવાદોની સચોટતા , ઉત્તમ સ્કીનપ્લે ,બેકગ્રાઉન્ડ સ્કોર,સિનેમેટૉગ્રાફીની સાથે ચુસ્ત એડીટીંગને લીધે ફિલ્મ પ્રેક્ષકોના મન જીતી લે છે.એક કથ્થક નૃત્યકારમાંથી
એજન્ટ,જેહાદ્દી સુધીનો કમલ હસનનો રોલ જે ખુબીથી એમણે નિભાવ્યો છે એ એમની અભિનયક્ષમતાનો પરિચય છે.બે ઘોડા પર સવારી કરવી કેવી મુશ્કેલ છે એની કોને નથી ખબર ? પણ આ ફિલ્મમાં કમલ હસને અભિનય અને દિગ્દર્શનની બેવડી જવાબદારીને ખુબ સુંદર રીતે નિભાવી છે.કથ્થક નૃત્યકારની બોડી લેંગ્વેજ અને જીહાદ્દીના વાણી વર્તન વચ્ચેના ફરકની સમતુલા કમલ હસને બાખુબી રજૂ કરી છે. નૃત્ય કલાકાર
તરિકે ડાન્સ સિકવન્સને ઉત્તમ રીતે ન્યાય આપ્યા બાદ જે રીતે સ્ટંટ આપ્યા છે કોઇ કલ્પના ન કરી શકે કે
એક જ વ્યક્તિમાં આટઆટલા જુદા જુદા અને ઝડપથી રંગ બદલી શકે એવા સ્વરૂપ હોઇ શકે.ફિલ્મની સચોટતા કમલ હસનના અભિનયને લીધે જ છે એમ કહીએ તો એ અતિશયોક્તિભર્યુ નહી લાગે.

એ સિવાય બાકીના અદાકારોની અદાકારી પણ એટલી જ નોંધપાત્ર રહી છે.રાહુલ બોઝ્નુ પરફોર્મન્સ,જયદીપ અહલાવતની પ્રતિભા ફિલ્મનુ જમા પાસુ છે. લાંબા સમય બાદ શેખર કપૂરની ચાર્મિંગ પરસનાલિટીને રૂપેરી પરદા પર જોવી એક લ્હાવો બની રહે છે.પૂજા કુમાર અને એન્ડ્રીઆ જેરેમિઆહની હાજરી આવશ્યક અવકાશ ભરી દે છે.

ફિલ્મ મધ્યાંતર બાદ થોડી ફોકસથી દૂર જતી હોય એવી અનુભૂતિ થાય.આરંભમાં જે પ્રભાવ ઉભો થયો એ આગળ જતા ક્યાંક ક્યાંક કથળતો લાગે.ફિલ્મની કથાની માંગ પ્રમાણે પરંપરાથી ચાલી આવતા ગીતો્નો અહીં માટે ઝાઝો અવકાશ જ નથી પરંતુ ફિલ્મના બેક ગ્રાન્ડ સ્કોરની નોંધ લેવી આવશ્યક બની રહે.

ઓવરઓલ આ ફિલ્મ કમલ હસનના અભિનયની કમાલને લીધે,દિગ્દર્શક તી રહીરિકે આપેલા પાસના લીધે જોવી રહી.

કલાકાર :કમલ હસન, પૂજા કુમાર, રાહુલ બોઝ, જયદીપ અહલાવત,
 
પ્રોડ્યુસર :કમલ હસન, ચંદ્ર હસન
 
ડાયરેક્ટર: કમલ હસન
 
સંગીત : શંકર એહસાન લોય
 
ફિલ્મ ***૧/૫ એક્ટિંગ-* * *મ્યુઝિક *** સ્ટોરી ***

આ આલેખન ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો.”







Advertisements

Entry filed under: - film reviews -.

‘રેસ-૨’ – film reviews – “કમાન્ડો”-film reviews –


Blog Stats

  • 96,885 hits

rajul54@yahoo.com

Join 880 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: