‘રેસ-૨’ – film reviews –

મે 10, 2013 at 2:26 પી એમ(pm)

yaris-2-race-2-720p-turkce-altyazili-hd-izle-3071

૨૦૦૮ ની રેસ જ્યાંથી પુરી થઈ રેસ-૨ ત્યાંથી શરૂ થઇ. જરા જટીલ અને અટપટી અને વિચારો એ પહેલા વહેણ બદલાઇ જાય એટલી ઝડપથી આગળ વધતી કથામાં તમામ  પાત્રો ગ્રે શેડ એટલેકે નેગેટીવ એપ્રોચ ધરાવે છે. કોણ કોને મ્હાત કરશે કે કોને ચિત્ત કરશે એની પ્રેક્ષકોને  સતત કલ્પના કરતા રાખે અને ફિલ્મ સાથે પોતાની કલ્પના કઈક અંશે તાલમેલ મેળવશે એવુ વિચારે એ પહેલા તો કથા કોઇ જુદી જ દિશામાં ફંટાઇને આગળ વધતી જાય. એક બીજાને ડબલ ક્રોસ કરતા રણવીર ( સૈફ અલી ખાન) અને અરમાન ( જ્હોન અબ્રાહમ) , અરમાનની બહેન એલિના (દિપિકા પદુકોણ) ,ઓમિશા ( જેક્વિલીન ફર્નાન્ડીઝ )માં કોણ સાચુ કોણ ખોટુ એ પ્રેક્ષકો નક્કી કરે એ પહેલા તો નિર્ણય બદલવો પડે એટલી ઝડપથી દાવપેચ રમતા પાત્રોની સાથે થોડી હળવી પળો પુરી પાડતા બીજા બે પાત્રો પણ છે. રોબર્ટ ડીકોસ્ટા ઉર્ફ આર.ડી (અનિલ કપૂર ) અને એની ભેજાગેપ સેક્રેટરી ચેરી (અમિષા પટેલ).

પોતાની પત્નિના અપમૃત્યુનો બદલો લેવાનો ય એક નવો અંદાજ લઈને આવેલા રણવીરની પ્રત્યેક ચાલને જાણીને ય હાથે કરીને એમાં હાથ મિલાવતા અરમાનનો ય એક નવો અંદાજ જોવા માણવા ઇચ્છતા પ્રેક્ષકો માટે ફિલ્મના પ્લોટ વિશે કંઇ પણ કહેવુ એ અહીં અયોગ્ય લેખાશે કારણકે ઝીપ,ઝુપ -ઝેપ કરતી કાર રેસની જેમ ફાસ્ટ ટ્રેક પર ધસમસતી કથાનુ રહસ્ય ગોપિત રહે એમાં જ ફિલ્મની મઝા છે.

દરેક મુવીની સિકવલ પ્રથમ મુવી જેવી અસરકારક નથી જ હોતી પણ રેસ -૨ આગલી ફિલ્મ રેસ જેવી  જ બલ્કે એથી ય વધુ  ઝાકઝમાળ , માત્ર સ્ટંટ જ નહી  અક્કલના આટાપાટાથી ભરપૂર બનાવવામાં દિગ્દર્શક અબ્બાસ-મસ્તાન સફળ રહ્યા છે. દુનિયાભરના લોકેશન પર શુટ થયેલી આ હાઇ ટેક ફિલ્મ જાણે જેમ્સ બોન્ડની કોઇ ફિલ્મ જોઇ રહ્યા હોય એવી પ્રતિતિ કરાવે છે.

ફિલ્મનો  વેર લેવાની ભાવનાથી શરૂ થેયેલો પૂર્વાર્ધ  જેટલી ઝડપથી આગળ વધે એટલી પકડ છેલ્લી પંદર મિનીટની વણ જોઇતી લંબાઇના લીધે ફિલ્મના અંત સુધી જળવાઇ નથી.

એકમેકથી ચઢે એવી શઠતાથી રમત માંડતા સૈફ અને જ્હોન , પળવારમાં રંગ અને ફિતરત બદલતી દિપિકા અને જેકવિલીનમાં કોણ કોને સારુ કહેવડાવે એવી હોડ ચાલી હોય એવુ લાગ્યા કરે. એકદમ ઠંડા કલેજે ખેલ ખેલતો સૈફ એના અભિનયથી સમગ્ર ફિલ્મમાં છવાયેલો રહે છે. માચોમેન જ્હોન એટલી જ ટાઢકથી સૈફની રમતને જાણી કરીને ય એની લહેજત લેતો હોય એટલી સ્વભાવિકતાથી પેશ કરવામાં આવ્યો છે પણ એ સ્વભાવિકતા ક્યાંક નબળી પડતી લાગે . પૈસો મારો પરમેશ્વર માનતા બીઝનેસ ટાયકુન જ્હોન હજુ ય એક્ટર કરતા ફાઇટર વધુ લાગે છે.

દિપિકા પદુકોણે અત્યંત આકર્ષક રીતે અભિનયના રંગ છાટણા કર્યા છે. જેકવિલીન ફર્નાન્ડીઝના એના સંનિષ્ટ પ્રયાસો છતાં પાત્રમાં જોઇએ એવા રંગ ભરવામાં ઉણી ઉતરે છે. અભિનયનો અવકાશ ન હોવાથી દ્વીઅર્થી સંવાદોના સહારે અનિલ કપૂરના પાત્રને ઉપસાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે જે મોટા ભાગે  બેહુદો પુરવાર થાય છે.  અમિષા પટેલને આવા રોલમાં જોવી મનને સ્વીકાર્ય નથી.

ઓવરઓલ ગ્લેમર, દુનિયાભરના લોકેશનની સફર , ચુસ્ત પટકથા , ફિલ્મના પ્લોટ અને એની માવજતના લીધે રેસ-૨ ફિલ્મ છેલ્લી ઘણી બધી સ્ટંટ ફિલ્મો કરતા અલગ અને પ્રેક્ષકોને પકડી રાખે એવી બની છે અને બીજી મઝાની વાત એ કે બીન જરૂરી ગીતોના લીધે એક્શન -સસ્પેન્સ ફિલ્મ જે પકડ ગુમાવે એવા કોઇ ગીતોની અહીં ભરમાર નથી.
કલાકારો : સૈફ અલી ખાન,દિપીકા પાદુકોણ, જોન અબ્રાહમ, જેકલીન ફર્નાન્ડિસ, અનિલ કપૂર, અમિષા પટેલ,

પ્રોડ્યુસરઃ અબ્બાસ મસ્તાન

ડાયરેક્ટરઃ કુમાર એસ. તૌરાની, રોની સ્ક્રૂવાલા

સંગીત : પ્રીતમ ચક્રવર્તી

ફિલ્મ *** એક્ટિંગ-* * *મ્યુઝિક ** સ્ટોરી ***

આ આલેખન ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો.”

Advertisements

Entry filed under: - film reviews -.

ક્ષણ – (કવિતા) “વિશ્વરૂપ” -Film review


Blog Stats

  • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: