“કમાન્ડો”-film reviews –

મે 10, 2013 at 2:52 પી એમ(pm) 1 comment

Commando-2013-Hindi-Movie-First-Look-Poster-Vidyut-Jamwal-Pooja-Chopra

કેપ્ટન કરનવીર સિંઘ ડોગ્રા ( વિદ્યુત જામવાલ) બોર્ડર પાસે  હેલીકોપ્ટર ક્રેશ થતા ચાયનીઝ ફોર્સના સકંજામાં પકડાય છે .કરન ચાયના સામે એની નિર્દોષતા સાબિત કરવામાં નિષ્કળ જાય છે ત્યારે કરનના આર્મી રેકોર્ડ અને એનુ અસ્તિત્વ જ ભુસી નાખવા તત્પર ઇન્ડીયન ગવર્મેન્ટના ડીફેન્સ મિનીસ્ટરને કર્નલ અખિલેશ સિંહા  (દર્શન જરીવાલા)  કમાન્ડૉ કોને કહેવાય એની ઉંડાણભરી સમજ આપે છે. આ સમજના આધારે પ્રેક્ષકોના મનમાં કમાન્ડોની સાથે સાથે ફિલ્મ માટે પણ એક ઉંડી અપેક્ષા ઉભી થતી જાય. કર્નલના એક એક શબ્દના આધારે ફિલ્મમાં કમાન્ડો માટે પ્રેક્ષકોના મનમાંઆદરનો સ્તંભ રચાતો જાય. પ્રેક્ષકો માની જ લે કે ફિલ્મ આખી દેશ માટે મરી ફિટતા કમાન્ડોની કથા લઈને આવી હશે.

ચાયના મિલીટ્રીના ભયંકર ટોર્ચર સામે પણ ટકી ને છટકીને લેપ્છા બોર્ડરથી હિમાચલ-પંજાબ બોર્ડર સુધી પહોંચવામાં  સફળ થયેલા કરનની પાછળ ફિલ્મનુ મુખ્ય હાર્દ શરૂ થશે એવી ઇન્તેજારી સાથે ફિલ્મ જોવા ગોઠવાયેલા પ્રેક્ષકોની ઇન્ત્જારી પર હવે હિમાચલ પ્રદેશમાં વહેતુ ઠંડુ પાણી ફરી વળે. દેશ માટે મરી ફિટવા તૈયાર કમાન્ડો કરનને અહીં મળે છે પંજાબની સિમ્રિત . એ કે ૭૪ (જયદીપ અહ્લાવત) ના નામથી કુખ્યાત  ક્રિમિનલ ના સકંજામાંથી સિમ્રિતને બચાવવા કરનની  ભાગદોડ અને એ.કે ના ગુંડાઓના ઢીમ ઢાળવામાં જ પોતાની તમામ તાકાત ખર્ચી નાખતા કરનની શારીરિક તાકાતનો જ પરિચય આપવા આ ફિલ્મનુ નિર્માણ થયુ હોય એવી પ્રતિતિ સાથે ફિલ્મ માંડ પુરી થયાનો હાશકારો અનુભવાય.

સમગ્ર ફિલ્મ દરમ્યાન  ફિલ્મની કથા કે દિગ્દર્શનના બદલે ધ્યાન વિદ્યુત જામવાલ તરક જ કેન્દ્રિત રહે એટલી હદે એ કથાના નાયક તરિકે છવાયેલો રહે છે. આજ સુધીની અક્ષય કુમાર કે અજય દેવગણની જ માચોમેનની ઇમેજને હડસેલીને પણ પોતાની એજીલીટી અને એબીલીટીને પણ સાબિત કરવામાં એ સફળ રહ્યો છે. સુગઠીત શારીરિક સૌષ્ઠવની વ્યાખ્યામાં એ સંપૂર્ણ ઉતરે છે.  કથિત કમાન્ડોના પાત્રને એ ન્યાય આપવામાં સફળ રહે છે. ફિલ્મમાં ડાયલોગ્સ કે ભાવ અભિવ્યક્તિની કચાશને એણે એક્શન અને સ્ટંટ દ્વારા ઢાંકી દીધા છે. એનો શ્રેય એક્શન ડાયરેક્ટર ફ્રાન્ઝ સ્ફિલ્હૌસના ફાળે પણ એટલુ જ જાય છે.

એક સમયની મિસ ઇન્ડિયા પૂજા ચોપ્રાના આત્મવિશ્વાસભર્યા આયાસ છતાં પણ એ ભાવાવ્યક્તિમાં ઉણી ઉતરતી લાગે .ફિલ્મની શરૂઆતમાં જોમ અને જોશ સાથે રજૂ થયેલી આનંદી પૂજા એક સમયે ચોક્કસ ગમી જાય પણ અભિનયનો એકડો ઘુંટતી પૂજા્ને  હજુ વધુ માવજતની જરૂર છે.

ફિલ્મમાં ખલનાયક -વિલન એક એવુ પાસુ છે જે એના નેગેટીવ રોલને લીધે કદાચ હીરો ને હીરો બનવામાં સહાય કરે છે. વિલન તરફ જેટલી વધુ ધૃણા ઉત્ત્પન થાય એટલી વધુ એના પાત્રની સફળતા કહેવાય .મનમાં સખત ધૃણા ઉભી થાય એવા લૂક સાથે રજૂ થયેલો  એ.કે (જયદીપ અહ્લાવત) સમગ્ર ફિલ્મમાં પ્રેક્ષકોની નફરત બેવડાવતો જ રહ્યો છે. ગેંગ્સ ઓફ વાસ્સેસપુરના નાના રોલથી શરૂ કરીને એ.કે ૭૪ના પાત્રમાં રજૂ થયેલા જયદીપમાં પાત્રાનુસાર હલકટતા કહો કે અધમતા કોઇપણ જાતના આયાસ વગર પણ પ્રગટ થયે રાખ્યા છે એને જયદીપના પાત્રની કે એના અભિનયની અસરકારકતા જ કહીશુ ને?

ફિલ્મમાં કોઇપણ પાત્રની અસરકારકતા કરતાય ફિલ્મની અસરકારતા વધુ આવશ્યક છે. કથા ક્યાંથી શરૂ થઈને ક્યાં પહોંચે છે એવા વિચારોમાં ગુંચવાયેલો પ્રેક્ષક આવી સખત મારધાડ , હિંસક અને ત્રાસદાયક   ફિલ્મો બનાવવા પાછળનો નિર્માતા નિર્દેશકનો હેતુ સમજવામાં પણ  એવો જ ગુંચવાઇ જાય તો નવાઇ નહી.

કલાકારો-  વિદ્યુત જામવાલ ,પૂજા ચોપ્રા,જયદીપ અહ્લાવત, દર્શન જરીવાલા

નિર્માતા-વિપુલ શાહ
 
દિગ્દર્શક- દિલીપ ઘોષ
 
સંગીતકાર- મનન શાહ

ગીતકાર – મયુર પુરી

ફિલ્મ- ૧/૨*  એક્ટીંગ ** સ્ટોરી ૧/૨* સંગીત- ૧/૨*

 

આ આલેખન ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“વિશ્વરૂપ” -Film review “આશિકી-૨” Film Review

1 ટીકા


Blog Stats

  • 96,527 hits

rajul54@yahoo.com

Join 881 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: