“આશિકી-૨” Film Review

મે 10, 2013 at 2:59 પી એમ(pm)

Aashiqui-2

૧૯૯૦ માં રજૂ થયેલી અને એના ગીત સંગીતના લીધે આજે પણ સ્મૃતિમાં અંકિત થયેલી આશિકીની સફળતા બાદ આજે ફરી એક્વાર આશિકી ૨ રજૂ થઈ ત્યારે સ્વભાવિક પ્રેક્ષકો એને આશિકીની સિકવલ જ માની લે . પણ આશિકી ૨ જોયા બાદ સિકવલની સમજૂતી જ બદલાઇ જાય.

સફળતાના એક આયામ સર કરી ચુકેલો રાહુલ જયકર ( આદિત્ય રોય કપૂર)ને  નામ-દામ શોહરત બધુ જ મળી ગયા પછી સફળતાનો નશો ઓછો પડતો હોય એમ સુરાનો સથવારો શોધી લે છે . અને આ નશો એટલી હદે એની પર છવાઇ જાય છે કે હવે એ એના ભોગે બધુ જ ગુમાવવા માંડે છે. જ્યારે કોઇને કશુ જ પામવાની ઇચ્છા  ન રહે ત્યારે કદાચ પોતાની જાત પરનો પણ મોહ ન રહે.આવા જ કોઇ સ્ટેજ પર પહોંચેલા આદિત્યના જીવનમાં પ્રવેશે છે એક મામુલી બાર સિંગર જે સાચે જ ખુબ જરૂરિયાતમંદ પરિવારનુ ફરજંદ છે . ગીત કે સંગીતની કોઇ ગહેરાઇ  માપવાની કે ઉંચાઇ આંબવાની લેશ માત્ર ખેવના વગર  એ ગાય છે પોતાના જીવન નિર્વાહ માટે. પણ આદિત્યની કલા પારખુ નજરે ચઢેલી આરોહીને આગળ લાવવા એ કટીબધ્ધ થાય છે. આદિત્યના આયાસ અને આરોહીની આરાધનાને તકદીરનો સાથ મળે છે અને આરોહી સફળતાના શિખરો સર કરે છે. રાહુલ અને આરોહી નો સાથ સંગીતથી આગળ વધીને દિલના સાયુજ્ય સુધી વિસ્તરે છે. લગ્ન બંધનમાં જોડાયા વગર પણ પ્રેમના ગઠબંધનથી જોડાઇને એક આગવો સંસાર માંડે છે.

નારી ભલે નારાયણી કહેવાય પણ નર કરતા તો એ હંમેશા ઉતરતી રહે એમાં જ નરની શાન છે, જ્યારે જ્યારે એ બે કદમ આગળ ચાલે ત્યારે ત્યાંથી જ અહંકારનો ટકરાવ શરૂ થાય  એવી એક સામાન્ય સ્વીકૃતિ સાથે જ સમાજ જીવતો આવ્યો છે .ઋષિકેશ મુખર્જી દિગ્દર્શિત અમિતાભ બચ્ચન જયા ભાદુરી અભિનિત સિને યુગની ઉત્તમ ફિલ્મ “અભિમાન” પણ એ જ કથાનક લઈને આવી હતી. જ્યારે અહીંથી જ આ ફિલ્મ બીજી ઘણી બધી ફિલ્મો કરતા જુદી પડે છે. આદિત્ય આરોહીના નામ દામ શાનને પોતાના અહંકારની ઉની આંચ પણ  ન આવે કે એના પ્રેમ માટે આરોહીએ કંઇ પણ જાતનો ત્યાગ ન કરવો પડે એના માટે જે ત્યાગ  આપે છે એ જ કદાચ આ ફિલ્મને બીજી ફિલ્મો કરતા નોખી પડે છે.

“ગુઝારિશ” ફિલ્મનો ઘુંઘરિયાળા વાળ વાળો આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં એક જુદા અંદાજમાં રજૂ થયો છે. રોકસ્ટારના રણબીર કપૂરની જેમ નશામાં ધૂત રહેતા રાહુલની ભુમિકામાં આદિત્ય રોયના પાત્ર થકી કદાચ વગોવાયેલી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં પણ નવો ચીલો ચાતર્યો છે. કાસ્ટીંગ કાઉચના નામે અભડાયેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇ પોતાની ચાહતને ઉંચાઇના શિખરે જોવાનો જે યજ્ઞ આદરે અને એમાં પોતાનો જ બલિ ચઢાવે એ વાત જ મનને સ્પર્શી ગઈ. આદિત્ય રોય કપૂરને એક સફળ અને ત્યારબાદ નિષ્ફળ પણ બેતમા કલાકારની ભૂમિકામાં, આરોહીના પ્રેમમાં પાગલ રાહુલના પાત્રમાં ,નશામાં ધૂત હતાશ રાહુલના પાત્રમાં એમ અનેક ચઢાવ ઉતાર અભિવ્યક્ત કરવાનો મોકો મળ્યો જેમાં એના અભિનયને ઉજાગર કરવાનો પુરતો અવકાશ હોવા છતાં આદિત્ય મનને એટલો સ્પર્શી શકતો નથી.

પોતાના ફનથી અજાણ એવી એક ઉભરતી  કલાકાર આરોહીના અતિ સૌમ્ય પાત્રને શ્રધ્ધા કપૂરે  યથા યોગ્ય ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. શ્રધ્ધા કપૂરની માસુમિયત, નજાકત આરોહી રૂપે સુપેરે વ્યક્ત થઇ છે.

શાદ રંધાવા, મહેશ ઠાકુરનો પાત્રાનુસાર અભિનય ઉચિત રહ્યો છે.

મોહિત સુરીએ લગભગ થ્રીલર ફિલ્મો ડીરેક્ટ કરી છે.  “આશિકી ૨ ” દ્વારા રોમેન્ટીક કથા પર કસબ અજમાવ્યો પરંતુ  નબળા કથાનક લીધે ફિલ્મ કે દિગ્દર્શનની સચોટતા પણ નબળી પડતી જાય.

કોઇપણ સંગીતમય ફિલ્મની સફળતા ફિલ્મના અભિનેતા કે અભિનેત્રી પર જેટલી નિર્ભર હોય એટલો જ મદાર એના ગીત સંગીત પર પણ રહે જ. આજે પણ “અભિમાન” કે ખામોશી ” અથવા આશિકીના ગીતો સિને રસિકોને યાદ હશે. એ ફિલ્મોના કર્ણમધુર ગીત સંગીત આજે પણ એટલા જ તરોતાજા લાગે છે. “આશિકી ૨ “માટે પણ એવી જ અપેક્ષા હોય .”તુમ હી હો” , “સુન રહા હૈ ” અને “પિયા આયે ના “જેવા ગીતોની રચના સુંદર છે પણ ખરતા તારાની જેમ એ પણ માનસપટ પરથી કદાચ ખરી ય પડે.

કોઇ મોટા બેનરોની તોલે કે ૧૦૦ કરોડના કહેવાતા વકરાની તોલે તો ન ઉભી રહી શકે તેમ છતાં એક સાફ સુથરી ફિલ્મ જોવાનો જો રસ હશે તો આ જોવી ગમશે.

કલાકાર :આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર, શાદ રંધાવા, મહેશ ઠાકુર.

પ્રોડ્યુસર : ભૂષણ કુમાર, કિશન કુમાર અને મુકેશ ભટ્ટ

ડાયરેક્ટર :મોહીત સુરી

ગીતકાર, ઇર્શાદ કામિલ,મિથુન , સંજય માસૂમ, સંદીપ નાથ

સંગીત : મિથુન ,જીત ગાંગુલી અને અંકિત તિવારી

ફિલ્મ *** ૧/૨  એક્ટિંગ- * *મ્યુઝિક*** સ્ટોરી **

આ આલેખન ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“કમાન્ડો”-film reviews – સમસ્યા કે સંવાદિતા?


Blog Stats

  • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: