ટેબલ નંબર ૨૧

જાન્યુઆરી 15, 2013 at 10:21 પી એમ(pm)

વિવાન અને સિયા એક મિડલ ક્લાસ કપલ , કે જેમાં વિવાન  (રાજેવ ખંડેવાલ) જોબલેસ છે અને એક સારી જોબની શોધમાં છે જ્યારે સિયા (ટીના દેસાઇ) પાસે જોબ છે. સામાન્ય રીતે દરેક પોતાનુ નસીબ અજમાવવા પ્રયત્ન કરે એવા લકી ડ્રોમાં સિયા ફીજી ટ્રીપ જીતે છે જ્યાંના ફાઇવ સ્ટાર રિસોર્ટમાં ફ્રી રહેવા મળે છે. અહીં એમની મુલાકાત આ રિસોર્ટના માલિક મિસ્ટર ખાન (પરેશ રાવલ ) સાથે થાય છે.
ખાન વિવાન અને સિયાને પોતાની સાથે એક લાઇવ ગેમ રમવાનુ આમંત્રણ આપે છે જેમાં એમને  એમના જીવન સાથે સંકળાયેલા સવાલોના સાચા જવાબ આપવાના છે અને દરેક જવાબ બાદ એક ટાસ્ક એચીવ કરવાનુ હોય છે. જો આ શરત જીતે તો એમને ૨૧ કરોડનુ ઇનામ મળે એમ છે. ભલા આવી લોભાવનારી ઓફર દુનિયાનો કયો કાળા માથાનો માનવી જતો કરે? શરૂઆતમાં સરળ લાગતી આ ગેમ ધીમેધીમે ખતરનાક બનતી જતી હોવા છતાં કાનુની બંધનના લીધે એ યુગલ ઇચ્છે તો પણ ગેમ છોડવા અસમર્થ બની જાય છે.

વિવાન અને સિયા આ ગેમ જીતશે? ચીલાચાલુ મસાલા ફિલ્મથી જરા જુદા કથાનકવાળી “લક” જેવી કેટલીક ફિલ્મો આ પહેલા પણ આવી ગઈ છે. એટલે સસપેન્સ મુવીના ચાહકો માટે આવો કન્સેપ્ટ ધરાવતી આ ફિલ્મ રસપ્રદ બની રહે.ધીમી પણ મક્ક્મ ગતિએ આગળ વધતા આ ગેમના લાઇવ શૉ ના દેખીતા લાગતા પ્યાદા જેવા પતિ-પત્નિ તરફ પ્રેક્ષકોની સહાનુભૂતિ અને ગેમના હોસ્ટ મિસ્ટર ખાન પ્રતિ એક જાતની ધૃણા પ્રેક્ષકોના મનમાં ઉભી થાય પરંતુ ફિલ્મના અંતે જે ઘટસ્ફોટ થાય છે ત્યારે આ ભાવના સદંતર બદલાઇ જાય એવી ભાવનાત્મક ક્લાઇમેક્સ થકી સમાજ ને એક સંદેશ આપવાનો પ્રયત્ન થયો છે.

આ આખોય લાઇવ શૉ એક ખતરનાક ખેલથી આગળ વધીને ભાવનાત્મક ગેમ શૉ બની રહે છે. શરૂઆતમાં એકમેકના પ્રેમ અને સાયુજ્યને કસોટી પર મુકતા પતિ-પત્નિની આ ટાસ્ક સોલ્વ કરવા માટેની ટક્કર ધીરે ધીરે એક દર્દનાક  અને ધૃણાસ્પદ મોડ પર આવીને ઉભી રહે છે અને ત્યારે અચાનક આગળ વધતી કથાનો વળાંક સાવ જ કલ્પનાતિત છે.

લગભગ ત્રણ જ પાત્રોની આસપાસ ઘુમતી ફિલ્મમાં મુખ્ય નાયક કે નાયિકા હોવા છતાં આખી ફિલ્મના સુત્રધાર સમા પરેશ રાવલની જ ભૂમિકા  મુખ્ય હોય એવી સતત પ્રતિતિ પ્રેક્ષકોને કરાવવામાં દિગ્દર્શક આદિત્ય દત્ત તેમજ પરેશ રાવલ સફળ રહ્યા છે.અત્યંત ચાલાક , ગણતરીબાજ, ઠંડા કલેજે અને કાતિલ નજરે જોતા મિસ્ટર ખાનની ભૂમિકામાં પરેશ રાવલે ફરી એકવાર એમની અભિનય ક્ષમતાનો પરિચય કરાવ્યો છે અને આ જ કુનેહભરી ચાલ ચાલતા ગેમના સુત્રધારની પાછળ એક પિડીત પિતાની વેદના જે રીતે વ્યક્ત થઇ છે એમાં પણ પરેશ રાવલની અભિનય વિવિધતાની ઝલક દેખાય છે.

રાજીવ ખંડેલવાલ અને ટીના દેસાઇના પ્રયત્નો પરેશ રાવલ સામે ફિક્કા સાબિત થાય છે.વર્ષના આરંભે રજૂ થયેલી આ ફિલ્મનુ નામ અને સ્ટારકાસ્ટ જોતા કોઇપણ જાતની અપેક્ષા વગર ફિલ્મ જોવા ગયેલા પ્રેક્ષકો મનમાં એક જાતનો ભાર અને ઉદ્વેગ લઈને થીયેટરની બહાર આવે અને તેમ છતાંય એમાં સમાજ માટે આપવામાં આવેલા સંદેશાનુ નિરૂપાયેલુ બીજ જો આવા ઉપદ્રવી લોકો સુધી પહોંચે તો  ય ઘણુ ગનિમત.

કલાકાર : રાજીવ ખંડેલવાલ, ટીના દેસાઈ, પરેશ રાવલ

પ્રોડ્યુસર : સુનીલ લુલ્લા, વિક્કી રાજાની

ડાયરેક્ટર : આદિત્ય દત

સંગીત : ગજેન્દ્ર વર્મા, સચિન ગુપ્તા

ફિલ્મ ** એક્ટિંગ-* * *મ્યુઝિક * સ્ટોરી **

Rajul Shah
http://www.rajul54.wordpress.com

Advertisements

Entry filed under: - film reviews -.

“જબ તક હૈ જાન “ ચિંતા – (કવિતા)


Blog Stats

  • 95,898 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: