“જબ તક હૈ જાન “

ડિસેમ્બર 6, 2012 at 2:27 પી એમ(pm) 4 comments

કેટલાક વર્ષોથી  યશ રાજ ફિલ્મનો નવી ફિલ્મની રજૂઆત દિવાળી ટાણે કરવી એવો  એક વણલેખ્યો ઇતિહાસ છે. આ ૨૦૧૨ની દિવાળી ફિલ્મ જગત અને ફિલ્મ રસિયાઓને કદાચ આવી બીજી અનેક દિવાળી સુધી યાદ રહેશે. ” જબ તક હૈ જાન ” ફિલ્મની રજૂઆતને લઈને એક ઉત્તેજના ફેલાય એ પહેલા જ બોલીવુડ પર અચાનક એક કઠુરાઘાત ઝીંકાયો.
અનેક ફિલ્મ એવોર્ડથી માંડીને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર પદ્મ ભૂષણ યશ ચોપ્રાની બોલીવુડ જ નહીં આ દુનિયામાંથી પણ અંતિમ વિદાય.૧૯૫૯માં  “ધૂલ કા ફૂલ” ફિલ્મથી શરૂઆત કરનાર યશ ચોપ્રાએ એવી અનેક યાદગાર ફિલ્મો આપી જે પ્રેક્ષકોના માનસપટ પર આજ સુધી અંકિત છે અને હજુ ય આવનાર વર્ષો સુધી રહેશે. યશ ચોપ્રાના નામ સાથે રોમાંસ પણ વણલેખ્યો પર્યાય ગણાય. દાગથી માંડીને ડર , વક્ત થી માંડીને ઇત્તફાક જેવી અનેક રેન્જમાં યશ ચોપ્રા રમ્યા. લમ્હે જેવી તદ્દન અપરંપરાગત કથા લઈને પણ પ્રેક્ષકો અને એવોર્ડ જ્યુરીના મન જ નહી એવોર્ડ પણ જીત્યા ત્યારે “જબ તક હૈ જાન” માટે સ્વભાવિક આતુરતા વધી જ જાય.

“જબ તક હૈ જાન ” એક પ્રેમકથા છે જેમાં પ્રેમીનો પ્રેમ પામવાના બદલે પ્રેમી માટે ત્યાગની -વિરહની વેદના જીરવી લેવાની વાત છે. સમર (શાહરૂખખાન ) એક યંગ, હેન્ડસમ સંગીતકાર છે .જે મીરા (કેટરીના કૈફ ) જેવી  અત્યંત સ્વરૂપવાન-ધનાઢ્ય યુવતિના પ્રેમમાં પડે છે. પ્રણય તો જીવનમાં ઇન્દ્રધનુષી રંગો ભરી દે જ્યારે સમર અને મીરાનો પ્રેમ પુરેપુરો પાંગરે એ પહેલા જ એનો અસ્ત થઈ જાય છે. એકબીજાના શ્વાસે શ્વાસ લેનારા સમર અને મીરા માટે એકબીજા વગર જીવન જીવવાની કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે .એવુ બને? ખરો પ્રેમ તો એને કહેવાયને જે પ્રેમ માટે દુનિયા સામે લઢી લે. તો પછી સમર અને મીરા કેમ છુટા પડી જાય છે?

જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરૂખ ખાનના બે તદ્દન ભિન્ન રૂપ જોવા મળે છે. સોહામણો સંગીતકાર અને બોમ્બ ડિફ્યુઝ કરવા જીવને હથેલી પર લઇને ઘુમતો આર્મી ઓફીસર. શાહરૂખ ની એક આગવી અદા છે. રોમેન્ટીક ફિલ્મોમાં એ એની આ અદાથી છવાઇ જતો જ હોય છે. આંખમાં સીધી જ આંખ પોરવીને પ્રેમની વણલેખી લિપી ઉકેલતો  ” દીલ તો પાગલ” નો રાહુલ હોય કે” દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે “નો  રાજ- શાહરૂખ એ તમામ પાત્રોને પરદા પર સજીવ કરી દે એવો એનો કરિશ્મા  છે. “જબ તક હૈ જાન” ફિલ્મમાં પ્રેમ પામવા માટેની તરસ કહો કે એ નિષ્ફળ પ્રેમ માટે ફના થઇ જવાની દિવાનગી કહો -શાહરૂખમાં એ તમામ લાગણીઓ ગજબનાક રીતે વ્યકત કરવાની ક્ષમતા છે. ડૉન અને રા-વન જેવી ફિલ્મોની નિષ્ફળતાએ શાહરૂખને મોટી પછાડ આપી હતી અને બોલીવુડમાં કિંગખાનનુ આસન ડોલતુ
નજરે આવવા લાગ્યુ હતુ પરંતુ યશચોપ્રાએ કિંગ ઓફ રોમાન્સ તરીકે આજે પણ શાહરૂખ જ  છે એ સાબિત કરી દીધુ.

કેટરીના કૈફની  નંબર વન સુધી પહોંચી શકે એવી અભિનય ક્ષમતા માટે આજ સુધી અને આજે પણ કોઇ અભિપ્રાય બંધાયો નથી. સામાન્ય રીતે એક ધનાઢ્ય પરિવારના ફરજંદ તરિકે જ એ પેશ થઇ છે અને અહીં આ ફિલ્મમાં પણ એનુ એ જ સ્વરૂપ અભિનયની છાંટ સાથે જોવા મળે છે. મીરાના પાત્રને કેટરીનાએ યથાર્થ ન્યાય આપ્યો છે અને શાહરૂખને સમાંતર રહેવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

ફિલ્મના પ્રણય ત્રીકોણનો એક ત્રીજો ખુણો એટલે અનુષ્કા શર્મા .  ડીસ્કવરી ચેનલ માટે કામ કરતી એકદમ બિન્ધાસ્ત મોર્ડન અને ખુશમિજાજ યુવતિ જેના વિચારોમાં પણ એટલી જ બિનધાસ્તી છે. એને દુનિયાભરના કોઇપણ મર્દ સાથે થોડી ક્ષણો માણી લેવી એવી એક જ તમન્ના છે પણ દુનિયાભરના કોઇપણ મર્દ માટે પ્રેમ જેવી કોઇ અનુભૂતિ નથી. પણ એક ક્ષણ એવી આવે છે જ્યારે આ તદ્દન બેફિકર યુવતિ કોઇની ફિકર કરતી થઈ જાય છે. અને એ કોઇ માટે સર્વાંગ , સંપૂર્ણ ,સાંગોપાંગ સમર્પિત થઈ જવા તૈયાર થઈ જાય છે. અનુષ્કા શર્મા અમસ્તી ય એકદમ ચુલબુલી અભિનેત્રી છે , એનો આ રંગ અહીં સરસ રીતે ખીલે છે. અનુષ્કા શર્માએ એના પાત્રના આ અલગ અલગ રંગ સુંદર રીતે નિભાવ્યા છે. હા ! ક્યારેક એની ઓવર એક્ટીંગ જો કંટ્રોલમાં રાખી શકી હોત તો પાત્રનો નિખાર હજુ વધુ સારી રીતે આવ્યો હોત.

રિષી કપૂર અને નીતુ સિંઘની જોડી હજુ ય જોવી ગમે છે. અનુપમ ખેરને અભિનયનો ઝાઝો અવકાશ મળ્યો નથી.

યશ ચોપ્રાની ફિલ્મ હોય એટલે ભરપૂર રોમાંસ, એ રોમાંસને અનુકૂળ પાશ્ચાદભૂમિ , એ રોમાંસને અનુકૂળ ગીત-સંગીત તો હોવાના જ. યશ ચોપ્રા હોય એટલે  શક્ય છે સ્વીટ્ઝર્લેન્ડ અને પંજાબની સફરે જવાની પ્રેક્ષકોની માનસિક તૈયારી રહેવાની જ. અહીં થોડો ફરક જરૂર આવ્યો છે. અહીં યશ ચોપ્રા પ્રેક્ષકોને પહેલગામ અને લદાખની સફરે ડીરેક્ટર લઈ જાય છે. “દાગ”  ફિલ્મની યાદ અપાવતી આ ફિલ્મમાં પણ યશ ચોપ્રાના દિગ્દર્શનનો કરિશ્મા આજે પણ એવો જ જળવાયો છે.

ફિલ્મના હીર,  ચલ્લા , ઇશ્ક શાવા , સાંસ મે જેવા ગીતો માણવા અને ગણગણવા ગમે એવા છે. અને તેમ છતાં એવુ લાગે કે એ આર રહેમાને આનાથી વધુ જે  ઉત્તમ સંગીત આપ્યુ છે એ આ નથી.

કલાકારો- શાહરૂખ ખાન , કેટરિના કૈફ, અનુશ્કા શર્મા ,  રિષી કપૂર, નિતુ સિંઘ, અનુપમ ખેર,

પ્રોડયુસર –આદિત્ય ચોપ્રા

ડાયરેકટર-  યશ ચોપ્રા
 
ગીતકાર- ગુલઝાર

મ્યુઝિક- એ . આર. રહેમાન

ફિલ્મ **** એક્ટિંગ* * *મ્યુઝિક *** સ્ટોરી ***

Rajul Shah
http://www.rajul54.wordpress.com
ફિલ્મ

Advertisements

Entry filed under: - film reviews -.

“તલાશ “ ટેબલ નંબર ૨૧

4 ટિપ્પણીઓ

 • 1. readsetu  |  ડિસેમ્બર 6, 2012 પર 2:38 પી એમ(pm)

  meeting U after looooooooooooo ng

 • 2. readsetu  |  ડિસેમ્બર 6, 2012 પર 2:39 પી એમ(pm)

  meeting u after looooong….. kem chho ?

 • 3. manubhai s valand  |  ડિસેમ્બર 7, 2012 પર 2:43 પી એમ(pm)

  thanks

 • 4. manubhai s valand  |  ડિસેમ્બર 7, 2012 પર 2:43 પી એમ(pm)

  thanks sir


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   જાન્યુઆરી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: