“તલાશ “

December 5, 2012 at 7:44 pm

સત્યની શોધમાં સો ખોટ સામે આવે અને જ્યારે એ સો એ ખોટને હડસેલીને જે સ્ત્ય સામે આવે એને સ્વીકારી કે જીરવી શકાય એવુ હોય છે?  જીંદગી આપણી અપેક્ષા પ્રમાણે એ બધુ જ આપી દે છે જે આપણે જીંદગી પાસે અપેક્ષીત હોય છે? અને એમાંય જો સૃજનસિંહ શેખાવત જેવી ફરજ પરસ્ત વ્યક્તિ હોય ?

મુંબઈની સુનકાર રાતે એક કાર અકસ્માત થાય છે અને એની તપાસ કરતા ઇન્સ્પેક્ટર દેવરથ (રાજકુમાર યાદવ)ના જણાવ્યા મુજબ એ અકસ્માતમાં જાણીતા અભિનેતા અરમાન કપૂર( વિવાન ભટેના)નુ કાર ડુબી જવાથી અપમૃત્યુ થયુ છે. આગળ જતા આ કેસ વધુ તપાસ અર્થે સૃજનસિંહ શેખાવત ( આમીર ખાન ) પાસે આવે છે. કેસની શરૂઆતમાં અકસ્માત લાગતી આ ઘટનામાં અરમાન સાથે સંકળાયેલા લોકોના નિવેદન બાદ આ આખી ય ઘટના નવુ જ સ્વરૂપ લે છે.જેમાં રેડ લાઇટ એરિયાનો દલાલ , તૈમુર ( નવાજુદ્દિન સિદિકી) અને  ખુબસુરત કોલગર્લ રોઝી ( કરીના કપૂર )ની આસપાસ કથા આકાર લે છે.

સમગ્ર ફિલ્મ આ એક અકસ્માત પુરતી જ મર્યાદિત ન રહેતા સૃજનસિંહ શેખાવત અને એની પત્નિ શ્રેયા (રાની મુખર્જી ) અને એના પુત્ર કરણના  અંગત જીવનને પણ આવરી લે છે. ત્યારે ક્યારેક એમ પણ થાય છે ફિલ્મને માત્ર મુળ ઘટના સુધી જ મર્યાદિત ન રાખી શકાય ? તો સામે એક બીજી દલીલ પણ સુજે કે આ  પોલિસ કે ઇન્સ્પેક્ટર કે સમગ્ર ઘટનાને અંત સુધી લઈ જનારાનુ ય પોતાનુ અંગત જીવન ન હોઇ શકે? ભેદ અને ભાવના એ બે પાસા ફિલ્મોમાં સમાંતર ન હોઇ શકે? હા! હોઇ શકે જો એમાં વિવેકપૂર્ણ મર્યાદા સચવાય તો. બાકી તો અમસ્તા કથાને ખેંચીને લાંબી કરવાથી કથા અને પ્રેક્ષકો બંનેની મઝા મરી જાય. “તલાશ” ફિલ્મમાં પણ જો આ મર્યાદા સચવાઇ શકી હોત તો ફિલ્મને લંબાઇ અને પ્રેક્ષકોનો સમય જરા ઓછો ખેંચાત. કોઇપણ રહસ્ય ફિલ્મનુ સૌથી સબળુ પાસુ એનુ રહસ્ય હોય છે જે છેક સુધી જળવાવુ જોઇએ જ્યારે અહીં એ આપોઆપ ઉઘાડુ પડી જાય છે એટલે બાકીનો સમય એ રહસ્ય કેવી રીતે પકડાય છે એ જાણવા માટેનો જ રહે છે.

રિમા કાગ્તીએ ફિલ્મમાં મુંબઈનો અસલી રંગ પારખ્યો છે. મુંબઈની દુનિયા માત્ર પોશ અને ઝાકમઝોળ જ નથી જે સામાન્ય રીતે પ્રેક્ષકો સમક્ષ રજૂ થતી રહી છે. રાત પડે આળસ મરડીને ઉભા થતા મુંબઇની એક અલગ દુનિયા ય છે , અહીં સ્લમ છે , રેડ લાઇટ એરિયા ય છે જેમાં અનેક જીવ જીવતા હોય અથવા સબડતા હોય છે.

ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપના  ચુસ્ત ડાયલોગ્સ ફિલ્મનુ મહત્વનુ પાસુ છે.

આમીર એક નિવડેલા અભિનેતા અને પરફેક્શનિસ્ટ તરિકે બોલીવુડમાં પંકાયેલો છે. “તલાશ ” ફિલ્મમાં પણ એ કેમેરા અને પ્રેક્ષકોને સતત પોતાની તરફ પકડી રાખે છે. પાત્રમાં પોતાની જાતને ઢાળીને , પાત્રને આત્મસાત કરીને ભજવવાની એની કુનેહ છે એ લગભગ દરેક ફિલ્મોમાં સ્પષ્ટ તરી આવતી હોય છે અને એટલે તો લગાનની ધોતીધારી આમીર હોય કે દિલ ચાહતા હૈ કે થ્રી ઇડીયટ્સ અથવા તો સરફરોશનો આમીર હોય એ લાંબો સમય પ્રેક્ષકોના દિલો દિમાગ પર છવાયેલો રહે છે અને  કદાચ એટલે જ એ કોન્ટીટી ફિલ્મો કરવા કરતા ક્વૉલિટી ફિલ્મો પર વધુ ફોકસ કરે છે.”તલાશ ” ફિલ્મનો આમીર ઇન્સપેક્ટર શેખાવત અને હતાશ પિતા કે ગુંચવાયેલા પતિ તરિકે સમગ્ર ફિલ્મમાં ઉભરી આવે છે.

તદ્દન ગ્લેમર રહિત ભુમિકામાં તકલિફોથી ઘેરાયેલી પત્નિની ભુમિકામાં રાનીએ સુંદર અભિનય આપ્યો છે. ઘણા સમય પહેલા આવેલી ફિલ્મ “લાગા ચુનરી મે દાગ” , “વિરઝારા” અને “નૉ વલ કિલ્ડ જેસિકા” જેવી ફિલ્મો આપ્યા બાદ આજે ફરી રાનીનો અભિનય અલગ રીતે તરી આવ્યો છે.

કરિના , હવે એ નામ આજના બોલિવુડમાં સફળ અને સશક્ત અભિનેત્રી તરિકે લેવાય છે.” હિરોઇન ” ફિલ્મમાં અભિનય ક્ષમતા દર્શાવવા ધંધાદારી સ્ત્રીનુ પાત્ર ભજવવા તૈયાર કરિના એ અહીં એ પાત્રને તાદ્ર્શ કર્યુ છે. જો કે ક્યારેક એની  ઓવર અક્ટીંગ ખટકે પણ છે.તેમ છતાં આજે આમીર સાથે ના કેટલાક સિકવન્સમાં કરિનાને કોઇ રીતે નજર અંદાજ ન જ કરી શકાય એ લેવલે એણે પોતાની જાતને સ્થાપિત કરી છે.

નવાઝુદ્દિન સિદ્દિકીએ પાત્રાનુસાર અત્યંત સરળતાથી તેમ છતાં અર્થપૂર્ણ અભિનય આપ્યો છે.રાજ કુમાર યાદવ અને શેહનાઝ પટેલનો સપોર્ટીંગ અભિનય.ફિલ્મ માટે ઘણો મહત્વનો પુરવાર થયો છે.

ઓવરઓલ  “તલાશ” ફિલ્મ સસ્પેન્સ થ્રીલર છે માટે પ્રેક્ષકોને થીયેટર સુધી જાય એ સિવાય  બીજુ કારણ  છે “દિલ ચાહતા હૈ”ની ટીમ. ફરહાન અખ્તર , રિતેશ સિધવાની અને આમીર ખાનનુ નામ પણ પ્રેક્ષકોને થીયેટર સુધી ખેંચી લાવવા પુરતા છે.

કલાકારઆમિરખાનખાન, કરીનાકપુર, રાની મુખર્જી, નવાજુદ્દીન સિદ્દીકી, રાજકુમાર યાદવ, શેહનાઝ પટેલ,અદિતી વાસુદેવ, વિવેક મદાન.

પ્રોડયુસર – આમિરખાન, ફરહાન અખ્તર, રિતેશ સિધવાની

ડાયરેકટર-  રીમા કાગ્તિ

ગીતકાર-  જાવેદ અખ્તર

મ્યુઝિક-રામ સંપત

ફિલ્મ *** ૧/૨ એક્ટિંગ-* * * ૧/૨મ્યુઝિક *** સ્ટોરી ***

Advertisements

Entry filed under: - film reviews -.

” એક પળ ” “જબ તક હૈ જાન “


Blog Stats

  • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2012
M T W T F S S
« Aug   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: