“ફરારી કી સવારી”- film reviews –

જૂન 19, 2012 at 5:44 પી એમ(pm) 5 comments

પ્રત્યેકના જીવનમાં એક એવો સમય આવે જ છે જ્યારે પોતાના કરતાં બીજા કોઇની ખુશી વધુ એહમ બની રહે છે ચાહે એ પતિ હોય કે પિતા. હરેક પિતાના જીવનમાં એક એવો મુકામ આવે જ્યારે એના માટે એના પુત્રની ખુશી જ સર્વસ્વ બની જાય. અને પુત્રની ખુશાલી માટે એ કોઇ પણ હદ સુધી જઈ શકે.વિધુ વિનોદ ચોપ્રા નિર્મિત , રાજેશ માપુસકર દિગ્દર્શિત ફિલ્મ ફરારી કી સવારી નુ મુખ્ય હાર્દ છે પિતા પુત્ર વચ્ચે લાગણીનો સંબંધ. એક પારસી પરિવાર રુસ્તમજી બહેરામ ( શર્મન જોષી )નો દિકરો કાયો ( ઋત્વિક સાહોરે) અને એના દાદાજી ( બોમન ઇરાની )  .રુસ્તમના દિકરા કાયોને ક્રિકેટનો ગાંડો શોખ છે અને એ ખરેખર રમે છે પણ ખુબ સરસ. ઇંગ્લેન્ડ જતા ટ્રેઇનીંગ કેમ્પ માટે એના મેરીટ્સ પર જ એનુ  સિલેક્શન થાય છે. અહીં એને શેન વોર્ન અને સચીન તેંડૂલકર સાથે રમવાનો અને ક્રિકેટની ટેકનિક શીખવાનો ચાન્સ પણ મળે એમ છે . પરંતુ આર ટી ઓ માં ક્લર્કની સામાન્ય નોકરી કરતા રુસી પાસે એના માટે ભરવાના દોઢ લાખ રુપિયા લાવવા ક્યાંથી? નસીબ જોગે એક વેડીંગ પ્લાનર એને ઓફર આપે છે કે જો એ એકમોટી હસ્તીના દિકરાના લગ્ન માટે સચીનની ફરારી લાવી આપે તો એને દોઢ લાખ રુપિયા મળે .બસ અહીંથી શરૂ થાય છે ફરારી ની મસ્તીભરી -લાગણીસભર સવારી.

સાંભળ્યા મુજબ ફિલ્મના રુસ્તમના પાત્રની વરણી માટે મોટા નામોનુ લાંબુ લિસ્ટ હતુ. પરંતુ અહીં શર્મન જોષીને જોયા બાદ ચોક્કસ લાગે કે એની આ પાત્ર માટેની વરણી કેટલી યથા યોગ્ય હતી. પારસીબાબાની ખુબીઓને શર્મને ખુબ સુંદર રીતે પેશ કરી છે. એની પારદર્શકતા, એની નિખાલસતા , એનુ સ્મિત કેટલા ખીલી ઉઠ્યા છે ? ભલા સોજ્જા પારસીમાં જોવા મળતો નરમ સાલસ સ્વભાવ, નિર્દોષતા ,પ્રમાણીકતા શર્મને આત્મસાત કર્યા હોય એટલી સરળતાથી રુસીના પાત્રને એણે ભજવ્યુ છે. પિતા અને પુત્ર વચ્ચે્ની લાગણી વહેંચાતા અને છતાં બંને ને એટલાજ પ્રેમથી જાળવતા રુસીને શર્મને આબાદ પેશ કર્યો છે. પુત્રની ખ્વાહીશ પુરી કરવા માંગતો અત્યંત પ્રમાણીક આર ટી ઓ ઓફીસર જ્યારે  થોડા સમય માટે ફરારી ઉઠાવે છે અને એની જાણ દિકરાને થાય ત્યારે દિકરાના આઘાત સામે ના પ્રત્યાઘાતમાં તો શર્મને કમાલ કરી છે. દાદાથી રિસાઇ જતા દિકરાની સાથે દાદાના જીવનમાં મિત્ર થકી મળેલી પછડાટ અને એમાંથી ઉભી થતી ઘોર નિરાશાનુ વર્ણન કરતા પિતા શર્મને પ્રેક્ષકોની આંખમાં ભિનાશ લાવી દીધી છે

ભૂતકાળના  અત્યંત કડવા અને જીવનમાંથી જ રસ ઉડી જાય એવા અનુભવ બાદ  હતાશ જીવન જીવતા પિતાના પાત્રમાં બોમન ઇરાની ખુબ સ્પર્શી જાય છે તો પૌત્રની  કુશળતા અને સફળતાની ખાતરી થતા એના માટે ફરીથી  ખુમારીપૂર્વક ઉઠતા દાદા બોમનને પરદા  પર જોવાની પણ એટલી જ મઝા છે.
 
કાયો -ઋત્વિક સાહોરે પણ ફિલ્મ દરમ્યાન છવાયેલો રહે છે. દિગ્દર્શકની સૌથી મોટી ખુબી એ છે કે નાના ના પાત્ર જેવા કે કાયોના કોચ (સત્યદીપ મિશ્રા ) સચીનના નોકર અને વોચમેન( દિપક શિર્કે ) પાસે પણ ખુબ સરસ કામ લીધુ છે.
નાના માણસો પણ ક્યારેક મોટી વાત કરી જાય. સચીનની ફરારી ગુમ થઈ છે અને મુંબઈ
બહાર ગયેલો સચીન પાછો આવે  તે પહેલા ફરારીની શોધવાની પરેશાનીનો હલ શોધવા
દરમ્યાન આ બંને વચ્ચે ઘટતી ઘટનાઓ અને એમના વન લાઇનર ડાયલોગ્સ પ્રેક્ષકોને સરસ
 રમૂજ પુરી પાડે છે.

પરેશ રાવળની અભિનય પ્રતિભા માટે કોઇ પણ પ્રેક્ષકનો બે મત હોઇ જ ન શકે. ગેસ્ટ અપિયર્ન્સ કહી શકાય એટલી જ હાજરી દરમ્યાન  પણ પરેશ રાવલે  ક્રિકેટ બોર્ડના ખઈબદેલા ધીટ  સેક્રેટરીના પાત્રમાં અભિનયક્ષમતાનો પરિચય આપી દીધો છે.

હવે જે ટ્રેન્ડ ચાલુ થયો છે એ મુજબ દરેક હિરોઇને  આઇટમ સોંગ્સ કરવા જ પડતા હશે ને એમ  વિદ્યા બાલને પણ  લાવણી નૃત્યનુ પર્ફોર્મન્સ આપ્યુ બાકી  કોઇ પણ મલૈકા અરોરા કે મલ્લિકા શેરાવત  આ નૃત્ય કરી જ શક્યા હોત. વિદ્યાએ પોતાની જાતને આમાં વેડફી દેવાની જરૂર જ ક્યાં હતી?

ચુસ્ત પટકથા સાથે ફિલ્મમાં રમૂજ અને લાગણીના આટાપાટા એક સમાંતર વહ્યા કરે છે. જો કે વચ્ચે ફિલ્મ ક્યારેક પાટા પરથી ઉતરી જતી લાગે જ છે.પોલીટીકલ લીડરના દિકરાના
લગ્ન અને ફરારીને લઈને વધતી જતી ખેંચતાણ  વધુ પડતી લાંબી અને અનાવશ્યક લાગે છે.

રાજેશ માપૂસકરનુ દિગ્દદર્શન  , વિધુ વિનોદ ચોપ્રાનુ સ્ક્રીન પ્લે  અને રાજકુમાર હિરાણીના ડાયલોગ્સ ત્રણેએ સાથે મળીને  પ્રેક્ષકોને હિરોઇન વગર એક સાફસુથરી ફિલ્મ આપી છે.

કલાકાર : શર્મન જોશી, બોમન ઈરાની, ઋત્વિક સાહોરે, વિદ્યા બાલન

નિર્માતા : વિધુ વિનોદ ચોપરા

દિગ્દર્શક : રાજેશ માપુસ્કર
 
સંગીત : પ્રિતમ

ગીતકાર – સ્વાનંદ કિરકિરે , અમિતાભ ભટ્ટાચાર્ય

ફિલ્મ**** એક્ટીંગ **** મ્યુઝીક ** સ્ટોરી ***


Advertisements

Entry filed under: - film reviews -.

“ડૉન-૨” – film review – ” એક પળ ”

5 ટિપ્પણીઓ

 • 1. chandravadan  |  જૂન 20, 2012 પર 3:38 એ એમ (am)

  ચુસ્ત પટકથા સાથે ફિલ્મમાં રમૂજ અને લાગણીના આટાપાટા એક સમાંતર વહ્યા કરે છે. જો કે વચ્ચે ફિલ્મ ક્યારેક પાટા પરથી ઉતરી જતી લાગે જ છે.પોલીટીકલ લીડરના દિકરાના
  લગ્ન અને ફરારીને લઈને વધતી જતી ખેંચતાણ વધુ પડતી લાંબી અને અનાવશ્યક લાગે છે. ………………….
  Rajulben,
  Read the post …Liked to read your Film Review.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar…Hope to see you soon !

 • આપના તરફથી ફિલ્મનો રીવ્યુ વાંચવા મળે છે ત્યારે ફિલ્મ ની પટકથા અને ફિલ્મમાં રહેલ તત્વની જાણકારી ખૂબજ સુંદર રીતે મળી શકે છે …

  ખૂબજ સુંદર વર્ણન !

 • 3. indushah  |  જૂન 20, 2012 પર 2:35 પી એમ(pm)

  ખૂબ સરસ મુવી અને આપનો સુંદર રિવ્યુ.

 • 4. Rajul Shah  |  જૂન 20, 2012 પર 5:55 પી એમ(pm)

  Thanks

 • 5. Rajul Shah  |  જૂન 20, 2012 પર 5:55 પી એમ(pm)

  Thanks.


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ઓગસ્ટ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: