રોકસ્ટાર – film reviews –

નવેમ્બર 23, 2011 at 1:23 પી એમ(pm) 2 comments

“હીના રંગ લતી હૈ પિસને કે બાદ”  જનાર્દન જખર( રનબીર કપૂર) ને આ સત્ય સમજાય છે  ત્યારથી માંડીને  આ સત્ય ને હકિકત વચ્ચેનો સંઘર્ષ એટલે એક સામાન્ય ગાયકમાંથી રોકસ્ટાર બનવા સુધીની સફર  અને આ સફરનુ ચિત્રીકરણ એટલે પ્રોડ્યુસર ધિલ્લીન મહેતાની ઇમ્તિયાઝ અલી દિગદર્શીત ફિલ્મ” રોકસ્ટાર” .જનાર્દનથી જોર્ડન સુધીની આ સફરમાં એક અદના ગાયકને જીવનમાં કેવી ઉંચાઇઓ અને કેવી હતાશાની ગર્તામાંથી પસાર થવુ પડે એની  વ્યથાની સંગીતમઢી કથા છે.કોઇ જ સંદર્ભ ન હોવા છતાં આજે અજાણતા જ ગુરૂદત્તની ફિલ્મ ” કાગજ કે ફૂલ” યાદ આવી ગઈ.

દિલ્હીના મિડલ ક્લાસ પ્રિતમપુરાથી  ઇન્ટર્નેશનલ સ્ટેજ સુધી પહોંચવા મથતા જનાર્દનને આજ સુધી હિણપત અને માનહાની જ પ્રાપ્ત થયા હોય ત્યારે એની સંવેદના ક્યાં તો બુઠ્ઠી બની જાય અથવા તો અત્યંત ઉગ્ર બની જાય. જ્યારે જનાર્દન એક સત્ય તો સમજી જ જાય છે કે  પ્રત્યેક કલાકારના જીવનની કરૂણતા એ છે કે એમની સફળતાનુ મૂળ એમના જીવનની કોઇને કોઇ દુઃખદ ઘટના સુધી પહોંચતુ હોય છે. પહેલ પાડ્યા વગર તો હીરો પણ એક સામાન્ય નંગ જ હોય છે.

રોકસ્ટાર બનવા જનાર્દન પણ એક આવી જ  કોઇ ઘટના એના જીવનમાં ઘટે એમ ઇચ્છે છે જે એનુ જીવન બદલી નાખે. હીર કૌર કોલેજ કેમ્પસનુ એક એવુ નૂર છે જેની પાસે અવાજ , રૂપ ,કૌશલ્યની સાથે ઘમંડ પણ ભારોભાર છે . કંઇ કેટલાયના દિલ તોડી ચુકેલી હીર ના પ્રેમમાં પડેલા જનાર્દનની ઝંખના પ્રમાણે એને પ્રેમ પ્રાપ્ત થશે કે પ્રતિષ્ઠા ?

જનાર્દનના સંઘર્ષ અને સફળતા, વેદના અને સંવેદના, ઉદ્ગગમ અને પતન , જોશ અને ઉદાસીનતાની આ કથાને જબ વી મેટ અને લવ આજ કલ ના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ એક નવા અભિગમનો સ્પર્શ આપવા પ્રયત્ન કર્યો છે. બોલીવુડના એલ્વીસ પ્રીસ્લી ગણાતા અને સાચા અર્થમાં પહેલા રોકસ્ટાર તરીકે જાણીતા થયેલા  શમ્મી કપૂરની ફિલ્મી પડદા પરની છેલ્લી હાજરી  એક અનોખુ નજરાણુ બની રહેશે.જ્યારે શમ્મી કપૂરની વાત આવે ત્યારે સ્વભાવિક રીતે કશ્મીર કી કલી થી માંડીને  પ્રોફેસર,  તિસરી મંઝીલ  જેવી અનેક ફિલ્મો જેણે પણ જોઇ હશે એમની યાદોમાં એ તમામ ફિલ્મોના ધૂંઆધાર ગીતો આજે પણ અકબંધ હશે જ.   આમ ગાયકથી ખાસ ગાયક સુધીની રોકસ્ટારની સફર માં જ્યારે એ.આર રહેમાનનુ સંગીત હોય ત્યારે આવા જ કોઇ ચિરસ્મરણિય ગીતોની અપેક્ષા હોય. એ શમ્મી કપૂરની ફિલ્મોને યાદ ન કરીએ અને એ. આર. રહેમાનની ” રોજા”  કે “તાલ”ને નજર સમક્ષ રાખીએ તો પણ એ સમયના ગીત સંગીતની આજના ગીત સંગીત સાથે સહજ સરખામણી થઈ જ જાય .તેમ છતાં ” તેરા નામ” , ફીર સે ઉડ ચલા જેવા ગીતોની નોંધ લેવી રહી.

રણબીર કપૂરે રાજનિતી, વેક અપ સિડ જેવી ફિલ્મોમાં અભિનયથી આગવી ઓળખ ઉભી કરી છે. રોકસ્ટાર ફિલ્મમાં લાગણીઓના ચઢાવ- ઉતાર ઉન્માદ અને હતાશાને રણબીર કપૂરે પુરેપુરા વિશ્વાસથી વ્યક્ત કર્યા છે. નાજુક એવી નરગીસ ફકરીએ ફરી એક વાર કશ્મીર કી કલીની યાદ તાજી કરાવી. જો કે ક્યારેક એની ભાવનાત્મક અભિવ્યક્તિની ઉણપ  કઠે છે. રણબીર અને નરગીસ વચ્ચે સરસ તાદાત્મ્ય સર્જાતુ અનુભવાય છે.  શમ્મી કપૂરે બોલીવુડને અલવિદા કરતા પહેલા નાના  રોલમાં અભિનય કરી જીવનની આખરી ઇનિંગ પુરી કરી છે..

ઇમ્તિયાઝ અલીના દિગ્દર્શનનો જે ટચ આગલી ફિલ્મોમાં જોયો હોય અને એ અપેક્ષા રાખી હશે  તો એને  અહીં આ ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી થોડા ગુંચવાયેલા લાગે  અને તેમ છતાં દિગ્દર્શકની કલાકાર પાસે ધાર્યુ કામ કઢાવી લેવાની કુશળતા અને એમાં રણબીર કપૂરનો સાથ આ ફિલ્મનુ જમા પાસુ છે.

કલાકાર- રણબીર કપૂર, નરગીસ ફખરી, શમ્મી કપૂર, અદિતી રાવ હૈદરી.

પ્રોડયુસર – ધિલ્લીન મહેતા

ડાયરેકટર-ઇમ્તિયાઝ અલી

મ્યુઝિક- એ.આર. રહેમાન

ફિલ્મ  * * *  એક્ટિંગ-* * * મ્યુઝિક * * *  સ્ટોરી * * *

“આ આલેખન ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો અને 18 નવેમ્બર ૨૦૧૧ ના પ્રગટ થયો.”


Entry filed under: - film reviews -.

રા-વન- film reviews – જીવન સંધ્યા….

2 ટિપ્પણીઓ

 • 1. Devika Dhruva  |  નવેમ્બર 23, 2011 પર 3:46 પી એમ(pm)

  દર વખતની જેમ સરસ ચિત્રાત્મક રીવ્યુ..વધુમાં આ વખતે એક સુવિચાર પણ મળ્યો અને તે આઃઃઃ” પહેલ પાડ્યા વગર તો હીરો પણ એક સામાન્ય નંગ જ હોય છે.” ખુબ સરસ..

  Like

 • 2. Rajul Shah  |  નવેમ્બર 23, 2011 પર 4:37 પી એમ(pm)

  Thanks.

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: