રા-વન- film reviews –

November 2, 2011 at 1:24 am 5 comments

રા-વન ફિક્શન મુવી છે જેમાં ટેકનિક, સ્પેશિયલ ઇફેક્ટને સુપર પાવર ગણવી કે હીરોને એ દરેકની મુનસફીની વાત છે.

એક કંપલીટ કન્ફ્યુઝ છતાં એક્મેક માટે કન્સર્ન  ફેમીલી.  સાઉથ ઇન્ડીયન શેખર સુબ્રમણ્યમ (શાહરૂખ) ને પંજાબી પત્ની સોનિયા ( કરિના )અને પુત્ર પ્રતિક  જે સ્કૂલમાં રોક બેન્ડ અને ફૂટબોલ ટીમમાં અગ્રીમ છે પણ તેને ખરો રસ તો વીડિઓ ગેમ પ્રત્યે છે. શેખર ગેમ ડિઝાઇનર છે જે આજ સુધી એક પણ ઇન્ટરેસ્ટીંગ વીડિયો ગેમ બનાવી શક્યો નથી.  પુત્રનો પ્રેમ પામવા માટે સતત પ્રયત્નશીલ શેખરને એક એવી વિડીયો ગેમ બનાવવી છે જેનાથી પ્રતિક ખુશ થાય કારણકે પ્રતિકને વીડિયો ગેમ તરફ અથાગ લગાવ છે. પ્રતિકનુ માનવુ છે કે હીરો કરતા હંમેશા વિલન સુપર પાવર હોય. માટે શેખરને એવા સુપર પાવર વિલનનુ સર્જન કરવુ છે.પણ ખરેખર વાસ્તવિક જીવનમાં આમ બને ત્યારે તો રા-વન સામે જી-વને જ જંગ છેડવો અને જીતવો પડે.

સોનિયા આધુનિક ટેકનોલોજીથી જરા અલગ માનસ ધરાવતી એક્દમ પરંપરાગત પંજાબી પત્ની છે તેમ છતાં સ્વ- નિર્ભર પણ એટલીજ છે.

વીડિયો ગેમ બનાવવાના સતત પ્રયાસોમાં અંતે એક દિવસ શેખર સફળ થાય છે. અને આ સફળતા પરિવાર સાથે માણવાના  સમયે આ બેલ મુઝે માર જેવી પરિસ્થિતિ ઉત્તપન્ન થાય છે. જે ગેમ શેખરે રમવા માટે બનાવી હતી એ જ ગેમ હવે એની સાથે રમતના આટાપાટા ખેલે છે.  હાર્ડ ડ્રાઇવ ક્રેશ થયેલી વીડિયો ગેમ શેખર અને એના પરિવારની દુનિયા ઉલટ-પુલટ કરી નાખે છે.

હજુ તો જેની હવા બોલીવુડના રસિયાઓના માનસમાં બંધાયેલી હશે એવી ફિલ્મ રોબોટ પણ એક એવા સુપર હીરોની જ ઇમેજ હતી જે સર્વથા શક્તિમાન હોય. રા-વન પણ આવીજ હીરો ઇમેજને અકબંધ રાખતી બાળકોને વધુ આકર્ષે એવી ફિલ્મ છે. કદાચ કોઇ પણ પણ ઉંમર હોય દરેક વ્યક્તિમાં એક બાળપણ સચવાયેલુ હોય છે જેમાં આવા સુપર પાવરને માણવાની એક ઇચ્છા ઉંડે ઉંડે પણ સચવાયેલી હોય છે. અને આ અદમ્ય ઇચ્છા સંતોષાય ક્યારે? જ્યારે એ કલ્પનાને નજર સામે સાકાર થતી થતી જુવે ત્યારે. રા-વનમાં લગભગ તમામ એવા તત્વો છે જે આ અંદરના બાળકને ખુશ કરે. સુપર હીરો ની ઇમેજ, આછી પાતળી હોવા  છતાં  ઝડપથી આગળ વધતી કથા અને ફિલ્મને સફળ બનાવે એવુ મનોરંજન. ફિલ્મમાં ટેકનિકની સાથે ઇમોશનનો ઉમેરો  હોય તો એ પ્રેક્ષકના રસને જકડી રાખે. રા-વનમાં પિતા અને પુત્રના સ્નેહભર્યા સંબંધો, પતિ અને પત્નિની સંવાદિતા ફિલ્મને એક્શન સાથે પારિવારિક ફિલ્મનો દરજ્જો આપે છે. પિતાના પુત્રની કાલ્પનિક દુનિયાને જીવંત બનાવવાના, પુત્રને રાજી રાખવાના તમામ પ્રયાસોમાં જેટલો જ સફળ નિવડે છે જેટલી રા-વન ફિલ્મની એક્શન સિકવન્સ પ્રેક્ષકને પકડી રાખવામાં પણ સફળ નિવડે છે.સ્પેશિયલ ઇફેક્ટ આ ફિલ્મનુ મહત્વનુ પાસુ છે.

રા-વન ફિલ્મમાં ન તો માત્ર અધધ રુપિયા પણ સાથે સાથે શાહરૂખની કેરિયર પણ  દાવ પર લાગી છે.

એક સમયના બોલીવુડના બાદશાહને હવે બીજા ખાન સામે જીતવા જી-વન જેવો મરણીયો પ્રયાસ કરવો જ પડે એમ છે  .રા-વન”ને “ગજની”અને “દબંગ”ની સફળતા સામે ટક્કર લેવાની છે.એટલુ જ નહીં પણ શાહરૂખને પોતાની આજ સુધીની રોમેન્ટીક ઇમેજ સામે પણ ટક્કર લેવાની  છે.જેમાં એ મહદ અંશે  સફળ નિવડે છે. ફિલ્મના ઉતરાર્ધ સુધી તામિલીયન ગેટ અપમાં શાહરૂખને પચાવવો જરા અઘરો લાગે છે. કરિનાએ સોનિયાના પાત્રને જી-વન સામે જીવંત બનાવ્યુ છે. પણ સૌથી વધુ ધ્યાન ફિલ્મના બાળ કલાકારે ખેંચ્યુ છે. પ્રતિક એટલે કે અરમાન વર્માની પ્રતિભાની નોંધ લેવી જ રહી.  રા-વનના પાત્રમાં ઘણી મોડી ઓળખ છતી થતી  હોવા છતાં ઓમ શાંતિ ઓમ જેવો નેગેટીવ રોલ ફરી એક્વાર અર્જુન રામપાલે  સફળતાથી ભજવ્યો છે.

અનુભવ સિંહા સમર્થ દિગ્દર્શક છે પણ સ્ક્રીન પ્લે અને સ્ક્રીપ્ટમાં ઉણા ઉતર્યા છે.  “છમ્મક છલ્લો” અને “દિલદારા” જેવા ગીતો ફિલ્મની રજૂઆત પહેલેથીજ લોકજીભે રમતા થઈ ગયા હતા એ અલગ વાત છે પણ  પ્રેક્ષકને મન એક સવાલ તો જરૂર ઉઠે કે બોલીવુડ ફિલ્મને ગીત સંગીતનુ વળગણ એટલી હદે છે કે આવી એક્શન ફિલ્મમાં પણ બીન જરૂરી ગીતોની ગોઠવણ જાણે આવશ્યક બની રહે?

 આમ ફિલ્મોમાં બનતુ હોય છે એમ ફિલ્મમાં ક્ષતિઓ પણ છે પણ  ફિલ્મને માણવી હોય તો ઘણાબધા પ્લસ પોંઇન્ટની સામે  ફિલ્મમાં આવી નાની મોટી ક્ષતિઓ પણ અવગણવી જ રહી .

કલાકાર– શાહરૂખ ખાન, કરિના કપૂર,અર્જુન રામપાલ, શહાના ગોસ્વામી, ટોમ વૂ, દલીપ તાહિલ, સુરેશ મેનન, સતીશ શાહ

પ્રોડયુસર –ગૌરી ખાન

ડાયરેકટર-અનુભવ સિંહા

મ્યુઝિક– વિશાલ શેખર.

ફિલ્મ  ***૧/૨ એક્ટિંગ-* * * ૧/૨ મ્યુઝિક * * *  સ્ટોરી * * * એકશન * * * * 

આ આલેખન ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો અને ૪ નવેમ્બર ૨૦૧૧ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“મોડ”- film review – રોકસ્ટાર – film reviews –

5 Comments

 • 1. Devika Dhruva  |  November 2, 2011 at 11:50 am

  ઘણાં વખત પછી તમારો રીવ્યુ વાંચવા મળ્યો..ફિલ્મ જોતા પહેલાં હવે તમારા સચોટ રીવ્યુની આદત પડી ગઇ છે !

  Like

 • રાજુલબેન,

  એ હકીકત છે કે ઘણા સમયબાદ ફરી ફિલ્મ રીવ્યુ તમારો વાન્ચ્વ્હ્વા મળ્યો, ને ફિલ્મ ની કથા સાથે ફિલ્મ રીવ્યુ નું શબ્દાંકન હંમેશ મુજબ આજે પણ મને વધુ પસંદ આવ્યું.

  ધન્યવાદ !

  Like

 • 3. readsetu  |  November 4, 2011 at 6:17 pm

  ઘણાં વખત પછી તમારો રીવ્યુ વાંચવા મળ્યો..ફિલ્મ જોતા પહેલાં હવે તમારા સચોટ રીવ્યુની આદત પડી ગઇ છે !

  fully agreed with her…

  Lata

  Like

 • 4. Rajul Shah  |  November 4, 2011 at 6:37 pm

  Thank you Lataben for your comment.

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 5. chandravadan  |  November 11, 2011 at 4:40 pm

  After a long break…I see a “Film Review” Post on the Blog.
  Nice to see once again the Film Review Posts.
  You did the review for Ra-Van very well.
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2011
M T W T F S S
« Oct   Dec »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: