“સાત ખૂન માફ”- film reviews –

ફેબ્રુવારી 20, 2011 at 3:16 પી એમ(pm) 6 comments

રસ્કિન બોન્ડની મૂળ કૃતિ સુશાન્સ સેવન હસબન્ડ” પર આધારિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ  “સાત ખૂન માફ” થ્રીલર, સસ્પેન્સનુ કોકટેલ  છે. સુશાન ( પ્રિયંકાચોપ્રા ) લગ્ને લગ્ને કુંવારીની જેમ એક એક પછી એક એમ સાત વાર લગ્ન કરે છે કારણ  દરેક વખતે એના પતિનુ ખૂન થાય અથવા તો એમ કહી શકાય કે સુશાનના પતિન ખૂન થાય અને ફરી એક વાર સુશાન લગ્નબેડીમાં જકડાય .  .સાવ નાનપણથી  સુશાન પોતાને આડખીલી રૂપ લાગતી-બાધારૂપ લાગતી હકિકતને જે રીતે એ દૂર કરવામાં માનતી હોય અને સુશાનનુ વ્યક્તિત્વ જે રીતે ડેવલપ થયું છે એમાં દરેક વખતે  એના પતિ સાથેના લગ્ન જીવનમાં ઉભા થતા ભંગાણના લીધે શંકાની સોય સુશાન તરફ જ ઇશારો કરતી હોય એમ લાગે

વર્ષો પહેલા સંજીવ કુમાર અભિનિત “નયા દિન નઈ રાત”માં સંજીવ કુમારે જેમ નવ પાત્રમાં દેખા દીધી હતી એવી રીતે પ્રિયંકાએ “વ્હોટ્સ યોર રાશી”માં જુદી જુદી કન્યાના બાર પાત્ર ભજ્વ્યા અને ફરી એક વાર “સાત ખૂન માફ”માં  ૨૧ વર્ષિય  સુશાનથી માંડીને ૬૫ વર્ષની સુશાનના સાત અવનવા ગેટમાં પ્રિયંકાએ પોતાની જાતને  પુરેપુરા આત્મ વિશ્વાસથી ઢાળી છે.  તદઉપરાંત ઐતરાઝ , ફેશનમાં પણ જે રીતે ચેલેંજીંગ રોલ પ્રિયંકાએ નિભાવ્યો એ જોતા એની અભિનય ક્ષમતા અહીં પ્રગટ ન થાય તો જ નવાઇ. જોકે એક પછી એક પતિ સાથે સહેલાઇથી ગોઠવાઇ જતી સુશાનને સ્વીકારવી દરેક પ્રેક્ષક માટે સહેલી કે સરળ નથી બની રહેતી.

સ્વભાવિક રીતે સુશાનની આસપાસ ઘુમતી કથામાં એના સાત પતિ માટે જે અવકાશ રહે એમાં દરેકે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા પ્રયત્ન કરવાનો રહે.  એમાં અનુ કપૂર  સૌથી મોખરે રહે છે.  ઇરફાન ખાન, નસીરૂદ્દિન તેમજ નિલ નિતિન મુકેશ પ્રભાવશાળી રહે છે જ્યારે જ્હોન અબ્રાહમ કે અલેક્સાન્ડર ખાસ ઇમેજ ઉભી કરી શક્યા નથી. આ બધા ઝમેલામાં  પ્રિયંકા બાદ સૌથી વધુ આગળ તરી આવવામાં વિવાન શાહનુ નામ લઈ શકાય.  વિવાન એના  નિર્દોષ વ્યક્તિતવ અને સ્વભાવિક અભિનયથી સતત પ્રેક્ષકોના મન પર રહે છે. ગુંગાના પાત્રમાં શશિ માલવિયાએ  સૌથી અસરકારક અભિનય આપ્યો છે.  કોકણા સેન અને ઉષા ઉથુપ પાત્રોચિત પર્ફોર્મન્સ આપી જાય છે.

“કમીને” ફિલ્મ ની જેમ  “સાત ખૂન માફ” ફિલ્મને  જોવી કે માણવીએ દરેક પ્રેક્ષકની અલગ મનોભૂમિકા પર આધરિત છે .પણ ઓરીજીનલ કૃતિને  ખાસ ચાતર્યા વગર વિશાલ ભાર્દ્વાજે ફિલ્મને આપેલો ન્યાય તો જરૂરથી જોવા જેવો છે. વિશાલ ભાર્દ્વાજની ફિલ્મોની જેમ એનુ મ્યુઝીક પણ અલગ તરી આવતુ હોય છે.રશિયન ફોક પર આધારિત “ડાલીંગ  આખોં સે આંખે ચાર કરને દો”  હોય કે ગુલઝાર લિખિત ગીતોનો એક અલગ અંદાજ ઉભો થાય છે.

કલાકાર-પ્રિયંકા ચોપ્રા,  જોન અબ્રાહમ, નીલ નીતીન મુકેશ, નસીરુદ્દીન શાહ, ઇરફાન ખાન, અનુ કપૂર, ઉષા ઉથુપ, રસ્કિન બોન્ડ

પ્રોડયુસર – વિશાલ ભાર્દ્વાજ, રોનિ સ્ક્રુવાલા

ડાયરેકટર– વિશાલ ભારદ્વાજ

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * *

Advertisements

Entry filed under: - film reviews -.

“પતિયાલા હાઉસ”- film reviews – “થેન્ક્યુ”- film reviews –

6 ટિપ્પણીઓ

 • 1. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  ફેબ્રુવારી 20, 2011 પર 3:53 પી એમ(pm)

  સાત ખૂન માફ નો રીવ્યુ પસંદ આવ્યો, બસ ફિલ્મ જોવાની બાકી.

 • 2. readsetu  |  ફેબ્રુવારી 20, 2011 પર 4:16 પી એમ(pm)

  સારું કામ છે. તમારો રિવ્યુ વાંચીને નવી ફિલ્મ જોવી કે ન જોવી એ નક્કી કરવામાં મદદમળે !

  Lata J. Hirani

 • 3. મુર્તઝા પટેલ  |  ફેબ્રુવારી 20, 2011 પર 8:15 પી એમ(pm)

  રાજુલબેન, ફિલ્મ તો જોવાશે ત્યારે જોઈશુ ….પણ તમારા ફંકી રીવ્યુ એક મીટ્ઠી મૂંઝવણ જરૂર જગાવી જાય છે.

 • 4. વિશ્વદીપ બારડ  |  ફેબ્રુવારી 22, 2011 પર 11:29 એ એમ (am)

  Thank you Rajulben..

 • 5. chandravadan  |  ફેબ્રુવારી 24, 2011 પર 8:59 પી એમ(pm)

  Thanks for the Film Review..It gives a feeling of seeing the Film !
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU, Rajulben..and your READERS to Chandrapukar..Hope to see you !

 • 6. ajitgita  |  માર્ચ 2, 2011 પર 11:38 પી એમ(pm)

  If This film have been mademore supensive{like Gumnaam} it could creat nice impact.Anyway Vishalji’s vies are fantastic,incomparable.
  Nice 2 njoy once


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: