“પતિયાલા હાઉસ”- film reviews –

ફેબ્રુવારી 13, 2011 at 2:56 પી એમ(pm) 7 comments

પેઢીઓથી પરંપરા ચાલતી આવી છે કે ઘરમાં વડીલનુ જ એકહથ્થુ સામ્રાજ્ય હોય. ઘરમાં પિતા કહે ત્યારે દિવસ અને રાત પણ એમ જ ઉગતા હોય એવા જ ઘર જેવુ  પરઘટ સિંહ એટલેકે ગટ્ટુનુ ઘર હોય -પિતા પણ એવા જ જ્યાં એમની અને એમની જ માત્ર હકુમત ચાલતી હોય ત્યાં ગટ્ટુને પોતાના સ્વપના પુરા કરવાની તો વાત દૂર સ્વપના સેવવા માટે પણ પરવાનગી લેવી પડતી હોય , એવા ગટ્ટુએ નાનપણમાં એક સ્વપ્ન સેવ્યુ –ક્રિકેટર બનવાનુ. પણ પિતાની આમાન્યા ને માન આપીને એ પરિવારના પરંપરાગત કામ ધંધે લાગી જાય છે.પણ અંદરથી એ મનોમન સ્વપ્ન ભુલી તો નથી જ શકતો.અને એનુ આ સ્વપ્ન પુરૂ કરવાનુ ઇંધણ પુરે છે સિમરન ( અનુષ્કા શર્મા).

ઇંગ્લેડમાં સ્થાયી થયેલા અને તેમ છતાં ઇંગ્લેન્ડને હાડોહાડ ધિક્કારતા ગુરતેજ   કલહોન (રિશિ કપૂર)ની મરજી વિરૂધ્ધ એ મેચ રમી શકશે? પિતાની પરવાનગીની પરવા સિવાય પતિયાલા હાઉસથી આગળ વધીને પોતાના જયની પતાકા લહેરાવી શકશે?

જ્યાં ખેલકુદને પ્રાધાન્ય આપાતુ હોય એવી ફિલ્મ્માં રમતની સાથે સંકળાયેલી કથાની માવજત સબળ હોય તો જ પ્રેક્ષકોનો રસ ટકી રહે છે. અહીં આ બાબતમાં નિખિલ અડવાણી ખુબ અસરકારક  રહે છે. ફિલ્મ પર એમના કૌશલ્યનુ પ્રભુત્વ જળવાઇ રહે છે. પરદેશમાં આજકાલ વધી રહેલા જાતિવાદના મુદ્દાને લઈને કે ફેમિલી ડ્રામાને લઈને  ફિલ્મમાં  પ્રેક્ષકોનો રસ જાળવી રાખવામાં કોઇ જગ્યાએ ઉણા ઉતરતા નથી.ભલેને એ ક્રિકેટનો જંગ હોય કે પિતા- પુત્રની લાગણીનો જંગ હોય નિખિલ અડવાણીનુ ત્રાજવુ સમતોલ રહે છે.

ઉપરા ઉપરી ફ્લોપ  કોમેડી ફિલ્મોની હેટ્રીક આપ્યા બાદ  આ પારિવારિક  ફિલ્મમાં અક્ષય કુમાર નવા અંદાજમાં જરા સહ્ય રહે છે. ઘણા લાંબા અરસાબાદ અક્ષય કુમારને એની સ્ટીરીયો ટાઇપ ભૂમિકામાંથી બહાર આવીને  કંઇક જુદો પરફોર્મન્સ આપવાની તક મળી છે જે એણે ઉજાળી છે.

બોબીમાં પિતાની કડકાઇ સામે પોતાના પ્રેમ માટે તમામ વાડાબંધી તોડનાર રિશિકપૂર “પતિયાલા હાઉસ”ના સર્વેસર્વા બનીને  વાડાબંધીમાં પરિવારને જકડી રાખવા માંગતા બાઉજીની ભૂમિકામાં પરફેક્ટ રહે છે.  જાતિવાદને લઈને ઇંગ્લેંન્ડમાં ભારતિયોએ અનુભવેલી હાલાકીને ખુબ સરસ રીતે વાચા આપી છે.  અને એ જ દેશને જીતાડવા માંગતા પુત્રની સામેનો વિરોધ – રોષ પણ વ્યાજબી રીતે અભિવ્યક્ત કરી જાય છે.ડીમ્પ્લ કાપડીયા પાત્રોચિત અભિનય આપી રહે છે.જ્યારે વાત આવે પિતા-પુત્રની કે ક્રિકેટના જંગની ત્યાં અભિનેત્રીને અભિનયનો અવકાશ ઝાઝો રહે નહીં તેમ છતાં અનુષ્કા શર્મા પોતાને મળેલા અવકાશને પુરતો ન્યાય આપે છે.

શંકર -એહસાન લોયઝ્નુ સંગીત તાજગીભર્યુ છે. ફિલ્મની જરૂરિયાત મુજબના થીમ સોંગ પણ અસરકારક રહે છે.

“પતિયાલા હાઉસ” એ પરિવારને જોડતી અને તોડતી લાગણીઓની એક પરિવારિક ફિલ્મ છે જેમાં પરિવાર, વતન અને જાત માટેના મૂલ્યની વાત વણી લેવામાં આવે છે.

કલાકાર– અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, રિશિ કપૂર, ડિમ્પલ કપાડિયા, પ્રેમ ચોપ્રા, સોનિ રાઝદાન, ટીનુ આનંદ

પ્રોડયુસર – ભુષણ કુમાર, મુકેશ તરનેજા, કિશન કુમાર, ટ્વિન્કલ ખન્ના, ઝોએબ સ્પ્રિંગવાલા.

ડાયરેકટર-નિખિલ અડવાણી

મ્યુઝિક– શંકર મહાદેવન, એહસાન નૂરાની, લોય મેન્ડોન્સા

ગીતકાર– અન્વિતા દત્ત ગુપ્તા,

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *

Entry filed under: - film reviews -.

વસંત પંચમી- મારી એ વસંત રિયાને નામ “સાત ખૂન માફ”- film reviews –

7 ટિપ્પણીઓ

 • 1. Dilip Gajjar  |  ફેબ્રુવારી 13, 2011 પર 3:13 પી એમ(pm)

  Khub sunder mahiti..maate aabhar..khyaal aavi jay film jovi ke nahi..ane rasprad laage..

  Like

 • 2. અરવિંદભાઈ પટેલ  |  ફેબ્રુવારી 13, 2011 પર 3:24 પી એમ(pm)

  ગઈ કાલેજ જોયું.
  ગમ્યું.
  એક સરસ ફિલ્મ.

  Like

 • 3. chandravadan  |  ફેબ્રુવારી 14, 2011 પર 12:04 એ એમ (am)

  પતિયાલા હાઉસ” એ પરિવારને જોડતી અને તોડતી લાગણીઓની એક પરિવારિક ફિલ્મ છે જેમાં પરિવાર, વતન અને જાત માટેના મૂલ્યની વાત વણી લેવામાં આવે છે.

  Nice Review !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  Thanks for your visit/comment on Chandrapukar for a Post..now inviting you to READ the New Post !

  Like

 • 4. MukeshKumar N. Trivedi  |  ફેબ્રુવારી 14, 2011 પર 5:14 એ એમ (am)

  Really Veri nice movie ” Patiala House”

  Like

 • 5. rajan mehta  |  ફેબ્રુવારી 14, 2011 પર 5:54 એ એમ (am)

  RAJULJI …. HU AAPNA REVIEW SATHE SAHMAT NATHI …. KEM ? AAPE KAHYU KE RAMAT NI VAT SARI RITE VANI LIDHI CHHE …. AAPNI JO JOVA MA CHUK THAI HOY TO YAD APAVU KE … TEMA BATAVEL CHHELLA MATCH MA PEHLA BALL THI LAI CHHELLA BALL SUDHI AUSTRALIA NO BATSMAN SYMONDS RAMTO HOY CHHE …. SATASATI KALI NE ZUDTO BATAVAY CHHE … RIGHT ? CHHELLE AUS. NA 151 RUNS CHHE TYARE SYMONDS 52 RUNS PAR N.O. CHHE …. AAVU KAI RITE BANE ? SAV SAMANYA CRICKET NI SAMAJ DHARAVATA VYAKTI NE PAN KHADKHADAT HASVU AAVE EVI COMEDY KAHEVAY ….
  BIJI VAT RISHI NE KADAK BATAVAY CHHE NE AKSHAY TEMNU KAHELU BADHU MANVA TAIYAR CHHE EVU BATAVAY CHHE TYARE E KAI RITE MANI LAIE KE RISHI E TENA 34 VARSH NA DIKRA NE KUNVARO RAKHYO ….. TENA THI NANA NE HOSHE HOSHE PARNAVI RAHYO CHHE …. POTANI ICHCHHA MUJAB PARNAVI RAHYO CHHE …. TENO LADKO GATTU J BAKI RAHI JAY …. YE BAT KUCHH HAJAM NAHI HUI ….
  FILM NI STORY LINE KHUB J BHATKELI CHHE …. JO ANGREJO SAME ETLO J VIRODH CHHE TO RISHI ENG. MA CHHE SHA MATE ? KHAS TO ENGLAND MA JANM LAI MOTO THAYO HOY EVI KOI BODY LANGUAGE AKSHAY MA NA DEKHAI … ENI ACTING MA TO EKDAM ULTU BHARTIYTA CHHALKTI TI …..
  PLZ. FARI JUO …. KAIK AAPNE CHHAJE TEVU LAKHO … KHOTU LAGYU HOY TO MAF KARJO ….
  – RAJAN MEHTA .

  Like

 • 6. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  ફેબ્રુવારી 14, 2011 પર 12:18 પી એમ(pm)

  ગઈકાલે જ ફેમિલી સાથે બેસીને ફિલ્મ જોઈ, અક્ષયનું કામ તેમજ રિષી કપૂરે પોતાનો રોલ યોગ્ય રીતે નભાવવા કોશીશ કરી છે તેમ લાગે છે. એકવાર જરૂર જોવા લાયક ફિલ્મ.

  આજે આપણો રીવ્યુ વાંચવા મળ્યો, ખુશી થઇ.

  Like

 • 7. વેદાંગ એ. ઠાકર  |  ફેબ્રુવારી 15, 2011 પર 4:10 એ એમ (am)

  nice film made with two decades person Akshy kumar and Rishi kapoor

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: