વસંત પંચમી- મારી એ વસંત રિયાને નામ

ફેબ્રુવારી 8, 2011 at 1:17 પી એમ(pm) 22 comments

વસંત પંચમી

આજે વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..

વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.

શિયાળાની ક્યારેક આકરી ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.

આજ સુધી ઘણા  કવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા પર્ણો-વ્રુક્ષો જ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ ઉષ્માથી  ચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો અતિરેક અસહ્ય છે.  અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું સંયોજન છે.

વસંતના આગમને કોયલના ટહુકા-પંખીઓના કલરવ- ભમરાના ગુંજન સ્રુષ્ટિને સજીવ બનાવે .આવી જ એક વસંત પંચમીના દિવસે અમારા પરિવારને જીવંત બનાવતા એક ટહુકાનું- એક કલરવનું આગમન થયુ. અને આગમને અમારા પરિવારોદ્યાનમાં એક નવી મોસમનું આગમન થયું. સોળે કળાએ ખિલતી પ્રક્રુતિની જેમ અમારા પરિવારમાં પણ સૌના હ્રદય શત-શત કળાએ ખીલી ઉઠ્યા. અમારી સ્રુષ્ટીને જીવંત બનાવતી એ નાનકડી કળી આજે તો એની પાંચમી વસંતે સુંદર મઘમતુ ફુલ બની છે જેના એક એક શ્વાસની સુગંધ મનને તરબતર કરે છે. એના આગમને વસંતનો ખરો અર્થ સમજાયો છે. વસંત પંચમી એટલે એ્નો જન્મ દિવસ નહી પણ એનો જન્મ દિવસ એટલે જ વસંત પંચમી. ક્યાંક ખીલેલા ગુલાબની ખુશ્બુ-ક્યાંક હવામાં લહેરાતી રાતરાણીની મદ મસ્ત મનને તરબતર કરતી મહેંક કરતાંય વધુ મનને પ્રફુલ્લીત કરતી એના તાજા જ નવડાયેલા શરીરની સુગંધ આજે પણ સ્મ્રુતિમાં અકબંધ છે. સવારમાં ઉઠીને જમીન પર વેરાયેલા પેલા પારિજાતના નાના -નાના કેસરીયા પીળા ફુલોની ઢગલીની જેમ રુમાલમાં લીધેલી એની  કુમકુમ પગલીઓની છાપ પણ આજે કબાટમાં ગડીબંધ છે. વસંતમાં વેરાયેલી સંમ્રુધ્ધિની જેમ એની યાદો પણ આજે હ્રદયમાં સમ્રુધ્ધ છે.. જોજનો દૂર છે છતાં દિલની સાવ પાસે છે . . ઘરના કોઇ એક ખૂણેથી હમણાં જ દોડતી આવશે એવો ભ્રમ પણ એટલો જ અકબંધ છે અને એ ભ્રમ અકબંધ રહે એમાં જ જીવનની ખરી વસંત છે.ઝાડમાં બેસી ટહુકો કરતી પણ ક્યારેય નજર સામે ન આવતી એ કોયલની જેમ ક્યારેય ફોન પર હેલ્લો ન બોલતી હોવા છતાં એની કાલી  બોલીનો ટહુકો સતત કાનમાં ટહુકે  છે.

ગઈકાલ સુધીની એ બધી જ યાદો હજુ પણ મનમાં તરોતાજા છે .અને આજની વાત જુદી જ છે.આજની વસંત પંચમીની સવાર તો સાવ અનોખી ઉગી છે કારણ આજે  એ ઝાકળ જેવી નજાકતને સ્પર્શ કરવાનો, ચંચળ હરણા અને ઝરણા જેવી એની મસ્તીને માણવાનો , પરીકથામાં રાચતી એ બાળ સહજ માસુમિયતને જોવાનો લ્હાવો મારો આજનો વર્તમાન છે. હા! મારી એ વસંત મારી નજર સામે છે – આજે હું મારી રિયા સાથે છું.આજની વસંત પંચમીના વધામણા મારી એ વસંત નામ.કારણ એની હાજરી  માત્ર કોઇપણ ઋતુને વસંત બનાવવા કાફી છે.

દિકરી વ્હાલનો દરિયો પણ પૌત્રીએ તો  સુખે ભવસાગર ભરીયો.

Entry filed under: આજની વસંત પંચમી મારી એ વસંત - રિયા ને નામ.

“દિલ તો બચ્ચા હૈ જી”- film reviews – “પતિયાલા હાઉસ”- film reviews –

22 ટિપ્પણીઓ

 • 1. Amit Patel  |  ફેબ્રુવારી 8, 2011 પર 1:56 પી એમ(pm)

  રિયાને જન્મદિન મુબારક અને આપને વસંતપંચમીના વધામણા!

  Like

 • 2. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  ફેબ્રુવારી 8, 2011 પર 1:57 પી એમ(pm)

  પ્યારી રિયાને ખૂબ ખૂબ પ્યાર !

  ઈશ્વર સદા તે વસંત તેના જીવનમાં મહેકતી રાખે અને આપ સર્વેના જીવનમાં તેની મહેક સદા મધમધતી રહે અજ પ્રાર્થના !

  અશોકકુમાર -‘દાસ’
  ‘દાદીમા ની પોટલી’

  Like

 • 3. હિરેન બારભાયા  |  ફેબ્રુવારી 8, 2011 પર 1:58 પી એમ(pm)

  તમે તો ખરેખર નસીબદાર છો રાજુલબેન કારણ કે તમે તમારા ચક્રવૃદ્ધિ વ્યાજ (દીકરીની પણ દીકરી) સાથે સમય પસાર કરો છો…

  Like

 • 4. Heena Parekh  |  ફેબ્રુવારી 8, 2011 પર 2:10 પી એમ(pm)

  રિયાને જન્મદિનની શુભેચ્છા. એકદમ ક્યુટ છે.

  Like

 • 5. sneha  |  ફેબ્રુવારી 8, 2011 પર 2:32 પી એમ(pm)

  કારણ એની હાજરી માત્ર કોઇપણ ઋતુને વસંત બનાવવા કાફી છે.
  એક્દમ સાચું…
  મીઠ્ડી રીયાને જન્મદિનની ઢ્ગલો વધાઈઓ..

  Like

 • 6. Rajul Shah  |  ફેબ્રુવારી 8, 2011 પર 3:46 પી એમ(pm)

  Thanks Hinaben.

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 7. Rajul Shah  |  ફેબ્રુવારી 8, 2011 પર 3:47 પી એમ(pm)

  જીવનની ખરી વસંત જ એને કહેવાયને!

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 8. Rajul Shah  |  ફેબ્રુવારી 8, 2011 પર 3:48 પી એમ(pm)

   આપની શુભકામના માટે ખુબ ખુબ આભારશોકભાઇ.

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 9. Rajul Shah  |  ફેબ્રુવારી 8, 2011 પર 3:48 પી એમ(pm)

  Thanks Amitbhai,

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 10. Rajul Shah  |  ફેબ્રુવારી 8, 2011 પર 3:50 પી એમ(pm)

  Thanks a lot Sneha.

  Thanks a lot Sneha.

  Like

 • 11. MARKAND DAVE  |  ફેબ્રુવારી 8, 2011 પર 6:23 પી એમ(pm)

  જન્મદિવસના ખૂબ ભર્યાભાદર્યા આશિષ ચિ. રિયાને.

  વસંત પંચમી એટલે રિયાનો જન્મ દિવસ નહી પણ એનો જન્મ દિવસ એટલે જ વસંત પંચમી.

  એટલેજ રિયા ખિલખિલાટ ખીલી છે..!!

  માર્કંડ દવે.

  Like

 • 12. devikadhruva  |  ફેબ્રુવારી 8, 2011 પર 11:36 પી એમ(pm)

  તમારી વસંત સદાબહાર રહે,સભર રહે એવી દિલની શુભેચ્છા.

  Like

 • 13. ગોવીંદ મારુ  |  ફેબ્રુવારી 9, 2011 પર 12:09 એ એમ (am)

  પ્યારી રીયાને જન્મદીનની હાર્દીક શુભેચ્છાઓ…

  Like

 • 14. dhufari  |  ફેબ્રુવારી 9, 2011 પર 6:24 એ એમ (am)

  દીકરી રાજુલ
  રિયાને મારા વતી ખુબ ખુબ પ્યાર સાથે જન્મદિવસ મુબારક.હા એ વાત સાચી છે કે મુદ્‍લ કરતાં વ્યાજ વ્હાલું હોયછે એ વાતે હું નશીબદાર છું કે મારે દીકરીની દીકરી દ્રષ્ટી છે અને દીકરાની દીકરી ટીશા છે.બન્‍ને જ્યારે સાથે મળે ત્યારે નાના મારા અને દાદા મારા વળી ખેંચતાણ મેં ખુબ માણી છે
  તને વસ્ંતના વધામણા

  Like

 • 15. પરાર્થે સમર્પણ  |  ફેબ્રુવારી 9, 2011 પર 9:24 એ એમ (am)

  શ્રી રાજુલબહેન

  વસંતના વધામણા સાથે ચિ. રિયાને પંચમ વસંતના જન્મ વધામણાં

  એના જીવનમાં સદાયે વસંતની જેમ ઉર્મીઓ ખીલતી રહે. જીવનમાં

  સદાય હરેકના મનમાં અને દિલમાં વસંત ખીલવતી રહે અને જીવન

  સાગરમાં એટલેકે અભ્યાસ અને અન્ય પર્વૃતિઓમાં પર્ણોની જેમ ખીલી

  જીવન મધુર અને મીઠું બને એવી શુભ કામના.

  “જુલ અને રિયાના જીવનમાં ખીલતી રહે સદાયે વસંત

  રંગો ને કોયલના મીઠા ટહુકા સમું રહે જીવન સંગ અનંત”

  Like

 • 16. Harshad / Madhav  |  ફેબ્રુવારી 9, 2011 પર 10:50 એ એમ (am)

  Happy Birthday to Ria.
  માધવ મેજિક બ્લોગ

  Like

 • 17. Rajul Shah  |  ફેબ્રુવારી 9, 2011 પર 11:34 એ એમ (am)

  Thanks.

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 18. Rajul Shah  |  ફેબ્રુવારી 9, 2011 પર 11:53 એ એમ (am)

  અરે વાહ!

  આટલા સરસ વધામણા!  ખુબ ખુબ આભાર.

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 19. atuljaniagantuk  |  ફેબ્રુવારી 9, 2011 પર 5:54 પી એમ(pm)

  વસંત ચેપી ઋતુ છે – એક વૃક્ષ પર ફૂલ આવે એટલે બીજા પર પણ આવે. એક વૃક્ષ પર પંખી ટહુકે એટલે બીજા વૃક્ષ પર પણ ટહુકે. એક બ્લોગ પર વસંત છલકે એટલે બીજા બ્લોગ પર પણ છલકે.

  નાનીમાને વસંતના ખૂબ ખૂબ વધામણા અને આપની પ્યારી વસંત (રીયા) ને ખૂબ ખૂબ વહાલ.

  Like

 • 20. Rajul Shah  |  ફેબ્રુવારી 9, 2011 પર 6:05 પી એમ(pm)

  વસંત ઋતુ જેવો ખુશનુમા ચેપ તો ભાઇ સૌને લાગે એવી પ્રાર્થના. વસંતના વધામણા માટે ખુબ આભાર,

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 21. readsetu  |  ફેબ્રુવારી 11, 2011 પર 3:21 એ એમ (am)

  અરે વાહ, તમે તો મનમાં વસંત ખીલવી દીધી !! વહાલી રિયાને ખૂબ ખૂબ અભિનંદન અને ઢગલો એક વહાલ અને હૈયું ભરીને આશિર્વાદ.

  લતા

  Like

 • 22. Prempriya  |  ફેબ્રુવારી 11, 2011 પર 8:39 એ એમ (am)

  આપની રિયાને જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન……

  આપની રંગ-બેરંગી અને સુવાસિત ભાવનાઓ, લાગણીઓ અને સપનાં આપ રિયામાં સાકાર થતાં જોઈ રહ્યા છો… આપનો સ્નેહ અહી અનુભવી શકાય છે………

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: