“દિલ તો બચ્ચા હૈ જી”- film reviews –

જાન્યુઆરી 29, 2011 at 9:00 પી એમ(pm) 2 comments

કોઇ પણ વ્યક્તિ ભલે ને ગમે તે ઉંમરે પહોંચે એનામાં કોઇને કોઇ ખૂણે કદાચ ક્યાંક નાદાનિયત  તો જળવાઇ રહેતી હોવી જોઇએ અને એનાથી એ ફરીને ફરી જીવનમાં ભૂલો પણ કર્યા જ કરતો હશે પણ એવી ભૂલોથી વળી એને  જીવન પ્રત્યે રસ જળવાઇ રહેતો હશે. આવી જ કથાનક સાથે આવેલા મધુર ભંડારકરની ફિલ્મ “દિલ તો બચ્ચા હૈ જી” આજ સુધીની એમની ફિલ્મોના ઢાંચા કરતા જુદી ફિલ્મ છે.

ડિવોર્સી નરેન( અજય દેવગણ) , પ્લે બોય જેવી ફિતરત ધરાવતો અભય(ઇમરાન હાશ્મી) અને સીધે સાદો મેરેજ બ્યુરોમાં કામ કરનારા મિલિન્દ (ઓમી વૈદ્ય)ને પોતાની એકધારી બેજાન લાઇફ સ્ટાઇલમાં કંઇક નવો રંગ ઉમેરવાની જરૂર લાગે છે અને આ ત્રણે અલગ ઉંમરે પહોંચેલા મિત્રો પ્રેમનો કોઇ નવો જ ઓપ ચડાવવાની વેતમાં પડે છે. અને નસીબના બળીયા ત્રણેને પ્રેમ પ્રાપ્ત પણ થાય છે ? પણ તે કેવી પરિસ્થિતિમાં ? કેવા સંજોગોમાં ? આ ત્રણે મિત્રોની આસપાસ ઘુમતી આ કથામાં મધુર ભંડારકર પોતાની ફિલ્મોથી એક અલગ વિષયની પસંદગી કરી છે. આજ સુધી મધુર ભંડારકરનુ નામ “કોર્પોરેટ”, “ફેશન” ,” ચાંદનીબાર ” જેવી  ફીમેલ ઓરિયેન્ટેડ અને ગંભીર ફિલ્મોના ડીરેક્ટર તરીકે લેવાતુ હતુ. “દિલ તો બચ્ચા હૈ જી” ફિલ્મમાં એક અલગ હળવી મનોરંજક કોમેડી પિરસીને નવો જ ચીલો ચાતરવા કોશિશ કરી છે.

“ભગતસિંગ”થી માંડીને “ટુનપુર કા હીરો”  જેવી અનેક ફિલ્મોમાં અનેકવિધ પાત્રો ભજવનાર અજય દેવગણની કોઇ પણ પાત્ર ભજવવાની ક્ષમતા માટે તો હવે બેમત છે નહીં. “દિલ તો બચ્ચા હૈ જી” ફિલ્મમાં અજય દેવગણની બહુમુખી પ્રતિભાનો  ફરી એક વાર પરિચય થાય છે.  પાકટ ઉંમરે પહોંચેલા નરેનની ડિવોર્સ બાદની એકલતા અને એ એકલતામાં નવો રંગ ભરનારી ૨૧ વર્ષીય જુન સાથે ડરતા ડરતા પ્રેમના પગથીયા ચઢતા નરેનની અવઢવને અજય દેવગણ સાવ સહજ રીતે ભજવી જાય છે.

ઇમરાન હાશમીની  આજ સુધીની દિલફેંક આશિક જેવી જે એક સ્ટીરીયો ટાઇપ ઇમેજ ઉભી થઈ છે એથી આગળ વધીને કે કોઇ અલગ અંદાજમાં એ ફીટ થાય જ નહીં

એવુ ફિલ્મ મેકર અને પ્રેક્ષકોએ પણ સ્વીકારી લીધુ હોય એમ અહીં

પણ ઇમરાન હાશમી સતત એ જ સ્ટીરીયો ટાઇપ ભૂમિકામાં જોવા મળે છે. વરણાગી છેલબટાઉ અભયના પાત્રમાં ઇમરાન હાશમીને જાણે ગળથુથીથી જ આવા પાત્ર ભજવવાનુ ફાવી ગયુ છે.

” થ્રી ઇડીયટ્સ” નો વેદીયો ઓમી વૈદ્ય અહીં જરા સાલસ રોલમાં જ અને પ્રેક્ષકોને ગમી જાય એવો રજૂ થયો છે. પ્રેમ અને લગ્નને આજીવન મહત્વ આપતા મિલિન્દમાં પ્રેમને પામવાની ધગશ અને પ્રેમમાં મળતી પછડાટને સુપેરે રજૂ કરી જાય છે.

ફિલ્મમાં રોલ મેળવવાના ઝનૂનમાં મિલિન્દના પ્રેમને પગથિયુ માનીને એની ઉપર ચઢતી ગણતરીબાજ ગુનગુનના પાત્રમાં શ્રધ્ધા દાસ  હોય કે  નામી પણ મેચ્યોર અને   મુડી મોડેલના પાત્રમાં ટિસ્કા ચોપ્રા પાત્રોચિત અભિનય કરી જાય છે. શહનાઝ પદમશીની વધુ પડતી બાલિશ વર્તણૂકનો અતિરેક ક્યારેક ખટકે છે . “લક” ફિલ્મની શ્રુતિ હસન ઓછા સ્કોપમાં જાણે ગણતરીના ડગ માંડીને કામ કરી જાય છે.


પ્રિતમનુ સંગીત અને ગીતો કર્ણપ્રિય બન્યા છે.”દિલ તો બચ્ચા હૈ જી”

એક અલગ અંદાજમાં બનેલી કોમેડી ફિલ્મ છે પણ તેમ છતાં મધુર ભંડારકરની

આજ સુધીની ફિલ્મો ઘણા સમય સુધી લોકમાનસ પર છવાયેલી રહેતી એવી અપેક્ષા અહીં

રાખવી વધુ પડતી છે.

કલાકાર– : અજય દેવગણ, ઇમરાન હાશમી, ઓમી વૈદ્ય, શઝાન પદમસી, શ્રુતિ હસન, ટિસ્કા ચોપરા, શ્રદ્ધા દાસ

ડાયરેકટર-મધુર ભંડારકર

મ્યુઝિક– પ્રિતમ

ફિલ્મ ** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *

Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧ થી ૧૩- વસંત પંચમી- મારી એ વસંત રિયાને નામ

2 ટિપ્પણીઓ

  • 1. chandravadan  |  જાન્યુઆરી 31, 2011 પર 5:41 એ એમ (am)

    Nice Review !
    Thanks !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Rajulben…Hope to see you on Chandrapukar !

  • 2. Dilip Gajjar  |  જાન્યુઆરી 31, 2011 પર 8:14 એ એમ (am)

    Nice review.


Blog Stats

  • 96,885 hits

rajul54@yahoo.com

Join 880 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: