“ધોબીઘાટ “- film reviews –

જાન્યુઆરી 23, 2011 at 11:15 એ એમ (am) 6 comments

“ધોબીઘાટ ” એટલે જાત જાત અને ભાત ભાતના લોકોથી ભરપૂર એવી મહાનગરી મુંબઈની અસલી ઓળખનો નાનો એવો નમૂનો. અહીં એવા લોકો વસે એ છે જેમને સંબંધોની પળોજણથી દૂર રહેવુ છે તો સામે પક્ષે એવા લોકો છે જેમને એક બીજાથી નાવા નિચોવાનો સંબંધ નથી તેમ છતાં એકમેક સાથે ક્યાંક એવા સેતુ થી જોડાયેલા છે જે જુદા હોવા છતાં દૂર રહી નથી શકતા.

મોર્ડન પેઇન્ટર અરૂણ( આમીર ખાન), મુન્નો ( પ્રતિક બબ્બર)-એક સામાન્ય ધોબી અને  ઇન્ડીયન અમેરિકન બેંકર શાઇ (મોનિકા ડોગરા) અને કિર્તિ જેવા તદ્દન ભિન્ન  પ્રકૃતિના લોકોની આસપાસ ઘુમતી કથા ” ધોબીઘાટ” ફિલ્મ મુંબઈના ચોમાસાની ,વરસતા વરસાદની સુગંધ લઇને આવી છે.  અહીં એકમેક માટેનો તલસાટ છે તો ક્યાંક ભરચકતા વચ્ચે રહેલી એકલતા છે. પ્રેમની અનુભૂતિ છે તો સાથે કશુંક ગુમાવ્યાની વેદના પણ છે. મુંબઇમાં વસતા આમ લોકોના સ્વપ્નાઓ અને આશાઓની વાત છે.

“ધોબીઘાટ” ફિલ્મમાં કોઇ અજબ  સંબંધની વાત છે જે મુંબઇ શહેરની એક વિધતામાં અનેક વિધતાનો પરિચય કરાવે છે. અને આ મુંબઈની સાવ જ અનોખી રીતે ઓળખ કરાવવાનો શ્રેય ડીરેક્ટર કિરણ રાવ ને જાય છે.  સૌ પ્રથમ તો કિરણ રાવની વિષયની પસંદગી જ તદ્દન અલગ છે  અને તદુપરાંત  ફિલ્મમાં  જે હદે વાસ્ત્વિકતાનુ નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે એ જ ખરેખર તો અદભૂત છે. તેમ છતાં ક્યારેક એવુ બને કે  કથાનુ વહેણ થોડા અંશે એના અટપટા કથનના લીધે સ્પષ્ટતા ગુમાવે છે. કિરણ રાવના દિગ્દર્શન જેટલુ જ સુંદર  પાસુ સિનેમેટોગ્રાફીનુ છે.મુંબઈનો નઝારો , મુંબઇની સ્કાય લાઇનની ભવ્યતા ,મુંબઈની ગલીઓ, સતત દોડતા રહેતા મુંબઈની તાશીર આબેહૂબ ઝીલાઇ છે. તો ગુસ્તાવોનુ મ્યુઝીક પણ નોંધપાત્ર છે.

આમીર ખાનનુ નામ હોવા છતાં ફિલ્મ મુખ્યત્વે પ્રતિક બબ્બર અને મોનિકા ડોગરાની કહી શકાય. દિવસે અલગ અને રાતે અલગ અને બે વચ્ચે  વળી કોઇ નવી જ ભૂમિકા કરતા પ્રતિક બબ્બરે સાવ જ સરળતાભર્યુ પરફોર્મન્સ આપ્યુ છે.એની બોડી લેંગ્વેજ તેમજ અભિનય શૈલી નોંધપાત્ર છે. મોનિકા પરદા પર હોય ત્યારે એની હાજરીની સતત અનુભૂતિ કરાવે છે. વિડીયો ડાયરી જેવી યાસ્મીન (કિર્તી મલ્હોત્રા)નુ પાત્ર  એક અલગ ભાત ઉભી કરે છે. કિટ્ટુ ગિડવાની સામાન્ય રહે છે.

જ્યારે વાત આવે આમિર ખાનની ત્યારે પ્રેક્ષકોના મનમાં એક ખાસ અપેક્ષા તો રહેવાનીજ. સામાન્ય રીતે આમિર ખાન પરદા પર હોય ત્યારે મહદ અંશે કેન્દ્રમાં જ હોય અને બીજા કોઇ પણ પાત્ર પર છવાયેલો હોય એમ બને, જ્યારે  અહીં આમિર ખાન પોતાનો રોલ એવી રીતે ભજવે છે જેનાથી બીજા પાત્રોનુ મહત્વ યથાવત રહે છે.

મસ્તી મનોરંજનની દુનિયાથી પર એવી “ધોબીઘાટ ” સંવેદનશીલ માનસ પર પ્રભાવ ઉપજાવનારી એવી ફિલ્મ છે જેની દાદ આપ્યા વગર ભાગ્યેજ કોઇ રહી શકે.

કલાકાર-આમીરખાન, પ્રતિક બબ્બર, મોનિકા ડોગરા, કિર્તી મલ્હોત્રા, કિટુ ગીડવાણી, નફિસા ખાન

પ્રોડયુસર-કિરણ રાવ, આમીર ખાન

ડાયરેકટર-કિરણ રાવ

મ્યુઝિક– ગુસ્તાવો સેન્ટોલિયા

ફિલ્મ  **** એક્ટિંગ-* * * * *મ્યુઝિક * * * સ્ટોરી * * *  સિનેમેટોગ્રાફી * * *

entwined
Advertisements

Entry filed under: - film reviews -.

“યમલા પગલા દિવાના”- film reviews – સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧ થી ૧૩-

6 ટિપ્પણીઓ

 • 1. Gaurav Pandya  |  જાન્યુઆરી 23, 2011 પર 12:41 પી એમ(pm)

  as Amir is here … More expectations would be there but No result.

  A good Movie has not become yet a better…

  Story ma satat kaik rahi jatu hoy tevo bhav ave 6e.

 • 2. વ્રજ દવે  |  જાન્યુઆરી 23, 2011 પર 7:34 પી એમ(pm)

  વાહ આમીરખાન-કિરણ રાવ ની ફિલ્મનો તુકો રીવ્યુ સરસ આપ્યો. અને આપે મારો મિત્ર તરીકે ફેશબૂક્માં સ્વિકાર કરી મને ધોબીઘાટ નો પરિચય આપ્યો. અને હા ક્યારેક મારા બ્લોગ”મનોમંથન” ની પણ મુલાકાત લૈ, કે જેમાં હું હજુ કાંઠેજ ઉભોછું તેમાં કમસેકમ છબછબીયા તો કરાવશો જ.
  આપનો ખુબખુબ આભાર.
  વ્રજ દવે

 • 3. રૂપેન પટેલ  |  જાન્યુઆરી 24, 2011 પર 5:24 એ એમ (am)

  આપનો આટલો ઊંડો સરસ રીવ્યુ અને આમીરખાન છે માટે જોવા જવું જ પડશે .

 • 4. readsetu  |  જાન્યુઆરી 24, 2011 પર 11:11 એ એમ (am)

  now we will see the movie… thank U..
  what I committed, I remember, but in these days, I am extremely busy with my family, so… will take some time please..

  Lata J Hirani

 • 5. chandravadan  |  જાન્યુઆરી 26, 2011 પર 11:31 પી એમ(pm)

  Nice Review, Rajulben.
  Enjoyed the Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your READERS to Chandrapukar ! Hope to see you on my Blog .

 • 6. Haresh bhatt  |  જાન્યુઆરી 27, 2011 પર 1:04 પી એમ(pm)

  Thanks, I am happy that i have some good friend of my choice
  a writer, poet, publisher, if you want to see my Nobat website
  and go to SANGAT – where you will find my colm “samvedana” please see that,


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: