“યમલા પગલા દિવાના”- film reviews –

જાન્યુઆરી 18, 2011 at 2:13 એ એમ (am) 2 comments

કેનેડા એટલે જાણે બીજુ પંજાબ જ જોઇ લો એટલા પંજાબીઓ ત્યાં જઈને વસ્યા છે.  પરમવીર સિંઘ ધિલોન (સની દેઓલ) પણ આમાનો જ એક  પંજાબી પુતર છે જેને લગભગ બે દાયકા બાદ જાણ થાય છે જે વારાણસીમાં એનો પરિવાર છે જેમાં પિતા અને એક ભાઇ પણ છે. “યમલા પગલા દિવાના”  પણ વર્ષોથી ચાલી આવતી મિલના બીછડના ,એક હોના એન્ડ હેપ્પી એન્ડીંગ વાળી  મસાલા મનોરંજન ફિલ્મ  છે.

ધર્મેદ્રના ચાહકો માટે  એક સાથે આખો  દેઓલ પરિવાર પરદા પર જોવો એ એક લ્હાવો છે. ફિલ્મમાં કોમેડીની સાથે સાથે લાગણીના પણ તાણાવાણા એટલા જ સંકળાયેલા છે. જાટ પરિવારની મારધાડની સાથે હળવી મનોરંજનની પળોમાં એકબીજા માટે સ્નેહનો સેતુ પણ જોડાયેલો છે.   કેનેડાથી પિતા-ભાઇને શોધવા નીકળેલા સીધા સાદા  પરમવીર સિંઘ  ધિલ્લોનની બદમાશી પર ઉતરેલા ભાઇ અને પિતા સાથેની મુલાકાત થાય છે અને ભાઇના પ્રેમ-સાહીબા ( કુલરાજ રંધવા)ને મેળવી આપવા સુધી પરિણમે છે. કેનેડાથી શરૂ કરીને  વારાણસીથી  પંજાબ સુધીની આ સફરમાં  ઘાયલ અને ઘાતકના એંન્ગ્રી સનીની એક નવી જ ઓળખ , એક નવી જ તાશીર જોવા મળે છે . જે ખરેખર પ્રેક્ષકોની કલ્પનાથી બહાર હોઇ શકે.  પરમવીરના પાત્રમાં શાંત ,સ્વસ્થ,  પ્રેમાળ એવા સનીને અહીં અભિનયની સાથે મારધાડનો પણ એટલોજ મોકો મળ્યો છે ,તેમ છતાં આ મારધાડ્નોય એક અનોખો અંદાજ જોવા મળે છે. લગભગ ૭૫ વર્ષની ઉંમરે પહોંચેલા ધર્મેન્દ્ર હજુ આજે પણ એટલા જ સ્વસ્થ  દેખાતા હોવા છતાં ક્યાંક ઉંમરનો થાક વર્તાતો હોય એવા લાગે  છે . અને વર્ષોથી જોતા આવ્યા છીએ એટલા જ અભિનયમાં ઉણા પણ . આજ સુધી ધર્મેદ્રએ  ફુલ ઔર પત્થર , સત્યકામ કે ચુપકે ચુપકે બાદ કરતા અભિનયનો  શિલાલેખ કહી શકાય એવી ભાગ્યેજ ફિલ્મ આપી છે. “યમલા પગલા દિવાના”માં પણ  ધર્મેન્દ્ર એવી ખાસ કોઇ અપિલીંગ  અદાકારી દાખવી શક્યા નથી. બોબી દેઓલ પિતા અને બડે ભૈયા સાથે તાલ મિલાવવા જરૂરી પ્રયાસો ચોક્કસ કર્યા છે. કુલરાજનુ સૌંદર્ય આંખ અને મનને ભાવી જાય છે. અનુપમ ખેર અને નફિસા અલિનો અભિનય પાત્રોચિત રહ્યો છે.   કેનેડા ક્રેઝી પુલીના  નાનકડા પાત્રમાં પણ સુચેતા ખન્ના નોંધપાત્ર રહે છે.

સની દેઓલના સિન્સીયર પ્રયાસો હોવા છતાં પૂર્વાર્ધમાં મહદ અંશે કંટાળાજનક લાગતી અને  મધ્યાંતર બાદ  ” દિલવાલે દુલ્હનીયા લેં જાયેંગે” ના ઢાંચામાં ઢળતી યમલા પગલા દિવાના”

ફિલ્મ ખાસ કોઇ હેતુ વગર માત્ર મનોરંજન માટે સર્જાયેલી હોવા છતાં ક્યાંક સસ્તા મસાલાનો ઉપયોગ કરેલી રેસીપી જેવી બની રહી છે.
ફિલ્મનુ સંગીત પણ સહેજે કર્ણપ્રિય બન્યુ નથી.જેનાથી ફિલ્મ યાદગાર બની રહે.

કલાકાર– ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, કુલરાજ રંધવા, અનુપમ ખેર, મુકુલ દેવ, હિંમાંશુ મલિક, નફીસા અલિ

પ્રોડયુસર –નિતિન મનમોહન, સમીર કર્ણીક,

ડાયરેકટર-સમીર કર્ણીક

મ્યુઝિક– સંદેશ શાન્ડિલ્ય, રાહુલ શેઠ,

ગીતકાર-ઇર્શાદ કામિલ

ફિલ્મ **૧/૨ એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી * * એકશન * * * *


Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૩. “ધોબીઘાટ “- film reviews –

2 ટિપ્પણીઓ

  • 1. dhufari  |  જાન્યુઆરી 18, 2011 પર 9:56 એ એમ (am)

    દીક્રી રાજુલ

    આ દેઉલ પરિવાર પંજાબી લઢણમાંથી બહાર આવી શક્યું નથી આ અગાઉ અપને બનાવેલ એ પણ ફેઇલ ગયેલી. હોય જેવી જેની ધારણા અને…..જવા દે ને…

  • 2. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જાન્યુઆરી 18, 2011 પર 2:32 પી એમ(pm)

    ધર્મેન્દ્રને પસંદ કરનાર એક વખત જરૂર આ ફિલ્મ જોવા જશે જ !


Blog Stats

  • 95,849 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: