“નો વન કીલ્ડ જેસીકા”- film reviews –

January 8, 2011 at 2:31 am 2 comments

જવાબદારી અને આત્મમંથનનો દ્વંદ
આત્મમથંન કરાવતી અનોખી ફિલ્મ

ધરતીકંપના જીવલેણ આંચકા બાદ દિવસોના દિવસો મિડિયા એ સમયની જાનહાની અને માલહાનીના સમાચાર લઈને મધપૂડા પર મંડારાતી મધમાખીઓની જેમ મંડરાયા કર્યુ. એ જ મીડિયાએ ૬૦ ફૂટ ઉંડા બોરમાં ગરક થઇ ગયેલા યુવરાજને  બહાર કાઢવાની મથામણને હાઇ લાઇટ કરવા મથ્યા કર્યુ. ત્યારે મિડિયા  પાસે જાણે કામનુ કામ કંઇ જ નથી એવુ સમાજને કદાચ લાગ્યુ હતુ. એ જ મિડિયા જ્યારે પોતાની ખરી શક્તિનો પરિચય બતાવે ત્યારે ભલભલા ચમરબંધીને પણ પોતાની પોઝીશન અને પાવરથી હાથ ધોઇ નાખવા પડે એવા સમાચારો હવે નવા નથી. સ્ટીંગ ઓપરેશન દ્વારા સત્ય પર પ્રકાશ પાડતા મિડિયાની એવી શક્તિનો પરિચય એટલે  જેસિકા લાલ મર્ડરના સત્ય ઘટના પર આધારિત ઉમટેલા સનસનીખેજ સમાચાર , એને અને એના પરિવારને થયેલા અન્યાય અને મિડિયાની મદદથી મળેલા ન્યાયનુ રાજકુમાર ગુપ્તા દિગદર્શિત  ફિલ્મી રૂપાંતર “નો વન કીલ્ડ જેસીકા”.
૧૯૯૯માં  જેસિકા નામની ખુબસુરત અને જીવનને છલોછલ માણનારી  મોડલનુ એક સામાન્ય બાબતે ૩૦૦ માણસોની હાજરીમાં મર્ડર થયુ અને તેમ છતાં  એ કોઇએ જોયુ જ નહી. અને જેણે જોયુ એણે પણ આંખ આડા કાન કર્યા.. કારણ ?  જેણે મર્ડર કર્યુ એની પાસે  સાક્ષીઓને ફેરવવા માટે પૈસાથી માંડીને  ધાક -ધમકી જેવા હથિયારો હતા.જેસિકાની બહેન સબરિના લાલે ન્યાયના દરવાજા પર માથા અફાળ્યા પણ  પોઝીશનના પાવર સામે બહેનના મર્ડર માટે ન્યાય તો ન જ મેળવી શકી અને મા ને પણ ગુમાવી બેઠી. અને ત્યારે મીરા નામની જર્નાલીસ્ટ મિડિયા થ્રુ ન્યાયની જેહાદ ઉઠાવે છે અને એમાં સબરિન જેવા કેટલાય મિડલ ક્લાસ લોકોનો અવાજ ભળે ત્યારે જે પરિસ્થિતિનુ નિર્માણ થાય એનો આબેહૂબ -તાદ્રશ્ય નમૂનો એટલે વિદ્યા બાલન -રાની  મુખર્જી અભિનિત થ્રીલર ફિલ્મ “નો વન કીલ્ડ જેસીકા”
જેસિકા લાલની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ આપણા આઝાદ અને આધુનિક ભારતનુ વરવુ રૂપ પ્રગટ કરે છે જ્યાં સામાન્ય માણસની જીંદગી એક શરાબના ગ્લાસ કરતાં પણ સસ્તી છે.  જેસિકાને ન્યાય આપાવવા અને અપરાધીને સજા અપાવવા મથતી દિલ્હીની સડકોથી માંડીને ગલીએ ગલીએ ભટકનારી એની બહેન સબરિના એક આમ આદમીનુ પ્રતિક છે જેની પાસે સચ્ચાઇ તો છે પણ કોઇનો સાથ નથી. અહીં ખાયકી ખાઇ ખાઇને ખઈ બદેલા લોકોનો  મનને ઠેસ પહોંચાડે એવો પરિચય છે. તો બળબળતા રણમાં  મિઠ્ઠી વિરડી જેવા રડ્યા ખડ્યા પોલિસ ઓફીસરની પણ ઓળખ છે.જે  ક્યારેક યોગ્ય  ન્યાય માટે પરદા પાછળ રહીને પણ ટેકો આપી જાય છે.
હેડલાઇનના સમાચારોને લઈને રાજકુમાર ગુપ્તાએ  યોગ્ય માવજતથી એક આખી કથાને પરદા પર જીવંત કરી છે અને એમાં વિદ્યા બાલન – રાની મુખર્જી એ અભિનયથી પ્રાણ સિંચ્યો છે. સબરિના ( વિદ્યા બાલન) ને લઈને નસિરૂદ્દીન શાહ ની આવી જ આમ આદમીની પરેશાનીઓ, સંઘર્ષને તાદ્ર્શ્ય કરતી ફિલ્મ  “અ વેડનસ ડે” યાદ આવી ગઈ. ન્યાય માટે હવાતિયા મારતી અને અંતે હારી થાકીને  હતાશાથી બાજી છોડી દેતી વિદ્યાનો અભિનય એ એવા કેટલાય લાચાર ભારતિયોનુ જીવંત ઉદાહરણ છે જેમને જીવન માટે  ઝઝમવુ પડે છે. તો આખાબોલી મ્હોં ફાટ કહી શકાય એવી મીરા ( રાની મુખરજી)ની અભિનય પ્રતિભા પણ એટલી જ ઉભરી આવે છે. લાંચ લઈને પણ સત્યને વળગી રહેનાર, અપરાધીને સજા અપાવવા આતુર પોલિસ ઓફીસર ( રાજેશ શર્મા) પન મનને સ્પર્શી જાય છે. અને અંતે જેસિકાનો નાનકડો પણ અગત્યનો રોલ ન્યુ કમર માયરા સુંદર રીતે ભજવી જાય છે.
ટુંકમાં અને લંબાણથી “નો વન કીલ્ડ જેસીકા” એ એક એવી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ જે પ્રેક્ષકોના સંવેદશીલ મનને ઝંઝોડી મુકે.ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતી સામાન્ય લોકોના દુર્ભાગ્યની  વાત છે. રાજકુમાર ગુપ્તાની” હલ્લાબોલ “ની જેમ તિવ્ર માનસિક વેદનામાંથી ઉઠેલા ઝંઝાવાતની કથા છે. ઢગલાબંધ આવીને વિસરાઇ જતી ફિલ્મોની વણથંભી વણઝારમાં ક્યારેક  લાંબો સમય માનસપટ પર છવાયેલી રહે  એવી ફિલ્મોમાંની એક ફિલ્મ છે.

 

કલાકાર– રાની મુખર્જી, વિદ્યા બાલન, માયરા, રાજેશ શર્મા

પ્રોડ્યુસર-રોનિ સ્ક્રુવાલા,

 

ડાયરેકટર-રાજકુમાર ગુપ્તા

 

મ્યુઝિક– અમિત ત્રિવેદી

 

ગીતકાર-અમિતાભ ભટ્ટાચાર્ય

 

ફિલ્મ **** એક્ટિંગ-* * * * મ્યુઝિક * * * સ્ટોરી * * *

 

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને //૨૦૧૧ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૨. સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૩.

2 Comments

 • 1. mahendra shah  |  January 8, 2011 at 3:22 pm

  Good! Enjoyed! Cartoon on it coming soon!

  Like

 • 2. Gaurav Pandya  |  January 14, 2011 at 8:30 am

  Yes…
  A great challenged film to indian judiciary…

  Like


Blog Stats

 • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

January 2011
M T W T F S S
« Dec   Feb »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: