“ગુલિવર ટ્રાવેલ્સ”- film reviews –

જાન્યુઆરી 1, 2011 at 3:57 એ એમ (am) 4 comments


વર્ષનો અંત મનોરંજક રહ્યો.

માણસ નાનો નથી હોતો કે નથી નાનુ હોતુ કોઇ કામ. જો વ્યક્તિમાં હિંમત હોય તો  એ હીરો નહી તો ઝીરો. દરેક વ્યક્તિમાં ઉંડે ઉંડે કંઇક સિધ્ધ કરવાની છાની મનોકામના રહેલી હોય છે . અને એ પરિકલ્પના ક્યાંક સિધ્ધ થતી દેખાય તો એમાં વ્યક્તિ પોતાની જાતને ગોઠવી દે છે. ગુલિવર દ્વારા કેટલાય નાનકડા જીવ પોતાની આ કલ્પના સાકાર થતી જોઇ શકશે.

ગુલિવર એક સીધો સાદો ગભરુ ઇન્સાન છે જેનામાં પોતાની કેરિયરની બઢતી માટે કઈ કરી શકવાની કે પોતાના મનગમતા પાત્ર સુધી લાગણી પહોંચાડવાની હિંમત. ન્યુયોર્કના મેઇલરૂમનો એ ગભરુ વર્કર એની એડીટરને (અમન્ડા પીટ)ને ઇમ્પ્રેસ કરવાની મથામણમાં બર્મ્યુડા ટ્રાયન્ગલ સુધી પહોચી જાય છે અને સાગરના સાયક્લોન ફસાયેલો  મેનહટ્ટનનો એ આમ ઇન્સાન  ગુલિવર રાતો રાત લિલિપુટના વામનની દુનિયાનો મહામાનવ બની જાય છે.જ્હોનાથન સ્વિફ્ટની સદીઓથી જાણીતી “ગુલિવર ટ્રાવેલ્સ”ને ૨૦” સેન્ચ્યુરી મુવી”ઝ  દ્વારા થોડા મોર્ડન ટચ  અને ૩ડી ઇફેક્ટ સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં ટાઇટેનિક , ગન્સ એન્ડ રોઝ સ્ટાર વોર અને અવતારને પણ  ક્યાંકને ક્યાંક સાંકળી લેવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

૨૦૧૦ના વર્ષ દરમ્યાન કેટલીય  સફળ-નિષ્ફળ ફિલ્મો રજૂ થઈ. પ્રેક્ષકોની અપેક્ષા પ્રમાણે  થોડો ધાર્યો દેખાવ કરનારી અને પ્રમાણમાં ઘણી બધા  ઉણી ઉતરનારી ફિલ્મો આવી ને ઉતરી પણ ગઈ. વર્ષના આ અંતિમ દિવસે રજૂ થયેલી “ગુલિવર ટ્રાવેલ્સ” નુ હિન્દી વર્ઝન પણ એમજ આવીને ભુલાઇ પણ જશે. પણ બાળકોને સુધ્ધ મનોરંજન આપનારી ફિલ્મોમાં ચોક્કસ એનુ નામ લઈ શકાશે.

ગુલિવરની બાઘાઇ , થોડી ડરપોકતા ,અંદરની નિર્દોષતાને જેક બ્લેકે સાવ સહજ રીતે પ્રદર્શિત કરી છે. ગુલિવરની આસપાસના પાત્રો જેમકે જેસન સીગલ( હોરેશિયો), એમિલી બ્લન્ટ( પ્રીન્સેસ)   ક્રિસ ઓ” ડોવ્ડ  (એડ્વર્ડ)  પણ પાત્રોચિત ન્યાય આપી જાય છે. ફિલ્મ બોલિવુડની હો કે હોલિવુડની સર્વાંગ સંપૂર્ણ તો કશુ જ હોતુ નથી એમાં “ગુલિવર ટ્રાવેલ્સ” પણ બાકાત નથી.

કલાકાર- જેક બ્લેક, જેસન સીગલ, ટી .જે. મિલર, એમિલી બ્લન્ટ, અમન્ડા પીટ,

પ્રોડયુસર –્જ્હોન ડેવિસ , ગ્રેગરી ગુડમેન

ડાયરેકટર-રોબ લેટરમેન

મ્યુઝિક– હેન્રી જેકમેન

ફિલ્મ ** એક્ટિંગ-* * મ્યુઝિક * * સ્ટોરી * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને //૨૦૧૧ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૧. સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૨.

4 ટિપ્પણીઓ

  • 1. પરાર્થે સમર્પણ  |  જાન્યુઆરી 1, 2011 પર 6:17 એ એમ (am)

    શ્રી રાજુલબેન

    ૨૦૧૧ ના વર્ષાગમને શુભ કામના.

    આપનો બ્લોગ ખુબ ઉચે આકાશમાં વિહરતો, લહેરાતો અને વિકસતો

    રહે એવી શુભ કામના.

  • 2. chandravadan  |  જાન્યુઆરી 1, 2011 પર 9:44 પી એમ(pm)

    Nice Review !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Rajulben..Happy New Year..See you on Chandrapukar too !

  • 3. anuragrathod  |  જાન્યુઆરી 2, 2011 પર 6:08 પી એમ(pm)

    nice reviews

    http://anuragrathod.wordpress.com

  • 4. readsetu  |  જાન્યુઆરી 7, 2011 પર 9:27 એ એમ (am)

    તમને ભાસ્કરમાં તો વાંચુ જ છું.. આજે અહીં પણ.. સરસ

    લતા હિરાણી


Blog Stats

  • 95,849 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: