“તીસમારખાન”- film reviews –

ડિસેમ્બર 25, 2010 at 2:35 એ એમ (am) 1 comment

ન ફાવ્યા તિસમારખાં!!

૧૯૬૬ની `આફટર ધ ફોક્સ`ફિલ્મી પ્રકૃતિ સમી આ ફિલ્મમાં સૌથી વધુ રસપ્રદ હોય તો ટાઇટલ અને તિસમારખાંની જન્મ પહેલાંથી જ આગવી ઓળખ.

મા ના ગર્ભ બાળક હોય ત્યારથી જ એની પર મા ના આચાર -વિચાર અને જોવા સાંભળવામાં આવતીવાતોની અસર પડતી હોય છે  અને  એટલે જ તો  અભિમન્યુએ ગર્ભમાંથી જ સાત કોઠા શીખી લીધાની  મહાભારતની વાત સૌ જાણે છે પણ નહોતી જાણતી તબરેઝ મિર્ઝા ખાનની મા . અને એથી જ એનો ક્રિમિનલ ફિલ્મો જોવાનો શોખ જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે પણ એ રોકી શકતી નથી અને પરિણામે  તબરેઝ મિર્ઝા ખાન  પેદાઇશી ઉઠાવગીર બને છે. દુનિયામાં કેટલાય લોકો એવા છે જેનુ માનસ જાણે જન્મજાત જ ગુનાહિત હોય અને એના અંગે એમને કોઇ શરમ નડતી ન હોય. મોટો થતા તબરેઝ મિર્ઝા ખાન પણ આ જમાતમાં સામેલ થાય છે.. એ પોતાની જાતને તિસમારખા સમજે છે અને કહેવડાવે પણ છે. નાની મોટી ચોરી ચપાટી કરતા કરતા એક  ઇન્ટરનેશનલ એન્ટીક સ્મગલરની સાથે એને ૫૦૦ કરોડ રૂપિયાના એન્ટીકની ઉઠાંતરી કરવાનો મોકો મળે છે. જડબેસલાક બંદોબસ્ત સાથે જતી એ ટ્રેનમાંથી ઉઠાંતરી કરવાનુ એનુ સાહસ સફળ થશે? જીવન ભરની કમાઇ પામી લે એવી તક એને ફળશે?

“તિસમારખાન” ફિલ્મ દ્વારા ફરાહ ખાને એક પાતળી કથાને સ્માર્ટલી પ્રેઝન્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આજકાલ બોલીવુડમાં પ્રસરતી હોલીવુડમાં રોલ મેળવવાની અને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત કરવાની ઘેલછાને  આતિશ કપૂર( અક્ષય ખન્ના)ના  પાત્ર દ્વારા હાઇ લાઇટ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. અને ઓસ્કાર એવોર્ડ મેળવવો હોય તો ભારતની ગરીબીને વટાવવી એ એક સરળ અને સસ્તો રસ્તો છે એનુ  ફિલ્મમાં સચોટ નિરૂપણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

એક સમય હતો જ્યારે હેલનની ફિલ્મમાં ખાસ માંગ રહેતી અને એની અદા અને નૃત્ય દ્વારા એ છવાઇ રહેતી અને હવે એ કામ આજકાલ ફિલ્મની હિરોઇનોને ભાગે આવ્યુ હોય એમ કેટરીના કેફ પાસે ફરાહ ખાને લીધુ છે. સમયની માંગ પ્રમાણે હિરોઇનો ઓછા વસ્ત્રો અને વધુ પડતી સેક્સ અપીલ સાથે દેખા દેતા જરાય સંકોચાતી નથી એનો આબેહૂબ ચિતાર એટલે ફિલ્મની આન્યા( કેટરીના કેફ). છેલ્લા કેટલાક સમયથી   કોમેડી ફિલ્મોમાં નિરાશાજનક દેખાવ બાદ અક્ષય કુમાર  અહીં  કઈક અંશે સહ્ય  રહ્યો છે. અપરા મહેતા કે આર્ય બબ્બરની ઉપસ્થિતિ કોઇ ઝાઝી નોંધપાત્ર નથી.

૧૯૬૬ની  “આફ્ટર ધ ફોક્સ” ફિલ્મની પ્રકૃતિ સમી ફિલ્મ “તિસમારખાન” માં સૌથી વધુ રસપ્રદ હોય તો એના ટાઇટલ અને તિસમારખાનની જન્મ પહેલાથી જ એની આગવી ઓળખ. બાકી તો એક્ટીંગની અતિ લાઉડ  રજૂઆત  અને  થોડા કઢંગા ચેનચાળા હોય એટલે  કોમેડી  એવો શિરસ્તો ધીરે ધીરે મજબૂત બનતો જાય છે. સુક્ષ્મ કોમેડીની વ્યાખ્યા ધીરે ધીરે લોક માનસમાંથી લુપ્ત થઈ જાય તો નવાઇ નહી. હવે તો કોમેડી ફિલ્મોમાં પણ જો હસવા માટે કારણ શોધવુ પડે એવી કોમેડી ફિલ્મો બનવા માંડી છે ત્યારે  હ્રીષીકેશ મુખર્જી જેવા  સફળ અને સુક્ષ્મ કોમેડી ફિલ્મ મેકરની ખોટ સાલે છે.

ફિલ્મને હીટ બનાવવી હોય તો કજરારે કજરારે , મુન્ની બદનામ હુઇ કે શીલા કી જવાની જેવા ગીતની જરૂરિયાત ઉભી થવા માંડી છે.જાવેદ અખ્તરના ગીતો અને ફિલ્મનુ સંગીત આજની પેઢીને  માફક આવે એવુ  જ છે.”શીલા કી જવાની” ગીત તો  ફિલ્મની રજૂઆત પહેલાજ  લોકજીભ પર રમતુ થઈ ગયુ છે. અને તેમ છતાં  ફિલ્મમાં રજૂ થયેલુ વર્ષો જુની મનોજ કુમારની “ઉપકાર” ફિલ્મનુ ” મેરે દેશ કી ધરતી” આજે પણ એટલુ જ તરોતાજા લાગે છે.

કલાકાર– અક્ષય કુમાર, અક્ષય ખન્ના, કેટરીના કેફ, રઘુરામ , રાજીવ લક્ષ્મન, આર્ય બબ્બર, અપરા મહેતા, સચીન ખેડેકર, અનિલ કપૂર, સલમાન ખાન,

પ્રોડયુસર –ટ્વીંકલ ખન્ના, શિરિશ કુંદર, રોનિ સ્ક્રુવાલા

ડાયરેકટર-ફરાહ ખાન

મ્યુઝિક– વિશાલ દદલાની, શેખર રવજીયાની

ગીતકાર-જાવે અખ્તર

ફિલ્મ **૧/૨ એક્ટિંગ-* * મ્યુઝિક * * * સ્ટોરી * * એકશન * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૫/૧૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

– Merry Christmas and a Happy New Year – સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૧.

1 ટીકા

  • 1. Sagar Ramolia  |  ડિસેમ્બર 25, 2010 પર 4:16 એ એમ (am)

    saras


Blog Stats

  • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: