“કાલો”- film reviews –

ડિસેમ્બર 18, 2010 at 4:38 એ એમ (am) 3 comments

ડરના મના હૈ……..પણ અહીં કોણ ડરાવે છે?

સદીઓથી લોક માન્યતામાં ભૂત -પ્રેત-ડાકણ જેવા સુપર નેચરલ એલીમેન્ટ્સ ઘર કરી ગયા છે અને એમાંથી યુરોપ ,આફ્રિકા કે એશીયા પણ બાકાત નથી.  ૧૧મી સદીથી ૧૯મી સદી દરમ્યાન કેટલીક સ્ત્રીઓને ડાકણ માનીને એનો લોકોએ ખાતમો બોલાવી દીધો જેમાંની એક એટલે કાલો.કુલભાટા નામક ગામની આ કાલો લગ્નની ઉંમરે પહોંચેલી કન્યાઓનો ભોગ લે છે એવી માન્યતાથી ડરીને ગામના લોકોએ એને મારી તો નાખી પણ ત્યાર બાદ એ ગામ આખુ ઉજ્જડ થઈ ગયુ. અને લગભગ ૨૫૦ વર્ષ સુધી એ વેરાન જ રહ્યુ. રોડ કન્સ્ટ્રક્શન દરમ્યાન ડ્રીલ કરતા ભૂચળમાંથી એ કાલોની ભૂતાવળ ફરી જાગી ઉઠે છે અને એનો ભોગ બને છે કુલદેવીના દર્શને જતી બસના પ્રવાસીઓ. અને એમાંથી સર્જાઇ એક તર્કહીન કથાનુ અર્થહીન ફિલ્માંકન.

વર્ષોથી જેમ આવા અમાનવીય તત્વોથી ડરનારા અને તેમ છતાં એમાં રસ ધરાવતા લોકોનો એક ચોક્ક્સ વર્ગ છે જેના લીધે ડ્રેક્યુલાથી માંડીને “કાલો “જેવી ફિલ્મોનુ સર્જન થયા કરે છે.  અને આવી ફિલ્મોનુ મહત્વનુ પાસુ ફિલ્મના પ્રેતાત્માનો બિહામણો ગેટઅપ અને ડરામણુ સંગીત હોય છે. ફિલ્મના  પૂર્વાર્ધ સુધી કાલો કોણ છે અને કેવી છે એ ગોપિત રાખવામાં આવ્યુ છે. ધરતીમાં થતી હલચલને ભૂતાવળ સમજીને ડરેલા પ્રવાસીઓને ઉત્તરાર્ધમાં એક  ચામાચીડિયા જેવી પાંખો ધરાવતી મોટીમસ  બિહામણી આકૃતિથી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ડાયરેક્ટર વિલ્સન લ્યુઇસ સદંતર નિષ્ફળ નિવડ્યા છે. બાકી રહેતા પાત્રોના ભાગે ડરીને કરવામાં આવેલી ભાગદોડ પણ એવી જ વ્યર્થ લાગે . ક્યાં કોઇ સુસંગત ન હોય એવી ભાગદોડના અંતે જે બચે એ જ મુખ્ય પાત્ર , એવા બે મુખ્ય પાત્ર એટલે સ્વીના ખારા ( ચીને કમ ફેમ) અને આદિત્ય શ્રીવાસ્તવ ( ટી .વી.ની લોકપ્રિય સી.આઇ.ડી ફેમ) અંતે  કાલોથી બચીને જેમ રાહતનો શ્વાસ લે એમ પ્રેક્ષકોને પણ  અંતે  રાહતનો શ્વાસ લે કે હાશ!  કાલો પતી એમ ફિલ્મપણ  પતી ખરી.

કલાકાર- સ્વીની  ખારા, આદિત્ય શ્રીવાસ્તવ, પેઇંન્ટલ, શીલા ડેવીડ,  રાજ અર્જુન, આદિત્ય લાખિયા, અભિજીત સતનામ,

પ્રોડયુસર – યશ પટનાયક, મમતા પટનાયક, ધવલ ગડા

ડાયરેકટર- વિલ્સન લ્યુઇસ

મ્યુઝિક- રાહુલ રાનડે

ફિલ્મ  * એક્ટિંગ-* મ્યુઝિક * * સ્ટોરી *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૮/૧૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૯ સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૦

3 ટિપ્પણીઓ

  • 1. Alkesh Patel  |  ડિસેમ્બર 18, 2010 પર 11:56 એ એમ (am)

    ફિલ્મનું ક્રિટિકલ એનાલિસિસ ગમ્યું…

  • 2. વિશ્વદીપ બારડ  |  ડિસેમ્બર 18, 2010 પર 2:12 પી એમ(pm)

    our film industries made lot of movies base on ghost…gost is nothing but week mind….belief….

  • 3. Deepak  |  ડિસેમ્બર 20, 2010 પર 4:44 પી એમ(pm)

    આવા બધા ભુતો હોલીવુડમાંજ સારા લાગે. રામ ગોપાલ વર્માના પ્રયાસો સારા હતા. ડરના મના હૈ, ડરના જરૂરી હૈ આ બે ફિલ્મોમાં રામુનું દિગદર્શન નહોતું. જોકે ફૂંક, ડાર્લિગ જેવી નબળી ફિલ્મો એમણે કરી છે. પણ રાત ૧૯૯૦-૯૧, ભૂત-૨૦૦૩, કોન-૧૯૯૭ જેવી ફિલ્મો ખરેખર વખાણાઈ છે. જેને શંકા હોય એમણે આ ફિલ્મો રાત્રે, જ્યારે ઘરે કોઈના હોય ત્યારે જોવા જેવી ખરી ! ચેલેન્જ !


Blog Stats

  • 95,909 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: