” નો પ્રોબ્લેમ”- film reviews –

December 11, 2010 at 4:28 am 5 comments


મનોરંજન મેળવવા જોવાઇ જાય તો “નો પ્રોબલેમ”

ફિલ્મ જોવા જાવ તો ” ડોન્ટ માઇન્ડ”

નો એન્ટ્રી, વેલ કમ, સિંઘ ઇઝ કિંગ જેવી કોમેડી ફિલ્મના ડીરેક્ટર અનીસ બઝમી  ફરી એક વાર પ્રેક્ષકોને મનોરંજનની દુનિયાની સફરે લઈ જવા આવ્યા છે.

યશ  (સંજય દત્ત), રાજ (અક્ષય ખન્ના) અને ઇન્સ્પેક્ટર અર્જુન સિંઘ( અનિલ કપૂર ) જ્યાં ભેગા થાય ત્યાં પ્રોબ્લેમ હોય? ના ,ન  હોવો જોઇએ ને? ધેટ મીન્સ નો પ્રોબ્લેમ રાઇટ? પણ અહીં એવુ નથી . આ ત્રણે જ્યાં ભેગા થાય ત્યાં પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ હોય. ડર્બનમાં યશ અને એનો જીગરી  રાજની નાનકડી ચોરી ચપાટીની દુનિયામાં રાજ હતુ. યશે કરેલી બેંક રોબરીનુ તોહમત એના મેનેજર ઝન્ડુલાલ ( પરેશ રાવલ ) પર આવે છે. ઝન્ડુલાલ આ આળમાંથી પોતાની જાતને નિર્દોષ  સાબિત કરવા અસલી ગુનેગારને પકડાવવાનુ બીડુ લે છે.

ડરબનનો ઇન્સ્પેક્ટર અર્જુન સિંઘના હીટ લીસ્ટ પર ઘણા ગુનેગારના નામ છે પણ  જેને હીરો નહી પણ ઝીરો માને છે એવી એની  પત્ની કાજલના હીટ લીસ્ટમાં એ મોખરાના સ્થાને છે.   મિલિયન ડોલરના ડાયમંડ ચોરીને ભાગેલા મોર્કોસની પા્છળ લાગેલા અર્જુનની પત્નિ  કાજલની બહેન સંજનાના પાછળ  યશનો ભાઇ રાજ લાગેલો  છે કારણકે એ એના પ્રેમમાં છે. આવા બધા ટાળો ટાળો તોય ગોટાળો જેવી સિચ્યુએશનનુ સોલ્યુશન આવે તો ગુડ નહી તો ય નો પ્રોબ્લેમ…

કારણકે પ્રેક્ષકોએ અહીં માત્ર મનોરંજનનો હેતુ સિધ્ધ થાય એ માટે મગજના દરવાજા બંધ રાખી ને જ જવાનુ છે. અહીં માત્ર અને માત્ર સિચ્યુએશનમાંથી ઉત્પન્ન થતી કોમેડી છે. આગળની ત્રણ હિટ કોમેડી આપ્યા બાદ અનીસ બઝમી પાસે અપેક્ષા વધી જાય એ સ્વભાવિક છે એટલે જો આવી કોઇ અપેક્ષા રાખીને ફિલ્મ જોવામાં આવે તો થોડી નિરાશા ઉપજે. ચ્યુઇંગમને ચાવી લીધા પછી એનામાંથી જે રસકસ ઉડી જાય અને પછી એને ગમે તેટલી તાણો તો એનો અર્ક ન મળે એવુ  અતિશય લંબાઇના કારણે આ ફિલ્મ સાથે થયુ છે. બિન જરૂરી ગીતોના લીધે તો માંડ માંડ મળતા સાંધા વળી પાછા ઢીલા પડી જાય છે.  જ્યાં ફેફસાફાડ કોમેડીની અપેક્ષા હોય ત્યાં માંડ  ક્યારેક ભુલથી હસી પડાય તોય ગનીમત. સૌથી મઝાની વાત તો એ છે કે સેન્સર બોર્ડની કાતર જ્યાં ફરવી જોઇએ ત્યાં ફરવાના બદલે ગીતોમાં ટોળે વળેલી એક્સ્ટ્રાના કપડા પર વધુ ફરતી હોય એમ એ ટોળાના કપડા વધુ ને વધુ ટુંકા થતા જાય છે.

બઝમીની ફિલ્મોની પેટર્ન પ્રમાણે અહીં પણ કલાકારોનો કાફલો તો ખડકાયો છે બાકી હતુ તો એમાં ઓછુ પડતુ હોય એમ ગોરિલા ફેમિલીનો ઉમેરો કરવામાં આવ્યો છે.એટલે સૌને સરખો લાભ આપવા પણ ફિલ્મની લંબાઇ જરૂરી બની ગઈ હોય એવુ લાગે. સંજય દત્તની સહજતા અને અક્ષય ખન્નાનો સપોર્ટ એમના પાત્રને અનુરૂપ જાય છે.  દરેક વખતે  જેના પાસા અવળા પડે એવા પોલિસ ઇન્સ્પેક્ટરની નિષ્ફળતાને  અનિલ કપૂરે સ્માર્ટલી ભજવી છે. અને પરેશ રાવલ હર હંમેશની જેમ આગળ તરી આવે છે.   સ્પ્લીટ પર્સનાલિટી ધરાવતી સૌમ્ય સુસ્મિતાનો  પતિ પરનો રૌદ્ર પ્રકોપ મનને જરા ખટકે છે. કંગના રાણાવત હોય કે નીતુ ચંદ્રા ,બંને અહીં વેડફાયા છે. સુનિલ શેટ્ટી એની આગળની કોઇ પણ ફિલ્મના કોઇ પણ પાત્રથી વધીને કશું જ જુદુ કરી શક્યા નથી. અને બાકી હતુ તો રહી રહીને વિજય રાઝની એન્ટ્રી પણ કોઇ પ્રોબ્લેમ સોલ્વ કરવા થઈ છે કે પ્રોબ્લેમ વધારવા એ સમજાતુ નથી.

ઓવર ઓલ મનોરંજન માટે બનેલી ફિલ્મ ” નો પ્રોબ્લેમ ” જોવાય તો ઠીક નહી તોય  નો પ્રોબ્લેમ.


કલાકાર– અનિલ કપૂર, સંજય દત્ત, અક્ષય ખન્ના, સુસ્મિતા સેન, કંગના રાણાવત, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, નિતુ ચંદ્રા , શક્તિ કપૂર,

પ્રોડયુસર – રજત રવૈલ, ડૉ. બી. કે . મોદી

ડાયરેકટર– અનીસ બઝમી

મ્યુઝિક– પ્રિતમ ચક્રબોર્તી

ગીતકાર–  શબ્બિર એહમદ , કુમાર, આનંદ રાજ આનંદ

ફિલ્મ ** એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૧/૧૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૮ સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૯

5 Comments

 • 1. Ramesh Patel  |  December 11, 2010 at 4:58 am

  Thanks for sharing.Enjoyed’
  Ramesh Patel(Aakashdeep)

  Like

 • 2. Dr.Maulik Shah  |  December 11, 2010 at 7:23 am

  મતલબ કે રાહ જોઈ ને ટી.વી. પર જોવામાં કોઈ વાંધો નહિ…!

  Like

 • ફિલ્મ અંગેના આપના રીવ્યુ અનેક વખત વાંચેલ છે પરંતુ ક્યારેય પ્રતિભાવ પોસ્ટ પર મોકેલ નથી. હકીકતમાં ફિલ્મ જોવાનો શોખ એટલો નથી ધરાવતો પણ આપની શૈલી જાણવા ને માણવા જ રીવ્યુ વાંચું છું અને જે કાંઈ આપ દર્શાવવાની કોશિશ કરો છો તે વાંચી અને આનંદ જરૂર થાય છે.

  ખરેખર ખૂબજ સારી શૈલી ધરાવો છો.

  અભિનંદન !

  Like

 • 4. dr sudhir shah  |  December 13, 2010 at 9:41 am

  sunder..nice…

  if you are not visiting our websites : http://www.shreenathjibhakti.org
  no problem…www.zero2dot.org….no problem…

  dr sudhir shah na vandan

  Like

 • 5. chandravadan  |  December 17, 2010 at 5:01 am

  ઓવર ઓલ મનોરંજન માટે બનેલી ફિલ્મ ” નો પ્રોબ્લેમ ” જોવાય તો ઠીક નહી તોય નો પ્રોબ્લેમ.
  Read the Post !
  Nice Review !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rajulben Inviting YOU & your READERS to Chandrapukar for the KAVY POSTS !

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2010
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: