“ખેલે હમ જી જાનસે”- film reviews –

ડિસેમ્બર 4, 2010 at 3:26 એ એમ (am) 4 comments

ડૂ અને ડાઇથી જ બનશે હિસ્ટ્રી

ભારત આઝાદ થયુ , એ આઝાદી અપાવાનો જશ જેને મળ્યો એ નામ પણ આજે અમર થઈ ગયા. પણ સુભાષ ચંદ્ર બોઝ કે સાવરકર જેવા કેટલાક નામ એવા છે કે જેમના નામ આજે ઇતિહાસમાં પાછળ ધકેલાઇ ગયા અને હવે તો એ નામ પણ  લોકોની સ્મ્રુતિમાંથી ભુસાવા માંડ્યા.અને નવી પેઢી તો આ નામથી સાવ જ અજાણ રહી જવાની છે. એવુ બીજુ એક નામ સુર્જ્ય સેન–આજે ભાગ્યેજ કોઇ આ નામથી પરિચિત હશે.

આશુતોષ ગોવારીકર એ નામની ઓળખ લઈને આપણી સમક્ષ આવ્યા છે.   અહીં માનિની ચેટ્ટર્જી લેખિત “ડુ એન્ડ ડાય”  પુસ્તક આધારિત ( ૧૯૩૦ના ચટ્ટૉગ્રામ )  આજના ચિત્તાગોંગ ના સમયની આ વાત છે. એ સમયના  અવિભાજીત બેંગાલનુ  ચિતાગોંગ શાંત પોર્ટ ગણાતુ. એ સમયે એક એવી ક્રાંતિની શરૂઆત થવાની હતી જેનાથી સમગ્ર ભારત જાગ્રુત થવાનુ હતુ. આવી કાંતિની  શરૂઆત કરનાર એક સ્કૂલ ટીચર સુર્જ્ય સેન અને એના કેટલાક નિર્ભય સાથીદારોનો ક્યારેય ખાસ લોકોના ધ્યાન પર ન આવ્યો  હોય એવો પરિચય  એટલે “ખેલે હમ જી જાનસે”

એપ્રીલની ૧૮મી તારિખે અંગ્રેજ હકુમતની આલબેલ સમી પાંચ જગ્યા પર એક સામટો હુમલો કરીને અંગ્રેજ હકુમત સામે નાફરમાની નોંધાવાના આયોજનમાં સુર્જ્ય સેન સાથે જોડાયેલા ક્રાંતિકારોની લગોલગ ઉભા રહીને સાથ દેનાર  કેટલાક નવ લોહિયા યુવાનો અને દેખાવે નાજુક છતાં દ્રઢ મનોબળ ધરાવતી બે યુવતિઓની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ “ખેલે હમ જી જાનસે”માં એક એવા અજાણ ઇતિહાસ પર પ્રકાશ નાખવામાં આવ્યો છે જેનુ ભારતની આઝાદીના ઇતિહાસમાં નામો નિશાન નથી.

ફિલ્મની શરૂઆત એટલે જાણે એક ઇતિહાસની ઓળખ. માંડ મુછનો દોરો ફુટ્યો છે એવા છોકરડાઓ રમતના મેદાનમાં રમવા માટેની આઝાદી મેળવવા જતા દેશની આઝાદી સુધીની લડતમાં સુર્જ્ય સેન સાથે જોડાતા જાય છે . આ લડત એટલે તન -મન અને ધનની આહુતિ . જોમપૂર્વક કુદી પડેલા  આ સેનાનીઓ  જાલિમ અંગ્રેજોની જોહુકમી સામે સફળતાને વરશે ?

અભિષેક બચ્ચને સુર્જ્ય સેનના ગંભીર પાત્રને આત્મસાત કરવાનો  પ્રયાસ કર્યો છે અને પ્રયાસમાં મહદ અંશે સફળ રહ્યા છે.” બ્રેક કે બાદ “ની અતિ ગ્લેમરસ ભૂમિકામાં જોયા બાદ તરત જ એનાથી સાવ જ વિરૂધ્ધ ક્રાંતિકારી મહિલાની ભૂમિકામાં દિપિકાને જોવી સાવ અણધારી વાત છે. અત્યંત સાદાઇ અને સંપૂર્ણ ભારતિય લિબાસમાં દિપિકાનો અવતાર નવેસરથી થયો હોય એવુ લાગે છે. એનો અર્થ એ કે ગ્લેમર એ અભિનેત્રીની ઓળખ નથી . એની સાચી ઓળખ એની અભિનય પ્રતિભા છે.

સુર્જ્ય સેનના દેશ ભક્ત સંનિષ્ઠ સાથીદારોના પાત્રમાં વિશાખા સિંઘ, સિકંદર ખેર , મહેન્દ્ર સિંઘ, સમ્રાટ મુખર્જી અને અમિન ગાઝીનો પાત્રોચિત અભિનય આ ફિલ્મનુ જમા પાસુ છે. નિર્મલ સેનના પાત્રમાં સિકંદર ખેર અને એની સાથે જીવન જોડવા માંગતી, નિર્મલની શહિદી પાછળ પોતાની પણ આહુતિ આપતી  પ્રિતલતાના પાત્રમાં વિશાખા સિંઘ સુંદર ભૂમિકા ભજવી જાય છે.એટલું જ નહી પણ યંગ આર્ટીસ્ટ ટોળામાં રહીને પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી જાય છે.

૧૯૩૦ના દાયકાના સમયની કથાને અનુરૂપ માહોલ , વાણી, વર્તન અને વાતાવરણ જ નહી પણ ગીત સંગીતને  પણ આશુતોષ ગોવારીકરે પરદા પર આબેહુબ રજૂ કર્યા છે. એક યુગ જ્યારે પરદા પર રજૂ કરવાનો આવે ત્યારે સ્વભાવિક એની કથા વિસ્તરણ જે સમય માંગે એ કદાચ આજના પ્રેક્ષકોને લાંબો જ લાગે . એમ જોવા જાવ તો  “ગાંધી “ફિલ્મ રજૂ થઈ ત્યારે એક સામટા બે શૉ એટલે કે છ કલાક જેટલો સમય નહોતો લીધો?

કલાકાર-અભિષેક બચ્ચન, દિપિકા પદુકોણ ,વિશાખા સિકંદર ખેર, મહેન્દ્ર સિંઘ, શ્રેયસ પંડિત, સમ્રાટ મુખર્જી, અમિન ગાઝી.

પ્રોડયુસર – સુનિતા ગોવારીકર, અજય બીજી, સંજય બીજી

ડાયરેકટર-આશુતોષ ગોવારીકર

મ્યુઝિક– ્સોહિલ સેન

ગીતકાર– જાવેદ અખ્તર

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * * સિનેમેટોગ્રાફી * * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૦૪/૧૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૭ સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૮

4 ટિપ્પણીઓ

 • 1. GAUTAM DHUDA  |  ડિસેમ્બર 4, 2010 પર 3:47 એ એમ (am)

  DEEPIKA IS 2 GOOD
  I LOVE DEEPIKA

  Like

 • 2. Heena Parekh  |  ડિસેમ્બર 4, 2010 પર 7:21 એ એમ (am)

  ખૂબ સરસ આલેખન.

  Like

 • 3. રાકેશ પટેલ  |  ડિસેમ્બર 6, 2010 પર 2:50 એ એમ (am)

  મજા આવે છે!
  બહુ જ સરસ રીતે લખાયું છે,
  ફિલ્મો જોવી અને તેના વિષે લખવું એ મને પણ ગમતો વિષય છે.
  પણ હજુ તમારી કક્ષાનું લખાય છે કે નહિ?
  કેટલીક ફિલ્મો વિષે અહી લખ્યું છે:-

  http://gitanshpatel.blogspot.com

  Like

 • 4. readsetu  |  ડિસેમ્બર 8, 2010 પર 10:00 એ એમ (am)

  good, now will read ur article about films…

  Lata Hirani

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: