“બ્રેક કે બાદ”- film reviews –

નવેમ્બર 27, 2010 at 3:41 એ એમ (am) 2 comments

દિલ અને દિમાગ્નો જંગ
ફિલ્મ “લવ આજ કલ” થી ઘણી પ્રભાવિત લાગે છે તેમજ ઇન્ટરવલ પછી ફિલ્મ પકડ જમાવે છે.

સમાજ અને સંબધનુ માળખુ એવુ છે કે જેમાં પાયો મજબૂત હોય તો ગમે તેવા ભૂકંપના આંચકા પણ એને ચલાયમાન કરી શકતા નથી પણ જો એમાં પાયાની જ કચાશ હોય તો એ નાના અમસ્તા હચરકાથી પણ હાલી જાય.   “બ્રેકે કેબાદ”  ફિલ્મ અભય અને આલિયાના આવા સ્નેહના  પાયા પર રચાયેલા સંબંધની કથા  લઈને આવી છે.
પોતાની માન્યતાને મહત્વ આપતી આલિયા  મહત્વકાંક્ષી છે .
અને દિલ કરતા દિમાગને અનુસરીને નિર્ણય લેનારી આધુનિક યુવતિ છે જ્યારે અભય નાનપણથી આલિયાને જ કેન્દ્ર માં રાખી જીવનારો યુવાન છે. નાની નાની વાતને લઈને ઝગડનારી આલિયાના મનોભાવોને એ સારી રીતે સમજે છે અને એના તરંગી તુક્કાઓને સવારે પણ છે. સ્વભાવથી વિરૂધ્ધ આલિયા અને અભય એમના સંબંધને સમજણપૂર્વક સાચવી શકશે?

“બ્રેક કે બાદ ” એ કોઇ  પ્રેમ કથા નથી પણ પ્રેમ કેવી રીતે હોઇ શકે એની વાત છે.   “લવ આજ કલ “ની યાદ અપાવતી ફિલ્મ “બ્રેક કે બાદ”  બ્રેક કે પહેલે મતલબ ઇન્ટરવ્લ પહેલા તો કોઇ પકડ જમાવી શકતી નથી. કથાની રજૂઆત અને માવજત બંનેની કચાશના લીધે ફિલ્મ થોડી કંટાળાજનક લાગે. ઇમરાન અને દિપિકા પદુકોણની કારકિર્દીની શરૂઆતથી માંડીને જોઇએ તો આજે આ બંને કલાકારની પ્રતિભામાં  જરૂર ફરક દેખાઇ આવે છે. શર્મિલા ટાગોર જેવી ગ્રેસફુલ અભિનેત્રીની પ્રતિભા અહીં વેડફાઇ છે. એવી જ રીતે ૭૦ ના દાયકાના અભિનેતા નવિન નિશ્ચલની હાજરી પણ ફિક્કી જ લાગે.

આજ કાલની મહત્વકાંક્ષી યુવતિઓ જ્યારે પોતાની કેરિયર માટે -સો કોલ્ડ સક્સેસ માટે દિલની વાત અવગણીને દિમાગી ડીસીશનને અગ્રીમતા આપે છે અને જ્યારે એને કશુક ગુમાવ્યાની લાગણી થાય ત્યારે જ એને જીવનમાં પ્રેમનુ મહત્વ સમજાય છે. આવી મનનીઅવઢવ ને કુણાલ કોહલીએ ફિલ્મ દ્વારા રજૂ કરી છે .  પરંતુ સામાન્ય માવજત – સામાન્ય ગીત સંગીત ને લઈને ફિલ્મ પણ સામાન્ય જ બની રહી છે.

કલાકાર- ઇમરાન ખાન, દિપિકા પદુકોણ, શર્મીલા ટાગોર, શાહના ગોસ્વામી, લોલિતા દુબે, યુધિષ્ડીર અર્સ, નવિન નિશ્ચલ

પ્રોડયુસર –કુનાલ કોહલી

ડાયરેકટર-ડેનીશ અસ્લમ,

મ્યુઝિક– વિશાલ દાદલની, શેખર રાવજીયાની

ગીતકાર-પ્રસૂન જોષી

ફિલ્મ ** એક્ટિંગ-* * મ્યુઝિક * * સ્ટોરી * *સિનેમેટોગ્રાફી * * *


ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૭/૧૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૬ સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૭

2 ટિપ્પણીઓ

  • 1. વિશ્વદીપ બારડ  |  નવેમ્બર 27, 2010 પર 4:34 પી એમ(pm)

    સંબંધ એક કાચા દોરા સમાન…પણ..જ્યાં સાચો આત્મિય સંબંધ હોય..ત્ ગમે તેટલા ઝંઝાવટ વચ્ચે એ ટકી શકે છે..
    આભાર.

  • 2. "Ha.Va."(Hardik Vataliya)  |  નવેમ્બર 27, 2010 પર 8:21 પી એમ(pm)

    Tamaro Aa Blog ane aa Film Rivyu Film Joyajevo J Anubhav Karave 6e,Aama Etali Choksai Ane Darek Mahiti 6e Ke Jane Film Same J Chalti Hoy Ane aakhI Varta Aapadne Samj Padijay


Blog Stats

  • 95,849 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: