સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૬

નવેમ્બર 25, 2010 at 2:40 એ એમ (am) 4 comments

સ્કોટ્લેન્ડની એ હરિયાળીમાં શ્રેયા લીલીછમ બનતી ગઈ. સંદિપ અહીં સાંગોપાંગ એનો જ હતો.

“ટુ ઇઝ કંપની એન્ડ થ્રી ઇઝ ક્રાઉડ ,”શ્રેયા કહેતી  અને અહીં એની અને સંદિપ વચ્ચે કોઇ  ક્રાઉડ નહોતું.  એકબીજાને પામવાના આયાસોમાં એકમેકમય બનતા ગયા.પુર્ણતાના આરે પહોંચવાની  એ અનુભૂતિ ….! આહ આજે શ્રેયાને થતુ હતું કે એનો નિર્ણય યોગ્ય જ હતો. સંદિપને તો વળી વિદેશની ધરતી પરનું  આ મુક્ત ,બંધન -વિહોણુ વાતાવરણ એકદમ જચી ગયું.  શ્રેયાને ક્યારેક સંકોચ થઈ આવતો પણ અહીં ક્યાં કોઇ એને ઓળખવાવાળુ હતુ?  લજામણીનો છોડ ખીલતો ગયો.

”  સંદિપ , પપ્પાનો મેઇલ છે . શ્રીજી કોર્પોરેશનની નવી ઓફિસનું ઇન્ટીરિયર કરવા માટે ઓફર મળી છે તને.”.સામન્ય રીતે શ્રેયા મેઇલ ચેક કરી લેતી અને મેઇલ પર એમની સુખની ક્ષણોમાં દૂર રહીને પણ પરિવારને સામેલ કરી લેતી.

“ઓહ! નો શ્રેયા નોટ નાઉ.અમદાવાદ પા્છા જઈએ ત્યારે બધી વાત,”

“અત્યારેને અત્યારે કોણ તને કામ શરૂ કરવાનુ કહે છે,પણ પ્લીઝ, તુ તારો કન્ફર્મેશન માટેનો જવાબ તો લખી દઇ શકેને?” શ્રેયાને થોડી અકળામણ થતી.પણ સંદિપને કોઇ ઉતાવળ નહોતી.

“યુરોપને તો એનો પોતાનો આગવો ઇતિહાસ છે તો સાથે અફાટ સૌંદર્યના ખજાનાની અણમોલ ભેટ  પણ છે. શ્રેયા , આ બધુ માણવાનુ મુકીને તું કામની વાત અત્યારે ક્યાં માંડીને બેસે છે? આ રોમન સ્ટાઇલનુ બાથનુ કન્સ્ટ્રકશન તને ફરી ક્યારે જોવા મળવાનુ છે? આ વિન્ડસર કેસલ-એડીનબરા પેલેસ, આ સેન્ટ પૉલ ચર્ચની ભવ્યતા , વેલ્સનો આ સ્નોડોનિયા અને લેન્ડ્ઝ એન્ડ્ની આ રમણીયતા ફરી તને અમદાવાદ તો શું પણ દુનિયામાં માં ગમે તેટલુ તુ ફરીશ તો પણ તને શોધી જડવાની છે?

આમ જોવા જાવ તો વાત સાચી હતી.

” ઓ કે બાબા, તારી મરજી “,શ્રેયાને  એનો આગ્રહ છોડી દેવો પડતો.પણ એટલુ તો એને ચોક્ક્સ થતું કે સામે આવેલી તક જતી તો ના જ કરી શકાય.અને અત્યારે કામ ક્યાં શરૂ કરવાનુ છે? એણે તો બસ ખાલી એની સંમતિ જ દર્શાવવાની છે . લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે એણે જરા આગળ વધીને માત્ર કપાળ પર તિલક કરવા દેવાનુ છે. સંદિપની હા હશે તો એ લોકો સંદિપ માટે રાહ જોવા તૈયાર હતા.

પણ શ્રેયા અંતે તો બધુ ભુલીને સંદિપમય બનતી ગઈ. સ્કોટલેન્ડની એ ધરતી પર સુખની પાંખે સમય ઉડતો રહ્યો.. આગળ વધીને  કેટલુ ફર્યા એનો હિસાબ માંડવા બેસે તો માઇલોના માઇલો મુસાફરી કરી પણ કેટલીક યાદો હંમેશ માટે ચિત્ત સાથે જડાઇ ગઈ. નૈસર્ગિક સૌંદર્યની સાથે અંગત રસ જોડાયેલો હતો. બર્મિગહામના એ સિમ્ફની હોલનુ આકર્ષક ઓડીટોરિયમ , એની લાઇટ એન્ડ સાઉન્ડની અદભૂત ક્ષમતા સંદિપને ખુબ અભિભૂત કરી ગયા. વર્લ્ડ હેરિટેજ તરિકે જાણીતા બાથનુ રોમન સ્ટાઇલનુ કન્સ્ટ્રકશન એ બધુ જ સંદિપના રસના વિષયો હતા .વેલ્સના લેન્ડુડમાં વિક્ટોરિયલ એડવર્ડીયન સમયની ભવ્યતા અને લાલિત્યનો સમન્વય સંદિપને અપીલ કરી ગયો .

તો  શ્રેયા માટે પણ અહીં ક્યાં કોઇ ખોટ હતી? સ્નોડોનિયાની એ નાનકડી ટ્રેનની ૩૦૦૦ ફિટની ઉંચાઇએથી હલકા ધુમ્મસ વચ્ચે નીચે દેખાતો પેનોરમિક વ્યુ અને સંદિપનો હાથ પકડીને ઉભેલી શ્રેયા પરથી પસાર થતા એ ધુમ્મસભર્યા વાદળ ! એને થયુ  જીવનભર એ સ્પર્શ  એને યાદ રહી જશે .તો પછી એ કોનવોલના એ લેન્ડઝ એન્ડને ક્યાં  ભુલી શકવાની હતી? યુ કે ની ધરતીના છેડા પર આવીને ઉભા હતા  બંને જણ . એ દિવસે સમી સાંજે ઢળતા સૂર્યના ઉજાસ પર ધુમ્મસનુ ઘેરૂ આવરણ આવી ગયું. શ્રેયા સાગર કિનારે ઉભી છે કે ધુમ્મસના દરિયા વચ્ચે લહેરાતી હતી એનો ભેદ પણ એ કળી શકતી નહોતી. સાગરનો એ ઘુઘવાટ ,લહેરાતા પવનની હળવી થપાટો ,હવાના સૂસવાટાનુ ગજબનુ સંમિશ્રણ કોઇ અજબ મોહિની ફેલાવી રહ્યુ હતુ. શ્રેયા તો બસ એમાં ઓગળતી રહી અને સંદિપ એ પિગળતી શ્રેયાને પોતાના શ્વાસોશ્વાસમાં સમાવતો ગયો.

યુરોપની ધરતી પર શ્રેયા અને સંદિપ સમગ્ર વિશ્વને ભુલીને એકમેકમાં સમાતા ગયા. શ્રેયાને સંદિપનુ સાનિધ્ય દિવસે ને દિવસે વધે ને વધુ  વ્હાલુ  લાગતુ ગયુ. સંદિપને તો શ્રેયા સાથેના આ સહજીવનની શરૂઆતના દિવસોમાં દરમ્યાન પોતાનો નિર્ણય સાર્થક લાગ્યો.

જીવનના સૌથી ઉત્તમ દિવસો હતા એ. બસ બંને જણ એકમેકમાં ખોવાતા પામતા રહ્યા. જે શ્રેષ્ઠ હતુ તે અન્યોઅન્ય આપતા ગયા.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૭ – તાઃ ૨-૧૨-૨૦૧૦ ના રોજ.

Entry filed under: saptahik laghu navalkatha "chhinn".

“મ્યુઝિકલ સેલિબ્રેશન” “બ્રેક કે બાદ”- film reviews –

4 ટિપ્પણીઓ

 • 1. UMAKANT MANKAD.  |  નવેમ્બર 25, 2010 પર 3:40 એ એમ (am)

  adbhut…….varnan,shailey,ane sthalo na nam na varnan mate ni pasandgi……..subhanalah.
  abhinandan.

  Like

 • 2. ndave555  |  નવેમ્બર 25, 2010 પર 6:36 એ એમ (am)

  so now shreya and sandeep are on a honeymoon trip their most wonderful days of their married life why don’t u come out with other parts earlier than usual i can’t wait to know what happened to them

  Like

 • 3. nimesh1  |  નવેમ્બર 25, 2010 પર 10:49 એ એમ (am)

  રાજુલ બહેન
  વાર્તા માં તમારા સ્થળો ના વર્ણનો ખુબ ગમે છે.સાથે સાથે લાગણીઓ ને શબ્દદેહ આપવાની તમારી કળા પણ ધ્યાનાકર્ષક છે.વાંચનાર ને પણ તમે વાર્તા ના પત્રો ની મનોસ્થિતિ માં જાણ્યે અજાણ્યે પણ ખેંચી જાવ છો.
  આ હપ્તા નું છેલ્લું વાક્ય “જે શ્રેષ્ઠ હતું તે અન્યોન્ય ને આપતા ગયા ‘ઘણું કહી જાય છે.સરસ.
  નિમેશ ત્રિપાઠી.

  Like

 • 4. Dhiren Avashia  |  નવેમ્બર 26, 2010 પર 4:16 એ એમ (am)

  વાંચતા રસ પડ્યો..સરસરીતે વાર્તા વિકસે છે..અભિનંદન..

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: