“મ્યુઝિકલ સેલિબ્રેશન”

નવેમ્બર 24, 2010 at 9:54 એ એમ (am) 5 comments

અમદાવાદમાં  આજ કાલ હેરિટેજ વીકને ઉજવણી અનોખા અંદાજમાં થઈ રહી છે . ભાતીગળ કાર્યક્રમોની રજૂઆત દરમ્યાન  આજે અનાયાસે એવા કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળી .આપણા  પુર્વીય સાંસ્ક્રુતિક વારસાની  મહેફીલોની સાથે સાથે પાશ્ચાત્ય સંગીતના સૂર ભળ્યા.

લગભગ ૨૦મી સદીમાં ટ્રમ્પેટ વાદનની શરૂઆત થઈ . શરણાઇની જેમ ટ્રમ્પેટ વાદનમાં પણ  શ્વાસની એકધારી શક્તિ-જોમ જોઇએ એ રીતે જોતા સાસ્કિયા લારૂને ટ્રમ્પેટ વગાડતા ન જોઇએ ત્યાં સુધી કોઇ મહિલા ટ્રમ્પેટ પર પર્ફોર્મન્સ આપી શકે એ કલ્પવુ અશક્ય છે. લ્યુઇસ આર્મસ્ટ્રોન્ગ, ડીઝી ગીલેસ્પી, માઇલ્સ ડેવીસ, ડોન ચેરી જેવા મેલ વાદકોની વચ્ચે વલડીયા સ્નો, ક્લોરા બ્રાયન્ટ, બાર્બરા ડોનાલ્ડ, ઇન્ગ્રીડનુ નામ આગળ આવવુ એ  જ એમની શક્તિનો  પરિચય છે. સાસ્કિયા લારૂ પણ આમાંનુ જ એક નામ ગણાય. આ સાસ્કિયા લારૂને સાંભળવાની તક મળે એ ખરેખર આનંદની પળ હતી.

————————————————————————————————————————————————————

 

સાસ્કિયાએ કરી સૂરોની વર્ષા

ઝરમર વરસાદ વચ્ચે સાસ્કિયા લારુ અને વોરન બર્ડના ગીતની ગુંજ આસમાન સુધી ઊઠી.

કાર્તિકી પૂનમના અજવાસમાં હેરિટેજ વીકની ઉજવણીના ત્રીજા દિવસે રિવર ફ્રન્ટ પર યોજાયેલા એક અનોખા કાર્યક્રમના વધામણા લેવા ઉમટેલા કમોસમી માવઠાની ઝરમર વચ્ચે  પણ પ્રેક્ષકો આ નેધરલેન્ડના સાલસાબોપને માણવા હાજર હતા .

નેધરલેન્ડથી આવેલા આ સાલસાબોપના ગ્રુપને ફ્લાઇટ ડિલે હોવાના લીધે થોડુ મોડુ તો થયુ જ હતુ અને એમાંય ખુલ્લા આસમાન નીચે વરસાદી વાતાવરણમાં આ કાર્યક્રમની સંભવના આછી પાતળી થતી જતી હતી.વરસાદની ઝીણી ફરફર વચ્ચે આર્ટીસ્ટ પહેલા આવશે કે વરસાદ એની રાહમાં અટવાયેલા
અમદાવાદના શ્રોતાઓને વરસાદે કે સાસ્કિયા લારૂના ગ્રુપે આ અનોખા કાર્યક્રમથી વંચિત ન રાખ્યા.

એક  વાર  સ્ટેજ સુધી પહોંચ્યા બાદ એક પણ ક્ષણ વેડફ્યા વગર  વોરન બર્ડના બુલંદ અવાજે શરૂ થયેલા ગીતને ટ્રમ્પેટ પર સાસ્કિયા લારૂએ સાથ આપીને રંગત જમાવવાની શરૂઆત કરી દીધી.
હજુ તો પુરી ઓર્કેસ્ટ્રા- પુરા સાજ ખુલે તે પહેલા જ તાલીઓના સથવારે અને અવાજની બુલંદીથી એક માહોલ બંધાવા માંડ્યો .  

કોલંબિયાના હાયનો રોડ્રીકે  ઉપાડેલા બીજા ગીતમાં ઓડિયન્સના સાથે વાતાવરણમાં ઉત્તેજના ફેલાવી દીધી. અને સાસ્કિયાએ તો એના ગીતના શબ્દોમાં અમદાવાદને ગજવ્યુ. હળવે હળવે એક પછી એક સાજ ગોઠવાતા ગયા અને ત્યાં સુધી જમાવટ થતી રહી.
.
નેધરલેન્ડની ટ્રમ્પેટ પ્લેયર સાસ્કિયા મારૂની સાથે ક્રોએશિયાના ડ્રમ પ્લેયર સીન , બોંગો પર કોલંબીયાના હાયનો રોડ્રીક, પિયાનો પર ફરી એક વાર વોરન બર્ડ અને  ગીટાર પર માઇકલ એમ એક કંપ્લીટ ઓર્કેસ્ટ્રાએ તો હાજર શ્રોતાઓને ગીત સંગીતથી ઝૂમતા કરી દીધા. સંગીતને ભાષાના કોઇ સીમાડા નડતા જ નથી એ કથનને આજે સત્યમાં સાબિત કરી દીધુ.

સાસ્કિયા મારૂની ટ્રમ્પેટ પરની એક ધારી રજૂઆત તો ખરેખર તારિફે કાબિલ હતી.વચ્ચે વચ્ચે આછી ઝરમર વચ્ચે પણ ઓડીયન્સ ઉઠવાનુ નામ ન લે એવી રંગત, એવી મસ્તીભરી રાત આગળ વધતી હતી.  વરસાદની આડશ માટે ઢંકાયેલી ઓર્કેસ્ટ્રાના  સાથ સાથે  સાસ્કિયા મારૂ અને વોરન બર્ડના ગીતની ગુંજ  ઓપન ટુ સ્કાય-નો લિમિટ જેવા ખુલ્લા આસમાન સુધી  ઉઠી .

બોંગો અને ડ્રમની જુગલબંધીના શ્રેષ્ઠતમ પરફોર્મન્સે તો એ ફરી એક વાર ઓડિયન્સને તાનમાં લાવી દીધુ અને એમાં ય જ્યારે હળવેથી  પિયાનોનો સાથ ભળ્યો ત્યારે તો એક અજબ મોહિની ઉત્તપન્ન થતી લાગી.

અંતે   ટ્રમ્પેટ પર સાસ્કિયા અને વોરન બર્ડની તાલીઓના તાલે ઝુમેલા શ્રોતાઓએ આછા વરસાદી પ્લેઝન્ટ વાતાવરણમાં વરસાદની આવન જાવન વચ્ચે પણ અત્યંત પ્લેઝન્ટ પરફોર્મર્ન્સને દીલથી માણ્યુ.


“આ આલેખન દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૩/૧૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Entry filed under: "મ્યુઝિકલ સેલિબ્રેશન".

“મૈત્રીની બુનિયાદ” સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૬

5 ટિપ્પણીઓ

 • 1. Pragnesh  |  નવેમ્બર 24, 2010 પર 11:46 એ એમ (am)

  Blog vachavani maja avi badhu j vachi gayo mahiti rasprad lagi

  Like

 • 2. વિશ્વદીપ બારડ  |  નવેમ્બર 24, 2010 પર 2:45 પી એમ(pm)

  રાજુલબેન, સુંદર માહિતી આપી..આભાર

  Like

 • 3. vijay shah  |  નવેમ્બર 24, 2010 પર 2:54 પી એમ(pm)

  mazaa aavi gai

  Like

 • 4. krunalc  |  નવેમ્બર 25, 2010 પર 1:04 એ એમ (am)

  અમદાવાદમાં પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે અને લોકો આ કાર્યક્રમોનો આનંદ લે છે એ જાણી સારુ લાગ્યુ. 

  Like

 • 5. nilam doshi  |  નવેમ્બર 27, 2010 પર 6:13 એ એમ (am)

  nice to know..nicely written too..

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: