“ગુઝારિશ”- film reviews –

November 20, 2010 at 2:18 am 16 comments

જિંદગી સાથેનાં તોફાનો સામેનો સંઘર્ષ

એક સમયનો સફળ મેજીશિયન ઇથાન માસ્કરન્સ (હ્રિતિક રોશન) અને આજનો સફળ  રેડીયો જોકી જે આજ સુધી દુનિયાને  એક ભરપુર જીવન જીવવા માટે સંદેશ આપતો રહ્યો હતો એ આજે અચાનક   પોતાના માટે મર્સી કિલીંગ  -ઇચ્છા મ્રુત્યુ માટે કોર્ટને અપીલ કરે છે . અને એની એ અપીલને અંજામ આપવા માટે કોર્ટમાં સરેઆમ એને સાથ મળે છે એની લોયર દોસ્ત દેવયાનીનો, બાર વર્ષથી એની સારવાર કરતા તબિબનો, બાર બાર વર્ષથી પોતાના પરિવારને ભુલીને એની સેવા કરતી એની નર્સ કમ કેરટેકર સોફિયા (ઐશ્વર્યા રાય બચ્ચન )નો, પોતાની કુખેથી જન્મ આપનાર એની પોતાની મા નો . કારણ? એક અકસ્માત અને એ અકસ્માતને લઈને એ આજે એક એવી જીંદગી ગુજારી રહ્યો છે જેના માટે જીંદગી કહેવાના બદલે જીવતી લાશ શબ્દ વધારે યોગ્ય લાગે.

શું કોર્ટ એની અપીલ મંજુર રાખશે? એના અતિ પ્રિય સ્વજન એને એમની જીંદગીમાંથી વિદાય લેતો જોઇ શક્શે?

ઓનર કીલીંગના હોહાપોહની વચ્ચે સંજય લીલા ભણસાલી મર્સી કીલીંગની વાતને જે રીતે લઈ આવ્યા છે એ ખરેખર તારિફે કાબિલ છે. જેના શરિરમાં ખભાથી માંડીને પગના તળીયા સુધીના તમામ અંગો નિષ્પાણ થઈ ગયા છે , જેના કોઇ અંગોની ચેતના દર્દી અનુભવી શકતો નથી ,કિડની, લીવર જેવા અંગો પણ ધીરે ધીરે ખોટકાઇ રહ્યા છે, અને કદાચ થોડા સમય બાદ હ્રદયના ધબકારા ધીમા પડતા જવાના છે,  પળે પળે યાતના ભર્યુ જીવન ગુજારી રહ્યા હોય એવા  ક્વાડ્રિયાપ્લેજીકના દર્દીને પોતાની મરજીથી પોતાના જીવનનો અંત લાવવાનો અધિકાર ખરો કે નહીં?

આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ તો માત્ર આવા દર્દી કે એ દર્દીના સ્વજન જ આપી શકે. પણ સંજય લીલા ભણસાલી એ અત્યંત નાજુકાઇભરી રીતે આ પ્રશ્નને પ્રેક્ષકો સમક્ષ  ફિલ્મ “ગુઝારિશ” માં રજૂ કર્યો છે. “ગુઝારિશ” ફિલ્મ એ માત્ર ફિલ્મ ન બની રહેતા એક અત્યંત સુંદર સર્જન બની રહ્યુ છે જેનો યશ  દિગદર્શકથી માંડીને તમામ કલાકારોના અભિનયને જાય છે. ફિલ્મની કથા  એની સુંદર માવજતને લીધે વધુને વધુ અપીલીંગ બની છે. ઇથાન અને સોફિયા વચ્ચેનો અવ્યક્ત પ્રેમ. સોફિયાની નાની નાની કાળજી, જીવંત લાશ જેવા ઇથાનની આંખોમાં જીવન માટેનો ચમકારો અને છતાંય મ્રુત્યુ માટેનો તરફડાટ એટલી સચોટ રીતે વ્યક્ત થયા છે કે પ્રેક્ષકોના મનમાંથી કે આહ અને વાહ તો ઉઠવાના જ.

આજ સુધી સંજય લીલા ભણસાલી એ ઐશ્વર્યા રાય માટે જે વિશ્વાસ સેવ્યો છે એ વિશ્વાસ ડંકાની ચોટે સાચો સાબિત થયો છે. બહારથી માર્બલ  જેવી સુંદર અને અંદરથી ગ્રેનાઇટ જેવી સ્ટ્રોંગ સોફિયાના પાત્રમાં  ઐશ્વર્યા લાંબા અરસા સુધી પ્રેક્ષકોના મનમાં જીવંત રહેશે. ફિલ્મમાં  એની એક એક મુવમેન્ટ, આંખોનો તિખારો, ચહેરા પરનો રોષ , ક્યારેક જ હોઠ પર આવતુ સ્મિત , કોર્ટરૂમમાં મર્સીકીલીંગ માટેની આવેશપૂર્ણ રજૂઆત, રેસ્ટોરન્ટમાં અનાયાસે આનંદથી ઝૂમી રહેલી ઐશ્વર્યાની મસ્તી એ સંજય લીલા ભણસાલીના દિગદર્શનની કમાલ છે કે ઐશ્વર્યાની પોતાની અભિવ્યક્તિ એ સવાલનો જવાબ મળવો મુશ્કેલ છે.  માત્ર અને માત્ર આંખોથી પણ અભિનય આટલી હદે  પરફેક્ટ હોઇ શકે એ તો જ્યારે “ગુઝારિશ”ના ઇથાનને જોઇએ ત્યારે સમજાય. ઇથાનની વેદના- સંવેદનાને  દરેક પળે   હ્રિતિક રોશને યોગ્ય ન્યાય આપીને  ઇથાનના પાત્રને યાદગાર બનાવ્યુ છે. ઐશ્વર્યાની દરેક મુવમેન્ટની સામે કોઇ પણ જાતની મુવમેન્ટ વગર પણ હ્રિતિક રોશન એટલો જ સચોટ રહે છે.

મુખ્ય પાત્ર સિવાયના તમામ પાત્રો પણ એટલાજ વિશિષ્ટ રીતે ઉપસ્યા છે. દેવયાની એટલે કે શેહનાઝ પટેલ, ઓમાર ( આદિત્ય રોય કપૂર )  ડૉક્ટર (સુહેલ શેઠ), રજત કપૂર અને લગભગ ગેસ્ટ અપીયરન્સ કહી શકાય એવા નાનકડા પાત્રમાં નફિસા અલી એ કમાલ કરી છે.

હોલીવુડની ” ધ પ્રેસ્ટીજ “ની યાદ અપાવતી  ફિલ્મ  “ગુઝારિશ” માં ઇથાનના એકદંડીયા મહેલ જેવા નિવાસ અને ગોવાની મનોરમ્ય લોકેશન વચ્ચે પાંગરતી આ પ્રેમ કથાનુ વહેણ  સંજય લીલા ભણસાલીએ કોર્ટરૂમમાં પણ એવુ જ અકબંધ રાખ્યુ છે અને ઘરની ચાર દિવાલ વચ્ચે કોર્ટરૂમની ગરિમા પણ એટલીજ સાંગોપાંગ રાખી છે. એક સફળ મેજીશીયન એની જાદુઇ છડીથી એની હેટમાંથી એક પછી એક ફુલોના ગુલદસ્તા કાઢતો જાય , પોતાની માયા જાળથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરતો જાય એમ સંજય લીલા ભણસાલી એમના કસબથી ફિલ્મના  ગીત -સંગીતથી લઈને દરેક પાસાએ એક પછી એક પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરતા જાય છે.

” ખામોશી” ,”દિલ દે ચૂકે સનમ અને ” દેવદાસ”  ફિલ્મની  પ્રેમ કથાની સફળતાપછી  “બ્લેક ”  ફિલ્મમાં  અંધ-મુક અને બધિર તેમજ અલ્ઝાઇમર જેવા દર્દની કથાને વાચા આપ્યા  બાદ  “ગુઝારિશ”માં ક્વાડ્રિયાપ્લેજીકના  એક અલગ  અભિગમને લઈને સંજય લીલા ભણસાલી આજે ફરી એક વાર એમની કમાલ રૂપેરી પરદે લઈને આવ્યા છે.

કલાકાર–  હ્રિતિક રોશન , ઐશ્વર્યા રાય બચ્ચન, મોનિકાનંગના દત્ત, આદિત્ય રોય કપૂર, શેહનાઝ પટેલ , રજત કપૂર, નફિસા અલી

પ્રોડયુસર – સંજય લીલા ભણસાલી, રોની સ્ક્રુવાલા

ડાયરેકટર-સંજય લીલા ભણસાલી

મ્યુઝિક– સંજય લીલા ભણસાલી

ગીતકાર– એ એમ તુરાઝ, વિભુ પુરી

ફિલ્મ **** એક્ટિંગ-* * * * મ્યુઝિક * * * સ્ટોરી * * * * સિનેમેટોગ્રાફી * * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૦/૧૧ /૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૫ “મૈત્રીની બુનિયાદ”

16 Comments

 • 1. devika Dhruva  |  November 20, 2010 at 4:11 am

  પિકચર જોયાનો અનુભવ કરાવતો તમારો આ રીવ્યુ લાજવાબ છે,કોઇ જોરદાર અડ્વર્ટાઇઝ કરતાં પણ અનેક ગણો ચડિયાતો છે. હવે તો આ પિક્ચર જોવું જ પડશે !!

  Like

 • 2. હિરેન બારભાયા  |  November 20, 2010 at 6:56 am

  after reading this… I am eagerly waiting to see this movie…

  Like

 • 3. અરવિંદભાઈ પટેલ  |  November 20, 2010 at 8:19 am

  તમારો રીવ્યુ આખો નથી વાંચ્યો. ફક્ત શરૂઆતનોજ વાંચ્યો છે. કેમકે હું આજે આ ફિલ્મ જોવા જવાનો છું. અને આખો રીવ્યુ વાંચું તો ફિલ્મ જોવાની મઝા મરી જાય.

  Like

 • 4. Rajul Shah Nanavati  |  November 20, 2010 at 8:23 am

  મારા મતે તો આ એક અનોખુ સર્જન-એક અનોખી ક્રુતિ છે.

  Like

 • 5. Rajul Shah Nanavati  |  November 20, 2010 at 8:24 am

  ફિલ્મ જોઇને તમારો પણ અભિપ્રાય આપશો. ગમશે.

  Like

 • 6. nishit joshi  |  November 20, 2010 at 11:02 am

  thank you for sharing the review

  Like

 • 7. sureshmsheth67  |  November 20, 2010 at 12:58 pm

  film joee nathee, paNa tamaaro revew joee ne laage chhe ke film jovee joeee.

  Like

 • 8. અરવિંદભાઈ પટેલ  |  November 20, 2010 at 3:49 pm

  અત્યારેજ જોઈ આવીને અભિપ્રાય લખવા બેઠો છું.
  એક અતિ સુંદર ફિલ્મ. કે જેની છાપ મગજ પર વર્ષો સુધી રહેશે.
  હવે સંજય લીલા ભણસાલીએ સંગીત પર પણ હાથ અજમાવ્યો છે. કર્ણ-પ્રિય સંગીત. તદઉપરાંત ઉડીને આંખે વળગે એવી નયનમય મનોરમ્ય ફોટોગ્રાફી.

  Like

 • 9. chandravadan  |  November 20, 2010 at 8:11 pm

  Nice Flm Review !
  Enjoyed the Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rajulben..Thanks for your Visit/Comment on Chandrapukar !

  Like

 • 10. DR ASHVIN BHATT  |  November 20, 2010 at 8:38 pm

  SANJAY has always been inspired by V.Shantaram…in his world of sets and colours…creating a kind of surrealistic images.!!
  Guzaarish…is one more feather in his cap.
  Poetry in celluloid…some of his films are .
  CURTAINS…are his fetish.!!
  No one loves curtains like him..!!
  He will never learn to make films for masses..!!

  Like

 • 11. Nita  |  November 23, 2010 at 7:13 am

  Very Good review of the film. I enjoyed the film. and I agree with the whole review. The film, acting, Direction, story, music and sets every thing wall beatifully shown.

  Like

 • 12. Dhiren Avashia  |  November 23, 2010 at 4:48 pm

  Very good review…Congrats…I always liked Sanjay Lila Bhansali’s movie….Blessings to you too…Kep it up..

  Like

 • 13. dipak soni  |  November 24, 2010 at 4:22 am

  mane tamara thaki janva mali, wordpress ni mahiti, ke jema khubaj mahatvani jankari chhe. ane gnyanno khajano chhe. thank you.

  hu pan wordpress no member thava mangu chhoo. ane thayo pan , maru upar janavya pramanenu account open thatu nathi. to margdarshan aapshoji.

  dipak soni,navsari

  Like

 • 14. Madhav / Harshad  |  November 24, 2010 at 7:26 am

  તમારો રીવ્યુ વાંચ્યો ને લાગ્યું કે હવે તો આ પિક્ચર જોવું જ રહ્યું.

  Like

 • 15. vishwadeep  |  November 24, 2010 at 3:13 pm

  જીવનનું એજ તો સત્ય છે.. એજ હકીકત છે..બીજાને સલાહ આપનાર જ્યારે પોતેજ હકીકતનો ભોગ બને..ત્યારે..એ પોતે હકીકત સ્વિકારવા તૈયાર થાય છે ખરો? થાય છે તો કેટલી મંથણામાંથી પસાર થવું પડે??…
  આપના અભિપ્રાય બાદ..”ગુઝારિશ” જોયું.. ખેદ..લાગણી અને હકીકતના હિડોળે હિચક્યાં…!
  જીવનને એક બોધ આપતી કથા…
  આભાર..

  Like

 • 16. pravin  |  November 29, 2010 at 10:05 pm

  ગુઝારિસઃ ફિલ્મ સારી છે પરંતુ બીમાર હિરોનો મેંકઅપ તે કોઈ પાર્ટીમાં
  જતો હોય તેવો હોવાથી મઝા બગડી ગઈ,સંજયની આ ગભીર ભૂલ છે.

  Like


Blog Stats

 • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2010
M T W T F S S
« Oct   Dec »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: