“અ ફ્લેટ “- film reviews –

November 12, 2010 at 8:40 am 4 comments

સમજ બહાર ફલેટનું રહસ્ય

દિવાળી પછી રિલીઝ થયેલી ફિલ્મ દર્શકોને એટ્રેક્ટ કરવામાં નિષ્ફળ-

યુ એસ એ થી રાહુલ(જીમી શેરગીલ)એની રૂઠેલી પ્રિયતમા પ્રિતિ(કાવેરી જ્હા)ને મનાવા પાછો આવે છે પણ આવતાની સાથે એ એક પછી એક ઉપરા ઉપરી આઘાતોમાં અટવાઇ જાય છે. સૌ પહેલા એના પિતા(સચીન ખેડેકર)નુ કમોત, પ્રિતિનુ રહસ્યમય રીતે ગુમ થઈ જવુ અને બાકી હોય તેમ એ પોતે પોતાના ફ્લૅટમાં જ ભયની ભૂતાવળ વચ્ચે કેદ થઈ જાય છે.

આ ભયની ભૂતવળ એક કાલ્પનિક તુક્કો છે કે હકિકત ?  ફ્લેટમાં બંધ રાહુલને આ ભયાવહ ભૂતાવળ સુધી પહોંચવાની એક કેડી હાથ લાગે છે. શું  આ કેડી રાહુલને એના અંત સુધી લઈ જશે? રાહુલને એની પ્રિતિ મળશે ?

હેમંત મધુકરનો પ્રથમ પ્રયાસ એની નબળી કથા, માવજતને લીધે નિષ્ફળ પુરવાર થયો છે. હોરર મુવીમાં કાન પર હથોડાની જેમ ટીપાતા બેક ગ્રાઉન્ડ મ્યુઝીકને બાદ કરો તો ફિલ્મમાં ડરવા જેવુ કશુ જ હોતુ નથી એ ફરી એક વાર અહીં સાબિત કરવા માટે ફિલ્મ તો નહી બની હોય ને? એવો પ્રેક્ષકોના મનમાં  ચોક્કસ સવાલ ઉઠે. અને ડરામણા મ્યુઝીક્થી બીક નથી લાગતી? તો લો આ તમને ડરાવવા માટે વધુ એક બિહામણુ પ્રેત હાજર છે. પણ જો કથામાં કોઇ દમ ન હોય તો એ ભૂત કે પ્રેત પણ પ્રેક્ષકોને ડરાવવામાં નિષ્ફળ જાય એની એક વધુ પ્રતિતી એટલે ફિલ્મ “અ ફ્લેટ “

આ સિવાય પણ અનેક કારણો છે આ ફિલ્મ નિષ્ફળ જવાના. એક તો એના એક પણ પાત્રોની વરણી જ પાત્રને યોગ્ય  નથી.સંજય સુરી અને હેઝલ તો એમના પાત્રમાં  બિલકુલ જચતા જ નથી.  જીમી શેરગીલ ઠીક ઠીક કામ કરી જાય છે બાકી કાવેરી જ્હાની તો  ફિલ્મમાં હિરો માટે  હિરોઇન જરૂરી છે એટલા પુરતી હાજરીમાં વર્તાય છે. જીમી શેરગીલ અને કાવેરી જ્હાનો પ્રેમ ક્યાંથી શરૂ થઈને ક્યાં પહોંચે છે ? અથવા તો ક્યાં ખોવાઇ જાય છે ? વારંવાર વર્તમાનમાંથી ભૂતકાળ તરફ સરી જતી ફિલ્મ પણ એમના પ્રેમની જેમ જ ક્યાંથી શરૂ થઈને ક્યાં પહોંચે છે? એવા સવાલોની વચ્ચે અટવાયેલા પ્રેક્ષકો્  મનમાં એક પણ જવાબની પણ અપેક્ષા સેવવી નકામી છે એવી લાગણી સાથે  બહાર નિકળે ત્યારે આવી ફિલ્મો બનાવવા પાછળનુ પ્રયોજન શું એવો તો સવાલ જરૂરથી ઉઠાવે.

ટુંકમાં અને લંબાણથી દિવાળીના ધૂમધડાકા પછીની નિરાંતમાં આવીને ચાલી પણ જાય  અને એની ક્યાંય નોંધ ન લેવાય એવી એક  રહસ્યમય  ફિલ્મ એટલે  ” અ ફ્લેટ “.

કલાકાર– જીમી શેરગીલ, સંજય સૂરી, હેઝલ, કાવેરી જ્હા, સચીન ખેડેકર

પ્રોડયુસર – અંજુમ રિઝવી

ડાયરેકટર-હેમંત મધુકર

મ્યુઝિક– ભપ્પી લહેરી

ગીતકાર-વિરાગ મિશ્રા

ફિલ્મ *એક્ટિંગ-** મ્યુઝિકસ્ટોરી **

 

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૩/૧૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૪ સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૫

4 Comments


Blog Stats

  • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2010
M T W T F S S
« Oct   Dec »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: