સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૪

નવેમ્બર 11, 2010 at 6:46 એ એમ (am) 9 comments

સિનસિનાટીની ખુલ્લી હવામાં શ્વાસ લેતાની સાથે સંદિપ એ બધી વાતોને મનથી દૂર હડસેલી કામે લાગ્યો. એને આ દિવસોનો પુરેપુરો ઉપયોગ કરી લેવો હતો. એ જે જાણવા – જે શિખવા આવ્યો હતો , જે અનુભવ લેવા આવ્યો હતો એમાં જાતને પુરેપુરી ડૂબાડી દેવી હતી. બીજા કોઇ વિચારો  મન પર કબજો જમાવે નહી એટલી હદે એને બીઝી રહેવુ હતુ. આમ પણ હવે શ્રેયાનો  નિર્ણય જ આખરી રહેવાનો હતો. એને જે કહેવુ હતુ એ બધું જ એ વ્યક્ત કરી ચૂક્યો હતો.અને છેલ્લે શ્રેયાથી છુટા પડતી વખતે એ કહીને આવ્યો હતો .

“શ્રેયા , આજથી માંડીને ૬ મહિના સુધીમાં તુ જ્યારે જે નિર્ણય લઇશ એ  જ મારો પણ નિર્ણય હશે. જો તારુ મન જો ક્યારેય મારી તરફ ઢળે ત્યારે પણ મને જણાવવાની ઉતાવળ કરીશ નહી.રખેને એ નિર્ણય કોઇ દબાવ કે લાગણીવશ થઈને લેવાયો હોય તો મને જણાવીશ નહીં ત્યાં સુધી તને એની પર ફરી ને ફરી વિચારવાનો તને અવકાશ રહેશે.  આ અંગે હવે આપણે આ સ્ટડી ટૂર પતે નહીં ત્યાં સુધી કોઇ વાત કે ચર્ચા નહી કરીએ. પણ  હા ! જો  તારો  કોઇ પોઝીટીવ અપ્રોચ હોય તો મને હુ પાછો આવુ ત્યારે એરપોર્ટ પર લેવા તો આવીશને ?”

શ્રેયાએ મૂક સંમતિ આપી હતી એની વાતને.

બેંગ્લોર પહોંચ્યા પછી શ્રેયાએ પણ સમગ્ર ધ્યાન એ પ્રોજેક્ટ પર કેન્દ્રિતતો કર્યુ પણ કોણ જાણે કેમ હવે એ પોતાની જાતને સંદિપથી અલગ પાડી શકતી જ નહોતી. સેપ્ટના એ દિવસો ,  એ રાતોની રાતો જાગીને કરેલા પ્રોજેક્ટ સબમિશન માટેના ઉધામા બધુ જ ઉભરઇને બહાર આવતુ હતું.

“સ્ટોપ ઇટ એન્ડ લેટ્સ હેવ અ કોફી બ્રેક ,”

એક્દમ કામ કરતા કરતા સંદિપનો મુડ બદલાઇ જતો અને બધુ જ પડતુ મુકીને બધા ને કેન્ટીનમાં ઘસડી જતો.સંદિપનુ કામ બધુ જ મુડ પર અવલંબિત હતુ. ક્યારેક મુડ ન હોય તો સમયની  ગમે તેટલી મારામારી હોય પણ એ કામે વળગતો જ નહી.અને કામ કરતા કરતા જો મુડ બદલાઇ જાય તો બધા કામ લટકતા મુકીને ઉભો થઈ જતો.  આ વાતની શ્રેયાને સખત ચિઢ રહેતી .

“કામ એટલે કામ વળી ,એમાં મુડ કેવો? જે કામ કરવાનુ જ છે એ જેટલુ બને એટલુ વહેલુ પતી જાય તો પછી બ્રેક લે ને તારે જેટલો લેવો હોય એટલો તને કોણ રોકે છે? અને કામ સમયસર કે એનાથી પહેલા પતે તો  એમાં કોઇ કરેક્શન હોય તો એના માટે પુરતો સમય હાથ  પર તો  રહેને?”

સંદિપનુ કામ છેલ્લી ઘડી સુધીનુ રહેતુ. અને શ્રેયા નુ કામ વ્યવસ્થિત પ્લાનીંગવાળુ હતુ. પુરતો સમય હોય તો પાછળની ઘઈ કેમ રાખવી?

“ભઈ , તારા કામ માટેના  ડેડીકેશન માટે તને  સો  સો સલામ પણ અત્યારે તો હવે કોફી બ્રેક લે. યુ  રિયલી નીડ અ ગુડ કોફી , આખી રાત કામ ખેંચવુ છે ને?”

શ્રેયાને  છેવટે કોફી બ્રેક માટે સંદિપની પાછળ ખેંચાવુ જ પડતું.

અત્યારે તો સંદિપ સાથે નહોતો એટલે શ્રેયા પોતાની રીતે વ્યવસ્થિત કામે લાગી શકતી.  આ છ મહિના દરમ્યાન સખત કામ રહેવાનુ હતુ એટલે સમયની પાબંદ શ્રેયાએ  સમય કરતા કામ વહેલુ પતે તેવી તકેદારી પહેલેથી  જ રાખી હતી. સંદિપ સાથે હતો ત્યારે એ બધા શિડ્યુલ વેરેવિખેર કરી નાખતો અને અત્યારે જ્યારે સંદિપ નથી ત્યારે એની યાદ ચિત્તને વેરવિખેર કરી રહી હતી.શ્રેયા ઇચ્છતી નહોતી તેમ છતાં મન વારે વારે સંદિપને યાદ કરી લેતુ હતુ. આમ કેમ થતુ હશે? સંદિપ હાજર હતો ત્યારે શ્રેયાને ક્યારેક એની હાજરી અકળાવનારી લાગતી અને અત્યારે જ્યારે એ  હાજર નથી ત્યારે એની ગેરહાજરી વધુ ને વધુ સાલતી હતી.

શ્રેયાને  રહી રહીને લાગતુ હતુ કે જાણે  સંદિપ હવે એના જીવનનો એક હિસ્સો બની રહ્યો હતો, એક ન અવગણી શકાય એવો હિસ્સો . જેટલી વધુ ને વધુ શ્રેયા પોતાની જાતને કામમાં રોકી રાખવા મથતી એટલી વધુ તિવ્રતાથી સંદિપ જાણે એનુ મન રોકી રાખતો હતો. આ પ્રેમ હશે?  પણ હ્રદયના ખૂણે કોઇ ભિનાશ કેમ નથી અનુભવાતી?  ચિત્તમાં સંદિપ જેટલો પડઘાય છે હ્રદય કેમ એટલુ એના નામથી થડકાર નથી અનુભવતુ? હજુ એના વગર એક ક્ષણ પણ રહી  નહી શકાય એવી તાલાવેલી કેમ નથી થતી? અને છતાંય એ ક્ષણવાર પણ મનથી દૂર ખસતો નથી. “

ઓ ! ભગવાન આ તે કેવી અવઢવ !”

અંતે શ્રેયાએ અમદાવાદ પહોંચીને નક્કી કરી લીધુ કે જ્યારે સંદિપ આવશે ત્યારે એ એને લેવા એરપોર્ટ જશે જ.  મનની એક ડામાડોળ પરિસ્થિતિમાંથી એ બહાર આવી ગઈ હતી. એક વાત પપ્પા અને સંદિપની સાચી લાગતી હતી, પ્રેમ કરીને જ પરણાય ? આપસી સમજ હોય તો  દુનિયામાં પરણીને પણ પ્રેમ કરી સુખી થનારા  એની  સાવ આસપાસ તો હતા. અને સંદિપથી વધીને બીજુ કોણ એને સમજવાનુ હતુ? સંદિપનો નિર્ણય આજે એને સાચો લાગતો હતો.  હવે બાકીની વાત બંને પરિવાર જાણે પણ  એણે  એનો નિર્ણય પપ્પાને જણાવી દીધો.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૫ – તાઃ૧૮/૧૧/૨૦૧૦ ના રોજ.


Entry filed under: saptahik laghu navalkatha "chhinn".

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩- “અ ફ્લેટ “- film reviews –

9 ટિપ્પણીઓ

 • 1. Prabhulal Tataria "dhufari"  |  નવેમ્બર 11, 2010 પર 4:05 પી એમ(pm)

  દીકરી ચેતના,
  નવલનું વહેણ બરાબર છે
  અભિનંદન

  Like

 • 2. Dr P A Mevada  |  નવેમ્બર 11, 2010 પર 4:07 પી એમ(pm)

  રાજુલબેન,
  ફક્ત ભા.૪ જ વાંચ્યો, પણ તમારી ભાષા અને વૈવિધ્ય ગમી ગયું. અભિનંદન.

  Like

 • 3. Rajul Shah Nanavati  |  નવેમ્બર 11, 2010 પર 4:55 પી એમ(pm)

  આભાર.

  Like

 • 4. sapana  |  નવેમ્બર 12, 2010 પર 1:13 પી એમ(pm)

  સરસ નવલ!
  સપના

  Like

 • 5. gaurangi patel  |  નવેમ્બર 13, 2010 પર 1:24 એ એમ (am)

  Sunder lekhan…!

  Like

 • 6. ndave555  |  નવેમ્બર 14, 2010 પર 9:16 એ એમ (am)

  i have read all the four parts of the story and i like the turn story bis taking shreya is feeling love towards sandeep and she finds that he is right person for her. but i remember the first few words of sandeep in 1st part that it is better to part company and take divorce. we dont know what is in store in future contratulations for giving the good novel i am waiting with bated breath for the 5th part. all the best

  Like

 • 7. nilam doshi  |  નવેમ્બર 16, 2010 પર 9:43 એ એમ (am)

  rajulaben…read all 4 parts together.. like it..nicely written..congrats

  Like

 • 8. bet365  |  નવેમ્બર 23, 2010 પર 2:41 એ એમ (am)

  hello I was luck to discover your Topics in wordpress
  your subject is superb
  I learn much in your blog really thank your very much
  btw the theme of you site is really outstanding
  where can find it

  Like

 • 9. Vishal  |  ડિસેમ્બર 7, 2010 પર 12:41 પી એમ(pm)

  ખુબજ સરસ બ્લોગ ….. 🙂

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: