સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૩

નવેમ્બર 4, 2010 at 9:02 એ એમ (am) 2 comments

આજે આપણે મળીએ છીએ .  હું તારી રાહ જોઇશ. બીજી  કોઇ ઔપચારિક વાત  કર્યા વગર શ્રેયા સીધી મુદ્દા પર આવી ગઈ.

આજે એક્ઝીબીશનનો અંતિમ દિવસ હતો. આમ તો સામાન્ય રીતે દરેક વખતે એક્ઝીબીશનના છેલ્લા દિવસે આખુ ગ્રુપ શ્રેયા સાથે રોકાતુ. સોલ્ડ પેઇન્ટીંગને અલગ કરીને બાકીના પેઇન્ટીંગ પેક કરીને છેક છેલ્લે સુધી આટોપવામાં સૌ સાથે રહેતા .આજે પણ એમ જ બન્યુ .બધા છેક સુધી શ્રેયાની સાથે રોકાયા , નહોતો માત્ર સંદિપ. આજે પણ એ નહોતો આવ્યો.નવાઇની વાત હતી સૌ માટે ,એક માત્ર શ્રેયા ચુપ હતી. પણ એ એના ઘરે પહોંચી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે સંદિપ ઘરની બહાર કાર પાર્ક કરીને એની રાહ જોતો હતો.

lets go some where shreyaa. શ્રેયા કોઇ દલીલ કર્યા વગર એની કારમાં બેસી ગઈ.એને પણ સંદિપ જોડે એકાંત જોઇતુ હતુ. પપ્પાની વાતને લઈને એની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરવી હતી.

સંદિપે કાર સીધી કામા તરફ લીધી. શ્રેયાને આ જગ્યા ખૂબ ગમતી. સી.જી રોડ અને હાઇવે પરની રેસ્ટોરન્ટમાં એને જે ધમાલ અને ચહલ-પહલ રહેતી એના કરતાં અહીં ની શાંતિ એને વધુ પસંદ હતી.કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીથી નહેરુ બ્રીજ પર લઈને ખાનપુર તરફ જતાં રસ્તામાં બંનેએ બોલવાનુ ટાળ્યુ. શ્રેયા કારની બહાર નદી પર ઝીલમીલાતી રોશની ચુપચાપ જોતી રહી, સંદિપ રસ્તા પર સીધી નજર રાખીને કાર ચલાવતો રહ્યો.

ખૂણાનુ એક ટેબલ પસંદ કરીને બેઠા અને ક્યાંય સુધી કોણ બોલવાની પહેલ કરે એની રાહમાં બેસી રહ્યા. મધ્ધમ રોશનીમાં રેલાતા સૂર સિવાય ક્યાંય કોઇ ઘોંઘાટ નહોતો. શ્રેયાએ સંદિપને મળવા માટે બોલાવ્યો તો ખરો પણ શું વાત કરવી એની સમજમાં આવતુ  નહોતું . સંદિપ સમજતો હતો શ્રેયાના મનની આ અવઢવને પણ શ્રેયા શું કહેવા માંગે છે તે જાણ્યા વગર એને કઈ કહેવુ નહોતુ.

છેવટે શ્રેયાને જ શરૂઆત કરવી પડી. સંદિપ ,આજ સુધી તું મારો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છું અને હંમેશા રહીશ .પપ્પાની અને અંકલની  વાતને  શક્ય છે મારુ મન માનવા કાલે તૈયાર થાય પણ આજે તો હું કશું જ વિચારી શકતી નથી. મૈત્રીને કોઇ નામ આપવું જ પડશે? એ સિવાય કાયમી મૈત્રી હોઇ જ ના શકે? સંદિપ, કેમ દરેક વખતે એક સ્ત્રી-પુરુષના સંબંધને એક સામાન્ય દ્રષ્ટીથી કોઇ જોઇ કે સ્વીકારી શકતું નથી?

સંદિપે  જાણે એ શ્રેયાની દરેક વાત સાથે સંમત છે એમ દર્શાવવા  શ્રેયાના હાથ પર  મ્રુદુતાથી પોતાનો હાથ દબાવ્યો.

સમજું છું શ્રેયા, દુનિયાની નજરે જે દેખાયુ એ મને કે તને ના દેખાયુ અથવા આપણી સાહજીકતા લોકોને નજરે ન પડી અને આમ જોવા જઈએ તો એમાં એમનો વાંક પણ નથી જોતો હું . આજે નહી તો કાલે આ પરિસ્થિતિ તો ઉભી થવાની જ હતી. આપણા બે વચ્ચે નહીં તો કોઇ બીજા માટે પણ આપણે વિચાર તો કરત જ ને?   તું મારી એટલી  નજીક છું કે શક્ય છે જો ઘરમાંથી કોઇ છોકરીની વાત મારા માટે આવત તો તે વખતે  હું કદાચ એનામાં હું તને શોધવા પ્રયત્ન કરત અને એમ થાત તો હું કદાચ બંનેને અન્યાય કરી બેસત. બની શકે કે તને કોઇ છોકરો બતાવે અને  ત્યારે તું જાણે-અજાણે એની સરખામણી મારી સાથે કરી બેસત . મને પપ્પાએ જ્યારે વાત કરી ત્યારે તો મારા મનમાં પણ તારી જેવા જ વિચારો આવ્યા . પણ જેમ જેમ હું શાંતિથી વિચાર કરતો ગયો તેમ મને લાગ્યુ કે કેમ આમ ન બની શકે? કદાચ એકબીજા માટેની સમજ જ આપણા જીવન માટે શ્રેષ્ઠ સાબિત થાય. કોઇ અજાણ પાત્ર સાથે જીવન ગોઠવવા કરતા આપણે જેને ઓળખીએ તેના સાથથી  જીવન વધુ સરળ ના બને? વિચારી જો જે તું .કોઇ પણ દિશામાં લેવાયેલો તારો નિર્ણય મને મંજૂર જ હશે. તું હંમેશા મારી અત્યંત કરીબી દોસ્ત રહી છું અને હંમેશા રહીશ જ.

શ્રેયા સ્તબ્ધ થઈ ગઈ. એણે તો આવી રીતે વિચાર્યું જ નહોતું. એ જાણતી હતી કે સંદિપ પાસે સામેની વ્યક્તિને કન્વીન્સ કરવા કાયમ કોઇને કોઇ સચોટ દલીલ તો રહેતી જ અને એની  વાત કદાચ સાચી છે. જે તે વ્યક્તિમાં આપણી મનગમતી છાયા શોધવા પ્રયત્ન કરીએ તેના કરતાં જરા હાથ લંબાવીને આપણી મનગમતી વ્યક્તિનો સાથ મળતો હોય તો  એ જીવન વધુ સરળ જ બને ને? પપ્પા અને સંદિપના વિચારો એક સરખા મળતા કેમ આવત હતા? ક્યારેક માત્ર દિલ નહીં દિમાગથી પણ વિચારી શકાય અને બંને નો અભિગમ આ બાબતે એક સરખો હતો. પણ તેમ છતાં શ્રેયા કોઇ નિર્ણય પર આવવા માંગતી નહોતી. સંદિપ પસંદ હતો, ખૂબ પસંદ હતો પણ આ જે નવી ભૂમિકા તૈયાર થતી હતી એના ચોકઠામાં ગોઠવતા વાર લાગશે એવુ એને લાગી રહ્યુ હતું. સંદિપ જેટલી સ્વભાવિકતાથી એ હજુ આખી વાતને લઈ શકતી નહોતી.

સંદિપ , હવે આપણે જઈએ. હવે એ અહીં સંદિપથી છુટી પડીને પોતાની રીતે વિચારવા માંગતી હતી.પાછા વળતા પણ બેઉ જણ આખા રસ્તે ચુપ  જ હતા. શ્રેયાને ઘેર ઉતારતી વખતે સંદિપે કારના ડેશ બોર્ડ્માંથી કાઢીને એક કવર તેના હાથમાં આપ્યુ. શ્રેયાએ આશ્ચર્ય સાથે જોયુ તો એ સેપ્ટના ફોરેન એક્ક્ષેંજ સ્ટુડન્ટમાં સંદિપને  ૬ મહિના માટે સિનસિનાટી જવા માટેનો લેટર હતો. પાંચ વર્ષના કોર્સ દરમ્યાન ૬ મહિના માટે પ્રેક્ટીકલ ટ્રેઇનીંગ માટેની ઓફર હતી.

ઓહ! હાશ , મન પરથી પહાડ જેવો બોજો ખસી ગયો હોય તેવી લાગણી શ્રેયાને થઈ.શ્રેયા પણ  બેંગ્લોર તો જવાની હતી જ ને ?

જોયુને  નિયતીએ પણ  આપણને કેવો સમય અને સાથ આપ્યો? સંદિપે કાગળ પાછો લેતા કહ્યું . બની શકે આ ૬ મહિનામાં આપણે કોઇ નક્કર ભુમિકા પર આવીએ અથવા તો શક્ય છે આ સમય દરમ્યાન તને બીજી કોઇ વ્યક્તિ પસંદ પડે, શક્ય છે મને ત્યાં કોઇ સીટીઝન છોકરી ગમી જાય અને હુ ત્યાં જ રહી પડું. હવે સંદિપ પાછો પોતાના અસલ સ્વભાવ પર આવી ગયો. છુટા પડતી વખતે એના અને શ્રેયા વચ્ચેની આ તંગદિલી રહે એ એને મજૂંર નહોતું શ્રેયા સાથે ની એ તમામ પળો યથાવત રહે જે આજ સુધીની હતી એમ એ ઇચ્છતો હતો.

ત્યારબાદ પણ શ્રેયા અને સંદિપ મળતા રહ્યા. ટ્રેઇનીંગમાં જવાના સમય પહેલા રોજીંદા કામો પહેલાની જેમ  આટોપતા રહ્યા, શ્રેયા એ વિચાર્યુ જે પરિસ્થિતિ્નો હાલમાં એની પાસે કોઇ ઉકેલ નથી કોઇ જવાબ નથી ત્યારે એમાં વહી જવામાં જ સાર છે સંદિપ કહેતો હતો એમ -just blow with the flow. અને ત્યાર બાદ શ્રેયા માટે પછીના દિવસો પસાર કરવા સરળ બની ગયા.


સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૪ – તાઃ૧૧/૧૧/૨૦૧૦ ના રોજ.

Entry filed under: saptahik laghu navalkatha "chhinn".

“નક્ષત્ર “- film reviews – “નવા વર્ષની શુભેચ્છા”

2 ટિપ્પણીઓ

 • 1. વિશ્વદીપ બારડ  |  નવેમ્બર 5, 2010 પર 3:45 પી એમ(pm)

  just go with flow..!! that’s reality of life..l ife can be easier that way.

  Like

 • 2. Prabhulal Tataria"dhufari"  |  નવેમ્બર 10, 2010 પર 7:13 એ એમ (am)

  દીકરી રાજુલ
  કથાનું વહેણ સારૂં છે પણ એક વાત ખટકે છે કે,એક બીજા વચ્ચે બોલાતા સંવાદો જો “……”માં મુકાયલા હોય તો વધુ સારૂં.લખાણ લખ્યા બાદ પ્રુફ રિડિન્ગ જરૂરી છે જેથી અમુક ખવાઇ ગયેલા શબ્દો નો ખ્યાલ આવે
  અભિનંદન

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: