Archive for October 30, 2010

“નક્ષત્ર “- film reviews –

 

રહસ્યમાં ઉલઝતી સ્ટોરી

અજય  એક સફળ સ્ક્રીપ્ટ રાઇટર થવાનુ સ્વપ્ન જોતો યુવક છે . એનુ સ્વપ્ન સાકાર કરવા હંમેશા એને પ્રોત્સાહિત કરતી એની પ્રેમિકા જીયા સાથેના વિવાહ બંધનના દિવસે જ અજયની ધરપકડની નોબત વાજતી ગાજતી એના માંડવે આવી ને ઉભી રહે છે. કારણકે અજયની જ લખેલી સ્ક્રીપ્ટ પ્રમાણે એની
ઇન્ટેલીજન્સને જ સાણસામાં લેતી એક યોજના આકાર લઈ રહી હતી અને એ મુજબ કરોડોની કિંમતના મહામૂલા હારની ચોરી થાય છે. સ્વભાવિક એની પાછળ દેખાતા કોઇ પણ પાત્રો તો એના હાથા જ છે અને એની પાછળ કોઇનુ માસ્ટર માઇન્ડ કામ કરે છે . હવે આ માસ્ટર માઇન્ડ કોણ છે એ આ ફિલ્મનુ રહસ્ય છે.

દિગ્દર્શક મોહન સાવલકરની ફિલ્મ “નક્ષત્ર “ના આ માસ્ટર માઇન્ડનુ  રહસ્ય એવી રીતે ગોપિત રાખવાનો નિષ્ફળ પ્રયત્ન ચાલ્યા કરે  છે કે માઇન્ડ વગરનો પ્રેક્ષક પણ ક્ષણવારમાં વગર લાંબુ વિચારે આ રહસ્ય પામી જાય. અને પરિણામે ફિલ્મમાંથી રસ ગુમાવી દે.  ફિલ્મની શરૂઆતમાં જરા તરા રસ ઉભો થાય તે પહેલા એની બીન જરૂરી લંબાઇ અને બીન જરૂરી ગીતો , આઇટમ સોંગ  અને નબળી માવજત તો વળી ફિલ્મને વધુ ને વધુ નબળી પુરવાર કરતા જાય છે.

શુભ મુખર્જી ( અજય) અને સબીના શીમા (જીયા) નો  પાત્રોચિત અભિનય માટેનો પ્રયત્ન  દેખાય છે . પરંતુ મુખ્ય પાત્ર માટે જરૂરી તત્વ ખુટતુ હોય એવુ સતત લાગ્યા કરે.  અને પરિણામે ફિલ્મનો મુખ્ય આધાર મિલિંદ સોમાની પર ટકી રહે. મિલિંદ સોમાની એક સી. બી આઇ ઓફીસર તરિકે ફિલ્મનો ઘણો ખરો ભાર ઉપાડી લે છે અને તેમ છતાં ફિલ્મને સફળ બનાવવામાં એ પણ નિષ્ફળ રહે છે. અભિનયની ઉંચાઇઓ સિધ્ધ કર્યા બાદ અનુપમ ખેર જેવા અભિનેતા એ આવી ફિલ્મમાં પોતાની પ્રતિભા વેડફવાનુ કેમ પસંદ કર્યુ હશે એ જ આ ફિલ્મનુ સૌથી મોટુ રહસ્ય કહી શકાય.

કલાકાર-અનુપમ ખેર , મિલિંદ સોમાની, સુભાષિશ,  સબીના શીમા,રોઝ્ઝ કેટલાનો

પ્રોડયુસર –રવિન્દ્ર સિંગ

ડાયરેકટર-મોહન સાવલકર

મ્યુઝિક–  ડી જે શેઇઝવૂડ, સમીર સેન, હેર્રી આનંદ

ગીતકાર–  હેરી આનંદ , નવાબ આરઝૂ, રાની મલિક

ફિલ્મ  * એક્ટિંગ-* * મ્યુઝિક * સ્ટોરી * એકશન * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૩૦/૧૦/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

October 30, 2010 at 8:05 am


Blog Stats

  • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2010
M T W T F S S
« Sep   Nov »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!