“રક્તચરિત્ર”-૧ – film reviews –

ઓક્ટોબર 23, 2010 at 3:23 એ એમ (am)

પ્રતિશોધની દિલધડક દાસ્તાન

“રક્તચરિત્ર ” નામ માત્ર જ કથાની સાર્થકતા દર્શવવા પુરતુ છે. જેનુ ચરિત્ર રક્તમાં બોળીને લખાયુ હોય એ કેવુ લોહિયાળ હોય તે  સહજ રીતે કલ્પી શકાય. આંધ્ર પ્રદેશના પરિતાલ રવિ કે જેની પર અસંખ્ય કત્લેઆમ લખાયેલી છે એના જીવનને લગતી આ ફિલ્મમાં પરિતાલ રવિ એટલે કે પ્રતાપ રવિ (વિવેક ઓબેરોય)ના અસાધરણ કહો કે અતિ ચમત્કારિક ચડાવ અને તીવ્ર સંઘ્રષનુ ફિલ્મારોપણ છે.

પિતા અને ભાઇની કતલને અનુલક્ષીને એક સોફ્ટ સ્પોકન પણ સ્ટ્રોન્ગ વીલ પાવર ધરાવતો યુવાન જ્યારે બદલાની આગમાં તપી જે દવ લગાડે એની કથા એટલે રાવ ગોપાલ વર્માની અતિ  વાયલન્ટ ફિલ્મ “રક્તચરિત્ર”.

આનંદપુર જેવા  ભારતના કેટલાય અંતરિયાળ પ્રદેશ છે જેમાં જંગલનો કાનુન ચાલે છે જ્યાં  ગાંધીજીના ત્રણ બંદરની જેમ પોલિસ-પ્રધાન અને પ્રજાને  કઈ દેખાતુ નથી , કઈ સંભળાતુ નથી અને કઈ બોલવાની હિંમત નથી પરિણામે જેનામાં તાકાત છે એ પોતાને યોગ્ય લાગે એ ન્યાયે અંગ્રેજો એ આચરેલા જલિયાંવાલા બાગથી ય વધુ બેરહેમીથી ખુલ્લેઆમ સરે બજાર કત્લેઆમ કરતા ફરે છે. જંગલમાં સુકા ઝાડના કુહાડીથી જે રીતે બે ફાડચા કરે એટલી જડતાથી અહીં માણસને વહેરી નાખતા માણસનુ  રૂંવાડું ય ફરકતુ નથી . પણ એવા સત્યને પચાવવામાં પ્રેક્ષકોનુ રોમ રોમ કંપી ઉઠે એટલી હદે વાસ્તવિકતાનુ નિરૂપણ થયુ છે. બે પરિવાર વચ્ચે બદલાની આગ શું પરિણામ લાવે એ ઘણી વાર વાંચ્યુ-સાંભળ્યુ છે પણ એ જોવાનુ તો કેટલુ કઠીન છે એ તો  ફિલ્મ “રક્તચરિત્ર” જોઇએ ત્યારે સમજાય.

ફિલ્મની શરૂઆતમાં જાણે  ” સરકાર”  કે” સરકાર રાજ”ની ત્રીજી આવ્રુત્તિ જોતા હોઇએ એવી અનુભૂતિથી શરૂ થયેલી ફિલ્મ  આગળ વધતા ક્યાંક ને ક્યાંક રામ ગોપાલ વર્માની સત્યા, કંપની, સરકાર અને સરકાર રાજની યાદ અપાવે છે.પણ અંતે ફિલ્મની ચુસ્ત માવજત, એનુ બેક ગ્રાઉન્ડ મ્યુઝીક, પ્રત્યેક પાત્ર વરણી,  કથાને અનુરૂપ માહોલ અને ચારેકોર વેરાયેલો વિનાશ પ્રેક્ષકોના મનમાં એક   બાજુ પ્રગતિ  તરફ આગળ વધતા અદ્યતન ભારતનુ બીજુ વરવુ ચિત્ર ઉભુ કરે છે એ માટે ફિલ્મની પ્રસંશા કરવી રહી.

રામ ગોપાલ વર્માની ફિલ્મો માં આજ સુધી પાત્રોનો સશક્ત અભિનય જોવા મળ્યો છે અને એ જ રીતે  અહીં”રક્તચરિત્ર”નો વધુ એક ઉમેરો છે. પિતા અને ભાઇના કમોતને લઈને મનમાં દ્વેષ ,હ્રદયમાં ખુન્નસની ભાવનાને ઘુંટતો  વિવેક ઓબેરોય એટલી હદે સાહજીક લાગે છે કે પ્રેક્ષકોના મનમાં એના માટે અનુકંપાની લાગણી ઉભી થાય સામે પક્ષે મુક્કા રેડ્ડી (અભિમન્યુ સિંઘ)નુ  ક્રુર, ઝનુની, લોલુપ  પાત્ર પ્રેક્ષકોના મનમાં અત્યંત ધ્રુણા ઉત્પન્ન કરે એટલી સશક્ત રીતે વ્યકત થયું છે.એની આંખોથી માંડીને ચહેરાના હાવભાવ પણ એટલી  સ્પષ્ટ  હદે વ્યક્ત થયા છે કે પરદા પર એની હાજરી માત્ર માતમનો માહોલ ઉભો કરી દે.ઘણા લાંબા અરસા બાદ શત્રુઘન સિંહા્નુ કમ બેક પહેલા તો થોડુ નિરાશાજનક લાગે પણ  આગળ વધતા વિવેક ઓબેરોય સાથેના ટુંકા પણ સચોટ ડાયલોગ્સમાં એક પાવરફુલ નેતા અભિનેતાની છાંટ દેખાઇ આવે છે. આંખો અને માત્ર ભાવ અભિવ્યક્તિ દ્વારા પાત્રને ન્યાય આપી જતી રાધિકા આપ્ટેએ સાવ જ નાના પાત્રને પણ સરસ રીતે નિભાવ્યુ છે. ઝરીના વાહબ , અશ્વિની કેલ્સેકર, આશિષ વિદ્યાર્થી , રાજેન્દ્ર ગુપ્તા, અનુપમ શ્યામ, સુસ્મિતા મુખર્જીનો પાત્રોચિત અભિનય ફિલ્મનુ જમા પાસુ છે.

ઓવરઓલ ફિલ્મમાં માત્ર અને માત્ર વેરની આગ , કાપાકાપી- લોહિયાળ રેલમછેલ, નર્યુ પાશવીપણુ, આક્રમકતાની ભરમાર છે .કાચાપોચા હ્રદયના ધડકારા વધી જાય , છેક નાભિમાંથી ઉછળીને કંઇક બહાર આવી જાય એવી સંવેદના લઈને પ્રેક્ષક બહાર આવે.અહીં નથી પ્રેમ કે નથી મનોરંજન.પણ હા ! જેનામાં વાસ્તવિકતા પચાવવાની તાકાત છે,  આ બર્બરતા , આ ક્રુરતા જોવાની હિંમત છે એના માટે તો આ પાશેરાની પહેલી પુણી છે. થોભો અને રાહ જુવો રામ ગોપાલ વર્મા હજુ એનાથી આગળ હજુ કંઇક વિશેષ લઇને આવવાના છે.

કલાકાર-વિવેક ઓબેરોય, રાધિકા આપ્ટે, શત્રુઘન સિંહા, અભિમન્યુ શેખર સિંઘ, ઝરીના વાહબ

પ્રોડયુસર – રામ ગોપાલ વર્મા

ડાયરેકટર-રામ ગોપાલ વર્મા

મ્યુઝિક– મની શર્મા


ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૩/૧૦/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

Nauka`s World- “મનની બારી”


Blog Stats

  • 96,570 hits

rajul54@yahoo.com

Join 881 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: