સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧

ઓક્ટોબર 21, 2010 at 1:56 એ એમ (am) 42 comments


Lets get divorce.. we can not stay to gather any longer.  ઘરના બેક યાર્ડ્માં સવારની ચા પીતા પીતા સંદિપ બોલ્યો.

હજુ તો સવારની સુસ્તી માંડ ઉડે તે પહેલાં જ સંદિપે શ્રેયાની ઉંઘ ઉડી જાય એવી વાત સાવ જ સામાન્ય સ્વરે કહી દીધી.  મોંઢે માંડેલા કોફીના મગમાંથી ગરમ કોફીનો ઘુંટ જરા જોરથી લેવાઇ ગયો અને એની સાથે જ ગરમ કોફી  તાળવે ચોંટી હોય તેના કરતાં જીવ તાળવે ચોંટી ગયો હોય એવો ભાવ શ્રેયાના મનમાં થયો ,ક્ષણ વાર માત્ર પણ સાથે કોફીના મગમાંથી ઉઠતી કડક મીઠ્ઠી સુગંધથી મન પ્રસન્ન થઈ ગયુ હોય તેમ શ્રેયાનુ મન સંદિપની વાત સાંભળીને પ્રફુલ્લીત થઈ ગયું.

અરે ! આ જ વાત તો એ ક્યારની સંદિપને કહેવા માંગતી હતી પણ અંદરથી ડરતી હતી કે સંદિપને એ કેવી રીતે કહી શકશે? અગર તો આ વાત સંદિપ કેવી રીતે લઈ શકશે ? અને પરિણામે  હ્રદયથી ઇચ્છતી  હોવા છતાં એ હોઠ પર લાવી શકતી નહોતી. હાશ  ! કેટલાય સમયનો બોજ જાણે એક સામટો ઉતરી ગયો હોય  એવી હળવી ફુલ થઈ ગઈ?

બંનેના પિતાના ધંધાકિય ઔપચારિક સંબંધના લીધે સંદિપ અને શ્રેયાની ઓળખાણ તો નાનપણની હતી પણ વધુ નજીક આવ્યા બંને કોલેજ દરમ્યાન. સાધારણ ઓળખાણ કોલેજમાં આવ્યા બાદ વધુ ઘનિષ્ટ બની અને  સંદિપ અને શ્રેયાના લીધે બંનેના ગ્રુપ પણ કોમન બની ગયા.સંદિપને તેના પપ્પાના આર્કીટેક્ટ કરેલા કોપ્લેક્ષોમાં ઇન્ટીરીયર કરી ને પપ્પાનો બિઝનેસ વધુ ફ્લરિશ બનાવવો હતો અને શ્રેયા કહેતી કે પપ્પા મકાન બાંધે છે મારે તેને ઘર બનાવવુ છે. ઘરમાં રહેતા લોકોના સુખ ,શાંતિ અને સવલિયતના સપનાને મારી કલ્પનાના રંગો ઉમેરીને  સાકાર કરવા છે. ઇમારતોને જીવંત બનાવવી છે. ઘરનો આત્મા ધબકતો રાખવો છે.

બેઉના સ્વભાવમાં આસમાન જમીનનુ અંતર હતુ.સંદિપ વધુ મસ્તીખોર હતો  અને શ્રેયાની  પ્રક્રુતિ જરા ગંભીર .  સંદિપ ઘુઘવતો સાગર  તો શ્રેયા શાંત વહેતી સરિતા. સંદિપ તોફાની વાવાઝોડુ તો શ્રેયા  પહેલા વરસાદની ફરફર .સંદિપ ચપટી વગાડતામાં સૌને પોતાના કરી લેતો જ્યારે શ્રેયાને ખુલતા વાર લાગતી ,પણ એક વાર એ ખુલે એટલે સાચી મિત્ર  બની રહેતી. સંદિપ યારો નો યાર હતો અને શ્રેયા સિલેક્ટીવ મિત્રોમાં માનતી. સંદિપ ટોળાનો માણસ હતો જ્યારે શ્રેયા ટોળામાં પણ જાત જોડે એકલી રહી શકતી.  હકિકતમાં  એને ક્યારેય એકલતા લાગતી જ નહીં.  અને સંદિપ  તો હવા સાથે પણ વાત કરી શકતો ,  સંદિપ હાજર હોય તો વાતો નો દોર એના હાથમાં જ રહેતો .બોલવા બેસે ત્યારે એને અટકાવવો મુશ્કેલ બનતો.  કોઇ પણ મુદ્દે એ મુદ્દાની તરફેણમાં પણ બોલી શકતો અને એટલીજ સચોટતાથી એની વિરૂધ્ધમાં પણ સો દલીલો કરી શકતો . અથાગ વાચનનો ભંડોળ  લઇને હરતી ફરતી લાઇબ્રેરી હતો એ. જ્યારે શ્રેયાનુ આંતરિક મન વધુ બોલકુ હતું અને એ એની અભિવ્યક્તિ એના પેઇંટીંગમાં વ્યક્ત થતી. એના  મનનુ ઉંડાણ- એના મનની કલ્પના અવનવા રંગો  બનીને એના કેનવાસ પર જે રીતે ઉતરતા એ શ્રેયાનો સાચો પરિચય બની રહેતા.  જો કે વાંચનનો તો શ્રેયાને પણ એક હદથી આગળ શોખ હતો . ક્યાંય પણ જવાનુ હોય જ્યાં એને થોડોક પણ ફુરસદનો સમય મળવાનો હોય તો એ  કંઇક તો વાંચવાનુ  હાથવગુ રાખતી જ.અને તેમ છતાં  તેમની મિત્રતામાં પ્રક્રુતિ ક્યાંય નડી નહોતી.

પિકનીક પર સંદિપ મિત્રોની મહેફીલ જમાવતો જ્યારે શ્રેયા પ્રક્રુતિમાં ભળી પ્રક્રુતિનુ એક અંગ બનીને કેનવાસ પર છલકાઇ જતી.સંદિપની હાજરી મિત્રોને રંગત આપતી અને શ્રેયાને હાજરી શાતા. બેઉ જણ એટલે તો ગ્રુપમાં આવકાર્ય અને સ્વીકાર્ય હતા.

ક્યાંય કોઇ સુસંગતતા નહોતી બંનેના સ્વભાવમાં તેમ છ્તાં બીજા કોઇ પણ મિત્રો કરતા વધુ નજીક હતા બંને. શ્રેયાની કલાનો ઉપાસક પણ સંદિપ હતો અને વિવેચક પણ .શ્રેયા  એની કોઇ પણ   ક્રુતિ  સૌ પહેલા સંદિપને બતાવતી અને હંમેશા એની આલોચના માટે એ આતુર રહેતી. કોઇના પણ માટે આ બંનેના  વિરૂધ્ધ સ્વભાવની મૈત્રી અકળ લાગતી. અને તેમ છતાં બનેમાં નિર્દોષ મૈત્રીથી વધીને બીજો કોઇ ભાવ નહોતો.ક્યાંય કોઇ આદમ નહોતો કે નહોતી કોઇ ઇવ.

સેપ્ટનોએ પહેલો દિવસ જરા શ્રેયા માટે અકળાવનારો હતો.  સેપ્ટમા સીનિયરોના વર્ચસ્વ સમા એ રેગીંગનો કનસેપ્ટ એની ફિતરતને મંજૂર નહતો  જ્યારે પહેલા દિવસથી જ સંદિપને એની લુત્ફ માણતો જોઇને એ દંગ રહી ગઈ . કોઇ કેવી રીતે આવી મસ્તી પચાવી શકે  એ જ તો એની સમજમાં આવતુ નહોતું .

how can you tolerate all these? સંદિપને મળતાની સાથે પુછી લીધુ એણે.

just be with them or feel  your self  one of them and you will be fine. સંદિપે સાવ સાદી સમજ આપી દીધી શ્રેયાને . જો તુ આ બધાથી દૂર રહેવા પ્રયત્ન કરીશ તો એ શક્ય  બનવાનુ નથી અને જે અશક્ય  છે એને સ્વીકારી લઈશ તો તારા માટે એ પરિસ્થિતિ આસાન બની જશે. just blow with the flow. જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી એમાં વહી જવામાં જ શાણપણ છે.  અને ખરેખર શ્રેયા માટે પછીના દિવસો  પસાર કરવા સરળ બની ગયા. અને એ દિવસથી જ શ્રેયા માટે  સંદિપની  હાજરી એના જીવનનુ  જાણે અજાણે અનિવાર્ય અંગ બની ગઈ. શ્રેયાની કોઇપણ મુંઝવણ માટે સંદિપ પાસે ચપટી વગાડ જેવુ સહેલુ  સોલ્યુશન હતુ.

 

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૨ – તાઃ૨૮/૧૦/૨૦૧૦ ના રોજ.

Advertisements

Entry filed under: saptahik laghu navalkatha "chhinn".

“આક્રોશ”- film reviews – Nauka`s World-

42 ટિપ્પણીઓ

 • 1. Vijay Shah  |  ઓક્ટોબર 21, 2010 પર 3:02 એ એમ (am)

  abhinandan

 • 2. kalyani vyas  |  ઓક્ટોબર 21, 2010 પર 7:46 એ એમ (am)

  khub sari saruraat. congrets

 • 3. સોહમ રાવલ  |  ઓક્ટોબર 21, 2010 પર 7:52 એ એમ (am)

  રાજુલબહેન,
  જીવનમાં એકબીજા વગર જીવવું બહુ જ મુશ્કેલ છે.એમાંય જ્યારે કોઇના પ્રત્યે અમાપ પ્રેમ થઇ જાય ત્યારે તો બહુ જ…

 • 4. smsfunzone  |  ઓક્ટોબર 21, 2010 પર 9:27 એ એમ (am)

  Aavi sari saptahik laghu navalkatha vanchi ne em thay chhe k kyare agal ni varta vanchva male…

 • 5. યશવંત ઠક્કર  |  ઓક્ટોબર 21, 2010 પર 11:19 એ એમ (am)

  રાજુલબહેન, સરસ શરૂઆત છે. અભિનંદન.

 • 6. marmi kavi  |  ઓક્ટોબર 21, 2010 પર 1:15 પી એમ(pm)

  બન્નેનો પરિચય સરસ રીતે આપ્યો…..

 • 7. devikadhruva  |  ઓક્ટોબર 21, 2010 પર 2:51 પી એમ(pm)

  Nice begining of story….liked it.

 • 8. devikadhruva  |  ઓક્ટોબર 21, 2010 પર 3:38 પી એમ(pm)

  રાજુલબેન,’ફીતરત’ શબ્દમાં ફ ને રસ્વ ઇ કરી દેશો. સાચો શબ્દ ફિતરત છે.

 • 9. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 21, 2010 પર 5:00 પી એમ(pm)

  ધ્યાન દોરવા બદલ આભાર.

 • 10. Dilip Gajjar  |  ઓક્ટોબર 21, 2010 પર 5:41 પી એમ(pm)

  સુંદર વિધાયક પરિણામ લાવતી વાત..ગમ્યું..જીવનમાં અનેક મતભેદ આવે તે દૂર કરી સમજી જીવન જીવી શકાય..

 • 11. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:19 એ એમ (am)

  આપ જેવાનુ પ્રોત્સાહન મળે તે મારા માટે ઘણુ અગત્યનુ છે.આભાર યશવંતભાઇ,

 • 12. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:19 એ એમ (am)

  આપ જેવાનુ પ્રોત્સાહન મળે તે મારા માટે ઘણુ અગત્યનુ છે.આભાર યશવંતભાઇ,

 • 13. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:20 એ એમ (am)

  thanks for comment.

 • 14. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:20 એ એમ (am)

  Thanks

 • 15. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:21 એ એમ (am)

  આશા રાખુ આગળ પણ આપને ગમશે.

 • 16. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:22 એ એમ (am)

  આશા રાખુ આગળ પણ આપને ગમશે અને રસ જળવાઇ રહે.

 • 17. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:23 એ એમ (am)

  અમાપ પ્રેમ એ તો સુખી જીવનની બુનિયાદ છે.

 • 18. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:24 એ એમ (am)

  Thanks.

 • 19. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 22, 2010 પર 1:25 એ એમ (am)

  aabhaar.

 • 20. SIMA DAVE  |  ઓક્ટોબર 23, 2010 પર 1:16 એ એમ (am)

  VERY NICE

 • 21. Devarshi Pathak  |  ઓક્ટોબર 26, 2010 પર 6:55 પી એમ(pm)

  abhinandan

 • 22. nishitjoshi  |  ઓક્ટોબર 27, 2010 પર 4:13 એ એમ (am)

  શરુઆતમાં જ ધમાકો….અભિનંદન….

  અહી પણ આપનુ ‘મન’ જગતને પીરસતા રહેજો.

  “પ્રેમ એટ્લે એકબીજા પ્રત્યેનુ સમર્ણપણ”

 • 23. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 27, 2010 પર 9:16 એ એમ (am)

  Thanks for complements.

       Rajul Shah Nanavati      http://www.rajul54.wordpress.com

 • 24. UMAKANT MANKAD  |  ઓક્ટોબર 29, 2010 પર 1:25 એ એમ (am)

  khub sunder vat ni khub sari saruat, khub sari kalame khub sara sabdo ni gunthani…….ABHINANDAN…..SAFALTA ni SUBHKAMANAO……………………………..

 • 25. pari thakkar  |  ઓક્ટોબર 29, 2010 પર 8:58 એ એમ (am)

  really nice..
  aaje aa vachi ne mari potani ek mujvan door thai gai thank a lot….

 • 26. નિમિશા..  |  ઓક્ટોબર 29, 2010 પર 10:59 એ એમ (am)

  ખુબ જ સરસ શરુવાત….
  આમ તો હું તમારા બ્લોગ પર પહેલી વખત આવી છું , પણ હવે આ વાર્તા વાંચવા વારંવાર આવવું પડશે….!!

 • 27. Ashok  |  ઓક્ટોબર 29, 2010 પર 11:31 એ એમ (am)

  bahuj saras.

 • 28. Badhir Amdavadi  |  ઓક્ટોબર 30, 2010 પર 1:10 એ એમ (am)

  Really nice piece of writing. Liked it very much.

 • 29. niranjana .kaushik  |  ઓક્ટોબર 30, 2010 પર 12:12 પી એમ(pm)

  વાચી ને મઝા આવી…ભાગ ૨ નો આતુરતા થી …..આભાર

 • 30. sushila macwan  |  ઓક્ટોબર 31, 2010 પર 3:24 એ એમ (am)

  vartman samashya ne vani ne karel vat kharekhar saras chhe,.

 • 31. Ajitsinh  |  ઓક્ટોબર 31, 2010 પર 6:44 એ એમ (am)

  Sundar!

 • 32. Darshanamankad  |  ઓક્ટોબર 31, 2010 પર 7:10 પી એમ(pm)

  1 var shru karya pa6i atkayu j nhi khub srs shruat.

 • 33. bharat rughani  |  નવેમ્બર 2, 2010 પર 6:18 પી એમ(pm)

  very nice and touchy

 • 34. Ashok  |  નવેમ્બર 2, 2010 પર 8:42 પી એમ(pm)

  bahu saras sharuaat kari chhe…. abhinandan

 • 35. PUSHPA  |  નવેમ્બર 6, 2010 પર 2:09 એ એમ (am)

  “JUST BLOW WITH THE FLOW “AMA ANANT SMAYU CHE

 • 36. sonal shah  |  નવેમ્બર 8, 2010 પર 2:52 પી એમ(pm)

  Just blow with the flow .
  very good. like this.

 • 37. Prabhulal Tataria"dhufari"  |  નવેમ્બર 10, 2010 પર 6:47 એ એમ (am)

  દીકરી રાજુલ,
  નવલકથાનું પહેલું પ્રકરણ વાંચ્યું,ગમ્યુ,શરૂઆત અને રજુઆત સારી છે
  આગળ પણ આજ તેમ્પો જળવાઇ રહેશે એવી આશા અસ્થાને નથી.
  અભિનંદન

 • 38. shruti joshi  |  નવેમ્બર 22, 2010 પર 10:24 એ એમ (am)

  too good i like the starting, It is completely enjoyable.

 • 39. vishwadeep  |  ડિસેમ્બર 12, 2010 પર 2:57 પી એમ(pm)

  when are you going to publish this book?

 • 40. sudershan  |  ડિસેમ્બર 14, 2010 પર 6:55 પી એમ(pm)

  New creative concept and catchy start

 • 41. Navinkumar  |  ડિસેમ્બર 17, 2010 પર 10:16 એ એમ (am)

  hi
  Khub saras Rachna 6..

  North Gujrat thi amo SHANKHNAAD Magazine 2 year thi Chalavie chhie ..
  Aapne kai vandho na hoy to Aapni Navalkatha prakashit karie…

  Reply aapsho

  Navin khatri
  Deesa

 • 42. Heena praekh  |  ડિસેમ્બર 20, 2010 પર 6:26 એ એમ (am)

  સરસ શરૂઆત. ઘણાં દિવસથી વાંચવા વિચારતી હતી પણ શરૂઆતથી વાંચવાનું ચૂકી ગઈ હતી. આજે તમે બધા હપ્તાની લીંક મોકલી છે એટલે વાંચવાનું શરૂ કર્યું છે.


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: