“આક્રોશ”- film reviews –

ઓક્ટોબર 17, 2010 at 8:34 એ એમ (am) 7 comments

સંઘર્ષ કડવા સત્ય સાથેનો

ભગવાને બનાવેલી દુનિયામાં જાત પાત, ઉચ-નીચ નક્કી કરવાનો અધિકાર જેણે આપ મેળે   જ લઈ લીધો છે એ વર્ગ કોઇ પણ જાતિના લોકોને પોતાની જીંદગી કેવી રીતે જીવવી એ પણ એ લોકો જ નક્કી કરી લે છે અને એથી આગળ વધીને જો કોઇ પોતાની મુનસફી પ્રમાણે જીવન જીવવાનુ વિચારે તો એનો શું અંજામ આપવો એ પણ એ કહેવાતો ઉચ્ચ  વર્ગ જ નક્કી કરી લે છે .એ મુજબ બિહારના ઝાંઝર ગામની રોશનીનુ ભવિષ્ય અને જેની સાથે એ પોતાનુ ભવિષ્ય જોડવાના સપના જુવે છે એ દિનુનુ ભાવિ પણ એ રીતે લખાઇ જાય છે. અને એ મુજબ  એક દિવસ દિલ્હી યુનિર્વિસટીના ત્રણ વિદ્યાર્થીઓ ત્યાં ગામમાં રામલીલા જોવા આવે છે અને પછી ક્યારેય પાછા જ ફરતા નથી.કારણ?

દિનુ રોશની સાથેના પ્રેમને લગ્નમાં અંજામ આપવા ઇચ્છે છે અને એના બીજા બે મિત્રોનો એને સાથ આપે છે. સાથે ત્રણ ત્રણ મહિના વીતવા છતાંય આ ત્રણેયનો કોઈ જ પત્તો નથી. મીડિયામાં આ મામલો જોર પકડે છે, અને આગળ જતાં સીબીઆઈની તપાસ ગોઠવાય છે. સીબીઆઈ અધિકારી સિદ્ધાંત ચર્તુવેદી (અક્ષય ખન્ના) અને પ્રતાપકુમાર (અજય દેવગન) આ મામલાના ઈન્ચાર્જ છે. પ્રતાપ બિહારનો જ રહેવાસી છે અને એટલે જ તેને ખબર છે કે ત્યાં જાતિવાદની જડો કેટલી જડતાથી ગૂંથાયેલી છે, એટલે જેવા સાથે તેવાના વ્યહવારમાં માને છે   જ્યારે સિદ્ધાંત દિમાગથી કામ લેનારો- સૈદ્ધાંતિક રીતે કામ કરનારો છે. બંનેની કામ કરવાની અલગ રીતભાતને કારણે તેમની વચ્ચે અહમનો ટકરાવ થતો રહે છે.

જોકે બંને માટે આમ પણ તપાસ આગળ ધપાવવી આસાન નથી, કારણ કે જ્યાં વાડ જ ચિભડા ગળવા બેસે ત્યાં કોણ રખેવાળ? પોલિસના ડરે ગામમાં તેમને સહકાર આપવા કોઈ આગળ આવે તેમ નથી. પોલિસથી માંડીને પ્રધાન સુધીની સાંઠ-ગાંઠ જે હદે વકરી છે એનો તાદ્રશ્ય નમુનો અહીં જોવા મળે છે.દુકાળમાં અધિકમાસ જેવો અહી શૂલ સેનાનો આંતક છે. જે છોકરા ગુમ છે, તેની જ્ઞાતિવાળાઓ પણ તેમને મદદ કરવાથી ડરે છે. પણ આવામાં તેમની મદદે ગીતા (બિપાશા બસુ) અને રોશની (અમિતા પાઠક) આવે છે. તેઓ આ બંનેને કેટલીક એવી બાબતોથી વાકેફ કરે છે કે જેનાથી તેમની તપાસને એક નવો અંજામ મળે છે. કેવી રીતે આ બંને ઓફિસરો સતત જ્ઞાતિવાદનો સામનો કરતાં કરતાં આખા મામલાના તળ સુધી જાય છે તે બાબત ફિલ્મનો ક્લાઈમેક્સ નક્કી કરે છે.

પ્રિયદર્શન નેશનલ એવોર્ડ વિનર વર્સેટાઇલ ડીરેક્ટર છે . કાલાપાની જેવી ફિલ્મો આપી છે તો હંગામા. હેરાફેરી,હલચલ , મેરે બાપ પહેલે આપ અને ગરમ મસાલા જેવી ઢગલાબંધ કોમેડી ફિલ્મો પણ આપી છે. આક્રોશ દ્વારા ઓનર કીલીંગ અને વાડા બંધીને ઓળંગીને પેલે પાર પ્રેમ કથા લઈને આવ્યા છે. ફિલ્મની શરૂઆતથી જ ઓનર કિલિંગના સમાચાર પર ફેક્ટ્ના સ્ટેમ્પથી મરાતા લાલ લોહિયાળ સિક્કા ફિલ્મની લોહિયાળ કથાની આગોતરી જાણ જાણે પ્રેક્ષકોને કરી દે છે.ઓનર કિલિંગના નામે કેટ કેટલા લોકો પર જાન લેવા હુમલા થાય છે અને કેટકેટલા લોકો જાનથી જાય છે? આ ફિલ્મ તો આવા પછાત માનસ ધરાવતા અને એમાં સાથ આપતા લોકોની ઉઘાડી તસ્વીર છે. પ્રિયદર્શનના દિગ્દર્શનમાં ધાર્યો ઉદ્દેશ પાર પાડવા માટેનો સચોટ પ્રયત્ન નજરે પડે છે. જોકે ફિલ્મની લંબાઇ થોડી ઘટાડી શકાઇ હોતતો એની સચોટતા વધુ ઉમેરાઇ હોત.

ફિલ્મનો આધાર જેની પર છે એવા બે મુખ્ય કલાકાર અજય દેવગન અને અક્ષય કુમારના પરફોર્મન્સ માટે એક જ શબ્દ કાફી છે—પર્ફેક્ટ. સી બી આઇ ઓફિસર અક્ષય કુમાર અને એને આસીસ્ટ કરતા મેજર પ્રતાપના અભિનયમાં કુશળ અદાકારોની ઝલક દેખાય છે.

બિપાશા બાસુને  ફાળે અત્યંત ઓછો સ્કોપ્ હોવા છતાં કોર્પોરેટ અને લમ્હામાં જોયા પછી એનો આ નવો અવતાર એના માટે સહજ બની ગયો હોય એટલી સાહજીકતા દેખાય છે. બિપાશા કરતા જેને વધુ પરદા પર છવાયેલા રહેવાનો સ્કોપ મળ્યો છે એવા પરેશ રાવલ પર અત્યંત ધ્રુણા થાય એટલી હદે આ ગુજરાતી કલાકારે  ધીટ પોલિસ ઓફીસરના પાત્રને ન્યાય આપ્યો છે.રીમા સેન અને અમિતા પાઠક્ના ફાળૅ આવેલા પાત્રને યોગ્ય ન્યાય મળ્યો છે. સહકલાકરોના અભિનય સાથને લઈને આક્રોશ ફિલ્મ ખરેખર પ્રેક્ષકોના મનમાં સિસ્ટમથી માંડીને  સરકાર સુધી આક્રોશ વ્યાપી જાય તેવી  બની છે.

અંતે એટલું જ કહેવાનુ કે  ફિલ્મ આક્રોશ કોઇ સ્ટાન્ડર્ડ બોલિવુડ મસાલા ફિલ્મ નથી જેમાં પ્રેક્ષકોને મનોરંજન મળી રહે .સીધી સાદી જીંદગી જીવતા ,દિવસના અંતે  ખાઇ પી ને મઝા કરી જેવી લાગણી લઈને સુઇ જનારા લોકોને ભારતના કોઇ ખૂણામાં આવુ પણ હજુ બને છે એવો સંદેશ આપતી , ચિત્તને જાગ્રુત કરતી ફિલ્મ છે.

કલાકાર- અજય દેવગણ, અક્ષય ખન્ના, બિપાશા બાસુ,  પરેશ રાવલ,રીમા સેન ,અમિતા પાઠક

પ્રોડયુસર – કુમાર મંગત

ડાયરેકટર- પ્રિયદર્શ.કુમાર મંગત

મ્યુઝિક- ્પ્રિતમ ચક્રબોર્તી

ગીતકાર-ઇર્શાદ કામિલ

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૬/૧૦/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

” ક્રૂક ” – film reviews – સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧

7 ટિપ્પણીઓ

 • 1. વિશ્વદીપ બારડ  |  ઓક્ટોબર 17, 2010 પર 1:22 પી એમ(pm)

  sound like a good story ..i hope that politician learn something out of this film….but …i… do not think so….

 • 2. marmi kavi  |  ઓક્ટોબર 17, 2010 પર 1:37 પી એમ(pm)

  હવે ફિલ્મ જોવી પડશે……

 • 3. Dilip Gajjar  |  ઓક્ટોબર 17, 2010 પર 3:04 પી એમ(pm)

  Aaona review pachhi film jovanu nakki thaay..aabhar

 • 4. Ramesh Patel  |  ઓક્ટોબર 17, 2010 પર 6:26 પી એમ(pm)

  ફિલ્મનો રીવ્યુ સરસ છે અને જોવી પડશે જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • 5. gujarati  |  ઓક્ટોબર 21, 2010 પર 5:56 એ એમ (am)

  akshay khanna is acting in this film. not akshay kumar.

 • 6. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 21, 2010 પર 6:56 એ એમ (am)

  ધ્યાન દોરવા બદલ આભાર.

 • 7. Kartik  |  ઓક્ટોબર 22, 2010 પર 6:42 પી એમ(pm)

  હવે આપણે હિસ્સના રીવ્યુની રાહ જોઈશું 😉


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: