” ક્રૂક ” – film reviews –

ઓક્ટોબર 12, 2010 at 5:11 એ એમ (am) 2 comments

” ક્રૂક ” ઇટ્સ ગુડ ટુ બી…..”સી”  બેડ

સમયાંતરે ક્યારેક તો કોઇને કોઇ એક મુદ્દાને લઈને મિડીયામાં સમાચારોની ભરમાર ચાલતી હોય છે અને કાળક્રમે સોડાવોટરના ઉભરાની જેમ શમી પણ જતી હોય છે.  ઓસ્ટ્રેલીયામાં વંશીય હુમલાને લઈને એક આવો  જ  મુદ્દો તાજેતરના ભૂતકાળમાં અવાર-નવાર અખબારના પાને  અને લોકજીભે ચઢ્યો હતો અને થોડા સમય બાદ ભૂતકાળ પણ બની ગયો . આ મુદ્દાની ફરી યાદ અપાવતી્ મોહિત સુરીની  ફિલ્મ ” ક્રૂક ” ઇટ્સ ગુડ ટુ બી બેડ થિયેટરમાં રજૂ થઈ છે.મોહિત સુરીએ સમાચાર રૂપે પ્રગટ થયેલી વાતોને જ જાણે એક વાર્તાના સ્વરૂપે મુકી છે.

દુનિયા જાય જહન્ન્મમાં મારે શું? જેવી પ્રક્રુતિ ધરાવતા  જય(ઇમરાન)ને નીતિમત્તા સાથે કોઇ લેવાદેવા છે જ નહીં. દુનિયા જ આખી વાંકી ચાલે છે તો મારે સીધા રહીને શું કામ છે?  કોઇની આગે એની ખિચડી ચઢતી હોય તો એ આગ શેની છે  એ વિચારવાની એની સમજ કે એની વિવેક બુધ્ધિ તૈયાર જ નથી. પણ જ્યારે સ્ટુડન્ટ એક્ટીવીસ્ટ સુહાની( નેહા શર્મા) ના સાનિધ્યમાં આવે છે ત્યારે એની મતિ મુંઝવાય છે કારણકે નેહા બે વિભાજીત સંસ્ક્રુતિ વચ્ચે સેતુ બનીને એ ભેદ દૂર કરવાના મતે છે. આ સેલ્ફ સેન્ટર ક્રુકેડ પર્સન સીધો ચાલશે ? એ નેહાના રંગે રંગાશે?

ઓસ્ટ્રેલિયાની વંશીય સમસ્યા સમજવામાં હજુ જેને રસ છે અથવા ક્યાંક કોઇને છાંટા ઉડ્યા હોય એના માટેની આ ફિલ્મ ” ક્રૂક ” ઇટ્સ ગુડ ટુ બી બેડ છે.  આ ફિલ્મમાં એક રીઢુ માનસ ધરાવતા અને અંતે એક જુદા અભિગમમાં પરિવર્તિત થતા ઇમરાનના અલગ અલગ પાસા જોવા મળે છે તો એની સામે  સમર્થ (અર્જન બાવેજા ) છે જે પરદેશમાં રહીને પણ પોતાની સંસ્ક્રુતિને કોઇ પણ ભોગે જાળવવામા માને છે.

મોહિત સુરીએ આ ફિલ્મમાં ભારતિય અને ઓસ્ટ્રેલિયન એમ બંને પક્ષે એક સરખુ પલ્લુ રાખવા પ્રયત્ન કર્યો છે. અને એમ કરવામાં કોઇ એક વાત પર  એક સરખુ ફોકસ કરી શક્યા નથી. લગભગ ફિલ્મનો પૂર્વાર્ધ તો કેટલીક અસંગત વાત એસ્ટાબ્લીશ કરવામાં પસાર થઈ ગયો છે. એટલુ જ નહી પણ મુખ્ય મહત્વના રેસીસમના બદલે  ફિલ્મમાં પ્રેમ- રોમાંસ, ગીતો માથે થોપેલી કોમેડી અગ્રગણ્ય હોય તેમ તેની આસપાસ ફિલ્મ ઘુમ્યા કરે છે.ઉત્તરાર્ધ રંગભેદની સમસ્યાનો અંત આણવામાં ,બે અલગ વિભાજીત જૂથને સંગઠીત બતાવવામાં પૂરો થયો છે.

ઇમરાન હાશ્મીને તો  બીજ કોઇના બદલે પોતાની જાત સાથે જ બરોબરી કરવાની હોય ને? આગલી ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ કરતા અહીં કેટલો વધુ કે ઓછો ચઢિયાતો છે એ જ જોવાનુ રહે ને? નેહાની  પ્રથમ ફિલ્મ હોવાથી એનો  અભિનય માટેનો  આત્મ વિશ્વાસ- એનો પ્રયત્ન અગત્યનો છે. અર્જન બાવેજા પ્રમાણમાં ઠીક ઠીક રહે છે.ગુલશન ગ્રોવર ની નામ પુરતી હાજરી છે.

ઓવર ઓલ ક્રૂક ફિલ્મ એક ઇસ્યુ બેઝ ફિલ્મ છે જેમાં કોઇ એક બાબત પણ વિશેષ રૂપે તરી આવતી નથી.

કલાકાર-ઇમરન હાશ્મી ,નેહા શર્મા, અર્જન બાજવા, ગુલશન ગ્રોવર.

પ્રોડયુસર –મહેશ ભટ્ટ

ડાયરેકટર-મોહિય સુરી.

મ્યુઝિક– પ્રિતમ ચક્રબર્તી

ફિલ્મ **એક્ટિંગ-* * મ્યુઝિક * * સ્ટોરી * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૯/૧૦/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“અન્જાના અન્જાની”- film reviews – “આક્રોશ”- film reviews –

2 ટિપ્પણીઓ


Blog Stats

  • 95,909 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: