“અન્જાના અન્જાની”- film reviews –

September 24, 2010 at 12:45 am 3 comments
યાદગાર સફર પ્રેમ સભર

અમેરિકન હીટ ફિલ્મ ફ્રેન્ડ્ઝ   તેમજ અ ગર્લ ઓન ધ બ્રીજ આધારિત પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલાની સિધ્ધાર્થ આનંદ દિગદર્શિત ફિલ્મ  “અન્જાના અન્જાની ” એક સાવ અનોખી સફર છે.એક બીજા માટે જાન આપવા સુધીની તૈયારી પ્રેમમાં  પડેલા લોકો દર્શાવતા જોવા મળે છે જ્યારે અહીં જીવ દેવા નિકળેલા બે જીવ એકમેકના પ્રેમમાં ખીલે છે.

દુર્ભાગ્યે નિષ્ફળતાથી થાકી હારીને મળેલા  કિયારા અને આકાશ ડૂબતાને તરણુ ભારી સમજીને એકબીજાને ઓથ આપે છે અને એમાંથી સર્જાય છે એક મસ્તીભરી સફર.   આ સફર દરમ્યાન એમને એવો એહસાસ થાય છે કે આ ટુંક સમયની એમની મુલાકાત એક પાગલપન સિવાય કઈ  જ નથી અને એ્કમેકથી જુદા પણ પડી જાય છે. સંયોગ જે સમજાવી ન શકે એ કદાચ વિયોગથી  સમજી શકાય? દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના શાહરૂખ અને કાજોલની અનુભૂતિ આકાશ અને કિયારે થશે? રાજ અને સિમરનની જેમ એ બંને એક થશે? જાણવુ હોય તો ચાલો સાજીદ નડિયાદવાલાની ખાસિયત મુજબ અધધધ બજેટમાં બનેલી  ફિલ્મમાં આકાશ (રણબીર કપૂર) અને કિયારાના પ્રેમ, મસ્તી ,દર્દની સાથે સાથે  ન્યુયોર્ક ,લાસ વેગાસ અને સાન ફ્રાન્સીસ્કોની સફરે. જો કે મળવાનુ નસીબમાં લખાયેલુ હોય તો દુનિયાના સાત પડ ભેદીને પણ મળી જ જવાય.

આમ જોવા જાવ તો સાંપ્રત સમાજની  યુવા પેઢી ,ગ્રેજ્યુએટ કોલેજ સ્ટુડન્ટની સમસ્યાને લઈને અહીં એક સુંદર સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.નિષ્ફળતાથી હારીને જીવનનો અંત આણવો એ કોઇ બહાદુરી નથી , ખરેખર તો એની સામે હિંમતથી ટકવામાં બહાદુરી છે. ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શું થવાનુ છે. જો કે જાનકી નાથને તો વનવાસ વેઠવાનો આવ્યો પણ શક્ય છે કે કાલની તમારી સવાર કોઇ નવી જ આશા લઈને આવે અને તમારા જીવનમાં સફળતાના રંગો ભરી દે.માટે તમે તમારી જાતને એક વધુ નેવધુ તક આપો. સિધ્ધાર્થ આનંદની ફિલ્મમાં  જીવનનો આ સાર  અતિ સુંદર  ઘટના સ્થળના પેનોરમિક વ્યુ પર ફલિત થતા દર્શાવાયા છે .

કોંકણાસેન (વેક અપ સીડ) બાદ ફરી એક વાર  આજકાલની યુવતિઓની ધડકન સમા રણબીર કપૂરને ફાળે તેનાથી વધુ મેચ્યોર અભિનેત્રી  પ્રિયંકા સાથે રોમાંસ કરવાની તક આવી છે. કપૂર ખાનદાનના નબીરાને એક્ટીંગ આમ તો ગળથૂથી્માંથી મળી હોય પણ સાથે એનુ  કોઇ પાત્રને જીવંત કરવાનો અભિગમ ,એનુ અભિનય પ્રત્યેનુ સમર્પણ-પરિપક્વતા રાજનિતિથી આપણે જોઇ રહ્યા છીએ.  ફિલ્મ અન્જાના અન્જાનીમાં એક અલગ અંદાજ સાથેના રણબીર કપૂરને જોવાની પણ એટલી જ મઝા છે. પ્રિયંકા કિયારાના પાત્રમાં પોતાની જાતને જે રીતે ઢાળી છે , જે રીતે એ કિયારાના પાત્રમાં ઓતપ્રોત થઈ છે એ પ્રિયંકાની અભિનય ક્ષમતાનો પરિચય આપે છે. ઝાયેદ ખાન અને તન્વી આઝમીનો પાત્રોચિત અભિનય ફિલ્મનુ એક વધારાનુ જમા પાસુ છે.

“અન્જાના અન્જાની  “ફિલ્મના ગીત સંગીત  આજની યુવા પેઢીને જચી જાય તેવા જુદી જુદી શૈલીના અને મનોમન ગણગણવા ગમે તેવી તાજગી ભર્યા છે. વિશાલ -શેખરના સંગીત મઢ્યા ગીતો એક્થી બીજુ વધુ ચઢિયાતુ હોય તેવી અનુભૂતિ કરાવે છે.ટાઇટલ સોંગ અન્જાના અન્જાની, હૈરત, આસ પાસ ખુદાતો ફિલ્મની રજૂઆત પહેલા જ લોકચાહના મેળવી રહ્યા છે.

ઓવર ઓલ  “અન્જાના અન્જાની” એક  એવી સાવ સહજ મસ્તીભરી રોમેન્ટીક ફિલ્મ બની છે જેમાં એક  પ્રેમનો અલગ અભિગમ, સ્ટાર પરફોર્મન્સ, મ્યુઝીક પ્રેક્ષકોને પણ પ્રેમની અન્જાની મસ્તીભરી  સફર કરાવે છે.

કલાકાર-રણબીર કપૂર, પ્રિયંકા ચોપ્રા, ઝાયેદ ખાન

પ્રોડયુસર –સાજીદ નડીયાદવાલા

ડાયરેકટર-સિધ્ધાર્થ આનંદ

મ્યુઝિક- વિશાલ દદલાની , શેખર રવજિઅની

ગીતકાર- નીલેશ મિશ્રા, વિશાલ દદલાની, શેખર, અમિતાભ ભટ્ટાચાર્ય, અન્વિતા દાસ ગુપ્તા, ઇર્શાદ કામિલ.

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી ***

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨/૧૦/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“આહ અમેરિકા-વાહ અમેરિકા” ” ક્રૂક ” – film reviews –

3 Comments

 • 1. vishwadeep  |  October 2, 2010 at 2:30 pm

  Yes, me and rekha wanted to see this movie when time permit.
  Thank you for your view.

  Like

 • 2. nilam doshi  |  October 3, 2010 at 3:05 am

  nice to read abt..

  so reached home ? thats good..enjoy abad…

  Like

 • 3. chandravadan  |  October 4, 2010 at 12:57 pm

  Nice informative Post about the Film !
  Dr. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rajulben..Hope to see you on Chandrapukar again !

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

September 2010
M T W T F S S
« Aug   Oct »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: