“દબંગ” – film reviews –

સપ્ટેમ્બર 11, 2010 at 11:10 પી એમ(pm) 4 comments

નેગેટીવ શેડમાં દેશી રોબિનહૂડ

“દબંગ” એટલે બેખોફ, જેને કોઇનો ડર નથી એવો. કહે છે ને કે  જ્યાં મોતના ખોફનો અંત છે ત્યાંથી જીવનની શરૂઆત થાય છે.   ઉત્તર પ્રદેશના નાનાકડા ગામ લાલગર્જની પાશ્ચાત્ય ભૂ  પર આકાર લેતી ચુલબુલ પાંડેની આ કથામાં સલમાન ખાન એક નેગેટીવ શેડમાં રજૂ થાય છે.  જેના બાળપણે  માથા પરથી પિતાના વાત્સ્લયભર્યા  હાથનો સ્પર્શ ગુમાવી દીધો છે અને માતાના બીજા લગ્ને સાવકા પિતા (વિનોદ ખન્ન્ના) અને સાવકા ભાઇ (અરબાક્ઝ ખાન )ને સહન કરવાનુ જેના નસીબમાં આવ્યુ છે એવો ચુલબુલ (સલમાન ખાન) ભણવાનુ નેવે મુકીને આડા રસ્તા પર ચઢી જાય છે.જાહેરમાં કહેવાતો પોલિસ ઓફિસર ખરા અર્થમાં તો બદમાશ અને ભ્રષ્ટ અધિકારી છે જેના નામ માત્રથી લોકો રક્ષણ અનુભવવાના  બદલે ભક્ષણના ભયથી થથરે છે. પણ જ્યારે એના જીવનમાં રાજો  સોનાક્ષી સિંહા) નો પ્રવેશ થાય છે  ત્યારથી એ વાલિયામાંથી વાલ્મિકી બનવા પ્રયત્ન કરે છે.પણ અત્યાર સુધી જાતેજ રસ્તામાં કાંટા વાવ્યા હોય ત્યાં ફુલ ક્યાંથી નસીબમાં હોય? આવો   એક   છેદ્દી સિંઘ (સોનુ સુદ) નામનો કાંટો જ એને કનડે છે. અને ચુલબુલના ભાઇને જ એનો વિરોધી બનાવી દે છે. ચુલબુલ આવા સામા પુરને પાર કરી શકશે?

ફિલ્મનો હીરો પોલિસ ઓફીસર હોય એટલે સોજ્જા સોજ્જા પ્રમાણિક નેક ફરજ પાબંદ રોલમાં હોય તેવુ માનીને ફિલ્મ જોવા જનારા પ્રેક્ષકોને સલમાન એક જુદા શેડમાં જોવા મળશે . રોમેન્ટીક  -કોમેડી ફિલ્મોમાં સલમાન ખાનને આજ સુધી અનેક જુદા જુદા શેડમાં લોકોએ પસંદ કર્યો છે .સલમાનખાનના ચાહકોને તો સલમાન કોઇપણ રોલમાં પસંદ પડવાનો જ હોય તો તે આ નેગેટીવ શેડમાં પણ એને પસંદ કરશે જ. જુની અણગમતી યાદોને લઈને માણસ કેટલી હદે ઝનૂની બની શકે તેનુ  ચુલબુલ પાંડે આબેહૂબ પ્રતિબિંબ છે.”દબંગ” ફિલ્મ માત્ર અને માત્ર સલમાન ખાનની જ છે.

ક્યારેક રીનારોય તો ક્યારેક સાઉથની અભિનેત્રી માધવીની યાદ અપાવતી શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાની તાજગી અને  કોન્ફીડન્ટ  અભિનય સલમાન સાથે જોડી બનાવવામાં ઉપયોગી નિવડ્યા છે. અરબાઝખાનનો સહજ અભિનય ,સોનુ સૂદનુ  સલમાનખાનની બરાબરીમાં ઉતરે એવુ તેજ તર્રાર પર્ફોર્મન્સ  ફિલ્મની કથા વસ્તુને અનુરૂપ છે.

લાંબા અરસાબાદ વિનોદ ખન્ન્ના અને ડીમ્પલ કપાડીયાને સ્ક્રીન પર જોવા એ પણ પ્રેક્ષકો માટે અનેરો લ્હાવો છે. અનુપમ ખેરે હંમેશની જેમ પાત્રોચિત ન્યાય આપ્યો છે.

સામાન્ય રીતે હિન્દી ફિલ્મ હોય એટલે જરૂર હોય કે ન હોય  પણ ગીત-સંગીત હોવા જ જોઇએ એવો મહદ અંશે ઢાંચો રહ્યો છે ભલે એ એક્શન ફિલ્મ કે ના હોય? તેમ છતાં સાજીદ વાજીદના સંગીત મઢ્યા ગીતો પ્રેક્ષકોને મહદ અંશે રિઝવી જાય છે.

ઓવરઓલ ફરી એક વાર વોન્ટેડની માફક આ  મસાલા ફિલ્મમાં સલમાનની ધમાકેદાર રજૂઆત  એના ચાહકો માટે એમની અપેક્ષા પૂર્ણ કરનારી નિવડશે.

કલાકાર- સલમાન ખાન, સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, સોનુ સુદ, વિનોદ ખન્ના, ડિમ્પલ કાપડિયા, મહેશ માંજરેકર, ઓમપૂરી, અનુપમ ખેર

પ્રોડયુસર – ધિલ્લીન મહેતા, અરબાઝ ખાન, મલાઈકા અરોરા

ડાયરેકટર-અભિનવ કશ્યપ

મ્યુઝિક- સાજીદ અલી ,વાજીદ અલી

ગીતકાર- લલિત પંડિત , જાલીસ શેર વાનિ, ફૈઝ અન્વર.

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી * * * એકશન * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને  ૧૦/ ૯ /૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“વી આર ફેમિલી “- film reviews – “આહ અમેરિકા-વાહ અમેરિકા”

4 ટિપ્પણીઓ

  • 1. Ramesh Patel  |  સપ્ટેમ્બર 12, 2010 પર 4:26 એ એમ (am)

    very nice…eager to watch movie.

    Ramesh Patel(Aakashdeep)

  • 2. simplyyyystupid  |  સપ્ટેમ્બર 12, 2010 પર 5:53 એ એમ (am)

    સરસ લેખ મારાં બ્લોગની મુલાકાત લઇને માર્ગદર્શન આપશોજી…

  • 3. અશોકકુમાર -'દાદીમાની પોટલી '  |  સપ્ટેમ્બર 12, 2010 પર 9:22 એ એમ (am)

    મિચ્છામિ દુકડમ !

    અશોકકુમાર-‘દાદીમાની પોટલી’

  • 4. Sharad Shah  |  સપ્ટેમ્બર 14, 2010 પર 11:33 એ એમ (am)

    “દબંગ” જેવી ફિલ્મ માટે અભિપ્રાય આપવા શક્તિ નો વ્યય કરવાનું પણ કોઈ શાણો માણસ પસંદ ન કરે. આ અભિપ્રાય એટલા માટે જ આપું છું કે હજી સુધી ન જોનાર વર્ગ જોવાની પીડામાંથી બચી શકે. તદ્દન વાહિયાત ફિલ્મ અને ડાયરેક્શન. આખા પિક્ચરમાં તમારે દિવો લઈને સદગુણ શોધવો પડે અને ના છૂટકે તમારે કહેવું પડે કે સંગિત થોડું ઘણુ મધુર છે. બાકી સમય અને નાણાં વેડફવા હોય તો તમારી મરજી.


Blog Stats

  • 95,909 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: