“વી આર ફેમિલી “- film reviews –

સપ્ટેમ્બર 4, 2010 at 11:53 પી એમ(pm) 9 comments

લાઇટ મૂડમાં સિરિયસ મૅસેજ

હોલિવુડની સફળ ફિલ્મ સ્ટેપમોમની રિમેક “વી આર ફેમિલી  “ના રૂપે  કરણ જોહર કાજોલ અને કરીના કપૂરનો  આ ત્રિવેણી સંગમ ફરી એક વાર રુપેરી પરદા પર રચાયો છે .

માયા  (કાજોલ) માટે તેના બાળકો આલ્યા , અંકુશ અને અંજલી સર્વે સર્વા છે. આ  ત્રણે બાળકોની ધરીની આસપાસ જ તેની દુનિયા ઘુમે છે. પતિની ગેરહાજરીમાં માયા ક્યારેય તેના બાળકોને પિતાની ખોટ ન લાગે તેટલી સક્ષમતાથી -સરળતાથી  તમામ વિકટ પરિસ્થિતિનો સામનો કરે છે. દુનિયાનુ પરિભ્રમણ તો એક જ દિશામાં થયા કરે પણ તેમ છતાં પૂનમ પછી અમાસ  અને ક્યારેક ગ્રહણ પણ આવે  છે ને? તેવી જ રીતે  માયા અને તેના બાળકોના જીવનમાં  ,તેમની ખુશીઓ પર શ્રેયા નામનુ ગ્રહણ પર આવે છે. શ્રેયા અમનની ખાસ મિત્ર છે અને ઘર અને બાળકોથી નિરાળી દુનિયામાં વસતી એક  નખશીખ કરિયર ઓરિયેન્ટેડ સ્ત્રી છે. માયા અને તેના બાળકોની ખુશહાલ જીંદગીમાં તેનુ  અણધાર્યુ આગમન કેમ થાય છે ? અને એ આગમન પરિસ્થિતિને કેવા અણધાર્યા વળાંકો પર લાવીને મુકી દે છે? એક પતિ સાથે એક જ ઘરમાં માયા અને શ્રેયા રહી શકશે? બાળકો તેમની સ્ટેપમોમને સહી શકશે?

૧૯૯૮માં રજૂ થયેલી સુસાન સેરેન્ડન અને જુલિયા રોબર્ટ્સ અભિનિત સ્ટેપમોમ જેણે જોઇ જ નથી એના માટે  કરણ જોહર નિર્મિત સિધ્ધાર્થ મલ્હોત્રા દિગદર્શિત ફિલ્મ “વી આર ફેમિલી  એક રસપ્રદ અનુભવ રહેશે.

“વી આર ફેમિલી  ”  એ ખરા અર્થમાં ફેમિલી મુવી છે .એક વ્હાલસોયી માને જ્યારે પોતાના જીવનનો જ ભરોસો ના રહે  પોતાના બાળકોને કોઇના ભરોસે , કોઇના વિશ્વાસે મુકવાના થાય ત્યારે એ મા પર શું વિતે ? વિચાર માત્ર એક હ્રદયને ચીરી નાખે તેવો છે ને?  પરંતુ “વી આર ફેમિલી  ” ફિલ્મમાં આ આખીય વાતને હ્રદયવિદારક રીતે રજૂ કરવાના બદલે   કેટલીક હળવી ક્ષણો સાથે રજૂ કરવામાં આવી છે  . ક્યારેક ગંભીર તો ક્યારેક અત્યંત નાજૂક પળોને  સરસ રીતે સવારવામાં આવી છે. જે્ના માટેનો સિધ્ધાર્થ મલ્હોત્રાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન દેખાઇ આવે છે.   શરૂથી લઈને ફિલ્મના અંત તરફ જતી ગતિને , ફિલ્મની તનાવભરી અને લાગણીભીની ક્ષણોમાં  કાજોલ અને કરીનાએ  બોલકો અભિનય આપીને એ ક્ષણોને જીવંત બનાવી છે તો ક્યારેક કાજોલ વગર બોલે એટલુ વ્યક્ત કરી જાય છે જેના માટે શબ્દો પણ ઓછા પડે. તેમ છતાં  કાજોલ અને કરીનાની નોક-ઝોકની કમાલ જોઇને  જેણે સ્ટેપમોમ જોઇ છે તેઓ જાણે અજાણે સેરેન્ડોન અને જુલિયા રોબર્ટ્સ સાથે સરખામણી કર્યા વગર તો નહી જ રહી શકે.   આ બંનેના પાત્રમાં જો  અસલ કૃતિને યાદ કરીએ   તો  માયાના સામ્રાજ્યમાં શ્રેયાનો અનધિક્રુત પ્રવેશ , માયાના આઘાત-પ્રત્યાઘાત અને અણગમતી સ્વીક્રુતિની  અભિવ્યક્તિ માટેનો વિશાળ સ્કોપ  હજુ પણ નજરે ચઢ્યા વગર ના રહે.  અને તેમ છતાં  ઉત્સાહથી છલોછલ દેખાતી  માયા , તેની  સ્વભાવની  ઉદાસી અને  દેખાવમાં નિસ્તેજતામાં  અનુક્રમે  પરિવર્તન  કાજોલે  કેવી સહજ રીતે દર્શાવ્યા છે?  પતિ પોતાનો રહ્યો નથી એની વેદના અને હવે બાળકો પાસે પોતે ઝાઝુ રહી શકે તેમ નથી  એની લાચારી કાજોલે આંખોમાં જે રીતે વ્યક્ત કરી છે તે તેની અભિનય ક્ષમતાનો પુરાવો છે. કાજોલ  જેવી સક્ષમ અભિનેત્રી પાસે આવી જ અપેક્ષા હોઇ શકે. હેટ્સ ઓફ કાજોલ. તો સામા પક્ષે કાજોલ જેવી નિવડેલી અદાકારા સામે ટક્કર લેવા કરીનાએ પણ એના ફાળે આવતા પાત્રને સર્વશ્રેષ્ઠ રીતે ભજવવુ જ રહ્યુ. .અર્જુન રામપાલની  સફળતાની આ વર્ષની હેટ્રીક કહેવાય. હાઉસફુલ , રાજનીતિ પછી ફરી એક વાર “વી આર ફેમિલી  “માં તેણે નોંધપાત્ર કામ આપ્યુ છે.

સામાન્ય રીતે કરણ જોહરની ફિલ્મોમાં સંગીત હંમેશા જમા પાસુ રહ્યુ છે. જ્યારે ફિલ્મ વી આર ફેમિલીના  ગીત સંગીત એવા નોંધપાત્ર કહી શકાય નહી.

ઓવરઓલ “વી આર ફેમિલી  ” એક સુંદર પારિવારિક  ફિલ્મ છે જે નિસંકોચે અબાલ-વ્રુધ્ધ સાથે બેસીને નિહાળી શકે.

કલાકાર- કાજોલ, કરીના કપૂર, અર્જુન રામપાલ, આંચલ મુંજાલ, નોમીનાથ ગીસબર્ગ, દિયા સોનેચા

પ્રોડયુસર –કરણ જોહર, હિરુ જોહર

ડાયરેકટર-સિધ્ધાર્થ મલ્હોત્રા

મ્યુઝિક- શંકર મહાદેવન . એહ્સાન નુરાની, લોય મન્ડૉન્સા.

ગીતકાર- અન્વિતા દત્ત ગુપ્તા, ઇર્શાદ કામિલ

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી ***

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૩/૯/૨૦૧૦ ના પ્રગટ થયો.”


Advertisements

Entry filed under: - film reviews -.

“અભાગણી” “દબંગ” – film reviews –

9 ટિપ્પણીઓ

 • 1. "માનવ"  |  સપ્ટેમ્બર 5, 2010 પર 4:01 એ એમ (am)

  kyathi aa badhu lai aavo cho?

 • 2. venunad  |  સપ્ટેમ્બર 5, 2010 પર 4:13 પી એમ(pm)

  You are right that this movie is a family movie. Karina’s acting is little inferior compared to kajols, yes, she was not in main character like kajol. Kids are cute and really nicely performed. The husband, Arun Rampal really plays his part gracefully. Music does not have any thing to remember. Just an average movie, anyway, worth seeing once.
  “Saaj” Mevada

 • 3. nilam doshi  |  સપ્ટેમ્બર 5, 2010 પર 7:30 પી એમ(pm)

  recently saw step mom..and now this…

  thanks rajulben

 • 4. Kartik  |  સપ્ટેમ્બર 6, 2010 પર 3:41 પી એમ(pm)

  Real review is at, http://www.thevigilidiot.com/2010/09/04/we-are-family/

 • 5. Bhupendrasinh Raol  |  સપ્ટેમ્બર 6, 2010 પર 6:32 પી એમ(pm)

  સ્ટેપ મોમ મેં જોઈ છે.જુલિયા રોબર્ટ્સ નાં અભિનય ને ટક્કર મારવી મુશ્કેલ છે.કાજોલ એ બાખૂબી કરી શકી હોત એને બદલે કરીના ને મૂકી.ખેર એતો ડાયરેકટરે જોવાનું છે.પણ આપણી ફિલ્મો માં ઓવર એક્ટિંગ વધારે હોય છે જે બહુ કઠે છે.જુલિયા તો ગ્રેટ છે.

 • 6. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 6, 2010 પર 6:42 પી એમ(pm)

  sunder mahit..film jovi ke nahi te khyaal aavi jaay…

 • 7. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’  |  સપ્ટેમ્બર 7, 2010 પર 9:48 એ એમ (am)

  ટચીંગ મુવી!

 • 8. Jaynath Sisodiya  |  સપ્ટેમ્બર 8, 2010 પર 1:46 પી એમ(pm)

  wow…good review. Thanks for sharing with us.

 • 9. chandravadan  |  સપ્ટેમ્બર 10, 2010 પર 12:11 પી એમ(pm)

  Nice Review !
  Enjoyed the Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rajulben..Hope to see you & also your READERS on Chandrapukar for Health Posts & Other Posts !


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: