“આશાયેં” – film reviews –

ઓગસ્ટ 26, 2010 at 2:47 પી એમ(pm) 2 comments


Aashayein Movie

જિંદગી તો આવી જ હોય ….
નાગેશ કુકનૂર દિગદર્શિત આયેશા ટકિયા અને ગુલ પનાંગ અભિનિત ફિલ્મ “ડોર” એની  નાજુક સંવેદનામઢીકથા અને માવજતને લઈને સ્મ્રુતિમાં આજે પણ અકબંધ છે. આ “ડોર” અને “ઇકબાલ”  ફેમ નાગેશ કુકનુર ફરી એક વાર  “આશાયેં”  ફિલ્મમાં માનવ સંવેદના લઈને આવ્યા છે ત્યારે સ્વભાવિક એક ઉત્કંઠા તો પ્રેક્ષકોમાં રહેવાનીજ. જોકે નાગેશ કુકનુરની  ૮x૧૦ તસ્વીર અને બોમ્બે ટુ ગોઆ જેવી ફ્લોપ  કોમર્શિયલ ફિલ્મો  પણ હજુ હમણાંની જ વાત છે.

રાહુલ સિંઘ (જ્હોન અબ્રાહમ) એક અઠંગ જુગારી છે . રાહુલ માટે એટ્લો જ જુગાર જરૂરી છે જેટલો જીવવા માટે શ્વાસ . જુગારી્ની આવનારી કોઇપણ ક્ષણ જેમ ધારણા બહારની હોય તેમ જીવનનુ પણ એવુ જ કલ્પનાતિત નથી હોતું? સરળતાથી વહી જતી નદી અચાનક કોઇ નવી જ દિશામાં ફંટાઇ જાય એમ રાહુલને એના સાવ ટુંકા ભવિષ્યની જાણ થાય છે ત્યારે એનુ જીવન પણ એક ન ધારેલી દિશામાં ફંટાઇ જાય છે .જુગાર અને શરાબના સહારે વ્યતિત થતી જીંદગીમાં એને નવેસરથી જીવવાની આશા જાગે છે. ટુંકા ગાળાની એ જીંદગીમાં એ એવી વ્યક્તિઓને મળે છે જે એના જીવનમાં કોઇ નવા જ રંગ ભરે છે. “આશાયેં” ફિલ્મ રાહુલની અંધકારભર્યા જીવનમાંથી એક નવી રોશની તરફ્ની સફર છે. આશાયેં  એક પ્રેરણાદાયી ફિલ્મ છે  જેમાં કહેવામાં આવ્યુ છે  કે જીવન આજે છે કાલે નથી તો શા માટે એને શ્રેષ્ઠ રીતે વ્યતિત ન કરવું? અહીં જાણે -અજાણે કેમ રિશીકેશ મુકરજીની  રાજેશ ખન્ના અભિનિત આનંદ યાદ આવી ગઇ?

મૂળભૂત કથા અત્યંત પ્રભાવી છે. નાગેશ કુકનુરે આ ફિલ્મમાં  ઘટતી ઘટનાઓમાં  કોમર્શીયલ વેલ્યુ સાથે આર્ટ નો ઉમેરો કરવા પ્રયત્ન કર્યો છે.એના લીધે માત્ર મનોરંજનની અપેક્ષા સાથે જનાર પ્રેક્ષક માટે થોડી અઘરી લાગે. કથાની પ્રારંભિક રજૂઆતથી લઈને પૂર્વાર્ધ  કરતા ઉત્તરાર્ધમાં  તેનો મુળ ઉદ્દેશ વધુ સચોટ ,વધુ અસરકારક રીતે રજૂ થયો છે. લીવ લાઇફ કીંગ સાઇઝ જેવુ જીવન જીવતા રાહુલનો જીવન તરફ્નો અભિગમ જે રીતે  બદલાઇ જાય છે તે દર્શાવવામાં ,  આજે  જે જીવન જીવવા મળ્યુ છે એ ક્ષણોને સમજો અને માણો  એ સંદેશ આપવાના હેતુથી બનેલી ફિલ્મનો ઝોક મનોરંજન કરતા આર્ટ તરફ વધુ ઢળ્યો હોવાથી જાણે એ આર્ટ લવર માટેની ફિલ્મ બની હોય તેવુ અંતે પ્રેક્ષકો અનુભવે તેમ બનવાની શક્યતા વધુ છે.

જ્હોન અબ્રાહમ  આજ સુધી  તેની એક મોડલની  ઇમ્પ્રેશનથી વધીને આગળ ખાસ કશું જ સાબિત કરી શક્યો નથી ત્યારે નાગેશ કુકનૂરનુ આ ફિલ્મ માટેનુ તેનુ સિલેકશન જરા આશ્ચર્યજનક લાગે  છે પણ “આશાયેં”  ફિલ્મમાં તેનો અભિનય આશાજનક સાબિત થયો છે. સોનલ સેહગલના ફાળે આવેલા તેના પાત્રને  માત્ર નિભાવ્યુ છે. જ્યારે  અનિતા નૈયરે તેના નાના રોલને પણ વધુ પ્રભાવી બનાવ્યો છે. માસ્ટર અશ્વિન અને બીજા સપોર્ટીંગ પાત્રો પણ એટલાજ પ્રતીતિજનક રહ્યા છે.

આમ તો નાગેશ કુકનૂરની ફિલ્મોમાં ગીત -સંગીતનુ ઝાઝુ મહત્વ હોતુ નથી .તેમ છતાં ફિલ્મની માંગ પ્રમાણે તેના પ્રસંગો અનુરૂપ યોગ્ય ગીત સંગીત નોંધપાત્ર રહ્યા છે. દિલકાશ દિલદાર દુનિયા અને અબ મુજકો જીના હૈ ગીત ફિલ્મની ભાવનાને વ્યક્ત કરનારા બન્યા છે.

કલાકાર-જ્હોન અબ્રાહમ ,સોનલ સહેગલ, પ્રતિક્ષા લોંકર, અનિથા નાયર ,ગિરીશ કર્નાડ, ફરિદા જલાલ,

પ્રોડયુસરપરસેપ્ટ પિક્ચર કંપની

ડાયરેકટર-નાગેશ કુકનુર

મ્યુઝિક– સલીમ મર્ચન્ટ  , સુલેમાન મર્ચન્ટ, પ્રિતમ ચક્રબોર્તી.

ગીતકાર-સમીર, કુમાર, શકિલ સોહિલ, મીર અલી હુસેન

ફિલ્મ ** એક્ટિંગ-* * મ્યુઝિક * * સ્ટોરી **

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૮/૮/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“લફંગે પરિંદે”- film reviews – “અભાગણી”

2 ટિપ્પણીઓ

  • 1. nilam doshi  |  ઓગસ્ટ 28, 2010 પર 3:49 એ એમ (am)

    nice to read..

  • 2. Jagdish Mehta  |  ઓગસ્ટ 28, 2010 પર 4:45 એ એમ (am)

    nice story,

    Thanks,


Blog Stats

  • 96,570 hits

rajul54@yahoo.com

Join 881 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: