“લફંગે પરિંદે”- film reviews –

August 20, 2010 at 12:21 am 2 comments

યુવા સપનાઓની અનોખી દુનિયા

જીતનો બીજો પર્યાય એટલે નંદુ. આત્મવિશ્વાસનુ બીજુ નામ એટલે નંદુ.રેસલિંગની રિંગમાં આંખે પાટા બાંધીને પણ એક જ શોટમાં પોતાના હરિફને જમીન દોસ્ત કરી નાખે એવા નંદુની ઓળખ માટે એક જ  શબ્દ પુરતો હતો–વન શોટ નંદુ.

અને બીજી પિંકી પાલકર ,સ્કેટીંગ રિંગ પર એક લય સાથે હવામાં  જાણે તરતી  જુવે તો કોઇને કલ્પના સુધ્ધા ના આવે કે  જે  તરલતાથી પિંકી ગતિ કરી રહી છે એ  પિંકીની આંખોની તરલતા-રોશનીના નામે શૂન્યાવકાશ છે.

પણ  ભગવાન એક દિશા બંધ કરે તો એની સામે બીજી દસ દિશા ખોલી આપે છે, બસ એ દિશા પારખવાની આત્મસુઝ જોઇએ અને એ પિંકીમાં ભારોભાર છે. પિંકીની ખરી મુડી છે એની અંદરની તાકાત, એનો વિલ પાવર. સામાન્ય યુવતિઓની જેમ એ પણ સવારથી સાંજ કામ કરે છે.બસ એક અસામાન્ય વાત એનામાં હોય તો એ કે ને સામાન્ય છોકરીઓની જેમ બિબાઢાળ જીવન વ્યતિત નથી કરવુ,

વિધાતા આવા  એકેબીજાથી અજાણ્યા પણ એકસમાન ખુબી ધરાવતા ઇન્સાનોને મેળવી આપે છે.કારણકે એક અશક્ય સ્થિતિને શક્ય બનાવવાનુ એમના નસીબમાં નિર્માણ થયેલુ છે.અને એમાં સાથ મળે છે બીજા મિત્રોનો.  રફ એન્ડ ટફ પર્સનાલિટી ધરાવતો નંદુ પિંકીને દુનિયા જોતા શીખવાડવા મથે છે તો  પિંકિને રસ છે નંદુને પ્રેમ શીખવાડવામાં  .  “આંખે” ફિલ્મમાં અમિતાબ બચ્ચને જે રીતે અક્ષય કુમાર, પરેશ રાવલ અને અર્જુન રામપાલ પાસે બેંક રોબરી માટે પ્લાન કર્યો હતો તેવી રીતે પિંકીને ટ્રેઇન કરીને નંદુ શું હાસીલ કરવા માંગે છે ? તેનો જવાબ છે પ્રદિપ સરકારની ફિલ્મ “લફંગે પરિંદે”. યશરાજ બેનરની ફિલ્મોમાં  એક “ધૂમ”  અને “ધૂમ -૨” ને બાદ કરતા લગભગ લવ સ્ટોરી જ વધુ જોવા મળે છે . “લફંગે પરિંદે”  આ બેનર હેઠળ  ફરી એક વાર  એક્શન થ્રીલર- પ્રેમ કહાની ફિલ્મ બની છે.

“ન્યુયોર્ક” ફિલ્મનો લવર બોય નિલ નિતિન મુકેશ આ ફિલ્મમાં તદ્દન જુદા ઢાંચામાં જોવા મળે છે.    એવી જ રીતે મુંબૈયા હિન્દિ અને લઢણ સાથે રજૂ થતી દિપિકા એની આજ સુધીની ફિલ્મી કારકીર્દી કરતા અલગ ભૂમિકામાં રજૂ થઈ છે.  “બ્લેક”માં  રાની મુકરજી, “ફના”માં કાજોલ “સંગીત”માં માધુરી દિક્ષિતને જોતા લાગે છે કે અંધ વ્યક્તિનો રોલ કરવાની કદાચ દરેક સફળ અભિનેત્રીની ખ્વાહીશ હશે , દિપિકાએ   આત્મ વિશ્વાસથી ભરપૂર અંધ પિંકીનુ પાત્ર  ભજવીને સફળતાના સોપાન તરફ એક  ડગ માંડવા પ્રયત્ન કર્યો છે. પણ મુંબઇની એ ગલીઓમાં  ઉછરેલી મુંબઈયા બોલી બોલતી પિંકી કરતા દિપિકાની ઇમેજ સાવ અલગ છે  .જેને  અહીં સ્વીકારવી અઘરી લાગે છે.

પ્રદીપ સરકાર દિગ્દર્શીત  “પરણીતા” અને “લાગા ચુનરીમે દાગ” ફિલ્મો હજુ તો જાણે સાવ તાજી સ્મ્રુતિમાં જ છે.  યશરાજ બેનર અને પ્રદીપ સરકાર બંનેના  નામ સાથે એક અપેક્ષા જોડાયેલી હોય પણ એનાથી સાવ જ અલગ માહોલમાં આકાર લેતી આ  ફિલ્મની કથા  એનાથી એક અલગ ઇમેજ ઉભી કરે છે. જે પ્રેક્ષકોની અપેક્ષાને ન્યાય આપવામાં ઉણા ઉતરે છે.

એ .આર. રહેમાનના સંગીતમાં મઢયા  ગીતોમાં  મોહિત ચૌહાણનુ  મન લફંગા ,અને શિલ્પા રાવનુ નૈન પરિન્દે ,શૈલ અને  અનુષ્કા મનચંદાના  ધડત તડત જેવા  ગીતોમાં થોડી નવિનતા  છે.

કલાકાર નિલ નિતીન મુકેશ, દિપીકા પદુકોણ, પિયુષ મિશ્રા, આનંદ તિવારી

પ્રોડયુસરઆદિત્ય ચોપ્રા, યશ ચોપ્રા

ડાયરેકટર-પ્રદિપ સરકાર

મ્યુઝિક-એ .આર, રહેમાન

ગીતકાર-સ્વનાનંદ કીરકિરે

ફિલ્મ ** એક્ટિંગ-* * મ્યુઝિક * * * સ્ટોરી * * * એકશન * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૧/૮/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

” હીન્દી ફીલ્મોનો જમણવાર”!!! “આશાયેં” – film reviews –

2 Comments

  • 1. nabhakashdeep  |  August 22, 2010 at 3:56 am

    Thanks for sharing.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  • 2. nishitjoshi  |  August 25, 2010 at 4:17 pm

    thank you

    Like


Blog Stats

  • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

August 2010
M T W T F S S
« Jul   Sep »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: