“પીપલી લાઇવ”- film reviews –

ઓગસ્ટ 14, 2010 at 12:49 પી એમ(pm) 7 comments

રીલ દ્વારા રિયાલિટી જોવાની કોશિશ

“પીપલી લાઇવ” નામ અને એની સ્ટારકાસ્ટ જોઇને ભાગ્યેજ કોઇ આ ફિલ્મની નોંધ લે અથવા ફિલ્મ જોવા માટે થીયેટર સુધી ખેંચાય. પણ આમિરખાનનુ નામ  જે ફિલ્મ સાથે   જોડાયેલુ હોય એ નામ , એ ફિલ્મ એક અનોખુ સર્જન હોય એ તો તારે જમીં પે અને થ્રી ઇડીયટ્સે સાબિત કરી દીધુ છે. એટલે “પીપલી લાઇવ” માટેની અપેક્ષા વધી જાય એ સ્વભાવિક છે.

કોઇ વ્યક્તિની મજબૂરીનો પણ તમાશો હોઇ શકે ? વર્ષો પહેલા કેતન મહેતાની ફિલ્મ હીરો હીરાલાલમાં હીરોની હીરોઇનના પ્રેમને પામવા આત્મહ્ત્યા કરવાની વાતને લઇને દીપા શાહી જે રીતે  એને મેગા મિડીયા  ઇવેન્ટ બનાવા સુધી પ્રમોટ કરે છે તે જ રીતે “પીપલી લાઇવ” ફિલ્મમાં નાથા નામના ગરીબ ખેડૂતની મજબૂરીને નેશનલ મીડિયા સુધી ચગાવવામાં આવે છે. કોઇ વ્યક્તિની મજબૂરીનો પણ તમાશો હોઇ શકે ? અને જેમ તમાશાને તેડુ ન હોય  તેમ જોતા લોકો એન્ટરટેઇન્ટમેન્ટ માટે કઈ હદ સુધી જઈ શકે , અને બળતામાં કઈ હદ સુધી ઘી ઉમેરી તેમાં  પોલિટીશીયન . સરકારી ઓફીસર કે મીડિયા  પોતાની રોટી શેકી શકે તેનુ એક સ્પષ્ટ ચિત્રણ ઉભુ થાય છે.

વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતને જ્યારે કુદરત તરફથી નિરાશા સાંપડે ત્યારે બેવડો માર પડે. એક તો ખેતીમાં કોઇ બરકત ન આવે અને બીજી બાજુ સરકાર કે બીજે ક્યાંથી લીધેલી લોન કે ઉછીના પૈસા ન ચુકવી શકે.   ફિલ્મના હીરો નાથાની  સાથે પણ આવુ જ બને છે.બધી બાજુથી જ્યારે હાથ હેઠા પડે ત્યારે તેને  એક જ ઉપાય દેખાય છે અને તે આત્મહત્યા કરવાનો કારણકે તો જ તે આ બધામાંથી છુટી શકે . સરકારની લોન આપોઆપ માફ થઈ જાય અને લેણદારોથી પણ બચી શકાય.નાથાને એનો ભાઇ કુટુંબ માટે બલિદાન આપવા સમજાવે અને નાથો એટલી હિંમત ભેગી કરે તે પહેલા જ એક ગરીબ ખેડૂતની આત્મહત્યાને લઈને આખી વાત ચર્ચાના ચકડોળે અને મીડિયાના મેળે ચઢી જાય છે. નાથાજી આત્મહત્યા કરશે કે નહીં એ વાત લઈને ઓપિનિયન પોલ અને ડીબેટો યોજાવા લાગે છે.

પહેલી નજરે જ મ્હોં ફેરવી લઈએ એવા દેખાવનો ઓમકારદાસ માણેકપુરી આ ફિલ્મનો હીરો કહી શકાય. શેરી પર્ફોર્મન્સ કરતા હોય તેવી નાટક મંડળી્થી લઈને થીયેટર અને દેશ વિદેશ સુધી પહોંચેલા નાથા એટલેકે  ઓમકારદાસ  માણેકપુરીમાં  પરફેક્શન-પૂર્ણતાના આગ્રહી આમિર ખાને વિશ્વાસ મુક્યો હોય એ જ એનામાં રહેલી અભિનય ક્ષમતાનો પ્રથમ પુરાવો છે. નિસહાય ખેડૂતના પાત્રમાં ઓમકારદાસનુ પર્ફોર્મન્સ જ ફિલ્મની સચોટતાનો  મુખ્ય આધાર છે .કમ બોલના ઓર ગમ ખાના એવા ઓમકારદાસે  ઓછા શબ્દો અને વધુ અભિનય દ્વારા અતિ નિસહાય અને સાવ જ કંગાલ નાથાના પાત્રને આબેહૂબ ઉપ્સાવ્યુ છે. સ્વાર્થી અને તકવાદી ભાઇ રઘુવીર યાદવ, શાલિની (નથાની પત્ની)નો ઉત્ક્રુષ્ટ અભિનય, ફારુખ જાફર (નાથાની માંદી મા) સાથેની એક સામાન્ય ઘર જેવી રકઝક એ બધુ મળીને ફિલ્મ વધુ વાસ્તવિક બની છે અને એનુ શ્રેય જાય છે અનુશા રિઝવીના ફાળે. તદ્દન નવોદિત દિગ્દર્શિકાએ એવી રીતે  સાવ આવા વિષયની માવજત કરી છે જાણે  કોઇ અનુભવી ઘડાયેલી વ્યક્તિ. કેટલીક ગંભીર પળો તો ક્યારેક હળવી પળોની સંવેદનાની જે રીતે રજૂઆત કરી છે એ એની ક્ષમતાનો પરિચય છે.

આજે જે રીતે લોકોને અસ્વભાવિક ઘટનાઓમાં રસ પડે છે તેવા સમાજ થી માંડીને રાજકારણ, મિડીયા સુધીની મનોવ્રુત્તિ પર કટાક્ષ કરવામાં આવ્યો છે, તો ભારતના  અત્યંત નિર્ધન અને લાચાર એવા ખેડૂતની અવદશાનુ આબેહુબ ચિત્રણ છે ફિલ્મ પીપલી લાઇવ. કથાને અનુરૂપ અસલ તળપદી ગીત-સંગીત, સિનેમેટોગ્રાફી અને ડાયલોગ્સ ફિલ્મને વધુ માણવા લાયક બનાવે છે.

કલાકાર-ઓમકાર દાસ માણેકપુરી, રઘુવીર યાદવ, મલાઇકા શેનોય

પ્રોડયુસર –આમિર ખાન , કિરણ રાવ

ડાયરેકટર-અનુશા રિઝવી

મ્યુઝિક- ઇન્ડીયન ઓશન, રામ સમ્પત, નગીન તાન

ગીતકાર–   સંજીવ શર્મા, સ્વાનંદ કિરકિરે,

ફિલ્મ **** એક્ટિંગ-* * * * મ્યુઝિક * * * સ્ટોરી ****

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૪/૮/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“આયેશા”- film reviews – ” હીન્દી ફીલ્મોનો જમણવાર”!!!

7 ટિપ્પણીઓ

 • 1. Rupen patel  |  ઓગસ્ટ 14, 2010 પર 2:41 પી એમ(pm)

  રાજુલબેન મુખ્ય કલાકારનું નામ નાથા કે નથ્થા કદાચ ભૂલ હોય તો સુધારશોજી .

 • 2. nilam doshi  |  ઓગસ્ટ 15, 2010 પર 11:04 પી એમ(pm)

  nice to read..how can u manage to see pic. here ?

 • 3. વિશ્વદીપ બારડ  |  ઓગસ્ટ 16, 2010 પર 4:45 પી એમ(pm)

  we have to watch this movie..thank you for your review.

 • 4. jjkishor  |  ઓગસ્ટ 16, 2010 પર 5:29 પી એમ(pm)

  વાતો વાંચીને જ ફિલ્મ જોવથા મન થયેલું. આપે આ સ–રસ રજૂઆતથી એને હવે અ–નિવાર્ય બનાવ્યું.

  આભાર.

 • 5. devika dhruva  |  ઓગસ્ટ 16, 2010 પર 5:44 પી એમ(pm)

  રાજુલબેન,તમારી કલમ ખુબ તાદ્રુશતા લાવે છે. ફિલ્મ જોયા વગર જ જોયાની અનુભુતિ થાય છે..

 • 6. Madhav  |  ઓગસ્ટ 18, 2010 પર 4:18 એ એમ (am)

  Now i am planning for this movie

 • 7. shivshiva  |  ઓગસ્ટ 19, 2010 પર 11:46 એ એમ (am)

  જોવુ પડશે.


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: