“આયેશા”- film reviews –

ઓગસ્ટ 7, 2010 at 3:06 એ એમ (am) 2 comments

તાજી હવાની લહેર
દિલ્હીની આયેશા  (સોનમ કપૂર)મસ્ત મઝાની બબલી પર્સનાલિટી ધરાવતી સ્માર્ટ  યુવતિ છે જે આમ તો સામાન્ય રીતે એનો સમય આર્ટ એક્ઝીબીશન, પોલો મેચ,ખેલકુદ, નાચગાન જેવી મસ્તીમાં જ પસાર કરવાનો શોખ ધરાવે છે પણ એથી આગળ વધીને એક હદે વળગણ કહી શકાય એવુ સૌથી મનગમતુ જો કોઇ કામ હોય તો તે જોડી મેળવવાનુ, દરેકના પ્રોબ્લેમ એ એના પોતાના પ્રોબ્લેમ.  કાજી દૂબલે ક્યુ તો ફિકર સારે ગાંવકી .અને અંતે એમાંથી ઉભી થાય અનેક  ગુંચવણો અને કામ વગરના ગરબડ ગોટાળા.અર્જુન અને આયેશા મિત્રો હોવાના લીધે  અર્જુન (અભય દેઓલ)ને હંમેશા એમ લાગ્યા કરે કે આયેશાએ માત્ર પોતાના પુરતી જ ચિંતા રાખવી જોઇએ.
પ્રોફેશનને લઈને અર્જુનને દિલ્હીથી પરદેશ વારંવાર ઉડાઉડ કરવી પડે જેના લીધે એ અનેક યુવતિના સંપર્કમાં પણ આવતો હોય છે પણ આ બધામાં આયેશા કંઇક અલગ માટીની બની હોય તેમ તેને લાગ્યા કરે એટલે આયેશાને એની અવારનવારની ભૂલો છતાં છોડી શકતો નથી.
આયેશા અને તેની સખીઓ અમ્રુતા પુરી(શેફાલી ઠાકુર ) અને પિંકી (ઇરા દુબે )ની આસપાસ ઘુમતી ફિલ્મ આયેશા બ્રિટીશ નવલકથા એમ્માને આધારિત છે અને લગભગ એની મૂળ કથાને વળગીને બની છે.
રાજશ્રી ઓઝાના દિગદર્શનમાં બનેલી ફિલ્મ આયેશામાં સોનમ કપૂર અત્યંત સરળતાથી વહી જતી હોય એમ અભિનય આપ્યો છે. શરૂઆતની સાંવરિયા અને દિલ્હી-૬ પછી
એક લાંબા અરસાનો પોરો લીધા પછી એ ફરી એકવાર એક નવા અંદાજમાં આવી છે .ઇરા્નો  જબરદસ્ત  પરફોર્મન્સ અને અમ્રિતા પુરીનો ભલો ભોળો દેખાવ , અભય દેઓલનો બેલેન્સ અભિનય , અરૂણોદયની પ્રથમ ધમાકેદાર એન્ટ્રી, સાયરસની મસ્તી આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે.  ફિલ્મની થોડી વધુ લંબાઇને અવગણીએ તો  આયેશા યંગ જનરેશનને એકદમ સ્પર્શી જાય તેવી  મસ્તીભરી હલકી ફુલકી ફિલ્મ બની છે.
આયેશાના જાવેદ અખ્તર લિખિત ગીતો અને અમિત ત્રિવેદીનુ તાજગીભર્યુ સંગીત ફિલ્મનુ એક વધુ જમા પાસુ છે.

કલાકાર- અભય દેઓલ, સોનમ કપૂર,અરૂણોદય સીંગ, સાયરસ સાહુકાર ,યુરી સુરી

પ્રોડયુસર –અનીલ કપૂર, રિયા કપૂર

ડાયરેકટર-રાજેશ્રી ઓઝા,

મ્યુઝિક- અમિત ત્રિવેદી

ગીતકાર- જાવેદ અખ્તર

ફિલ્મ *** * એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી ***

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૭/૮/૨૦૧૦ ના પ્રગટ થયો.”


Advertisements

Entry filed under: - film reviews -.

“વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ”- film reviews – “પીપલી લાઇવ”- film reviews –

2 ટિપ્પણીઓ

  • 1. Ramesh Patel  |  ઓગસ્ટ 7, 2010 પર 3:36 એ એમ (am)

    Enjoyed the strory.
    Thanks for sharing.
    Ramesh Patel(Aakashdeep)

  • 2. chaitanyapandya  |  ઓગસ્ટ 8, 2010 પર 11:54 એ એમ (am)

    ખુબ જ સરસ્.


Blog Stats

  • 95,849 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: