પઢો રે પોપટ રાજા રામના

July 31, 2010 at 2:28 am 8 comments


હેલ્લો મમ્મી, એક ગુડ ન્યુઝ છે. યુ આર ગોઇંગ ટુ બી અ ગ્રાન્ડ મધર. હવે તો મમ્મી તારે જ અમેરિકા આવવુ  પડશે. અત્યંત ઉમળકાભેર એની મમ્મીને સારા સમાચાર આપ્યા અને એટલા જ ઉમળકાભેર મમ્મીએ અમેરિકા આવવાની સંમતિ પણ આપી દીધી. અને આપે જ ને વળી ! દિકરીના ત્યાં દિકરીનો જન્મ થવાનો હતો.  જાણે નિયતીનુ ફરી એક વાર શૈશવ  ઘરમાં રમતું થવાનુ હતુ પણ એ પોતાના આંગણમાં નહી પરદેશમાં …કારણ  ! બેબીનો જન્મ  અમેરિકામાં થાય તો એ  જન્મતાની સાથે જ અમેરિકન સીટીઝન બની જાય ને ? નહીં તો ખરેખર તો નિયતીએ અહીં પોતાની પાસે  જ ડીલીવરી માટે આવવાનુ હોય ને?

નિયતીમાં જેટલો સમય પોતે આપી શકી નહોતી એ બધો સમય વ્યાજ સાથે કાહિની સાથે એ વ્યતિત કરશે એવુ મનોમન સ્વપ્ન પણ જોઇ લીધું. જુનમાં  બેબી શાવર પહેલા જ અલકા અમેરિકા પહોંચી ગઈ. રંગે ચંગે બેબી શાવરનો પ્રસંગ આટોપાઇ ગયો. કાહિની માટે અત્યારથી જ ગિફ્ટ્ના ઢગલા થવા માંડ્યા.અને એ પછી તો  મમ્મીના લાડ ,પ્યાર, દુલાર-ખાના પીના ,ખિલાનામાં નિયતીનો બાકીનો સમય પણ નિકળી ગયો.

ઓગસ્ટના  નિર્ધારિત દિવસે અને સમયે કાહિનીની સવારી પણ આવી ગઈ. અમેરિકા જો હતુ . અહીં તો બધુ જ સમયસર કામ થાય. વળી પાછા લાડ, પ્યાર દુલાર-ખાના ,પીના ખિલાનાનો સિલસિલો ચાલ્યો તે છેક અલકાના પાછા આવવાના દિવસ સુધી.

પણ હવે શું? અલકાને થોડી ચિંતા થવા માંડી. બે કારણે –એક તો એને પોતે  કાહિની સાથે જે મમતાથી જોડાઇ ગઈ હતી તો એને મુકીને જવાનુ  એટલુ તો વસમુ લાગતુ હતુ કે જાણે નિયતી પરણીને પહેલી વાર અમેરિકા આવી ને લાગ્યુ હતું અને બીજુ આટલી નાની સાવ ત્રણ મહિનાની દિકરીને લઈને નિયતી કેવી રીતે પહોંચી વળશે?

પણ સમીરે અલકાને  વિશ્વાસ અપાવ્યો, મમ્મી તમે જરાય ચિંતા ના કરતા. હુ છું ને  ? નિયતીને  બધી જ મદદ કરીશ. ( છુટકો છે ભાઇ , અમેરિકામાં રહીને તો એ સિવાય ક્યાં ચાલવાનુ છે?)

અને મમ્મી અમને  તો બધી જ માહિતી ગુગલ પર મળી જાય છે. કંઇ પણ નાની અમસ્તી મુંઝવણ હોય તો એનો રસ્તો પણ ગુગલ સર્ચમાં મળી જશે. (ખરી જ વાત છે ને ? ગુગલે  તો જે  ફ્રેન્ડ -ફિલોસોફર-ગાઇડ અને ગોડ ફાધરનો રોલ ભજવવા માંડ્યો છે તે ?)

અને અલકાને  નિરાંત થઈ ગઈ. બંને જણ ટેક્નોસાવી જો હતા તે! હવે કોઇ ચિંતા જ ક્યાં રહી? અલકા હાથમાં બિસ્તરા -પોટલા અને મનમાં નિશ્ચિંતતા લઈને ઇન્ડીયા 
પરત થઈ.

માગ્યા માર્ગદર્શન ગુગલ પર મળી જતા હતા. કાહિનીને કેવી રીતે સુવાડવી , કેવી રીતે નવડાવવી- ક્યારે કેટલી વાર ખવડાવવુ..ટપાટપ ગુગલ પર નાખોને લો હાજર છે તમામ હથિયાર. મોર્ડન મમ્મી પપ્પા હતા ને ? બધો ઉછેર અમેરિકન સ્ટાઇલથી જ કરવો હતો.

આમાં એક વાતની ખબર હતી કે અમેરિકામાં  અમેરિકનો અને  ડોક્ટરો પણ બેબીને પહેલેથીજ એક્લા સુવાની ટેવ પાડવાના હિમાયતી છે.  પણ કેવી રીતે ? એકાદ વાર મન્થલી ચેક અપ વખતે ડૉક્ટર સાથે અછડતી વાત થઈ હતી અને હવે એને અમલમાં મુકવાનુ હતુ પણ કેવી રીતે? ચાલો  નાખો ગુગલ પર.. ગુગલ મહારાજની સલાહ લઇએ. ગુગલે સલાહ આપી. બેબીને એના રૂમમાં એકલુ  મુકી દેવાનુ . જો કે શરૂમાં રડશે પણ ખરુ. એકાદ કલાક સુધી્માં  શાંત થઈ જવુ જોઇએ. એમ કરતા ધીમે ધીમે ટેવ પડશે.

ચાલો શુભસ્ય શિઘ્રમ !સારા કામમાં વળી ઢીલ શેની? કલ કરે સો આજ ,આજ કરે સો અબ..

રાત્રે કાહિનીની ક્રીબ એના અલગ રૂમમાં મુકી દેવામાં આવી અને કાહિનીને એકલી એની ક્રીબમાં. બારણું બંધ કરીને માસ્ટર બેડ રૂમમાં બેસી ગયા સમીર અને નિયતી. દસ મિનિટ ,વીસ મિનિટ ત્રીસ મિનિટ … કાહિનીનુ રડવાનુ તો બંધ થવાનુ નામજ  નહોતુ લેતુ. બંધ અંધકારભર્યા રૂમમાંથી કાહિનીના રડવાનો અવાજ સતત આવતો હતો. બટ, ઇટ્સ ઓકે. કાહિનીની જોડે આપણે પણ ટેવાવુ તો પડશે જ ને?  કલાક થવા આવ્યો પણ આ તો રડવા ચાલુ જ હતુ . હવે સમીર ? નિયતી એ આઇ.ટી પ્રોફેશનલ પતિદેવ સામે નજર માંડી.

વેઇટ, લેટ મી ચેક ઓન ગુગલ. સમીરે એની વાજા પેટી ખોલી. અલકા એને હંમેશા વાજા પેટી કહેતી.

અને બીજી જ મિનિટે બેઉ સફાળા દોડ્યા કાહિનીની રૂમ તરફ…

કારણ ? ગુગલ મહારાજની સલાહ પ્રમાણે આવી ટેવ પાડવા માટેનો યોગ્ય સમય હતો બાળક જ્યારે આઠ મહિનાનુ થાય ત્યારે અને અત્યારે  કાહિનીને થયા હતા મહિના પુરા ચાર.

જય હો ગુગલદેવકી !!!!!!!

Advertisements

Entry filed under: Rajul.

“ખટ્ટા-મીઠ્ઠા”- film reviews – “વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ”- film reviews –

8 Comments

 • 1. વિશ્વદીપ બારડ  |  July 31, 2010 at 2:19 pm

  ઈન્ટરનેટનનું આ આધુનિક પુસ્તક ઘણું મદદ કરે પણ કહેવત છે >>”પુસ્તકીયું જ્ઞાન” એમાં થોડી સમજણ શક્તિ વાપરવી પડે..
  ..”પઢો રે પોપટ રાજા રામના” અહીંની યુવાન પેઢી..:ગુગલ -મહારાજ”પર બહુંજ નિર્ધારિત બની જાય છે તેનું આબોહુબ ચિત્ર અહીં જોવા મળે છે.. સુંદર !

  Like

 • 2. vijayshah  |  July 31, 2010 at 3:16 pm

  saras vaarta..
  google mahaaraj ne follow karavaa vaala short cut le te naa chaale

  Like

 • 3. nilamhdoshi  |  July 31, 2010 at 7:57 pm

  enjoyed …

  specially at this time….

  Like

 • 4. mitul  |  July 31, 2010 at 10:18 pm

  google ni salaah karta maata nu man baalak ne vadhare samje evu nathi laagtu?? baalak ne radta mukavaanu shikhvaade (ane parents shikhe pan khara..!!!!) aa te vali kevu googalism..!!!
  baalak ne maatrutv ni jarur 6e nahi ke googlatv..!!!! ekvaar ankh bandh kari baalak na rudan ne jo maata e saambhalyu hot to eni i66a ne paami gai hot….!!!
  good one for techno=-savvy parents…!!!

  Like

 • 5. dinesh vakil  |  August 1, 2010 at 4:30 pm

  ખરેખર, ઉજળું એટલું દૂધ નહિ..
  ભારતના વાતાવરણમાં રહેલા માટે આ અત્યાચારથી ઓછું કંઈ નથી..
  જો અત્યારે આ વાર્તા વાંચીને રુવાડા ઉભાથી જાય તો સત્ય પરીસ્થીમાં
  શું હાલ થાય?
  દિનેશ વકીલ

  Like

 • 6. Rajul  |  August 2, 2010 at 3:38 pm

  there are very few people in this time who thinks the way you are thinking…

  Like

 • 7. Neela  |  August 7, 2010 at 9:07 am

  good one

  Like

 • 8. rajniagravat  |  August 14, 2010 at 1:51 pm

  આવી કઠણાઈ ભરી પરિસ્થિતિને પણ સરસ કહેવું પડે એનાથી પણ કઠણાઈ કહેવાય ને? પણ ખરેખર સરસ. જો કે વાર્તાને સારો મોડ આપ્યો છે અને ગૂગલ મહારાજને પણ શાબાશી આપવી ઘટે કે એણે સમયસર (!) ઉવાચી દીધુ કે ચાર મહિના નહી પણ આઠ મહિના બાદ આ (જોખમી) ધંધો કરવો!

  ત્યાંની લાઈફ-સ્ટાઈલને ભાંડવાનો ઉદ્દેશ નથી પણ અમારા દિકરાને 13મું વર્ષ ચાલી રહ્યું છે પણ અમે એને અલગ સુવાડતા નથી!

  મારા બા એટલે કે એના દાદીમા પાસે વાર્તા સાંભળવા જાય પણ એ સાંભળીને 100 દિવસમાં 98 વાર તો અમારા પસે જ આવતો રહે.

  Like


Blog Stats

 • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2010
M T W T F S S
« Jun   Aug »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: