“વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ”- film reviews –

જુલાઇ 31, 2010 at 2:26 પી એમ(pm) 2 comments

હથિયારોની વચ્ચે રોમાન્સ

મુંબઈ ભારતનુ કેપીટલ તો નથી પણ કેટલીય  મલ્ટી નેશનલ  કંપની હશે જેનુ હબ મુંબઈ હશે અને એવા કેટલાય બીઝનેસ હશે જેનુ મુંબઈ  કેપીટલ   હશે.આવી જ અન્ડર  વર્લ્ડ  તરીકે ઓળખાતી ગુનાની દુનિયા-સ્મગલીંગથી માંડીને ઇન્ટરનેશનલ ટેરરીઝમ સુધી છવાયેલી દુનિયાનો સડો કેમ કરીને બહોળા વ્યાપમાં પથરાયો તેની કથા એટલે  “વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ”  જે   હકિકતમાં બનતી ઘટનાને આધારિત છે.

૧૯૭૦ -૮૦ ના સમયની આસપાસના સમયમાં આકાર લેતી  આ ફિલ્મ જાણે હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહીમને હકૂમતની યાદ અપાવે છે.  જ્યારે ૭૦ના દાયકામાં સ્મગલીંગ અતિ ધ્રુણાસ્પદ ગુનો કહેવાતો ત્યારે સુલતાન  મિશ્રા(અજય દેવગણ)ના  એકહથ્થુ સામ્રાજયની , તેની સર્વોપરિતાની સાથે સાથે તેના એક અદના ગેંગસ્ટર શોએબ (ઇમરાન હાશમી) સાથેના સંબંધની વાત છે. શોએબ જે રીતે  સુલતાનની હકૂમતને પડકારી અને એ અંધારી આલમ પર પોતાની હકૂમત સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે અને ત્યારથી શરૂ થતી ગેંગવોરની વાત છે.  .દૂધ પાઇને સાપ ઉછેરે ત્યારે શું દશા થાય ?  આ આખી વાત એક પોલિસ ઇન્સ્પેક્ટરની નજરે જોવાનો કહેવાનો પ્રયત્ન છે અને જે રીતે કહેવાયુ છે તેમાં પ્રેક્ષકોને આ કલ્પિત કથા છે કે કોઇ ઘટનાને આધારિત છે તે વિચારવાનો ભાગ્યેજ સમય આપે તેટલી સબળ બની છે.

“વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ” ફિલ્મમાં માફિયાનુ વર્ચસ્વ મુંબઈ પર કેવી રીતે છવાયુ તેની કાલ્પનિક ઘટનાઓનું ચિત્રીકરણ છે.અન્ડરવર્લ્ડની દુનિયા ડરામણી હોવા છતાં એને જાણવાની એક છાની કુતુહલવ્રુત્તિ તો  પ્રેક્ષકોમાં હંમેશા રહી જ છે. દિવાર, દયાવાન થી માંડીને  , ગેંગસ્ટર,પરિંદા, સત્યા, કંપની, વાસ્તવ, શુટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મોએ લોકોને આકર્ષ્યા જ છે અને એવી જ રીતે “વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ” ફિલ્મ જોવાનુ પ્રેક્ષકોને કુતુહલ રહે તે સ્વભાવિક છે અને એ ઉત્સુકતા અહીં સંતોષાય એટલી સબળ આ ફિલ્મ બની છે. મિલન લુથરાની આ ફિલ્મમાં સ્મગલીંગ , માફિયા ગેંગ છે તો સાથે રોમાન્સ પણ છે.  જોવાની ખૂબી છે  કે અહી અંધારી આલમની વાતને ગુનાખોરી-ગેંગવોરની સાથે સાંકળવાના બદલે ઇમોશન સાથે સાંકળવાનો આયાસ છે. અંધારી આલમ છે ત્યાં સામાન્ય રીતે જોવા મળે તેવી મારામારી, હિંસા કે હિંસક દેખાવોની ભરમાર અહીં જોવા મળતી નથી, કે નથી અહીં કોઇ કત્લેઆમ-ખૂનામરકી.

સુલતાન એટલેકે અજય દેવગણ ના ઉંડાણભર્યા અભિનયને લઈને એની બહુમુખી પ્રતિભા ફરી એક વાર  અહીં જીવંત થઈ છે. સત્તા-શક્તિને ખુંચવી લેવાનુ ઝનૂન જેની પર સવાર થયુ છે તેવા શોએબના પાત્રમાં ઇમરાન હાશમીએ એની લવર બોયની ઇમેજની સાથે રીઢા ગણતરીબાજ શોએબના પાત્રને પુરતો ન્યાય આપ્યો છે.

સૌંદર્યનો જાદુ પાથરતી  -સુખ લોલુપ અને ૭૦ના દાયકાની અભિનેત્રીની હુબહુ યાદ અપાવતી કંગના રાણાવત અભિનયમાં  એકદમ સહજ  લાગે છે.અજય દેવગણ અને કંગનાનો ઉંમરની દ્રષ્ટીએ ઘણો ફરક હોવા છતાં પરદા પર તેમની જોડી જચે છે. પ્રાચીએ અહીં એના અભિનયની ક્ષમતાનો સુંદર પરિચય આપ્યો છે.ઇમોશનલ સીનમાં તેની અભિનય કુશળતા  જોવા મળે છે તો   બોબી ડોલના રોમેન્ટીક મુડને પણ સરસ રીતે અદા કર્યો છે. ઇમરાન અને પ્રાચી વચ્ચે  કેમેસ્ટ્રી અતિ સમતુલિત લાગે છે. ફિલ્મનો મુખ્ય આધાર અજય દેવગણ અને ઇમરાન હાશમી પર કેન્દ્રીત હોવા છતાં રણદીપ હૂડાનો અભિનય પણ ધ્યાન ખેંચે છે.

ડીરેક્ટર મિલન લુથરાએ જે રીતે ૭૦ના દાયકાને પરદા પર જીવંત કર્યો છે તે આ ફિલ્મનુ સબળ પાસુ છે. અસીમ મિશ્રાની સીનેમેટોગ્રાફી, અકીવ અલિનુ ચુસ્ત એડીટીંગ ફિલ્મને વધુ પરફેક્ટ બનાવે છે.

“વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ” ફિલ્મનો  બીજો પ્લસ પોંઇન્ટ એના ગીત -સંગીત છે. પ્રિતમના સંગીત મઢ્યા ગીતો પી લૂ , તુમ જો આયે, અપના દેશ -સુંદર રચનાઓ છે જે ફિલ્મની મુખ્ય કથાની સાથે આકાર લેતી પ્રેમ કથાને સુસંગત બનાવે છે.ઘણીવાર ઢોલ-નગારા પિટ્યા પછી ફિલ્મો બોક્સ ઓફીસ પર પિટાઇ જતી જોઇએ છીએ. જ્યારે અહીં ઝાઝી પબ્લીસીટી વગર અ ફિલ્મ મેદાન મારી તેવી છે.

કલાકાર- અજય દેવગણ, ઇમરાન હાશમી, કંગના રાણાવત, પ્રાચી દેસાઇ, રણદિપ હૂડા, ગૌહર ખાન

પ્રોડયુસર – શોભા કપૂર, એકતા કપૂર

ડાયરેકટર-મિલન લુથરા

મ્યુઝિક-્પ્રિતમ ચક્રબર્તી

ગીતકાર-ઇર્શાદ કામિલ

ફિલ્મ **** એક્ટિંગ-* * * * મ્યુઝિક * * * સ્ટોરી * * * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૩૧/૭/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

પઢો રે પોપટ રાજા રામના “આયેશા”- film reviews –

2 ટિપ્પણીઓ

  • 1. devikadhruva  |  ઓગસ્ટ 2, 2010 પર 1:13 એ એમ (am)

    મુવી જોવા કરતા હવે તમારો રીવ્યુ વાંચવો વધારે ગમે છે !!

  • 2. MUSTUFA KHEDUVORA  |  ઓગસ્ટ 11, 2010 પર 12:20 પી એમ(pm)

    will see movie after reading this.


Blog Stats

  • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: