“ખટ્ટા-મીઠ્ઠા”- film reviews –

July 24, 2010 at 2:37 pm 3 comments

ટેસ્ટલેસ છે આ રેસીપી

ખટ્ટા-મીઠ્ઠા ફિલ્મ  રોડ સાઇડ માફિયા ને લગતી ફિલ્મ  છે . આજે  ચારે  બાજુ ભ્રષ્ટાચાર ફેલાયેલો જેમાં ભાગ્યેજ કોઇ પોતાની જાતને એમાંથી બાકાત રાખી શકતુ હશે?  સ્ટ્રગલીંગ  રોડ કોન્ટ્રાક્ટર સચીન ટીકુલેકર ( અક્ષય કુમાર )  એક એવી વ્યક્તિ છે જેને પોતે ભ્રષ્ટાચારમાં માનતો નથી પણ આસપાસની ખરડાયેલી પરિસ્થિતિમાં એ પોતાની જાતને એમાંથી દૂર રાખી શકતો નથી. લાંચ આપવાની તાકાતના અભાવે એ જે હાલાકી ભોગવે છે તેમાં વધુ ઉમેરો થાય  છે  વર્તમાન  મ્યુન્સિપલ કમીશ્નર  (ત્રિશા)  થકી .ત્રિશા બીજુ કોઇ નહીં પણ એક સમયનો એનો પ્રેમ છે જે  સચીને પોતાના સપના સાકાર કરવા દફનાવી દીધો હતો અને હવે ત્રિશા એને હદથી બહાર ધિક્કારે છે.

૧૯૭૦ ના દાયકાના અમોલ પાલેકર કે ફારૂખ શેખ ની યાદ અપાવતો અને  આમ આદમીના પ્રતિબિંબ જેવો સચીન જે રીતે જે હાલાકીમાંથી પસાર થાય છે તે દ્વારા એક ગંભીર પરિસ્થિતિને અત્યંત હળવી રીતે રજૂ કરવામાં આવી છે. કદાચ સીધો ઉપદેશ આપવા કરતાં આ અભિગમ એવો છે જે લોકોને વધુ આસાનીથી સ્પર્શે છે. વર્તમાન કાળમાં દેશમાં દરેક ક્ષેત્રે જે રીતે ભ્રષ્ટાચાર , લાંચ રૂશ્વત નિરંકુશ રીતે ફેલાયેલા છે તેની પર  અહીં  ૧૯૮૯માં બનેલી  મલયાલમ ફિલ્મ વેલ્લનકાલુડે નાડુની રીમેક  “ખટ્ટા-મીઠ્ઠા” માં પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

કમબ્ખત ઇશ્ક. હાઉસફુલ. દે દના દન, જેવી ફ્લોપ ફિલ્મો બાદ અક્ષય કુમારે એક નવા સ્વાંગમાં પોતાની જાતને રજૂ કરી છે  .અક્ષયની ફેશનેબલ ઇમેજથી વિરૂધ્ધ પાત્રને અનુરૂપ પ્લેઇન  શર્ટ. બ્રાઉન પેન્ટ અને લેધર સ્લીપર  હાથમાં હેન્ડબેગ અને છત્રી જેવા પહેરવેશમાં  એ સામાન્ય માણસમાંનો એક છે એવી પ્રતિતિ થાય , સૌ કોઇ એનામાં પોતાની જાતને જુવે એટલી સાહજીકતા લાવવાનો પ્રયત્ન સફળ રહ્યો છે.

ત્રીશાની આ પહેલી હિન્દી ફિલ્મ છે પણ તે પહેલા આ સાઉથની અભિનેત્રીએ ઘણી ફિલ્મો કરી છે જેમાં કેટલાકમાં એને  એવોર્ડ પ્રાપ્ત થયા છે એટલે અભિનયની ક્ષમતા ભારોભાર હોય તે સ્વભાવિક છે. ફિલ્મ લગભગ અક્ષય કુમાર પર કેન્દ્રીત હોવા છ્તાં ત્રીશા નો અભિનય નોંધપાત્ર છે.ફિલ્મમાં જો સૌથી વધુ નોંધપાત્ર હોય તો તે રાજપાલ યાદવ.   રોડ કન્સ્ટ્રક્શન માટે ઉતરેલા કાફલાની જેમ અહીં જેટલા કોમેડીયન એકઠા થયા છે તેમાં સદાયના  બિચારા  લાગતા   રાજપાલનુ  એક રોડ વર્કર તરિકેનુ પર્ફોર્મન્સ ઉમદા છે. જ્હોની લીવર .કુલભુષણ ખરબંદા ,મકરંદ દેશપાંડેનો સુસંગત અભિનય છે જ્યારે અરૂણા ઇરાની , મિલિંદ ગુણાજીની ક્ષમતા વેડફાઇ છે.

ફિલ્મ “ખટ્ટા-મીઠ્ઠા” ફિલ્મમાં એવા કોઇ શ્રેષ્ઠ કહી શકાય એવા ગીત -સંગીત નથી તેમ છતાં  દરેક ગીત નિશ્ચિત પણે  વાર્તાને અનુરૂપ વાત કહી જાય છે જેથી ફિલ્મની ગતિને કોઇ બાધ આવતો નથી. આઇલા રે આઇલા તેમજ નાના ચિ ટાંગ ,સજદા વિશેષ ધ્યાન દોરે છે.

હાલમાં એક પછી એક ફ્લોપ થતી કોમેડી ફિલ્મો જોયા બાદ પ્રેક્ષકોને રિઝવવા કેટલા અઘરા છે  તે સમજાય તેવી વાત છે. પોલિટીકલ સટાયર પરની ખટ્ટાશ અને કોમેડી્નીમીઠ્ઠાશ  લઈને આવેલી ફિલ્મ “ખટ્ટા-મીઠ્ઠા”માં પાત્રો, સિચ્યુએશન અને સીન  થકી કોમેડી ઉત્પન્ન કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને તેમ છતાં  તેમાં જોઇએ તેટલી સચોટતામાં ક્યાંક કસર વર્તાય છે.

કલાકાર- અક્ષય કુમાર, ત્રીશા ક્રીશ્નન, રામપાલ યાદવ , મકરંદ દેશપાન્ડે, જ્હોની લીવર અરૂણા ઇરાની.

પ્રોડયુસર – અક્ષય કુમાર

ડાયરેકટર- પ્રિયદર્શન

મ્યુઝિક- પ્રિતમ ચક્રબર્તી

ગીતકાર- ઇર્શાદ કામિલ ,શેહઝાદ રોય, નિતિન

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૪/૭/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

“ઝેર રે પીધાં મે તો જાણી જાણી “ પઢો રે પોપટ રાજા રામના

3 Comments

  • 1. chandravadan  |  July 26, 2010 at 2:03 pm

    Enjoyed reading this post !
    DR. CHANDRAVADAN MISTRY(Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks, Rajulben for your visit to Chandrapukar..Hope to see you again soon !

    Like

  • 2. વિશ્વદીપ બારડ  |  July 28, 2010 at 3:02 pm

    always enjoying your movie review..Thank you bena

    Like

  • 3. Rasik Bapodara  |  September 7, 2010 at 2:23 pm

    khub saras pravruti sathe jivanne jodi didhu. badhane indian filmni khabar pan sari rite apochho khub khub saras

    Like


Blog Stats

  • 150,412 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2010
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!