“લમ્હા”- film reviews –

જુલાઇ 19, 2010 at 4:42 પી એમ(pm) 4 comments

“પ્રુથ્વી પર જો સ્વર્ગ ક્યાં ય હોય તો તે અહીં જ છે” -એક સમયે કાશ્મીર માટે એવુ કહેવાતુ પણ આજે એ સત્ય હકિકત કરૂણ પરિસ્થિતિમાં બદલાઇ ગઈ છે.માત્ર ત્રાસવાદી કે ઉદામવાદી જ નહીં પણ એમના કાવતરામાં ભળેલા રાજકારણીઓ , એમના હાથ નીચેના અધિકારીઓ અને એટલુ જ નહી પણ દેશની રક્ષા કરનાર આર્મી ઓફીસરોએ પણ પોતાની ખીચડી પકવવા કાશ્મીરને આતંકના ઓછાયા હેઠળ ધમરોળી નાખ્યુ છે.  અને આઆ જટીલ સમસ્યાની જડ શોધવા વિક્રમ( સંજય દત્ત)ને  કાશ્મીર મોકલવામાં આવે છે. ગુલ જહાંગીરના નામે એ કાશ્મીરમાં પ્રવેશે છે. પોતાના મિશનને ચોક્કસ સ્વરૂપ આપવા તે નામી ભાગલાવાદી નેતા સાથે મળીને એ આઝાદ કાશ્મીર માટે કામ કરતી અઝીઝા જોડે સપંર્ક્માં આવે છે. જેમ જેમ કાર્યવાહી આગળ વધે છે તેમ  બંનેના વિચારો અને જોવાની દ્રષ્ટી બદલાય છે.

અહીં આતિફ (કુનાલ કપૂર) જેવા લોકો પણ વસે છે  જે કાશ્મીરની  સ્વતંત્રતા ,કાશ્મીરીઓના સુખ-ચેન , એશો આરામ માટે લડત આપી રહ્યો છે. સામાન્ય લોકોની જીંદગીને  , સ્વર્ગ સમા કાશ્મીરને નરકમાં બદલનાર , ચારે બાજુ સૌંદર્યના ખજાનાને લોહિયાળ બનાવનાર મોટા માથા સામે વિક્રમ ,અઝીઝા કે અતિફ જેવા આદર્શવાદી ઇન્સાન સફળ થશે? એનો જવાબ છે રાહુલ ધોળકિયા દિગદર્શીત ફિલ્મ ” લમ્હા” .

કાશ્મીરની સળગતી સમસ્યા અને સંજોગોને લઈને રોજા, મિશન કાશ્મીર , સિકંદર જેવી ફિલ્મો બની છે. ગુજરાતના ગોધરા કાંડને લઈને  બનેલી પરઝાનિયા ફિલ્મના ડીરેક્ટર રાહુલ ધોળકિયાએ ફિલ્મ “લમ્હા”માં વર્તમાન કાશ્મીરી જીવન અને તેમના જીવનની નાજુક ક્ષણો વણી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કઈ મજબૂરી એક સામાન્ય યુવકને સ્યુસાઇડર બોમ્બ બનવા પ્રેરે  તેની વાત છે. કોને ફ્રીડમ ફાઇટર કહેવા અને કોણ આતંકવાદી છે એની વચ્ચે સાવ ક્ષીણ અને ક્યારેક પારખી ન શકાય તેવો ફરક પણ હવે તો પારખવો મુશ્કેલ બન્યો હોય તેવી પરિસ્થિતિનુ  કાલ્પનિક નિરૂપણ છે. જેમાં કુનાલ કપૂરનો નિર્દોષ-નિરૂપદ્રવી લૂક અને પાત્રને ન્યાય આપવાનો જોશ ,તેના પાત્રને જીવંત બનાવવાનો પ્રયત્ન આવકારદાયક છે. તેમ છ્તાં કેટલીક નાજુક ક્ષણોમાં વ્યકત થતા આક્રોશમાં  તેના અવાજનો  જોમ ઓછો પડે છે. સંજય દત્તની રફ એન્ડ ટફ પર્સનાલિટી તેના પાત્રને સમગ્ર રીતે અનુરૂપ છે તેથી જાણે તેણે સાવ સરળતાથી પોતાની ભૂમિકા અદા કરી હોય તેટલી સ્વભાવિકતા નજરે પડે છે. બિપાશા બાસુ   કોર્પોરેટ ફિલ્મ બાદ ફરી એક વાર સાવ અલગ રીતે લમ્હા ફિલ્મમાં રજૂ થઇ છે. માત્ર ડ્રેસિંગ  કે ગ્લેમરસ લૂક જ  તેની ઓળખ છે એવી બિપાશા અહીં અભિનયથી એની ઓળખ ઉભી કરવામાં  કોર્પોરેટ ફિલ્મ ની જેમ સફળ થઈ છે. પોલિટીકલ પાર્ટીના લીડર અનુપમ ખેર પણ એટલાજ  પ્રતીતિજનક રહે છે.

ફિલ્મનો અભિગમ એકદમ  સ્પષ્ટ અને બોલકો છે. આ કોઇ મનોરંજન ફિલ્મ નથી તેમ છ્તાં ફિલ્મની ગતિ  , તેના ગીત -સંગીત તેની કથાને સુસંગત છે એટલું જ નહીં પણ ટેન્શનના માહોલ વચ્ચે પાંગરતી પ્રણયક્થા પણ ક્યાંય અજૂગતી નથી લાગતી. તેમ છ્તાં ફિલ્મના અગણ્ય પાત્રોને લઈને ક્યારેક પ્રેક્ષક લિંક ચુકી જાય તેવુ બને.

કલાકાર-સંજય દત્ત ,બિપાશા બાસુ, કુનાલ કપૂર ,અનુપમ ખેર , યશપાલ શર્મા ,શહેનાઝ પટેલ, યુરી સુરી, વિપિન શર્મા.

પ્રોડયુસરબન્ટી વાલિયા, જસપ્રિત વાલિયા

ડાયરેકટર– રાહુલ ધોળકિયા

મ્યુઝિક– મિથુન

ગીતકાર– સૈયદ કાદરી

ફિલ્મ ***એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * *

Advertisements

Entry filed under: '' મમ્મીજી ''.

“મિલેંગે મિલેંગે”- film reviews – “ઝેર રે પીધા મે તો જાણી જાણી “

4 ટિપ્પણીઓ

 • 1. Ramesh Patel  |  જુલાઇ 19, 2010 પર 8:22 પી એમ(pm)

  Thanks for sharing,waiting to read this story.

  Ramesh Patel(Aakashdeep)

  આવું પણ થાય…રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 • 2. વિશ્વદીપ બારડ  |  જુલાઇ 20, 2010 પર 12:33 એ એમ (am)

  પ્રુથ્વી પર જો સ્વર્ગ ક્યાં ય હોય તો તે અહીં જ છે” -એક સમયે કાશ્મીર માટે એવુ કહેવાતુ પણ આજે એ સત્ય હકિકત કરૂણ પરિસ્થિતિમાં બદલાઇ ગઈ છે.માત્ર ત્રાસવાદી કે ઉદામવાદી જ નહીં પણ એમના કાવતરામાં ભળેલા રાજકારણીઓ , એમના હાથ નીચેના અધિકારીઓ અને એટલુ જ નહી પણ દેશની રક્ષા કરનાર આર્મી ઓફીસરોએ પણ પોતાની ખીચડી પકવવા કાશ્મીરને આતંકના ઓછાયા હેઠળ ધમરોળી નાખ્યુ છે.
  this is very true..
  I have to see this movie.

 • 3. Neela  |  જુલાઇ 20, 2010 પર 3:43 એ એમ (am)

  આપની વાત સાચી છે. મેં આ ફિલ્મ જોઈ. ફિલ્મની ગતિ ખૂબ જલદ લાગી તેમજ થોડા સમય્માં ઘણું બધુ કહેવું છે એટલે લિંક તુટી જાય છે. પણ ફિલ્મ જોવી ગમી.

  આભાર.

 • 4. હેમંત પુણેકર  |  જુલાઇ 20, 2010 પર 6:49 એ એમ (am)

  Thanks Rajulben! I read your reviews regularly and enjoy them a lot.

  I have a baby boy of 11 months and I have just seen one movie after his birth. By reading your detailed review, I enjoy a part of what movies can offer.


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: